Get The App

પ્રાચીન માનવ સભ્યતા ટેકનોલોજીનું જ્ઞાન અને યાંત્રિક કૌશલ્ય ધરાવતી હતી !

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
પ્રાચીન માનવ સભ્યતા ટેકનોલોજીનું જ્ઞાન અને યાંત્રિક કૌશલ્ય ધરાવતી હતી ! 1 - image

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- આપણા પૂર્વજો એટલા જ સમજદાર હતા જેટલા આપણે છીએ. કદાચ, વધારે સમજદાર, એટલા ઓછા સાધનો થકી શું આપણે આટલું બધું જ્ઞાન કે સમજ મેળવી શક્યા હોત ?'

‘If I have seen further, it is by standing on the Shoulders of giants & જો હું આગળ જોઈ શક્યો છું તો તે મારી પહેલાં આવેલા મહાન લોકોને કારણે છે.'

- Issac Newton (આઈઝેક ન્યૂટન)

‘Ancient civilizations were far more technologically advanced than we once believed & પ્રાચીન સભ્યતાઓ આપણી કલ્પનાથી ઘણી વધારે ટેકનોલોજીની રીતે ઉન્નત હતી.'

- Joseph Needham

(જોસેફ નીધમ)

‘ The ancients were as wise as we are, perhaps wiser. could we have done as much with as little ? આપણા પૂર્વજો એટલા જ સમજદાર હતા જેટલા આપણે છીએ. કદાચ, વધારે સમજદાર, એટલા ઓછા સાધનો થકી શું આપણે આટલું બધું જ્ઞાન કે સમજ મેળવી શક્યા હોત ?'

- Isaac Asimov(આઈઝેક એસિમોવ)

Evidence suggests that ancient civilizations possessed a high level of technological understanding. પ્રમાણ દર્શાવે છે કે પ્રાચીન સભ્યતાઓ પાસે ઉચ્ચ સ્તરની ટેકનોલોજિકલ સમજ હતી.

પ્રાચીન ટેકનોલોજિકલ આવિષ્કારો હમેશા માનવ સભ્યતાની ઉન્નતિ અને વિજ્ઞાનના વિકાસના રહસ્યોને અનાવૃત્ત કરે છે. આ બાબતને સાબિત કરનારા અનેક પુરાવાઓ પ્રાપ્ત થાય છે. આવું એક કહસ્યમય ઉપકરણ બગદાદ બેટરી (Baghdad Battery) છે. એને દુનિયાની પહેલી બેટરી પણ કહેવાય છે. બગદાદના મ્યુઝિયમમાં રાખવામાં આવેલી ગેલ્વેનિક સિદ્ધાંત પ્રમાણે કામ કરતી ઇલેક્ટ્રિક ડ્રાય બેટરી ૧૯૩૬માં ઇરાકના બગદાદ પાસે ખુજુત રાબુઆમાંથી શોધવામાં આવી હતી. બહારથી જોતાં તો એમ જ લાગે કે આ ૧૫ સે.મી. લાબું માટીનું કોઈ વાસણ છે. એની અંદર ૧૦ સેન્ટી મીટર લાંબુ તાબાનું સિલિન્ડર રાખેલું છે. તેની અંદર તાંબાની સોલ્ડર કરાવેલી પટ્ટીઓ (Stripes) છે. અને તાંબાની કેપથી તે બંધ કરાયેલ છે. તેની અંદર તેજાબને લીધે સખત રીતે કાટ લાગવાથી ખવાઈ ગયેલો લોખંડનો સળિયો પણ છે. આમ, તે મુખ્ય ત્રણ ઘટકોમાંથી બની હતી. એક, માટીનું ઘડા જેવું પાત્ર ( Clay Jar) જેની ઉંચાઈ લગભગ ૧૩-૧૫ સેમી. હતી. બીજું, તાંબાની પટ્ટીઓ કે નળી ( Copper Cylinder) જે એ પાત્રમાં મૂકી હતી અને તે ધનાત્મક ઇલેક્ટ્રોડનું કામ કરતી હતી. ત્રીજું, તેમાં જે લોખંડનો સળિયો (Iron Rod) હતો તે ઋણાત્મક ઇલેક્ટ્રોડનું કામ કરતો હતો એને ડામર (Bitumn)થી સીલ કરાયો હતો. જો એ પાત્રમાં અમ્લીય દ્રવ (વિનેગર, લીંબુનો રસ, ખાટી દ્રાક્ષનો રસ) નાંખવામાં આવે તો તે લગભગ ૦.૮-૧.૧ વોલ્ટ વીજળી ઉત્પન્ન કરી શક્તું હતું.

તાંબુ અને લોખંડ અમ્લીય દ્રવના સંપર્કમાં આવે છે ત્યારે રાસાયણિક પ્રતિક્રિયા થાય છે. જેનાથી વિદ્યુતધારા ઉત્પન્ન થાય છે. તે સાચા અર્થમાં પ્રાચીન 'ઇલેક્ટ્રોકેમિક્લ સેલ' જેવું કામ કરતું હતું. આ સાધન ઇરાકના એ ભાગમાં શાસન કરતા પાર્થિયન શાસકોના સમયગાળા દરમિયાન ઇ.સ.પૂર્વે ૨૫૦ ની આસપાસ રચાયું હશે એમ નિષ્ણાતો માને છે. ૧૯૩૬માં પુરાતત્વ શાસ્ત્રી વિલ્હેમ કોનિગ (Wilhelm konig) દ્વારા તે શોધી કઢાયું ત્યારે તેની રચના જોતા જ તેમને ખ્યાલ આવી ગયો કે આ સાધન બેટરી તરીકેનો ઉપયોગ કરવા જ બનાવાયું હોવું જોઈએ. તેની રચના એ જ સૂચવતી હતી પ્રાચીન કાળના ત્યાંના લોકો આના થકી ઇલેક્ટ્રિક વોલ્ટેજ ઉત્પન્ન કરતાં હશે. મૂળ વસ્તુની નકલ (replica) બનાવી અર્વાચીન સંશોધન કરાયું ત્યારે વિલ્હેમ કોનિગની માન્યતાને પુષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ કે ખરેખર તે સાધનથી વીજળી પેદા કરી શકાતી હતી. પહેલાં થોડા વોલ્ટ (વોટ)ની વીજળી ઉત્પન્ન કરી તેનાથી બીજા કોષો વીજભારવાળા કરી મોટા પ્રમાણમાં વિદ્યુત પેદા કરાતી હશે.

વિજ્ઞાનીઓ ઇતિહાસકારો માને છે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે સોના કે ચાંદીની પાતળી પરત ચઢાવવા માટે આનો ઉપયોગ થતો હશે. ચિકિત્સા ક્ષેત્રે હળવી વિદ્યુત ધારાથી પીડાનું નિવારણ કરવા પણ તેનો ઉપયોગ કરાતો હોય એવું બની શકે. બગદાદ બેટરી દર્શાવે છે કે વિદ્યુતના જ્ઞાનનો પ્રયોગ ૨૦૦૦ વર્ષ પૂર્વે પણ થતો હતો. આ પ્રાચીન માનવ સભ્યતાનું વૈજ્ઞાનિક જ્ઞાન અને યાંત્રિક કૌશલ્યનું પ્રમાણ છે.

આર્મિલરી સ્ફીયર (Armillary Sphere) એક પ્રાચીન ખગોળીય યાંત્રિક ઉપકરણ હતું. જેનો ઉપયોગ આકાશીય પિંડો- સૂર્ય, ચંદ્ર, ગ્રહ, તારા, એમની ગતિ, સ્થિતિ અને સમય સમજવા માટે કરાતો હતો. તે ફરી શકે તેવી ધાતુની ગોળાકાર માટે કરાતો હતો. તે ફરી શકે તેવી ધાતુની ગોળાકાર રિંગોથી બનેલું હતું. લગભગ ઇ.પૂ. ૩૦૦ ની આસપાસ ગ્રીક ખગોળશાસ્ત્રી એરાટોસ્થનીઝ અને હિપ્પાર્કસ દ્વારા નિર્મિત કરાયું હતું. તેમાં ભૂમધ્ય રેખા (Equator Ring), ક્રાંતિવૃત્ત (Ecliptic Ring), દેશાંતર અને અક્ષાશ રિંગો, ધુ્રવીય ધરી (Polar Axis) અને કેન્દ્રમાં પૃથ્વી (ભૂ-કેન્દ્રીય મોડલ) દર્શાવનારી સંરચના હતી. રિંગોને ફેરવીને સૂર્ય અને ચંદ્રની ગતિ, ગ્રહોનો માર્ગ, દિવસ રાત, ઋતુઓનું પરિવર્તન અને ગ્રહણ વિશે બતાવવામાં આવતું હતું. આજના કોમ્યૂટર સિમુલેશન જેવું તે ત્રિ-આયામી મિકેનિકલ મોડેલ હતું.

ઇ.પૂ.લગભગ ૧૦૦માં બનાવાયેલું હોવાનું મનાતું એન્ટીકાઈથેરા મિકેનિઝમ પણ એક અદ્ભુત ઉપકરણ છે જે પ્રાચીન ઉન્નત ટેકનોલોજીનો બોલતો પુરાવો છે. આ સાધનને દુનિયાનું પ્રથમ એના લોગ કોમ્પ્યૂટર કહેવામાં આવે છે. તે માત્ર એક યંત્ર નહીં, પણ માનવ બુધ્ધિનો ઔતિહાસિક ચમત્કાર કહેવાય છે. ૧૯૦૧માં ગ્રીક મરજીવાઓએ એન્ટીકાઈથેરા ટાપુ પાસે ડૂબેલા એક જહાજના ભંગારમાંથી તે શોધી કાઢયું હતું. ૧૯૫૪માં ડેરેક જે.ડી.સોલા પ્રાઈસ નામના કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકને ખ્યાલ આવ્યો કે તે ખગોળશાસ્ત્ર ઉપકરણ છે. તેમાં ૨૦ થી વધુ ગિયર વ્હીલ્સ હતા જેમને અસંખ્ય કાંસાની પ્લેટો વડે આધાર અપાયો હતો. તેના બધા ભાગો લાકડાની એક પેટીમાં ફીટ કરાયા હતા. જ્યારે પેટીની બાજુમાં રાખવામાં આવેલ શાફ્ટ (દાંડો) ખસેડવામાં આવે ત્યારે પોઇન્ટર ડાયલ પર જુદી જુદી ગતિથી ખસતા હતા. આ મશીન કેવી રીતે વાપરવું અને તે ડાયલ કેવી રીતે વાંચવું તેને લગતી સૂચનાઓ તેના પર ગ્રીક ભાષામાં લખાયેલી હતી. આ ડિવાઇઝ પર ૩૪૦૦ જેટલા ગ્રીક ભાષાના અક્ષરો અંકિત થયેલા છે. આ યંત્ર લ્યુનર કેલેન્ડર, સોલાર સીસ્ટમ (સૌર મંડળ), ચંદ્ર ગ્રહણ, સૂર્યગ્રહણ, વગેરે ખગોળીય ઘટનાના ચોક્કસ દિવસ અને સમય, ઋતુઓ અને ગ્રીક ઉત્સવો સચોટ રીતે બતાવતું હતું. દુનિયાની સૌથી પહેલી એનાલોગ ઘડિયાળ ચૌદમી શતાબ્દીમાં બની હતી અને તે એક મોટરકારના કદ જેવડી હતી. જ્યારે એન્ટીકાઇથેરી મિકેનિઝમ જે આજથી ૨૦૦૦ વર્ષ પૂર્વે બનાવાયું હતું તે બુટ - ચંપલના ખોખા જેટલા નાના કદના લાકડાના બોક્સમાં સમાઈ જાય એ રીતે કોમ્પેક્ટ કદનું બનાવાયું હતું. એથેન્સના નેશનલ આર્કિયોલોજિકલ મ્યુઝિયમ ખાતે આ એન્ટીકાઈથેરા મિકેનિઝમ સાચવી રખાયું છે.

ગ્રીક ઓટોમેટા (Greek Automata) એવું સ્વચાલિત યાંત્રિક ઉપકરણ હતું જે માનવીના હસ્તક્ષેપ વિના પોતાની મેળે ગતિ કે ક્રિયા કરતું હતું. ઓટોમેટાનો અર્થ થાય છે- સ્વયં સંચાલિત મશીન. આ પ્રાચીન ઉપકરણને અર્વાચીન રોબોટિક્સ અને ઓટોમેશનના આરંભની પાયા રૂપ પ્રયુક્તિ કહેવાય છે. ઇ.પૂ. લગભગ ૩૦૦ના ગાળા દરમિયાન આનો ઉપયોગ થતો હતો. ગ્રીક વિજ્ઞાન કેન્દ્ર એલેકઝાન્ડ્રિયા એની રચના કરનારા મુખ્ય વિજ્ઞાનીઓ હતા. આ પ્રયુક્તિથી મંદિરમાં અગ્નિ પ્રગટાવતાની સાથે દરવાજા એની જાતે ખૂલી જતાં. એ રીતે આપમેળે દરવાજા બંધ પણ થઇ જતા. એમાં અગ્નિથી ગરમ હવા દ્વારા દબાણ વધી જવાથી તે આપમેળે ખૂલી જતા. આ થર્મલ પાવર સાથે મિકેનિક્સનો પ્રયોગ હતો. બીજા પ્રયોગોમાં સ્વચાલિત મૂર્તિઓ પણ રખાતી. આ મૂર્તિઓ હાથ ઊંચા કરતી, માથું ફેરવતી. આમ, આધુનિક ક્ષેત્રોના રોબોટિક્સ, મિકેનિકલ એન્જિનિયરિંગ અને કન્ટ્રોલ સિસ્ટમની શરૂઆત ૨૦૦૦ વર્ષ પૂર્વે ગ્રીસમાં થઇ ગઇ હતી.