- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- લાગણીઓ - ભાવો એ માત્ર શરીરના રસાયણો જ નથી, તે ઇલેક્ટ્રો કેમિકલ સિગ્નલો છે જે શરીરના બધા કોષોના રસાયણો અને વિદ્યુતને અસર કરનારા છે
‘‘The molecules of emotion run every system in our Body : ભાવનાઓના અણુ આપણા શરીરની દરેક પ્રણાલીને સંચાલિત કરે છે.''
‘‘Your body is your subconscious mind :તમારું શરીર જ તમારું અવચેતન મન છે.''
Candace B. Pert, Molecules of Emotion (કેન્ડસ પર્ટ, મોલિક્યુલ્સ ઑફ ઇમોશન)
‘‘ It is not stress that kills us, it is our reaction to it : આપણને તણાવ નથી મારતો, પણ તેના તરફ આપણી પ્રતિક્રિયા આપણને હાનિ પહોંચાડે છે.''
‘‘Adopting the right attitude can convert a negative stress into a positive one : સાચો દ્રષ્ટિકોણ અપનાવીને નકારાત્મક તણાવને હકારાત્મક તણાવમાં બદલી શકાય છે.''
- Hans Selye (હંસ સેલ્યે),
The Stress of Life
‘‘The body is equipped with mechanisms for maintaining balance, but strong emotions can disturb this equilibrium : શરીર સંતુલન જાળવી રાખવાની પ્રણાલીથી યુક્ત છે, પરંતુ તીવ્ર ભાવનાઓ આ સંતુલનને બગાડી શકે છે.''
‘‘In emergenices the body mobilizes its resourees for fight or flight : આપાતકાલીન સ્થિતિમાં શરીર પોતાનાસંસાધનોને 'લડવા અથવા ભાગવા' માટે સક્રિય કરી દે છે.
- Walter cannon
(વોલ્ટર કેનન),
The wisdom of the Body.
‘‘We don't laugh because we afre happy, we are happy because we laugh : આપણે એટલા માટે નથી હસતા કે આપણે ખુશ છીએ, પણ આપણે ખુશ (પ્રસન્ન) એટલા માટે હોઈએ છીએ કેમ કે આપણે હસીએ છીએ.''
Our view of world is colored by our own mental attitudes : આપણી દુનિયાની દ્રષ્ટિ આપણા : માનસિક દ્રષ્ટિકોણોથી રંગાયેલી હોય છે એટલે પ્રભાવિત થયેલી હોય છે.
- William James
(વિલિયમ જેમ્સ),
The Principles of Psychology.
લાગણીઓ અને શારિરીક રોગો એકબીજા સાથે ઘનિષ્ટ રીતે જોડાયેલા છે એટલે એમને મનોદૈહિક સંબંધ કહેવામાં આવે છે. થોડા સમય પહેલાં શરીર વિજ્ઞાનીઓ માટે લાગણી એ મસ્તિષ્કના રસાયણોથી ઉદ્ભવતી સંવેદના માત્ર હતી. પરંતુ તાજેતરમાં 'સાઈકોન્યુરો ઇમ્યુનોલોજી' ક્ષેત્રે થયેલા અદ્ભુત સંશોધનોએ માનવીના સ્વાસ્થ્ય સાથે એનો અતૂટ સંબંધ જોડી આપ્યો છે.
અમેરિકાના વોશિંગ્ટન ડી.સી.માં આવેલ જ્યોર્જ ટાઉન યુનિવર્સિટી ઑફ મેડિસિનના ડિપાર્ટમેન્ટ ઑફ ફિઝિયોલોજી એન્ડ બાયોફિઝિક્સના રીસર્ચ ન્યુરોસાયન્ટિસ્ટ ડૉ. કેન્ડસ બી. પર્ટ ને ન્યુરોપેપ્ટાઇડસ, રિસેપ્ટર ફાર્મેકોલોજી અને કેમિકલ ન્યુરોએનેટોમીના ક્ષેત્રે મહત્વપૂર્ણ સંશોધનો કરવા માટે ઘણા એવોર્ડસ એનાયત કરાયેલા છે. કેન્ડસ પર્ટ (candace Pert) નું નામ મસ્તિષ્કમાં એન્ડોર્ફિન માટે સેલ્યુલર બાઈન્ડીંગના સ્થાન તરીકે કામ કરતા ઓપિસોઇડ, રિસેપ્ટર (Opioid Receptor) ની શોધ કરવા માટે સ્વર્ણાક્ષરે લખાયેલું છે. માઇન્ડ-બોડી મેડિસિન અને એચ.આઈ.વી. ટ્રીટમેન્ટના એ પાયોનિયર સાયન્ટિસ્ટ ગણાય છે. મસ્તિષ્કના એન્ડોર્ફિન બનાવવાના અજ્ઞાત રહસ્યોના અજાણ્યા ભવનમાં પ્રવેશવા એક નવું દ્વાર ખોલવાનું શ્રેય તેમના શિરે જાય છે. કેનડસ પર્ટની ઓપિઓઇડ રિસેપ્ટરની શોધથી તે કામ થયું.
ઇ.સ. ૨૦૦૪માં ‘What the Bleep do you know? નામની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં કેન્ડસ પર્ટે ભૂમિકા ભજવી હતી. ૨૦૦૯માં લૂઈસ હે (Louise Hay)ના મૂવી You can Heal Your Life માં પણ એમણે શરીર મનના જોડાણ વિશે બને લાગણીઓ અને રોગોના સંબંધ વિશે વાત કરી છે. ૧૨ એપ્રિલ ૨૦૦૮માં એમને સાઇકોન્યુરોઇમ્યુનોલોજી ક્ષેત્રે હોલિસ્ટિક મેડિસિન પ્રદાન કરવા માટે એવોર્ડ અપાયો હતો. એ રીતે ન્યૂયોર્ક ઓપન સેન્ટર તરફથી કેન્ડસ પર્ટનુ ૭ નવેમ્બર ૨૦૦૬ના રોજ શરીર વિજ્ઞાન અને હૃદયથી અનુભવાતી લાગણી વચ્ચે સંબંધ શોધવાના સેતુ રૂપ બની એનું સફળ નેતૃત્વ કરવા બદલ પણ બહુમાન કરાયું હતું.
૧૯૭૨માં જ્યારે કેન્ડસ પર્ટ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિનમાં અભ્યાસ કરતા હતા ત્યારે સોલોમન સ્નાઇડરના હાથ નીચે પ્રયોગશાળામાં કામ કરતા ઓપિઓઇડ રિસેપ્ટરની શોધ કરી હતી. આ એ કોષીય (cellular) જગ્યા છે જ્યાં શરીરના પીડા શામકો (Pain killers) અને પ્રસન્નતા ઉત્પાદકો (Bliss Makers) એવા એન્ડોર્ફિન (Edorphins) કોષો સાથે જોડાય છે અને એમનો વિસ્મયકારી જાદુ બતાવે છે. એન્ડોર્ફિન શબ્દ એન્ડોજિનસ અને મોર્ફિન શબ્દોના સંયોજનથી બનેલો છે. મનુષ્ય અને બીજા પ્રાણીઓના શરીરમાં એન્ડોજિનસ ઓપિઓઇડ ન્યુરોપેપ્ટાઇડ્સ અને પેપ્ટાઇડસ હોર્મોન્સ જોવા મળે છે.
ડૉ. કેન્ડસ પર્ટ કહે છે કે લાગણીઓ - ભાવો એ માત્ર શરીરના રસાયણો જ નથી, તે ઇલેક્ટ્રો કેમિકલ સિગ્નલો છે જે શરીરના બધા કોષોના રસાયણો અને વિદ્યુતને અસર કરનારા છે. શરીરની વિદ્યુતકીય સ્થિતિ લાગણીઓથી નિયમન કરાય છે જે શરીરની અંદરના વિશ્વને બદલે છે. શરીરની અંદરનું વિશ્વ બદલાય એટલે શરીરની બહારનું વિશ્વ પણ બદલાય છે. ‘As feelings change, the mixture of peptides travel through out your body and your brain and they are literally changina the chemistry of every cell -જેમ જેમ ભાવનાઓ બદલાય છે, પેપ્ટાઇડસનું મિશ્રણ તમારા આખા શરીર અને મગજમાં ફરતું રહે છે અને તે દરેક કોશિકા (cell) ની રાસાયણિક રચનાને ખરેખર બદલી નાંખે છે.' Molecules of Emotions & Why you Feel the way You Feel" ztp. fuLzm vxo fnu Au - Emotions are not just in the brain, they are in the body. The molocules of emotion run every system in our body - લાગણીઓ ભાવનાઓ માત્ર મસ્તિષ્કમાં નથી, તે આખા શરીરમાં છે. લાગણીઓના કણો આપણા શરીરની દરેક પ્રણાલીને સંચાલિત કરે છે.
‘Every thing you Need to know to feel G o (o):" પુસ્તકમાં તેમનું લાગણીઓ અંગેનું સંશોધન અધ્યાત્મને પણ આવરી લે છે. તે કહે છે કે લાગણીઓને ન્યુરોસાયન્સ અને બાયોલોજીની દ્રષ્ટિએ જ નહીં, ભૌતિક વિજ્ઞાન અને આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ પણ મૂલવવી પડે એમ છે. તેના પણ વાઈબ્રેશન્સ હોય છે જેની શરીર પર અસર પડે છે. ન્યુરોટ્રાન્સમીટર્સ રસાયણો છે પણ તે વિદ્યુત ભાર (Electrical Charge) નું વહન કરે છે. ન્યુરોલોજિકલ સ્તર પર પોતાના અસ્તિત્વના હોવાપણાની લાગણી (Feeling of being of our existence) ઇશ્વરના તત્ત્વ સાથે જોડાય છે. હું ઇશ્વરના આશિષ પામેલ છું ((I am blessed) એવી ધન્યતા, કૃતકૃત્યતાની લાગણી મસ્તિષ્કમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. Blessing and bliss come from the same root. આનંદની અનુભૂતિ માટે આપણે અંદરથી સખત રીતે જોડાયેલા છીએ. એ સામાન્ય અને પ્રાકૃતિક છે. દરેકને સુખની શોધ હોય છે જે એના અંત:કરણની લાગણીના મૂળ સ્રોત સાથે જોડાવાથી પૂર્ણ થાય છે. તૈત્તિરીય ઉપનિષદની આનંદવલ્લીમાં શ્લોક છે - કૉ. હ્યેવ અન્યાત્ ક: પ્રાણ્યાત્ યદેષ આકાશ આનંદો ન સ્યાત્ । એષ એવ હિ આનંદયતિ ।। જો આ સર્વવ્યાપક બ્રહ્માનંદ (પરમાત્માનો આનંદ) ન હોય તો કોણ જીવિત રહી શકે છે અને કોણ પ્રાણ ધારણ કરી શકે છે ? વાસ્તવમાં તે જ (પરમબ્રહ્મ પરમાત્મા) બધાને આનંદ આપે છે. (૨-૭-૧) તે રીતે આ ઉપનિષદમાં દર્શાવ્યું છે - 'એતસ્યૈવાનન્દસ્ય અન્યાનિ ભૂતાનિ માત્રામુપજીવન્તિ । બધા પ્રાણી એ જ આનંદના અંશ માત્ર પર આશ્રિત થઇને જીવન પસાર કરે છે - રસો વ: સ: । રસં હ્યેવાયં લબ્ધ્વા આનંદી ભવતિ ।। આ (બ્રહ્મ) જ રસ સ્વરૂપ છે. આ રસને પ્રાપ્ત કરીને જ આ જીવ આનંદિત પરમ સુખી થાય છે.' (૨-૭/૮)
બૃહદારણ્યક ઉપનિષદમાં પણ કહેવાયું છે - 'આત્માનં ચેદ્ વિજાનીયાદ અયમસ્તમીતિ પુરુષ: । કિમિચ્છન કસ્ય કામાય શરીરમનુસંજવરેત્ ।। જો મનુષ્ય એ જાણી લે કે 'હું જ તે (આત્મા) છું તો પછી કઇ ઇચ્છા રાખીને અને કોના માટે આ શરીરને કષ્ટ આપે એટલે કે સંસારના દુ:ખોમાં પડશે ?''
(૪-૪-૧૨)
આનંદની આંતરિક, પ્રાકૃતિક અનુભૂતિ માનવીને ઊર્ધ્વીકૃત અને સ્વસ્થ કરે છે. માનવીએ અંત:કરણથી પ્રસન્ન અને પરિતુષ્ટ રહેવું એ એના સ્વાસ્થ્યની અમૃત સંજીવની સમાન ઔષધિ છે. દરેક વસ્તુને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવી, જાણવી અને અનુભવવી. દરેક પળે, દરેક પરિસ્થિતિમાં તેણે હકારાત્મક લાગણી રાખવી તો જ સ્વાસ્થ્ય જળવાશે. જે થાય છે તે સારા માટે થાય છે એવો સ્વીકૃતિ ભાવ રાખવો. જો માનવી 'બધું સારું છે, મને ગમે છે એવી' ફિલિંગ ગુડ (Feeling Good) ની ધન્ય, પ્રસન્ન, સંતુષ્ટ લાગણી અનુભવે તો તેને ઇશ્વર (God) ની અનુભૂતિ કરવા જેવું જ સુખ પ્રાપ્ત થઇ જશે.


