Get The App

પ્રેમ, આત્મીયતા, શાકાહાર, ધ્યાન, યોગ હૃદયરોગ સહિત જીર્ણ બીમારીઓ અટકાવે છે

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
પ્રેમ, આત્મીયતા, શાકાહાર, ધ્યાન, યોગ હૃદયરોગ સહિત જીર્ણ બીમારીઓ અટકાવે છે 1 - image

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- મેં મનમાં પાકો નિર્ણય કરી લીધો કે ગમે તેવા સંજોગો હોય મારે મેં પોતે જ તારવેલા સિદ્ધાંતો તો અમલમાં મૂકવા જ જોઇએ

‘L ove, Social support and intimacy. People who feel lonely, depressed and isolated are three to ten times more likely to get sick and die prematurely from virtually all causes when compared to those who have strong feelings of love, connection and community: પ્રેમ, સામાજિક સમર્થન અને આત્મીયતા જે લોકો એકલાપણું, અવસાદ અને અલગાવ અનુભવ કરે છે એમની બીમાર પડવાની અને બધા કારણોથી સમયથી પહેલાં મરણ પામવાની સંભાવના એ લોકોની સરખામણીમાં ત્રણથી દસ ગણી વધારે હોય છે. જેમનામાં પ્રેમ, જોડાણ અને સમુદાયની દ્રઢ ભાવનાઓ હોય છે આવા ગુણોથી આપણે અલગાવને ઉપચારમાં પરિવર્તિત કરી શકીએ છીએ.' - ડીન ઓર્નિશ  (Dean Ornish) [Undo It & How Simple Lifestyle changes can Reverse Most Chronic Diseases] 

ડૉ. ડીન ઓર્નિશ (૧૬ જુલાઈ ૧૯૫૩) એક વિખ્યાત અમેરિકન ચિકિત્સક, શરીર વિજ્ઞાાની અને સંશોધક છે. તે કેલિફોર્નિયાના સોસલિટીમાં આવેલી નોનપ્રોફિટ પ્રિવેન્ટિવ મેડિસિન રિસર્ચ ઇન્સ્ટિટયૂટના અધ્યક્ષ અને સંસ્થાપક છે અને કેલિફોર્નિયા યુનિવર્સિટી, સાન ફ્રાન્સિસ્કોમાં ચિકિત્સા (medicine) ના ક્લિનિકલ પ્રોફેસર પણ છે. ડૉ. ડીન ઓર્નિસસ પ્રોગ્રામ ફોર રિવર્સિંગ હાર્ટ ડિસિઝ, ઇટ મોર, વેટ લેસ, ધ સ્પેક્ટ્રમ અને લવ એન્ડ સર્વાઇવલ જેવા અનેક પુસ્તકોમાં ડીન ઓર્નિશે આહાર અને જીવનશૈલીમાં પરિવર્તન લાવવાથી અનેક શારિરીક લાભ થાય છે એવા સંશોધનો રજૂ કર્યા છે. તે કહે છે કે એનાથી હૃદય રોગનો ઇલાજ થઇ શકે છે અને એને અટકાવી શકાય છે.

ડૉ. ડીન ઓર્નિશકોરનરી ધમની રોગ (CAD) એન બીજા જીર્ણ રોગોના નિયંત્રણ માટે જીવનશૈલીથી પ્રેરિત અભિગમ ધરાવે છે. તે અર્ધ-સંપૂર્ણ ખાદ્ય પદાર્થો  (quasi whole foods) છોડવાં આધારિત આહાર (plant bases diet) ધૂમ્રપાન મનાઇ, મધ્યમ વ્યાયામ, યોગ અને ધ્યાન સહિત સ્ટ્રેસ (તનાવ) મેનેજમેન્ટ ટેકનિક અને મનોવૈજ્ઞાાનિક સહાયતા સાથે જીવનશૈલીમાં ફેરફારોને વધારે મહત્ત્વ આપે છે. શાકાહારી આહારમાં એમની રૂચિ એમના વિદ્યાર્થીકાળમાં થઇ જ્યારે તેમણે પહેલીવાર ભારતીય યોગ ગુરુ અને ધાર્મિક શિક્ષક સ્વામી સચ્ચિદાનંદ સરસ્વતીની મુલાકાત લીધી. ૧૯૮૬માં ઓર્નિશે સચ્ચિદાનંદના શાકાહારી ભોજનના પુસ્તક 'ધ હેલ્ધી વેજિટેરિયન (The Healthy Vegetarian) ની પ્રસ્તાવના લખી. ૧૯૮૦ના દશકમાં હૃદય રોગવાળા લોકો પર આહાર અને તનાવના સ્તરના પ્રભાવ પર વધુ સંશોધનો કર્યા. તેમણે આહાર, યોગ, ધ્યાન, વ્યાયામ અને સહાયતા સમૂહોને સંયુક્ત કર્યા અને ૧૯૯૩માં હૃદય રોગ માટે ઇન્સ્યોરન્સ રિ ઇમ્બર્સમેન્ટ માટે યોગ્યતા પ્રાપ્ત કરનારી પ્રથમ નોન સર્જિકલ અને નોન ફાર્માસ્યુટિકલ ચિકિત્સા બની. પહેલાં તો ઇન્સ્યોરન્સ કંપની હૃદય રોગના દર્દીના વીમા નહોતી લેતી. પણ મ્યુચ્યુલ ઓહાયા પહેલી વીમા કંપની હતી જેણે ડીન ઓર્નિશના પ્રોગ્રામ ફોર રિવર્સિંગ હાર્ટ ડિસિઝમાં ભાગ લેનારાના વીમા લીધા હતા. તે પછી તો ૪૦ જેટલી વીમા કંપનીઓ એમના વીમા ઉતારે છે.'

૧૯૯૩થી ડીન ઓર્નિશ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના ફિઝિશિયન કન્સલ્ટન્ટ બની રહ્યા છે. ૨૦૧૦માં જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિના કાર્ડિયાક બાયપાસ ગ્રાફ્ટ બંધ થઇ ગયા ત્યારે ઓર્નિશસ દ્વારા પ્રોત્સાહિત કરાવાથી ક્લિન્ટને વિશેષ પ્રમાણમાં છોડવા આધારિત આહાર (plant-based Diet)  લીધો હતો. ૨૦૧૧માં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ડૉ. ડીન ઓર્નિશને 'એડવાઇઝરી ગુ્રપ ઓન પ્રિવેન્શન, હેલ્થ પ્રમોશન એન્ડ પબ્લિક હેલ્થમાં સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા. ડીન ઓર્નિશનું વ્હાઇટ હાઉસ કમિશન ઓન કોમ્પ્લિમેન્ટરી એન્ડ ઓલ્ટરનેટિવ મેડિસિન પોલિસી નક્કી કરવા માટેનું પણ યોગદાન રહ્યું છે. ૨૦૦૭થી ૨૦૦૯ સુધી તે ગુગલ હેલ્થ એડવાઇઝરી કાઉન્સિલમાં ચેર પર્સન પણ રહી ચૂક્યા છે.'

ડીન ઓર્નિશે એમના જીવનની એક રમૂજી ઘટના લખી છે - 'એકવાર હું પ્લેનમાં જતો હતો. હું અત્યંત ઉતાવળમાં હતો એના લીધે મારા ચહેરા પર તનાવ (Stress)  સ્પષ્ટ દેખાતો હતો. મારી આવી સ્થિતિ જોઇ એક એરહોસ્ટેસે મને સલાહ આપતાં કહ્યું - 'ખોટી ઉતાવળ ન કરો. તમે સ્ટ્રેસ અનુભવી રહ્યા છો. આ ઠીક નથી. સ્ટ્રેસ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જુઓ, મારી પાસે ડૉ. ડીન ઓર્નિશનું પુસ્તક છે. તે વાંચો. તે તમને બહુ ઉપયોગી થશે. એમાં સ્ટ્રેસ નિવારણની ટેકનિક આપી છે.' મેં એને કહ્યું નહીં કે આ પુસ્તકનો લેખક ડીન ઓર્નિશ હું પોતે જ છું. પણ એ વખતે મેં મનમાં પાકો નિર્ણય કરી લીધો કે ગમે તેવા સંજોગો હોય મારે મેં પોતે જ તારવેલા સિદ્ધાંતો તો અમલમાં મૂકવા જ જોઇએ અને મેં મારી જીવનશેૈલીમાં પરિવર્તન લાવી દીધું.'

ડૉ. ીડન ઓર્નિશ એમના પુસ્તક 'લવ એન્ડ સર્વાઇવલ  (Love and Survival) માં લખે છે - આ પુસ્તક દ્વારા હું તમને આટલું કહેવા ઇચ્છું છું કે પ્રેમ અને એકત્વ (સામીપ્ય) એ મનુષ્યની મૂળભૂત જરૂરિયાત છે. એટલી જ પાયાની જરૂરિયાત છે જેટલી શ્વાસ લેવાની, ખોરાકની કે નિદ્રાની પ્રેમ અને સામીપ્ય એ તંદુરસ્તીનું કારણ છે અને તેનો અભાવ એ માંદગીનું ચોક્કસ કારણ છે. એકલતા અને અલગતાની ભાવનાથી અનેક રોગો ઉદ્ભવે છે. હું મારા અનુભવથી કહું છું કે કોઇકની આગળ આપણું હૈયું ખોલવું સારું છે. જ્યારે આપણે બધી રીતે હૈયું ખોલવા સક્ષમ હોઈએ છીએ - શારિરીક, સાંવેદિક અને આધ્યાત્મિક રીતે ત્યારે આપણે દરેક પળે ભરપૂર જીવીએ છીએ. આપણું અસ્તિત્વ પ્રેમની ઉપચારક શક્તિ પર આધાર રાખે છે. પ્રેમથી સમગ્ર માનવીનું અકલ્પ્ય પરિવર્તન આવે છે. મનુષ્ય જાત તરીકે જીવવા પ્રેમની સખત જરૂરત છે. અમને ૨૦ વર્ષના સંશોધનોમાં જણાયું કે આપણી કોમ્પ્રિકેન્સિવ લાઇફ સ્ટાઇલમાં ધરમૂળથી પરિવર્તનો કરાય છે ત્યારે ત્યારે ગમ ેતેવા જબરદસ્ત હાર્ટડિસિઝ દવા વિના પણ સારા થવામાં મદદરૂપ બને છે. અમને લાઇફ સ્ટાઇલ હાર્ટ ટ્રાયલના સંશોધનમાં દેખાયું કે એક સમૂહ (goup) એ ખોરાકમાં ફરક કર્યો પણ પ્રેમ અને આત્મીયતાની લાગણી ધરાવતા ન હોય તેવા લોકો વાળા સપોર્ટ ગુ્રપમાં કોઈ ફરક ન કર્યો તેમને હાર્ટ એટેક આવ્યો. જ્યારે પ્રેમ, સામીપ્ય, સહકાર ધરાવતા ધ્યાન અને યોગથી જોડાયેલા હકારાત્મક લાઇફસ્ટાઇલ ધરાવતા લોકોને હાર્ટ એટેક ના આવ્યો. લાઇફ સ્ટાઇલને બદલવાથી અમુક પ્રકારના કેન્સરને પણ અટકાવી શકાય ચે. જીવન શૈલીનું પરિવર્તન વ્યક્તિના જીન્સ (Genes) જનીનતત્ત્વોની રૂપરેખા, યોજના (બ્લ્યુપ્રિન્ટ) ને પણ બદલી કાઢે છે.'