Get The App

વંગા દિમિત્રોવા : રહસ્યમય ચૈતસિક શક્તિ ધરાવતી ભવિષ્યવેત્તા

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
વંગા દિમિત્રોવા : રહસ્યમય ચૈતસિક શક્તિ ધરાવતી ભવિષ્યવેત્તા 1 - image

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- દુનિયાની પ્રસિદ્ધ ભવિષ્યવેત્તા વ્યક્તિઓમાં બાબા વંગા (વેંગા)નું નામ અગ્રગણ્ય છે. બાબા વંગા (વાંગા) બલ્ગેરિયાની નેત્રહીન મહિલા હતી

The future is hidden in symbols, waiting for those who can see.  'ભવિષ્ય પ્રતીકોમાં છુપાયેલું છે, તે રાહ જુએ છે એ લોકો માટે જે એને જોઈ શકે છે.'

- Nostradamus (નોસ્ટ્રાડેમસ)

‘I see what is coming, but I cannot change what people choose.'

'હું જે આવવાનું છે (બનવાનું) છે તે જોઉં છું, પણ હું લોકોના નિર્ણયને બદલી નથી શકતી.'

My sight is a gift, not a power. I only relay what i see.

'મારી દ્રષ્ટિ એક (ઇશ્વરે આપેલી) ભેટ છે, શક્તિ નથી. હું માત્ર તે જ જણાવું છું જે હું જોઉ છું.'

 I do not predict to frighten,  I predict to warn and help.

'હું કોઈને ગભરાવા માટે ભવિષ્યવાણી કરતી નથી હું તેમને ચેતવણી આપવા અને મદદ કરવા માટે ભવિષ્યવાણી કરું છું.'

‘Those who ignore warnings often suffer the consequences.'

'જે ચેતવણીને નજરઅંદાજ કરે છે, એમને મોટેભાગે એના પરિણામ ભોગવવા પડે છે.'

Do not fear the future, fear ignorance and inaction.

'ભવિષ્યથી ડરો નહીં, અજ્ઞાન અને નિષ્ક્રિયતાથી ડરો.'

- Vanga Dimitrova 

(Baba Vanga)

(વંગા દિમિત્રોવા (બાબા વંગા)

મહર્ષિ પતંજલિના પાતંજલ યોગ સૂત્રમાં એક સૂત્ર છે - 'પરિણામત્રયસંયમાત્ અતીત અનાગત જ્ઞાનેમ્, (૩.૧૮) અર્થાત્ ત્રણ પ્રકારના પરિવર્તન પર સંયમ રાખવાથી ભૂતકાળ (વીતી ગયેલા સમય) અને ભવિષ્યકાળ (આવનારા સમય)નું જ્ઞાન થાય છે. માનવ મન અનંત શક્તિઓનો ભંડાર છે. તેની અગાધ શક્તિઓમાંની એક ભવિષ્ય જ્ઞાનને લગતી છે. કેટલાક લોકોમાં ભવિષ્ય જ્ઞાનની શક્તિ જન્મજાત આવી ગઈ હોય છે તો કેટલાંકમાં અકસ્માતે, અનાયાસે, અચાનક પ્રગટ થઈ ગઈ હોય છે, કેટલાક ધ્યાન-યોગ જેવી પ્રક્રિયાથી તેવી શક્તિ કેળવી લેતા હોય છે.

દુનિયાની પ્રસિદ્ધ ભવિષ્યવેત્તા વ્યક્તિઓમાં બાબા વંગા (વેંગા)નું નામ અગ્રગણ્ય છે. બાબા વંગા (વાંગા) બલ્ગેરિયાની નેત્રહીન મહિલા હતી જેને 'બાલ્કનની નોસ્ટ્રાડેમસ' કહેવામાં આવે છે. તેનું જન્મનું નામ વંગેલિયા પાણ્ડેવા સુરચેવા (Vangeliya Pandeva Surcheva)  હતું. પછી તે વિશેષ રૂપે વંગા દિમિત્રોવા તરીકે જાણીતી થઈ. ભવિષ્યવેત્તા હોવાથી અત્યારે ખાસ લોકો તેને બાબા વંગા (વેન્ગા) તરીકે ઓળખે છે. ૩ ઓક્ટોબર ૧૯૧૧ના રોજ ઓટોમન સામ્રાજ્ય (વર્તમાનમાં ઉત્તરી મેસેડોનિયા)ના સૈલાનિકા પ્રાંતના સ્ટ્રૂમિકામાં તેનો જન્મ થયો હતો. ૧૧ ઓગસ્ટ ૧૯૯૬ના રોજ ૮ વર્ષની વર્ષની ઉંમરે તેનું સોફિયા, બલ્ગેરિયા ખાતે મરણ થયું હતું. તે રહસ્યવાદી, ચિતિત્સક, ઉપચારક અને ભવિષ્યવેત્તા હતી.

'સ્ટોયાનોવા' અનુસાર તે ૧૩ વર્ષની હતી ત્યારે એક ચક્રવાત વાવાઝોડામાં ઉપર ઉઠીને બાજુના ખેતરમાં પટકાઈ ગઈ હતી. તેની આંખો રેતી, ધૂળ અને પથ્થરોથી ઢંકાઈ ગઈ હતી. દુ:ખાવાને કારણ તે આંખો ખોલી શકતી નહોતી. તેની આંખોને નુકસાન થયું હતું. તેના પર બે ઓપરેશનો કરાયા પણ તે સફળ થયા નહોતા. ત્રીજું ઓપરેશન પૂરું ના થઈ શક્યું કેમકે તેના પિતા પાસે તે માટે પૂરતા પૈસા નહોતા. તેના પરિણામ રૂપે તેની દ્રષ્ટિ ધીમે ધીમે ઓછી થતી ગઈ હતી અને છેવટે તે બિલકુલ અંધ બની ગઈ હતી પણ તે પછી તેનામાં એવી દિવ્ય શક્તિ પ્રગટ થઈ જેના થકી તેને ભવિષ્યની ઘટનાઓ આંતર ચક્ષુથી દેખાવા લાગી હતી તેને આધારે તે ભવિષ્ય વાણી કરતી જે મોટાભાગે સાચી જ પડતી હતી.

બાળપણમાં એક દિવસ તેણે તેની બહેનને કહ્યું - મને બહુ દુ:ખ થાય છે કે આપણા પિતાનો આપણને વિયોગ થવાનો છે. તે થોડા દિવસના જ મહેમાન છે. મને તેમનું મૃત્યુ દેખાયું છે. તેણે તેના પિતાના મરણની તારીખ પણ બતાવી. કોઈએ તેની વાત માની નહીં. પણ તેણે જે તારીખ કહી હતી તે જ દિવસે તેમનું મરણ થઈ ગયું હતું. એક દિવસ તેણે તેની બહેનને કહ્યું - 'બીજા દેશનો એક યુવાન અને સુંદર સૈનિક આપણે ત્યાં આવશે અને થોડા વખત પછી મારા લગ્ન તેની સાથે જ થશે. પેટ્રિયની પાસે આવેલા ક્રાન્સઝિલિત્સા ગામનો બલ્ગેરિયન સૈનિક ગુશ્તેરોવ તેના ભાઈની હત્યાનો બદલો લેવા તેનો હત્યારો કોણ છે તે જાણવા વંગા પાસે આવ્યો હતો. ૧૦ મે, ૧૯૪૨ના રોજ દિમિતાર ગુશ્તેરોવે વંગા સાથે લગ્ન કરી લીધા હતા. વંગાને એના પતિનું આયુષ્ય ઓછું છે તે પણ દેખાઈ ગયું હતું. તેણે એ વિશે લખ્યું હતું - 'મારા પતિ યુવાન વયના છે તો પણ ૧ એપ્રિલ, ૧૯૬૨ના રોજ મરણ પામશે. ખરેખર તેમજ થયું. બીમાર અને દારૂની લતના કારણે તે જ દિવસે તેનું મરણ થઈ ગયું હતું.

૧૯૬૦ના દશકમાં પેટ્રિય નગરપાલિકા અને ઈન્સ્ટિટયૂટ ઓફ સજેસ્ટોલોજીએ વંગાની ચૈતસિક શક્તિઓ અને ભવિષ્યવાણીઓનું સમર્થન કર્યું હતું. વંગા પર ૧૯૭૦ના પુસ્તક 'સાઇકિક ડિસ્કવરીઝ બિહાઇન્ડ આયરન કર્ટનન'માં ચર્ચા કરાઈ હતી. બલ્ગેરિયન કોમ્યુનિસ્ટ પાર્ટીના પોલિત બ્યુરોના સભ્યોએ એની સલાહ લીધી હતી. સોવિયેટ સંઘની કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ લિયોનિડ બ્રેઝનેવે પણ એની સલાહ લીધી હતી. બલ્ગેરિયાના ઝાર બોરિસ તૃતીય પણ એની મુલાકાત લઈ ભવિષ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ભવિષ્યવેત્તા તરીકે તેની ખ્યાતિ ચોમેર પ્રસરી ગઈ હતી. તેના ઘરની બહાર અસંખ્ય લોકોની ભવિષ્ય જોવડાવવા લાંબી કતારો લાગતી. બલ્ગેરિયન લોકો પાસેથી તે માત્ર પાંચ ડોલર જેટલી ફી લેતી અને પરદેશથી આવેલા લોકો પાસેથી ત્રીસ ડોલર જેટલી ફી લેતી. તે બધા પૈસા તે દેશના વિદાસ અને કલ્યાણકારી યોજનાઓ માટે સરકારને આપી દેતી અને પોતાની થોડી અમથી જરૂરિયાતો પૂરી કરવા સરકાર પાસેથી માત્ર ૩૦૦ ડોલર જેટલી રકમ લેતી.

વંગા દિમિત્રોવાની અનેક ભવિષ્યવાણીઓ એકદમ સાચી પડી છે. એના પિતાના, પતિના અને પોતાના મૃત્યુની એણે જે તારીખો આપી હતી તે તારીખોએ જ તેમના મૃત્યુ થયા હતા. તેણે ૧૯૮૦માં ભવિષ્યવાણી કરી હતી કે ૨૦૦૦માં રશિયન ન્યૂક્લિયર સબમરીન કસ્ક્ર ડૂબી જશે. ઇન્ટરનેશનલ રેસ્ક્યુ કર્મચારીઓએ કેટલાય દિવસો સુધી તે સબમરીનને સમુદ્રના ઊંડાણમાંથી બહાર કાઢવાના નિષ્ફળ પ્રયત્નો હતા, પણ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧, ન્યૂયોર્ક ટ્વિન ટાવર પર આતંકી હુમલો થવાની ભવિષ્યવાણી ૧૯૮૯માં કરી હતી તે સાચી પડી હતી. ટ્વીન ટાવર પર બે હાઇઝેક પ્લેનથી હુમલો કરી નિર્દોષ લોકોના મરણ નિપજાવ્યા હતા. અમેરિકાના ૪૪મા રાષ્ટ્રપતિ આફ્રિકન-અમેરિકન હશે અને બરાક ઓબામા એ જ રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. તેણે સેકન્ડ વર્લ્ડ વોરની શરૂઆત ક્યારે થશે અને તેનું શું પરિણામ આવશે તેની ભવિષ્યવાણી કરી હતી. બલ્ગેરિયાના રાજા ઝાર બોરિસ-૩ના મૃત્યુની તારીખ તેણે આપી હતી તે સાચી પડી હતી. તે રીતે તેણે ચેકોસ્લોવાકિયાના અલગ થવાની, લેબેનોનમાં તોફાનો થવાની, નિકારાગુઆમાં યુદ્ધ થવાની, સાઈપ્રસમાં વિવાદ થવાની, ઇંદિરા ગાંધીના વડાપ્રધાન થવાની અને તેમની હત્યા થવાની, સોવિયેત યુનિયનનું વિઘટન થવાની, યુગોસ્લાવેકિયાના અલગ થવાની, પૂર્વી અને પશ્ચિમી જર્મનીના એક સાથે એકત્રિત થવાની, ચેર્નોબેલમાં ન્યૂક્લિયર દુર્ઘટનાની, સ્ટેલિનના મૃત્યુની, સિરિયામાં સિવિલ વોરની, ક્રીમિયાની અલગ થવાની સાચી ભવિષ્યવાણીઓ કરી હતી. ૨૦૦૪માં હિંદ મહાસાગરમાં સુનામી આવ્યું તેની ભવિષ્યવાણી પણ તેણે ૧૯૫૦માં કરી દીધી હતી. વંગા દિમિત્રોવાએ એની ભવિષ્યવાણીમાં પ્રિન્સેસ ડાયેનાના મૃત્યુ વિશે પણ જણાવ્યું હતું. ૨૦૧૯/૨૦માં ફેલાયેલી કોરોના મહામારી વિશે પણ વંગાએ સંકેતો આપ્યા હતા. ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ અનુસાર વંગા (વાંગા)એ ૨૦૨૬માં ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત અને માનવ જાતિનો પરગ્રહવાસીઓ  (Aliens) સાથે પહેલો સામનો થવાની ભવિષ્યવાણી કરી હતી. તેણે ચેતવણી આપતા કહ્યું હતું - 'Humanity will make contact with extraterrestrial life, possibaly leading to a global crisis or apocalypse.   માનવતાનો સંપર્ક પરગ્રહના જીવનધારીઓ સાથે થશે જેનાથી સંભવત: વૈશ્વિક સંકટ કે પ્રલય આવી શકે. ૨૦૨૬માં અમુક દેશો વચ્ચે યુદ્ધની ભવિષ્યવાણી પણ કરાઈ હતી. વંગાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ વધવા વિશે પણ ભવિષ્યવાણી કરી હતી.