Get The App

માનવ ચેતના, જૈવ વિદ્યુત અને યોગ વિજ્ઞાન

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
માનવ ચેતના, જૈવ વિદ્યુત અને યોગ વિજ્ઞાન 1 - image

- ગોચર-અગોચર - દેવેશ મહેતા

- વિદ્યુત ચુંબકીય તરંગો અને સ્નાયુ રસાયણોની એવી અદ્ભુત લીલા સર્જાય છે જે વિલક્ષણ જીવનને લગતા ચમત્કારો ઉત્પન્ન કરે છે.

 ‘An electrical field is the blue print and pattern for the organization of any biological system.

કોઈપણ જૈવિક પ્રણાલીના સંગઠનનો મૂળ નકશો, અને એની સંરચના એક વિદ્યુત ક્ષેત્ર હોય છે.'

‘These fields can be measured and observed and they change with physiological state of the organism.

આ (વિદ્યુત) ક્ષેત્રોને માપી શકાય છે અને જોઈ શકાય છે અને તે જીવની શારીરિક સ્થિતિની સાથે બદલાતાં રહે છે.'

 The blueprint is not in the material itself but in the field which organizes it.

વાસ્તવિક નકશો પદાર્થમાં નથી હોતો, પણ એ ક્ષેત્રમાં હોય છે જે એને વ્યવસ્થિત કરે છે.'

- Herold Burr 

(હેરોલ્ડ બર), 

Blueprint for Immortality

 ‘Cells are not just chemical machines they are intelligent agents.

કોશિકાઓ કેવળ રાસાયણિક મશીનો નથી, પણ તે બુધ્ધિશાળી એજન્ટસ છે.'

 ‘What we call intelligence is not limited to brains, it exists in all living systems.

જેને આપણે બુધ્ધિમત્તા કહીએ છીએ તે માત્ર મસ્તિષ્ક સુધી મર્યાદિત નથી, તે બધી જીવિત પ્રણાલીઓમાં મોજૂદ હોય છે.'

 ‘If we can understand the bioelectric code, we can reprogram anatomy.

જો આપણે બાયોઇલેકિટ્રક કોડને સમજી લઇએ તો આપણે શરીરની સંરચનાને ફરી પ્રોગ્રામ કરી શકીએ છીએ.'

-  Michael Levin 

(માઇકલ લેવિન)

 'યદિદં કિંચ જગત્સર્વમ્ પ્રાણ એવેતિ નિસ્સૃતમ્ ।

આ જગતમાં જે કંઇ છે તે પ્રાણ ઊર્જાથી જ પ્રગટ થયેલું છે.' - કઠોપનિષદ

'પ્રાણાગ્ન્ય એવાસ્મિન્ બ્રહ્મપુરે જાગર્તિ । આ બ્રહ્મપુરી (શરીર)માં પ્રાણ જ અનેક પ્રકારના અગ્નિરૂપે પ્રજવલિત રહે છે.

- પ્રશ્નોપનિષદ

હેરોલ્ડ સેક્સટન બર યેલ યુનિવર્સિટી સ્કૂલ ઑફ મેડિસિનમાં શરીર રચનાના પ્રાધ્યાપક અને બાયો ઇલેકિટ્રક્સના અગ્રગણ્ય સંશોધક હતા, જે લાઇફ ફિલ્ડસ (જીવન ક્ષેત્રો) પરના તેમના કાર્ય માટે વિખ્યાત હતા. તેમણે એવો સિધ્ધાંત રજૂ કર્યો કે દરેક પ્રાણી કે જીવંત વસ્તુની આજુબાજુ એક વિદ્યુત ક્ષેત્ર (ીનીબાિૈબચન કૈીનગ) હોય છે. તેમણે તેને લાઇફ ફિલ્ડ નામ આપ્યું. તેમણે દર્શાવ્યું કે આ ફિલ્ડ શરીરના વિકાસ, આકાર અને સ્વાસ્થ્યને નિયંત્રિત કરે છે. આ જીવન ક્ષેત્ર શરીરની સંરચના (ર્સિૅર્રયીહીજૈજ) ને નિયંત્રિત કરે છે, વિકાસ (ગીપીર્નૅસીહા) ને દિશા આપે છે અનેકોશિકાઓના વ્યવહારને 'સૂચના' આપે છે. તેમના માનવા પ્રમાણે જીવનનું રૂપ (ર્કસિ) પહેલાં વિદ્યુત ક્ષેત્રમાં બને છે અને પછી ભૌતિક શરીરમાં પ્રકટ થાય છે. તેમણે ભૂ્રણ વિકાસ (ીસમિઅર્ ગીપીર્નૅસીહા) કેન્સર અને તંત્રિકા તંત્ર (નર્વસ સિસ્ટમ) પર પ્રયોગો કર્યા તેમાં તેમણે શોધ્યું કે બીમારીઓમાં શરીરની વિદ્યુત પેટર્ન બદલાઇ જાય છે. બીમારી પહેલાં એની વિદ્યુત પેટર્નમાં દેખાય છે, પછી શારીરિક રૂપે પ્રકટ થાય છે.

અમેરિકન ન્યૂરોએનેટોમિસ્ટ હેરોલ્ડ બરે મસ્તિષ્ક અને ન્યૂરલ ટિશ્યુમાં માઇક્રો વોલ્ટેજ માપ્યા અને તેના આધારે જણાવ્યું કે ન્યૂરલ ગતિવિધિ કેવળ રાસાયણિક ચેતોપગમ ક્ષેત્ર (જઅહચૅજી) સુધી સીમિત નથી, તે આખી સિસ્ટમમાં એક ગ્લોબલ ઇલેકિટ્રક ઓર્ગેનાઇઝેશન પણ છે. મનુષ્યનું જે ગોચર રૂપ છે તે કંઇ બધું જ નથી તેની સાથે જોડાયેલું એવું ઘણું છે જે અગોચર છે. વિદ્યુત ચુંબકીય તરંગો અને સ્નાયુ રસાયણોની એવી અદ્ભુત લીલા સર્જાય છે જે વિલક્ષણ જીવનને લગતા ચમત્કારો ઉત્પન્ન કરે છે. ચેતનાનું સૂક્ષ્મ રૂપ સ્થૂળ પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે. જીન્સ અને ન્યૂરોપેમ્ટાઇડઝની શોધ કરનારા વિજ્ઞાનીઓએ કેટલાક સૂક્ષ્મ રસાયણઓમાં મનુષ્યના પ્રાણની સંરચનાને શોધી કાઢી છે. તે દર્શાવે છે કે માનવ શરીરની બધી કોશિકાઓમાં શક્તિશાળી વિદ્યુત ક્ષેત્ર રહેલું છે. મસ્તિષ્કમાં તંત્રિકા કોષોને અને આખા શરીરમાં સ્નાયુ કોષો અને જીવકોષોને પ્રભાવિત કરી શરીરને વિદ્યુત પુંજ બનાવી દે છે. એની બધી કાર્યવાહી એની ઉત્તેજનાથી ઉત્સર્જિત થનારા ન્યૂરો પેપ્ટાઇડઝથી સંચાલિત થાય છે.

વિદ્યુત શક્તિથી ભરપૂર આ શરીર દ્વિ ધુ્રવીય ચુંબકનું કામ આપે છે જેનો ઉત્તર ધુ્રવ મસ્તિષ્કમાં સહસ્ત્રાર ચક્રમાં અને દક્ષિણ ધુ્રવ મૂલાધાર ચક્રમાં રહે છે. સર્જનહારે એવી અદ્ભુત વ્યવસ્થા કરી છે કે આ ધુ્રવીકરણની ક્રિયા તે જ સમયે શરૂ થઈ જાય છે જ્યારે તેનું અસ્તિત્વ એકકોષીય નિષેચિત ડિમ્બાણુ (ઢઅર્યાી) ના રૂપમાં હોય છે. ઝાઇગોટ એ એકકોષીય ફર્ટિલાઇઝડ અંડકોષ હોય છે જે પુરુષના શુક્રાણુ (જૅીસિ) અને સ્ત્રીના અંડકોષ (ડિમ્બકોષ) - ર્પેસ ના સંયોગથી બને છે. ધુ્રવીકરણ પછી જ માઇટોસિસ - મિયોસિસ (સ્ર્ૈાજૈજ- સ્ર્ીૈજૈજ) વિભાજનના માધ્યમથી ભૂ્રણ (ીસમિઅર્) ના ઝડપી વિકાસનું કારણ બને છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે પણ દ્વિધુ્રવીય ચુંબક (ર્ઘૈૅની સ્ચયહીા) હોય છે અને તેની ઑરાના ફોટામાં પણ તે દેખાય છે. બેટરીની જેમ તેના બન્ને છેડાં પર વિપરીત ગુણધર્મિતા યોગ્ય માત્રામાં જોવા મળે છે. શરીરના બન્ને છેડા પર રહેલા ધુ્રવ ચેતન સત્તાના સશક્ત કેન્દ્રો છે જેનાથી સૂક્ષ્મ દુનિયાની બધી કાર્યવાહી થતી રહે છે.

હેરોલ્ડ બરે એમના પુસ્તક 'ધ ફિલ્ડસ ઑફ લાઇફ'માં લખ્યું છે - 'આ કોષોના બન્ને ધુ્રવોની વચ્ચે વિદ્યુત શક્તિનો ભંડાર જોવા મળે છે. તે એક દ્વિધુ્રવીય ચુંબકનું કામ કરે છે. તેની કામગીરી અત્યંત વિસ્મય ઉપજાવે તેવી છે. શુક્રાણુની સંરચનામાં આ ધુ્રવીકરણ સાવ સ્પષ્ટ હોય છે. શુક્રાણુનું માથું એક ધુ્રવ છે જે નાભિકને ધારણ કરે છે અને સૂચના કેન્દ્રમાં કામ કરે છે. તેની પૂંછડી બીજો ધુ્રવ છે જે સૂચનાને પોતાની ઊર્જા દ્વારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે છે. સૂચના કેન્દ્ર અને ઊર્જા સ્ત્રોત રૂપી આ ધુ્રવો જ છેવટે જીવ કોષમાં ઇશછ અને ઘશછ ની ભૂમિકા સંભાળી લે છે. ભૂ્રણ વિકાસની અને એના શરીર રૂપમાં વિકસિત થવાની બધીજવાબદારી આ વિદ્યુત ધારામાં છુપાયેલી પડી હોય છે, જે નિરંતર વિકસિત થઇ રહેલા ભૂ્રણમાં બન્ને ધુ્રવોની વચ્ચે સતત વહેતી રહે છે.' ડૉ. જીન માકર્સ પણ આ અંગે લખે છે - 'પ્રયોગશાળામાં થનારી 'ઇલેકટ્રોફોરેસિસ'ની પ્રક્રિયાના જેમ જ આખા શરીરના બધા જીવકોષોમાં આ વિદ્યુત પ્રવાહ ચાલુ રહે છે ત્યાં સુધી કે લોહી અને અન્ય દ્રવ્યોમાં પરિભ્રમણ કરનારા ભટકતા કોષ જે જીવન શક્તિ માટે જવાબદાર સમજવામાં આવે છે અને શ્વેત કણ પણ વિદ્યુત ઉત્તેજનાથી રસ સ્ત્રાવ કરીને પોતાનું કાર્ય કરે છે. શરીર વિજ્ઞાની માઇકલ લેવિને બાયો ઇલેકિટ્રકલ સિગ્નલિંગ પર ખૂબ સંશોધન કર્યું છે.

પૃથ્વીના ચુંબકત્વની બળરેખાઓ બ્રહ્માંડથી આવીને ઉત્તર ધુ્રવથી પ્રવેશીને દક્ષિણ ધુ્રવથી બહાર નીકળી જાય છે. સૂર્યના કિરણો જ્યારે વિદ્યુત ભાર યુક્ત થઇને ગતિ પૂર્વક પૃથ્વી પર આવે છે ત્યારે ઉત્તર ધુ્રવ પર તેમનો સંગ્રહ થાય છે અને દક્ષિણ ધુ્રવથી તે બહાર નીકળતા જોવા મળે છે. 'યદ્ બ્રહ્માણ્ડે તદ્ પિણ્ડે' તે રીતે મનુષ્યના શરીરમાં પણ આ જ પ્રક્રિયા થાય છે. યોગવિજ્ઞાન દર્શાવે છે કે સુષુમ્ણા નાડી સંબંધિત કરોડરજ્જુ (જીૅૈહચન ર્ભગિ) શરીરની સૌથી શક્તિશાળી વિદ્યુત શક્તિથી ભરેલી સંરચના છે જે મસ્તિષ્કના સ્નાયુ પ્રવાહને અંગ-પ્રત્યંગ સુધી અને જ્ઞાનતંતુઓથી મસ્તિષ્ક સુધી ઇચ્છિત સંદેશાઓ પહોંચાડવાનું કામ સેકન્ડના હજારમાં ભાગમાં કરે છે. આ નાડીની સંરચના કોલેજન પેશી (ર્ભનનચયીહ ્ૈજજેી) થકી થાય છે જે ઘનીભૂત પ્રોટીન કણોનો સમુચ્ચય છે. એનો ઉપરનો છેડો ઘન (ર્ૅજૈૌપી) વીજભાર વાળો અને નીચેનો છેડો ઋણ (શીયચૌપી) વીજ ભારવાળો હોય છે. સ્નાયુ સંરચનાની દ્રષ્ટિએ સુષુમ્ણા નાડી અહીં એક જાળીદાર ગુચ્છ બનાવતી મસ્તિષ્કની પર્તોમાં અંડાકાર વૃત્તના રૂપમાં રેટિક્યુલર એકિટવેટીંગ સિસ્ટમ (ઇીૌબેનચિ છબૌપચૌહય જીઅજાીસ) નામથી વ્યાપી જાય છે. બધો વિદ્યુત ભંડાર અહીં ઘનીભૂત બનીને રહે છે. અત્યંત ઊંડાણમાં સૂક્ષ્મ રૂપે હોવાથી અને તેમના વિદ્યુત ભારનું પારસ્પરિક રીતે નિરસ્તીકરણ (શેનનૈકૈબર્ચૌહ) થવાથી ઇલેકટ્રો એન્સેફેલોગ્રામ (ઈ.ઈ.ય્.) જેવા યંત્રોથી એ વિદ્યુત તરંગોને સાચી સ્થિતિમાં માપવાનું શક્ય બનતું નથી. શરીર વિજ્ઞાન જેને બધા વિદ્યુત ક્ષેત્રો, હાઇપોથેલમસ, પિનિયલ અને પિટયુટરી તથા રસસ્ત્રાવોના સ્થાન દર્શાવે છે તેને જ યોગશાસ્ત્ર સહસ્ત્રાર ચક્ર કહે છે, જ્યાં પૃથ્વીના ઉત્તર ધુ્રવની જેમ સૂક્ષ્મ જગતની બ્રહ્મ તત્ત્વની ઊર્જા સતત વરસે છે. મૂલધાર એક કુંડ છે અને સહસ્ત્રાર કૈલાસ પર્વત સમાન છે એવું યોગશાસ્ત્રમાં રૂપક અપાય છે. અપરા પ્રકૃતિ દ્વારા વહેતો આ નિમ્નગામી પ્રવાહ છે. મૂલાધાર ચક્રમાં રહેલી સુષુપ્ત સર્પિણી રૂપ કુંડલિની શક્તિને જાગૃત કરી ષડચક્રનું ભેદન કરી ઊર્ધ્વગામી કરી સહસ્ત્રારમાં લઇ જવામાં આવે છે ત્યારે બ્રહ્માનંદની અનુભૂતિ થાય છે.