'હ્યુમન પાર્થેનોજિનેસિસ' પધ્ધતિથી કુંવારી સ્ત્રી પુરુષના સહયોગ વિના પણ માતા બની શકે છે!
ગોચર-અગોચર - દેવેશ મહેતા
બ્રિટિશ વર્તમાનપત્રોમાં જાહેરાત છપાવી કે જે સ્ત્રીઓ આ રીતે પુરુષના સમાગમ વિના સંતાનની માતા બનવા ઇચ્છતી હોય તે ડો સ્પર્વેને મળી પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. એ જાહેરાતના પરિણામે અનેક મહિલાઓએ ઉમેદવારી નોંધાવી. એમાંથી 19 મહિલાઓ પ્રાથમિક કસોટીમાં ઉત્તીર્ણ થઇ
આ પણા પુરાણોમાં એવા અનેક પ્રસંગો દર્શાવાયા છે. જેમાંથી એ જાણવા મળે છે કે સ્ત્રી-પુરુષના શારીરિક સંબંધ વિના પણ સ્ત્રીને સંતાન ઉત્પન્ન થઈ શકે છે. કર્ણનો જન્મ કુંતીને મળેલા એક વરદાન થકી થયો હતો. દુર્વાસા મુનિએ એને વરદાન આપ્યું હતું કે તે કોઈપણ દેવનું સ્મરણ કરી એમની સાથે તાદાત્મ્ય ભાવ સિદ્ધ કરી એમનું આહ્વાન કરશે તો એમની દિવ્ય શક્તિથી એમના થકી સંતાન ઉત્પન્ન કરી શકે છે. કુંતીએ કૌમાર્ય અવસ્થામાં જ એક દિવસ ઉત્સુકતાવશ થઈને સૂર્યનારાયણનું ધ્યાન કર્યું. અને પુત્ર પ્રાપ્તિની કામના કરી એનાથી સૂર્યદેવ પ્રગટ થયા અને એને એક પુત્ર જન્મ્યો. કુંતિ અવિવાહિત હતી એટલે લોક લાજથી ડરીને એને એક પેટીમાં મૂકીને ગંગામાં વહેતો મૂકી દીધો હતો.
પાણ્ડવોનો જન્મ પણ એ રીતે જ થયો હતો. કુંતીને દુર્વાસા મુનિએ જે મંત્ર આપ્યા હતા એનાથી એ દેવતાનું આહ્વાન કરી સંતાન પ્રાપ્ત કર્યા હતા. પાંડુ રાજા એમની માંદગીને કારણે સંતાન ઉત્પન્ન કરવા સક્ષમ ન હતા એટલે જુદા જુદા દેવોની શક્તિથી એમણે સંતાન ઉત્પન્ન કર્યા હતા. ધર્મરાજા થકી યુધિષ્ઠિર, વાયુદેવ થકી ભીમ અને ઇન્દ્રદેવ થકી અર્જુનની ઉત્પત્તિ થઈ હતી. ત પછી પાંડુની આજ્ઞાથી કુંતીએ પાંડુની બીજી પત્ની માદ્રીને એ મંત્રની દીક્ષા આપી હતી. માદ્રીએ અશ્વિનીકુમારોને મંત્રબળથી આહ્વાહિત કર્યા હતા અને એમની શક્તિથી નકુળ અને સહદેવનો જન્મ થયો હતો.
રામાયણમાં પણ ઉલ્લેખ છે કે વૃદ્ધ દશરથજીની ત્રણેય મહારાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયીને રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન નામના પુત્રો યજ્ઞાના ચરુથી થયા હતા. લંકાનું દહન કર્યા પછી હનુમાનજીએ સમુદ્રમાં સ્નાન કર્યું. તે વખતે તેમનો પરસેવો એક માછલી પી ગઈ તેનાથી મકર ધ્વજનો જન્મ થયો હતો. કુમારી મરિયમે કુંવારાપણાને અખંડ રાખીને ઇસુ ખ્રિસ્તને જન્મ આપ્યો હતો એ બાબત પણ હવે સાચી સાબિત થાય છે. આ બધા 'હ્યુમન પાર્થેનોજિનેસિસ'ના જ પ્રાચીન ઉદાહરણો છે.
અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે નરના સંયોગ વિના નારી સંતાનને જન્મ આપવા સમર્થ નથી પણ અર્વાચીન મેડિકલ સાયન્સે એ સિદ્ધ કરી દીધું છે કે એ માન્યતા સાચી નથી. નારી નર વિના પણ સંતાન પેદા કરી શકે છે. જો કે તબીબી વિજ્ઞાન હજુ સુધી એટલું કરી શક્યું છે કે નારીથી નારીની ઉત્પત્તિ કરાવી શક્યું છે. નારીથી નરની ઉત્પત્તિ માટે પાર્થેનોજિનેસિસ કામ ન આવી શકે. જો કે આપણા પૌરાણિક સંદર્ભો એમ દર્શાવે છે કે એ વખતે એવી વિદ્યા હતી જેનાથી કુંવારી નારી નરને પણ જન્મ આપી શક્તી હતી.
જીવવિજ્ઞાનનું જ્ઞાન ધરાવનારાને ખબર છે કે અવિકસિત જીવોમાં નર અને માદાનો સંયોગ થયા વિના પણ પ્રજોત્પત્તિનું કાર્ય થયા કરે છે. એવા ઘણા છોડ છે જેમની ડાળી જમીનમાં વાવવાથી એવો બીજો છોડ ઉગી જાય છે. અમેરિકાના પ્રોફેસર સ્ટીવર્ડે ગાજરની દરેક કોશિકાથી નવા ગાજરનો છોડ ઉગાડી બતાવ્યો હતો. હાઇડ્રા નામના સૂક્ષ્મ પ્રાણીનો કોઈપણ ટુકડો પડે તો તેમાંથી નવું હાઈડ્રા બની જાય છે. બેક્ટેરિયા પણ આ રીતે બે ભાગમાં વિભાજિત થાય છે અને પોતાની વંશવૃદ્ધિ કરે છે. પ્રકૃતિમાં તો એકલિંગી પ્રજનન (પાર્થેનોજિનેસિસ) ચિરકાળથી ચાલતુ આવ્યું છે. મનુષ્યને માટે પહેલા એ સંભવ લાગતું નહોતું પણ હવે એય સંભવિત બન્યું છે.
બ્રિટનના જીવવિજ્ઞાની જહોન બર્ડન સેન્ડરસન હાલ્ડેનના પત્ની યુનિવર્સિટી ઓફ લંડનના પ્રાધ્યાપક જીવવિજ્ઞાની ડો.હેલન સ્પર્વેએ આ વિષય પર કરેલા સંશોધનોને રજૂ કરતાં કહ્યું હતું - 'કોઈ કુંવારી કન્યાની આપ મેળે ગર્ભવતી થવાની એટલી જ સંભાવના છે. જેટલી એકસાથે અનેક બાળકો કોઈ સ્ત્રીના ઉદરથી જન્મવાની છે. બન્ને બાબતો અપવાદ છે પણ અસંભવિત નથી. એકસાથે અનેક બાળકો દરેક સ્ત્રીને નથી જન્મતાં, પણ એવું ક્યારેક બને તો છે જ ને ! તે રીતે કોઈ કુમારી પુરુષના સમાગમ વિના ગર્ભ ધારણ કરે તો તેને અસાધારણ ઘટના કહેવાય, અસંભવિત નહીં.'
પશ્ચિમના દેશોમાં આ વિધાને ભોર ખળભળાટ પેદા કર્યો. આ બાબતને સાચી સાબિત કરવા પડકાર ફેંકાયો. એટલે હેલન સ્પર્વેએ બ્રિટિશ વર્તમાનપત્રોમાં જાહેરાત છપાવી કે જે સ્ત્રીઓ આ રીતે પુરુષના સમાગમ વિના સંતાનની માતા બનવા ઇચ્છતી હોય તે ડો સ્પર્વેને મળી પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. એ જાહેરાતના પરિણામે અનેક મહિલાઓએ ઉમેદવારી નોંધાવી. એમાંથી 19 મહિલાઓ પ્રાથમિક કસોટીમાં ઉત્તીર્ણ થઇ. આ પ્રયોગ બ્રિટિશ મેડિકલ સંશોધકની નિગરાની હેઠળ થયો. ડો. સ્ટેનલી બેલફોર- લીન એના ઇન-ચાર્જ ફિઝિશિયન હતા.
એમની સાથે ચર્નિંગ ક્રોસ હોસ્પિટલના રીસર્ચ એસોસિયેટ, રોકફેલર ઇન્સ્ટિટયૂટના સભ્ય, મેડિકલ રીસર્ચ કાઉન્સિલના સભ્ય ડો.બર્નાડે કેમ્બર, પ્લાસ્ટિક સર્જન ડો.ડેવિડ વીન- વિલિયમ, બ્લડ ટાઈપ એનાલિસિસ ઓફ ધ 'મેડિકલ રીસર્ચ કાઉન્સિલની લેબોરેટરી ડિરેક્ટર ડો.એ.ઇ.મોરાટ અને ડિપાર્ટમેન્ટ ઓફ પેથોલોજી, ચેરિંગક્રોસ હોસ્પિટલના સીડની શો પણ સામેલ થયેલા હતા.'
હ્યુમન પાર્થેનોજિનેસિસ (વર્જિન બર્થ)ના પ્રયોગ માટે સર્વાધિક યોગ્ય શરીર જોવા મળ્યું મિસિસ એમિમેરી જોન્સ નામની જર્મન મહિલાનું જે અનેક વર્ષોથી બ્રિટનમાં એકલી રહેતી હતી એના પતિ આર્મીમાં હતા. એમિમેરી પર કરાયેલ પ્રયોગ સફળ રહ્યો હતો. તેણે એ પ્રયોગ પછી એક કન્યાને જન્મ આપ્યો હતો. જેનું નામ મોનિકા રાખવામાં આવ્યું હતું. તે તમામ રીતે એમિમેરીની પ્રતિકૃતિ સમાન જ છે. દેખાવ, ગુણ, સ્વભાવ બધી રીતે એમિમેરી જ જોઈ લો !
આ પ્રયોગની સમજ આપતા જીવવિજ્ઞાનીઓએ જણાવ્યું- પાણીના પૂંછડીવાળા કીડાની જેમ શુક્રજંતુઓના માથામાં 23 રંગસૂત્રો અને પૂંછડીમાં 'માઈટોકોન્ડ્રિયા' નામનો પિંડ હોય છે. આ પિંડ જ શુકતણુઓના જંતિઓને ગતિશીલ કરે છે. સ્ત્રીબીજના સૂક્ષ્મ ઇંડાઓનું ઉદ્દીપન અને વિભાજન આ શુક્રાણુઓ કરે છે. પણ તે શુક્રાણુઓથી જ થાય એવું જરૂરી નથી. આ ઉદ્દીપન અને વિભાજન નિષેચન જેવી બીજી પદ્ધતિથી પણ થઈ શકે છે. અમે એમ જ કર્યું. જેથી એમિમેરી આપમેળ જ સંતાન ઉત્પન્ન કરવા સમર્થ બની.
સ્ત્રીના રજ : ઇંડાઓમાં ઉત્પત્તિના બધા તત્ત્વો વિદ્યમાન હોય છે. રજઃ ઇંડાઓમાં 23 રંગસૂત્રો હોય છે. તે બમણા એટલે કે ૪6 થઈ જાય તો તે સ્ત્રીને ગર્ભધારણ થઈ જાય છે. આ કાર્ય એમિમેરીનાં બે રજ :
ઇંડાઓને ભેગા કરી દેવાની વૈજ્ઞાનિક પ્રયુક્તિથી સંભવ બન્યું. એમિમેરી મોનિકાની માતા જ નહીં, પિતા પણ બની કહેવાય. જો કે અહીં પુરુષના વીર્ય અને સ્ત્રીના રજ : ઇંડાઓનો સંયોગ થયો નહોતો એટલે પિતાના વારસાનું નહીં, કેવળ માતાના વારસાનું જ મોનિકામાં વહન થયું.
ડો.સ્ટેનલી બેલફોર-લીનનું મેડિકલ રીસર્ચ ગુ્રપ કહે છે કે હ્યુમન પાર્થેનોજિનેસિસ એટલે કે વર્જિન બર્થનો આ જેન્યુઇન કેસ (સાચો કિસ્સો) શરીર વિજ્ઞાન અને જિનેટિક્સ ક્ષેત્રે આગવી સિદ્ધિ ગણાય એવો છે. આ હકીકત એ બાબત પણ પુરવાર કરે છે કે પ્રાચીન કાળની અમૈથુની સૃષ્ટિની વાતો પણ કાલ્પનિક નહીં, વાસ્તવિક હતી !