Get The App

સ્વસ્થ, પ્રેમાળ સંબંધો થેરેપીનું કામ કરે છે!

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
સ્વસ્થ, પ્રેમાળ સંબંધો થેરેપીનું કામ કરે છે! 1 - image

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- પુરુષોએ એ યાદ રાખવું જોઈએ કે સ્ત્રીઓ એમની સમસ્યાઓ પુરુષો આગળ એમની સમીપ આવવા માટે જ રજૂ કરે છે, નહીં કે એ સમસ્યાઓને દૂર કરવા માટે !

"M ental Chemistry Creates Intrest, emotional chemistry generates affection, physical chemistry generates desire and spiritual chemistry creats love. A soulmate includes all four... and I will not settle for anything less." 

માનસિક રસાયણ રસ ઉત્પન્ન કરે છે, ભાવનાત્મક રસાયણ સ્નેહ ઉત્પન્ન કરે છે. ભૌતિક રસાયણ ઇચ્છા ઉત્પન્ન કરે છે અને આધ્યાત્મિક રસાયણ પ્રેમ ઉત્પન્ન કરે છે. આત્મીય સાથી આ ચારેયને પોતાનામાં સમાવિષ્ટ કરે છે. અને હું આનાથી ઓછા બીજા કશાથી સંતોષ પામીશ નહીં.'  - John Gray, men are from mars, women are from venus. 

અમેરિકન લેખક, વ્યાખ્યાતા અને રિલેશનશીપ કાઉન્સેલર જહોન ગ્રે  (John Gray) બિહેવિયરલ મેડિસિનના પુરસ્કર્તા છે. તેમના માનવ સંબંધોને લગતા પુસ્તકો અનેક વર્ષો સુધી બેસ્ટ સેલર બની રહ્યા છે. એમના પુસ્તકો એ સંબંઘોની સંહિતા સમાન મનાય છે. જ્હોન ગ્રેએ સ્ત્રી- પુરુષના સંબંધો સુધારવા એક શ્રેષ્ઠ થેરાપિસ્ટનું કામ કર્યું છે. તે દ્રઢપણે જણાવ છે કે સ્વસ્થ સંબંધો ઉત્તમ ચિકિત્સા (therapy) નું કામ કરે છે. સંબંધોમાં પ્રેમ પ્રસારવાનો આધ્યાત્મિક હેતુ રહેલો છે.

ભાવાતીત ધ્યાન (Transcendetal Meditation) ના પ્રણેતા અને પ્રસારક મહર્ષિ મહેશ યોગીના 'પર્સનલ આસિસ્ટન્ટ' તરીકે ૯ મહિના કામગીરી કરનારા જ્હોન ગ્રેએ એમની ધ્યાન અને યોગની પ્રણાલિને આત્મસાત કરી એનો સ્વાસ્થ્ય સુધાર માટે પણ બહોળો ઉપયોગ કર્યો હતો.  What You feel, You can Heal, How to Release stress Through Relaxation, Practical Miracles for Mars and venus and Nine Principles for lasting Love, Increasing Success and vibrant Health in 21st Century તેમના પુસ્તકોમાં તેમણે પ્રતિપાદિત કર્યું છે કે, ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશનના અનેક શારીરિક અને માનસિક લાભ લે છે. તે તણાવ અને ચિંતા દૂર કરે છે, બ્લડપ્રેશર નિયંત્રિત કરે છે, હૃદયરોગમાં રાહત આપે છે, ઇમ્યૂન સીસ્ટમ્સને વધારે મજબૂત કરે છે.

મહર્ષિ મહેશ યોગીના અંગત સહાયક બની ગ્રેએ યોગની પ્રયુક્તિ શીખી એનો સંબંધ સુધાર માટે ઉપયોગ કર્યો હતો. ૧૯૮૦ના દાયકા દરમિયાન તેમણે આધ્યાત્મિક સલાહકાર તરીકે કામ કર્યું હતું. ૧૯૯૨માં મેન આર ફ્રોમ માર્સ, વિમેન આર ફ્રોમ વિનસ (Men are from mars, Women are from venus) પ્રકાશિત થયંક અને ચાર વર્ષથી વધુ સમય બેસ્ટ-સેલર યાદીમાં રહ્યું હતું તેનો ૩૫થી વધુ ભાષાઓમાં અનુવાદ થયો છે.

અનેક રોગો મનોદૈહિક (Psychosomatic) હોય છે એટલે મનોભાવો, લાગણીઓ, સ્વાસ્થ્ય સાથે જોડાયેલી રહે છે. લાગણીસભર સંબંધો સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા હોય છે. સ્વસ્થ સંબંધો સ્વાસ્થ્ય ટકાવી રાખે છે, અસ્વસ્થ સંબંધો રોગો ઉત્પન્ન કરે છે. આ અંગે જ્હોન ગ્રેના સિદ્ધાંતોનું અવગાહન કરીએ - "To love someone is to acknowledge the goodness of who they are Through loving a person we awaken their awareness of their own innate goodness. It is as though they can not know how wortyh they are until they look in to the mirror of our love and see themselves કોઈને પ્રેમ કરવો એટલે તેનામાં રહેલા સારાપણાની કદર કરવી. તમે કોઈને પ્રેમ કરો છો તો તમે તમારા નૈસર્ગિક, જન્મજાત અને સહજ સારાપણાને જ જાગૃત કરો છો. તમારા પ્રેમના દર્પણમાં તમે તમારી જાતને જોઈ તમારી શક્તિમાં વૃદ્ધિ કરો છો.'

પ્રેમ મહાન શક્તિ છે. જે પ્રેમથી જોડાયેલા હોય એ બધાનો પ્રોત્સાહન, અનુમોદન અને સમર્થન આપે છે. પ્રેમ એકબીજાને સ્વસ્થ અને સુખી કરવાનો સર્વશ્રેષ્ઠ કીમિયો (alchemy) છે. સારા સંબંધ વ્યક્તિને ખુલ્લા અને મુક્ત કરે છે. એમને વહેતા કરે છે. સંબંધનું કેન્દ્રસ્થાન પ્રેમ છે જેટલો બને એટલો વધુ ને વધુ પ્રેમ પ્રસારિત કરો. એને માણસો પૂરતો જ મર્યાદિત ન રાખો એને આખા વિશ્વમાં ફેલાવો. પ્રેમ આપો અને પ્રેમ લો. એને ગ્રહણ કરશો એટલે તમે વૈશ્વિક ઊર્જા (Cosmic Energy) ને ગ્રહણ કરનારા બની જશો. એનાથી તમારા રોગોનો પણ ઉપચાર થઈ જશે.

પુરુષો એમની જરૂરિયાત છે એવો એમને અનુભવ કરાવાય ત્યારે પ્રેરિત અને સંચાલિત થાય છે. જ્યારે સ્ત્રીઓ એમની પ્રેમપૂર્વક સાર-સંભાળ, કાળજી લેવાય ત્યારે પ્રેરિત અને સંચાલિત થાય છે. જ્યારે પુરુષ ગુસ્સે થયા વિના કે હતાશ- નિરાશ થયા વિના સ્ત્રીની સંવેદનાઓ અને લાગણીઓને સમજે છે, એમને સાંભળી એમની કદર કરે છે ત્યારે તેન તે ખૂબ ગમે છે. સ્ત્રીની લાગણીઓની કદર એ એને અપાયેલી સર્વોત્તમ ભેટ છે. સ્ત્રી સ્નેહ અને સામીપ્ય ઇચ્છે છે. પુરુષોએ એ યાદ રાખવું જોઈએ કે સ્ત્રીઓ એમની સમસ્યાઓ પુરુષો આગળ એમની સમીપ આવવા માટે જ રજૂ કરે છે, નહીં કે એ સમસ્યાઓને દૂર કરવા માટે ! એમની ઘણી સમસ્યાઓ એ જાતે દૂર કરવા સમર્થ જ હોય છે.

જ્હોન ગ્રે કહે છે - "We are unique individuals with unique experiences - આપણે વિશિષ્ટ અનુભવો ધરાવતા વિલક્ષણ વ્યક્તિઓ છીએ.' જીવનને સમગ્રતાથી ભરપૂર જીવવું જોઈએ. પ્રેમાળ સંબંધો સુખની ચાવી છે. પ્રેમાળ સંબંધો જ જગતને ટકાવશે, સ્નેહ, સામીપ્ય, સહયોગ મુક્ત સંબંધો જ સ્વાસ્થ્યની જાળવણી કરી રાખશે. તમે જે મેળવવા યોગ્ય છો એ પ્રેમ તમે જ પ્રાપ્ત કરો જ અને તમારા સાથીદારને જે પ્રેમ અને સથવારાની જરૂર છે તે એને પણ પ્રદાન કરો. Love is Magical and it can last if we remember our differences : પ્રેમ જાદુઈ છે અને જો આપણે આપણી ભિન્નતાને સદા યાદ રાખીએ તો તે ચિર સ્થાયી ટકી પણ રહે છે.