- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- ટેલીપથી સંચારના એ રૂપોમાંનું એક છે જેને હજુ પૂરેપૂરું સમજવાનું બાકી છે
‘The most beautiful thing we can experience is the mysterious: સૌથી સુંદર અનુભવ તે છે જે રહસ્યમય હોય.'
- Albert Einstein
(આલ્બર્ટ આઇન્સ્ટાઇન)
‘The collective unconscious connects all minds beyond space and time : સામૂહિક અચેતન બધા મનોને સમય અને સ્થાનથી પરજોડે છે.'
- Carl Jung (કાર્લ જુંગ)
* ‘There are things known and there are things unknown, and in between are the doors of perception : કેટલીક બાબતો જ્ઞાત છે અને કેટલીક અજ્ઞાત છે અને એમની વચ્ચે અનુભૂતિના દ્વાર છે.'
- Aldous Huxley
‘Telepathy is one of the many forms of communication yet to be fullyunderstood : ટેલીપથી સંચારના એ રૂપોમાંનું એક છે જેને હજુ પૂરેપૂરું સમજવાનું
બાકી છે.
- Upton Sinclair
(અપટોન સિનકલેર)
‘Psi phenomena suggest that consciousness is not limited to the brain :અતીન્દ્રિય ઘટનાઓ એ સૂચવે છે કે ચેતના માત્ર મસ્તિષ્ક સુધી મર્યાદિત નથી.'
- Dean Radin (ડીન રેડિન)
‘The ability to perceive distant events is a natural human capacity : હચોચિન રેસચહ બચૅચબૈાઅ થ દૂરની ઘટનાઓનો અનુભવ કરવાની ક્ષમતા મનુષ્યની પ્રાકૃતિક યોગ્યતા છે.'
- Russell Targ (રસેલ ટાર્ગ)
‘The powers of the mind are like the rays of the Sun when they are concentrated : મનની શક્તિઓ સૂર્યના કિરણો જેવી હોય છે જ્યારે તે કેંદ્રિત થતી હોય છે.'
- Swami Vivekanand
(સ્વામી વિવેકાનંદ)
પરામનોવિજ્ઞાન ક્ષેત્રે ટેલીપથી, કલેરવોયન્સ, પ્રિકોગ્નિશન, માઇન્ડ-મેટર ઇન્ટરેકશન, સાઇકોકાઇનેસિસ જેવી ક્ષમતાઓ પર સંશોધનો થાય છે. ૧૯૩૦ના દશકમાં જૂલિયસ રાઇને (J.B. Rhine) ડયૂક યુનિવર્સિટીમાં નિયંત્રિત થકી અતિસંવેદી જ્ઞાન / અલૌકિક ઇન્દ્રિય જ્ઞાન (Extra Sensory Perception) વિશે પરીક્ષણ શરૂ કર્યું હતું. ભૌતિકવિજ્ઞાની રસેલ ટાર્ગે ૧૯૭૦થી ૧૯૮૦ના દશકમાં પરામનોવિજ્ઞાનની આવી ચૈતસિક ક્ષમતાઓ અને દૂરસ્થ દ્રષ્ટિ / દૂરદર્શન (Remote Viewing પર સંશોધન કર્યું હતું. આ એવી ચૈતસિક શક્તિ છે જેમાં દ્રષ્ટા (viewer) ગમે તેટલે દૂર રહેલી અને અજાણી જગ્યા, વસ્તુ કે ઘટનાનું માનસિક ચિત્રણ આપી શકે છે. ૧૯૭૨માં તેમણે હેરોલ્ડ પુથોફ સાથે એસ.આર.આઇ.માં એક કાર્યક્રમ શરૂ કર્યો હતો જેને અમેરિકન ગુપ્તચર એજન્સીઓ સી.આઇ.એ., ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા ફંડ આપવામાં આવ્યું તું. તેમના પ્રયોગોએ સાબિત કર્યું કે માનવીય ચેતના અને મન ઈન્દ્રિયાતીત જ્ઞાન કે અનુભૂતિની શક્તિથી ભૌતિક નિયમોનું ઉલ્લંઘન કરી શકે છે.
રસેલ ટાર્ગ (Russell Targ) અને તેમના સહયોગી હેરોલ્ડ પુથોફ (Herold Puthoff) સી.આઇ.એ.ના સહયોગથી જે પ્રયોગો કરાયા અને 'સ્ટારગેટ પ્રોજેક્ટ' તરીકે ઓળખવામાં આવે છે. તેમણે પેટ પ્રાઇસ (Pat Price) નામના દૂર દ્રષ્ટા પર ઘણા પ્રયોગો કર્યા હતા. એક પ્રયોગમાં પ્રાઇસને ૭ માઇલ દૂર રહેલા એક સ્થળનું વર્ણન કરવા કહ્યું હતું. તેણે તેનું એકદમ યથાર્થ વર્ણન કરતાં કહ્યું હતું કે તે સ્વિમિંગ પૂલ પરિસર છે. ત્યાં તેની બાજુમાં ટેન્કો અને મશીનો પણ પડેલાં છે. તેણે તે જગ્યાનો એકદમ બંધબેસતો નકશો પણ દોરી બતાવ્યો હતો. એક અન્ય પ્રયોગમાં પેટ પ્રાઇસે સોવિયતેસંઘના એક ગુપ્ત હથિયાર કારખાનાનો નકશો દોરી બતાવ્યો હતો અને ત્યાં રહેલા ૬૦ ફૂટ ઊંચા સ્ટીલના ગોળાનું ચિત્ર પણ દોરી બતાવ્યું હતું જેની પુષ્ટિ પાછળથી લેવાયેલ સેટેલાઇટ ફોટોગ્રાફસથી થવા પામી હતી. આમ, આ સેમિપાલટિંસ્ક (Semipalatinsk) કેસમાં પણ પેટ પ્રાઇસની રિમોટ વ્યૂઈંગની ક્ષમતા સાચી સાબીત થઇ હતી.
રસેલ ટાર્ગે એ સાબિત કરવા માટે પ્રયોગો કર્યા કે ઈ.એસ.પી. (ESP) તરંગો ઇલેકટ્રોમેગ્નેટિક નથી હોતા. તેમણે પ્રયોગપાત્રોને ફેરાડે કેજ (એક તાંબાનું સ્ક્રીન બોક્સ જે રેડિયો તરંગોને રોકે છે) માં બેસાડયા. તેમ છતાં તેમની રિમોટ વ્યૂઈંગની શક્તિમાં કોઈ ફરક ના પડયો. તે શક્તિ યથાવત રહી. એનાથી સાબિત થયું કે આ ક્ષમતા વિદ્યુત ચુંબકીય સંકેતો પર નિર્ભર નથી. પેટ પ્રાઇસની જે ઇન્ગો સ્વાન (Ingo Swann) નામના દૂર દ્રષ્ટા પર પણ આવા પ્રયોગો કરાયા હતા.
સ્ટેનફોર્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (SRI) માટે સંશોધન કરનારા ભૌતિક વિજ્ઞાની રસેલ ટાર્ગે રિમોટ વ્યૂઈંગની ક્ષમતાના સફળ પ્રયોગો બાદ ચેતનાની નોન લોકાલિટી (Non-locality) ગેર- સ્થાનીયતાનો સિધ્ધાંત પરસ્કૃત કર્યો અને દર્શાવ્યું કે આપણું મન સમય અને સ્થાન (Time and Space)ની સીમાઓમાં બંધાયેલું નથી. માનવ ચેતના અને મન બ્રહ્માંડમાં કોઈપણ જગ્યાએ અને કોઈપણ સમયે પહોંચી શકે છે. રસેલ ટાર્ગે એવા કેટલાય પ્રયોગો કર્યા જયાં દૂર દ્રષ્ટા Cremote Viwer) કેલિફોર્નિયામાં હતો અને ટાર્ગેટ (સ્થાન) હજારો માઇલ દૂર રશિયા કે યુરોપમાં હતું છતાં નજીક કે દૂરના અંતરનો પરિણામ પર કોઈ ફરક નહોતો પડયો. તેમણે જોયું કે ૧૦૦ મીટર દૂર રહેલી વસ્તુ કે ૧૦,૦૦૦ કિલોમીટર દૂર રહેલી કોઈ વસ્તુ કે જગ્યાને જોવાની સચોટતા, ચોકસાઈ એક સમાન હતી. જો ચેતના ભૌતિક હોય કે રેડિયો તરંગોની જેમ કામ કરતી હોય તો અંતર વધવાને વખતે સિગ્નલ નબળા પડી જાય. પણ એવું થયું નહોતું. તેના પરથી સાબિત થાય છે કે ચેતના ગેર- સ્થાનીય (Non-local) છે. ગેર સ્થાનીયતા કેવળ સ્થાન (Space) સુધી સીમિત નથી, પણ સમય (Time) ને પણ લાગૂ પડે છે.
રસેલ ટાર્ગે એવા સફળ પ્રયોગો કર્યા જેમાં દુર દ્રષ્ટાને એ સ્થાનનું વર્ણન કરવાનું કહેવામાં આવ્યું જયાં પ્રેષક (Sender) આગલા દિવસે જવાનો હતો. એ સંજોગોમાં પણ દૂર દ્રષ્ટાએ સહેજ પણ ભૂલ વગર એનું યથાર્થ, ચોક્કસ વર્ણન કર્યું જે જગ્યાએ જવાનું એક દિવસ પહેલાં નક્કી જ થયું નહોતું ! આનાથી એ જાણ થાય છે કે મન સમયનું અતિક્રમણ કરીને ભવિષ્યની ઘટનાને પણ જોઈ અને જાણી લે છે. 'કારણ કાર્યથી પહેલાં આવે' એ ભૌતિકવિજ્ઞાનના સામાન્ય નિયમનું અહીં ઉલ્લંઘન થાય છે અને એને માટે આ બાબત પડકારરૂપ બને છે.
રસેલ ટાર્ગે એક એવો પ્રયોગ કર્યો જેમાં દૂર દ્રષ્ટાને સમુદ્રના ઊંડાણમાં એક સબમરીનમાં રાખવામાં આવ્યો. સમુદ્રનું પાણી રેડિયો તરંગો માટે એક મજબૂત અવરોધક (Shield)નું કામ કરે છે. આ સ્થિતિમાં પણ રિમોટ વ્યૂઇંગનો પ્રયોગ પૂરેપૂરો સફળ રહ્યો. એનાથી એ વાતને સમર્થન પ્રાપ્ત થયું કે ચેતના અને મનને કોઇ અવરોધ નડતો નથી. ભૌતિક વિજ્ઞાની ટાર્ગ કહે છે કે આપણે બધા 'હોલોગ્રાફિક જગત'માં રહીએ છીએ. જયાં બ્રહ્માંડનો દરેક ભાગ આખા બ્રહ્માંડની જાણકારી ધરાવે છે. આપણી ચેતના એક સ્થાનિક રેડિયો જેવી નથી જે સિગ્નલ પકડે છે પણ તે એક ક્ષેત્ર (Field) નો એક ભાગ છે જે દરેક જગ્યાએ એક સાથે મોજૂદ હોય છે. હોલોગ્રામની વિશેષતા એ છે કે તેના નાનામાં નાના ટુકડામાં આખા ચિત્રની માહિતી સંગ્રહિત હોય છે. બ્રહ્માંડ એક સુપર હોલોગ્રામ છે એટલે સમય અને સ્થળ ભૂતકાળ-વર્તમાન કાળ અને ભવિષ્યકાળ તથા અહીં અને ત્યાં ના કોઈ ભેદ રહેતા નથી. આ જ કારણવશાત્ ટાર્ગના પ્રયોગોમાં દૂરદ્રષ્ટા ભવિષ્યની ઘટનાનું પૂર્વજ્ઞાન (Precognition) પણ કરી શક્યા કેમ કે ભવિષ્યની જાણકારી 'અત્યારે' અને 'અહીં' મોજૂદ જ હોય છે.
રસેલ ટાર્ગ કહે છે કે કવૉન્ટમ એન્ટેન્ગલ પ્રમાણે બે કણ (particles) એક બીજા સાથે એટલા ગાઢપણે જોડાયેલા રહે છે કે એક કણમાં થયેલું પરિવર્તન તત્કાળ બીજાકણને પ્રભાવિત કરી દે છે, ભલે ને તે બ્રહ્માંડના જુદા જુદા છેડાઓ પર કેમ ના હોય ! આઇન્સ્ટાઇને તેને spooky action at a distance કહ્યું હતું. આ જ સિધ્ધાંત માટે એટલે કે એક્ષ્પેરિમેન્ટસ વિથ એન્ટેન્ગલ્ડ ફોટોન્સ એસ્ટાબ્લિસિંગ ધ વાયોલેશન ઓફ બેલ ઇનઇકવાલિટિઝ એન્ડ પાયોનિયરિંગ કવૉન્ટમ ઇન્ફર્મેશન સાયન્સ માટે ત્રણ ભૌતિકવિજ્ઞાનીઓ એલન આસ્પેકટ (Alain Aspect), જ્હોન એફ. ક્લોસર (Clauser) અને એન્ટન ઝેલિન્ગરને ૧૯૨૨નું ભૌતિક વિજ્ઞાનનું નોબલ પ્રાઇઝ એનાયત કરાયું હતું, રસેલ ટાર્ગ કહે છે કે જેમ બે પારમાણ્વિક કણો એકબીજા સાથે જોડાયેલા છે તેમ આપણી ચેતના અને મન આખા બ્રહ્માંડ સાથે જોડાયેલા છે એટલે જ દૂરદ્રષ્ટા હજારો માઇલ દૂરની જાણકારી તત્કાળ પ્રાપ્ત કરી શકે છે.


