- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- યોગવિદ્યાના નિષ્ણાતો કહે છે કે અત્યંત સૂક્ષ્મ ઊર્જા કેન્દ્ર રૂપી ચક્રો શરીરમાં સેંકડોની સંખ્યામાં હોય છે. એમાં 114 ચક્રો મુખ્ય મનાય છે
- Hiroshi motoyama
'Meditation is the method by which a person harmonizes the body, mind and spirit and aligns with the subtle energies of the universe.
ધ્યાન એ વિધિ છે જેના દ્વારા વ્યક્તિ શરીર, મન અને આત્માનો સુમેળ સાધી શકે છે અને બ્રહ્માંડની સૂક્ષ્મ ઊર્જા સાથે તાલમેલ સ્થાપિત કરે છે.
'Awakening higher consciousness is the ultimate goal of spiritual practice, not merely attaining physical or mental powers. ઉચ્ચતર ચેતનાનું જાગરણ આધ્યાત્મિક અભ્યાસનું અંતિમ લક્ષ્ય છે, માત્ર શારીરિક કે માનસિક શક્તિઓને પ્રાપ્ત કરવી એ નહિં.
Every chakra is associated not only with mental and spiritual functions. પ્રત્યેક ચક્ર માત્ર શારીરિક અંગો સાથે જ નહીં, પણ માનસિક અને આધ્યાત્મિક કાર્યો સાથે પણ જોડાયેલું હોય છે.
હિરોશી મોટોયામા એક જાપાની પરામનોવિજ્ઞાની, આધ્યાત્મિક પ્રશિક્ષક અને લેખક હતા. એમનો મુખ્ય વિષય આધ્યાત્મિક આત્મ-સાધના અને મન તથા શરીર વચ્ચેનો સંબંધ કેવો છે તે જોવાનો હતો. મોટોયામાએ સાખ્ય, યોગ, કર્મ, પુનર્જન્મ અને ચક્રોના હિંદુ સિદ્ધાંતોની ધ્યાન સાધના પર અનુભવો મેળવી એ બધા પર વૈજ્ઞાનિક સંશોધન કર્યું. ડૉ. મોટોયામાની દાર્શનિક પ્રણાલી એમના ધ્યાનના અનુભવો પર આધારિત હતી. ડૉ. હિરોશી મોટોયામાની પ્રણાલી સાંખ્ય (નાસ્તિક), બૌદ્ધ ધર્મ (અનીશ્વરવાદી) અને શિંટો (ઈશ્વરવાદી)નું એક સંશ્લેષણ છે જે યોગ સાધના, શરીર-મનની ઊર્જા પ્રણાલીની સાથે સાથે ઈશ્વરમાં વિશ્વાસ રાખવાની બાબતને પણ સંમિલિત કરે છે. ક્યોટો સ્કુલ ઓફ ફિલોસોફીના સ્થાપક જાપાની તત્વચિંતક કિતારો નિશિદા (kitaro Nishida) ના વિચારોથી પણ મોટોયામા પ્રભાવિત હતા. તેમણે દર્શાવેલ બાશો (Basho) અસ્તિત્વ દશા મોટીયામાએ સ્વીકારી છે. જે બૌદ્ધ જ્ઞાન અને મહાયાનની શૂન્યતાની ધારણાને એકદમ અનુરૂપ છે.
ચક્રો, ધ્યાન, કુણ્ડલિની, સૂક્ષ્મ શરીર અને આધ્યાત્મિક વિજ્ઞાન પર સંશોધન કરનારા ડૉ. હિરોશી મોટોયામાને અધ્યાત્મ-વિજ્ઞાની (Spiritual Scientist) તરીકે ઓળખવામાં આવે છે. Theories of the chakrak, kundalini yoga, theories of aura, science and the evolution of consciousness એમના પ્રસિદ્ધ પુસ્તકો છે. તેમણે ઉપનિષદો, પ્રાણયોગ, ચક્રો, કુંડલિની, પાતંજલ યોગદર્શન અને ચીની ચિકિત્સા પદ્ધતિનો વિશદ અભ્યાસ કર્યા પછી પોતાના નિષ્કર્ષોના આધારે કેટલાક વૈજ્ઞાનિક ઉપકરણો બનાવ્યા જેનાથી સૂક્ષ્મ વિદ્યુતનું માપન અને ચક્રોની હલચલનું ગ્રાફિક અંકન કરી શકાય. તે એ બાબત તો જાણતા જ હતા કે ચક્ર ઉપત્યિકા સ્થૂળ અંગો નથી પણ અમૂક વિશેષ સ્થળો પર રહેલા ઊર્જા કેન્દ્રો છે. તો પછી ત્યાંનું વિદ્યુત માપન કેવી રીતે કરાય ? તેમણે વિભિન્ન અતીન્દ્રિય ક્ષમતા ધરાવતા અને કુંડલિની જાગરણની સાધના કરી રહેલા તિબેટના લામા યોગીઓ પર પ્રયોગો કર્યા અને તેમના વૈજ્ઞાનિક સાધનોથી એ યોગીઓની ઓરા અને એ ચક્રોના સ્થાને વિદ્યુત શક્તિ કેટલી કેન્દ્રીભૂત થાય છે તે માપવાના પ્રયોગો કર્યા. સૂક્ષ્મ શરીરના દરેક ચક્રને તેમણે સ્થૂળ શરીરના પ્લેકસો સાથે જોડીને એ પ્રયોગ કર્યા. તેમણે જોયું કે ચક્ર જાગરણની બહિર્વિદ્યુતીય પ્રતિક્રિયાને માપી શકાય છે.
જ્યારે કોઈ વ્યક્તિ ગાઢ ધ્યાનાવસ્થામાં પહોંચી જાય છે ત્યારે શરીરના ઈલેક્ટ્રો-ડર્મલ-રિસ્પોન્સ (Skin Resistance) બદલાય છે. કરોડરજ્જૂના વિશિષ્ટ બિંદુઓ, કેન્દ્રો જેને ચક્રો કહેવાય છે ત્યાં ઈલેક્ટ્રિક ફેરફારો થાય છે. નાડી માર્ગો પર ઊર્જા-સંકેત મળે છે. જ્યારે ધ્યાન કરનાર વિશેષ ચક્ર પર ધ્યાન લગાવે છે. ત્યારે એ જગ્યાની બાયોઈલેક્ટ્રિક ગતિવિધિ વધી જાય છે. મોટોયામાએ જે ઉપકરણો બનાવ્યા એમાનું એક છે - એપરેટસ ફોર મેરિડિયન આઈડેન્ટિફિકેશન (Apparatus for meridian Identification). આ મશીનથી તે વ્યક્તિના મેરિડિયન (ચીનની થિયરીમાં શરીર પર દર્શાવાયેલી ઊર્જા-રેખાઓ), નાડીતંત્ર (યોગશાસ્ત્રમાં બતાવાયેલી ઊર્જા-રેખાઓ), શરીરની ઊર્જાનું ઘનત્વ અને ઊર્જા-ક્ષેત્ર (ઓરા)માં આવતા ઉતાર-ચઢાવને માપી શકતા હતા. તે પ્રયોગોના આધારે તેમણે નિષ્કર્ષ આપ્યો કે ભાવનાઓ અને વિચારો સીધા ઊર્જા-ક્ષેત્રને પ્રભાવિત કરે છે.
ડૉ. હિરોશીએ ઈલેક્ટ્રોએન્સેફેલોગ્રામ (EEG) મશીનથી મસ્તિષ્કના તરંગો (Brain waves) મળ્યા ત્યારે જોયું કે ધ્યાન અવસ્થામાં બીટા તરંગો ઓછા ઉદ્દભવતા હતા, આલ્ફા તરંગો વધતા હતા. ગાઢ ધ્યાન વખતે થીટા તરંગો આવતા હતા. કેટલાક યોગીઓમાં ડેલ્ટા તરંગો પણ આવતા હતા જે અત્યંત ગાઢ, સમાધિ જેવી અવસ્થામાં આવે છે. એના પરથી એવું તારણ નીકળ્યું કે ધ્યાન મસ્તિષ્કની વાસ્તવિક સ્થિતિને બદલી શકે છે. ડૉ. હિરોશીએ શરીરના કેટલાક એક્યુપંકચર પોઈન્ટસ પર ઈલક્ટ્રોડસ લગાવીને ઊર્જા પ્રવાહ મળ્યો. ત્યાં પ્રાણ શક્તિ (Chi Power) નો પ્રભાવ જોયો. એ પ્રયોગો પરથી તેમણે એવો નિષ્કર્ષ આપ્યો કે એક્યુપંકચર બિંદુઓ અને યોગની નાડીઓ વચ્ચે ગાઢ સંબંધ છે.
તેમણે એવા સાધકો પર પણ અધ્યયન કરી પ્રયોગો કર્યા જે એવો દાવો કરતા હતા કે તે દેહાતીત અનુભૂતિ (Out of Body Experience) અને સૂક્ષ્મ શરીર પ્રક્ષેપણ (Astral Body Projection) કરી શકતા હતા. તેમના ઉપકરણોથી તેમણે જોયું કે આવી સ્થિતિમાં શરીરની બહાર પણ ઊર્જા ક્ષેત્ર ફેલાઈ જાય છે. ઊર્જાક્ષેત્ર શરીરની બહાર નીકળવા છતાં શરીર જીવિત રહે છે. વ્યક્તિ પ્રાણવાયુ ખૂબ જ ઓછો હોવા છતાં સ્વસ્થ બને શાંત રહી શકે છે. એનો અર્થ એ થયો કે ચેતના શરીર સુધી સીમિત નથી. જાપાનની કેટલીક હોસ્પિટલોમાં AMI મશીનને રોગોની ઓળખ કે સ્વાસ્થ્યની દેખરેખ રાખવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવ્યું.
એ.એમ.આઈ (AMI) મશીન બનાવ્યાના ત્રણ-ચાર વર્ષ બાદ તેમણે ચક્ર (Chakra) ઉપકરણ બનાવ્યું જે ચક્રોની ગતિવિધિ અને એની ઊર્જાના ઉત્સર્જનને માપવાનું કામ કરતું હતું. લેડ શીલ્ડેડ અંધારા ઓરડામાં સાધકને બેસાડી કોઈ ઈલેક્ટ્રોડ શરીરને સ્પર્શ કરાવ્યા વગર સાધક, યોગીના શરીરની ચારે તરફ ફરતા તાંબાના ઈલેક્ટ્રોડ દ્વારા ઉત્સર્જિત વિદ્યુત પ્રવાહને ૮૦૦ મેગાઓમ (megaohms) ના પ્રિએમ્પલીફાયર અને ડી.સી. એમ્પલીફાયરમાંથી પસાર કરીને ઓરડાની બહાર રાખેલા પાવર સ્પેકટ્રમ એનલાઈઝરથી તે વિદ્યુત પ્રવાહને મળ્યો અને એક રેકોર્ડર પર અંકિત કરી લીધો. યોગ અને ધ્યાનથી તે વિશેષ સ્થાન જ્યાં ચક્ર (નાડીઓનું સંગમ સ્થળ) આવેલું હોય છે ત્યાં પ્રાણ પ્રવાહ કેન્દ્રીભૂત થઈ જતો હતો એવું તમામ પ્રયોગો દરમિયાન બનતું હતું.
યોગવિદ્યાના નિષ્ણાતો કહે છે કે અત્યંત સૂક્ષ્મ ઊર્જા કેન્દ્ર રૂપી ચક્રો શરીરમાં સેંકડોની સંખ્યામાં હોય છે. એમાં ૧૧૪ ચક્રો મુખ્ય મનાય છે. જોકે સર્વાધિક મહત્ત્વના અને એ બધામાં સૌથી મુખ્ય પ્રકારના ૭ ચક્રો માનવામાં આવે છે. આ સાત ચક્રોના નામ છે - મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્રાર ચક્ર. દરેક ચક્ર પોતપોતાની વિશેષ ગુણવત્તા ધરાવે છે. યોગ શાસ્ત્ર સહસ્ત્રાર ચક્રમાં અમૃત કળશ હોવાનું કહે છે. જેમાંથી અમૃત રસ સ્રવતો રહે છે. વર્તમાન શરીર વિજ્ઞાનની ભાષામાં મસ્તિષ્કીય અંત:ત્વચા કે અંત: છાલ (Cerebrospinalfiuid) મસ્તિષ્ક મેહુ દ્રવ કે પ્રમસ્તિષ્કમેહુદ્રવ કહેવામાં આવે છે. તે મસ્તિષ્કના વિભિન્ન કેન્દ્રોને પોષણ આપે છે અને ઓક્સીજન પ્રદાન કરે છે. તે શોક એબ્સોર્બરનું પણ કામ કરે છે અને મસ્તિષ્ક તથા કરોડરજ્જુનું રક્ષણ કરે છે. મસ્તિષ્કના સેરિબ્રોસ્પાઈનલ ફ્લુઈડની સાથે સંબંધિત મસ્તિષ્કના સોળ ભાગ છે. શિવ સંહિતામાં પણ સહસ્ત્રારની સોળ કલાઓનુ ં વર્ણન કરતાં કહેવાયું છે. મસ્તિષ્કમાં રહેલા ચંદ્ર સમાન પ્રકાશમાન સોળ કલાઓથી મુક્ત સહસ્ત્રારનું ધ્યાન કરવું. આ વિભાગોમાં શરીરનું સંચાલન કરનારા અને અતીન્દ્રિય ક્ષમતા ઉત્પન્ન કરનારા અનેક કેન્દ્રો છે. જીન્સ અને ન્યુરોપેળ્ટાઈડસની શોધ કરનારા વિજ્ઞાનીઓએ સૂક્ષ્મ રસાયણોમાં પ્રાણ શરીરની સંરચનાને શોધી કાઢી છે. માનવ શરીરના બધા ઉતકો (જીવકોષના સમૂહો) અતિ શક્તિશાળી સ્થાયી વિદ્યુત ક્ષેત્ર મસ્તિષ્કમાં તંત્રિકા કોષોને અને આખા શરીરના સ્નાયુકોષો અને જીવકોષોની અંતર્કિયાને પ્રભાવિત કરી શરીરને વિદ્યુતપુંજ બનાવી દે છે. શરીરના બધા ક્રિયા-કલાપ એની ઉત્તેજનાથી ઉત્સર્જિત થનારા ન્યુરોપેપ્ટાઈડસથી સંચાલિત થાય છે. ડૉ. હિરોશી મોટોયામાએ વૈજ્ઞાનિક સાધનોથી સૂક્ષ્મ શરીરમાં રહેલા ચક્રો, નાડીઓ, કુંડલિની શક્તિ વગેરેના અસ્તિત્વને પુરવાર કરવાના પ્રયાસો કર્યા એ પછી વેલેરી હન્ટ, માર્ગોરેટ મોડા, જોસેફ લોઈઝી, હેનેરી જ્હોનિઝ ગ્રેટેન વ. દ્વારા આ વિષય પર નવીન સંશોધનો કરાયા છે.


