Get The App

પુસ્તકો સપનામાં આવે અને પૂછે, 'તેં અમને ઓળખ્યાં કે?'

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
પુસ્તકો સપનામાં આવે અને પૂછે, 'તેં અમને ઓળખ્યાં કે?' 1 - image

- સેલિબ્રેશન-ચિંતન બુચ

- વર્ષ દરમિયાન કમસેકમ 100 પુસ્તક વાંચવાનું લક્ષ્યાંક રાખો અને તે પણ અલગ-અલગ વિષયના. 

- 23 એપ્રિલ 

- પુસ્તક દિવસ 

પુ સ્તકો આમ તો પથ્થર જેવા જડ છે પણ પથ્થરમાંથી મૂર્તિ કે શિલ્પ ઘડાઇ શકે છે. પુસ્તકો માણસોને ઘડે છે. રામનામની મુદ્રા અંકિત થતાં જ પથ્થરો પાણીમાં સેતુ બન્યા હતા. આ તો પુસ્તકો. તેનાં પાને પાને, પંક્તિએ પંક્તિએ, શબ્દે શબ્દે, શબ્દો વચ્ચેના અવકાશમાં મનુષ્યોએ જ કંડારેલા મનુષ્ય-જીવનના આલેખો છે. તેના દ્વારા સેતુ કેમ ન રચાય? એ સેતુ વાટે જ માણસ કશાક શિખર ભણી જઇ શકે....

તેમની આવક ૮૫૦ બિલિયન ડોલર એટલે કે ૭૦ લાખ કરોડથી વધુ છે. મતલબ કે,તેઓ પ્રતિ ક્ષણે તેઓ સરેરાશ રૂપિયા બે લાખ કમાઇ લે છે. દિવસના ૧૦ કલાક ટેસ્લાને તો સાંજે ૫થી રાતના ૨ સુધીનો સમય એક્સ એટલે કે ટ્વિટર માટે ફાળલેલા છે. ઊંઘનો સમય માત્ર બે થી ત્રણ કલાક.  એક શ્વાસ લે ત્યારે પણ કરોડ રૂપિયા કમાઇ લે છે તેવા આ ધનકુબેરનું નામ છે એલન મસ્ક. આટલા વ્યસ્ત શેડયૂલ છતાં પણ તેમણે બાળપણનો એક શોખ જાળવી રાખ્યો છે અને તે છે પુસ્તક વાંચનનો. બાળપણમાં તેઓ દિવસના ૧૦-૧૦ કલાક પુસ્તક વાંચતા તો હવે તેઓ સપ્તાહમાં કુલ સરેરાશ પાંચ કલાક ફાળવી દે છે. એટલું જ નહીં, કોઇ પુસ્તક વાંચ્યા બાદ પસંદ આવે તો તેના અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરે છે. તાજેતરમાં જ તેમણે આવા પાંચ પુસ્તક સૂચવ્યા હતા. જેમાં એક હતું પીટર થિયલનું 'ઝીરો ટુ વન' . આ પુસ્તકમાં એક મસ્ત ક્વોટ છે કે 'તમે જેમાં શ્રેષ્ઠ હોવ તો તેના પર ચોક્કસ ધ્યાન કેન્દ્રિત કરો. પરંતુ પહેલા તેના પર ગહન વિચાર કરજો કે ભવિષ્યમાં તેનાથી કોઇ ફાયદો થવાનો છે કે કેમ?' તેમણે સૂચવેલા અન્ય પુસ્તકમાં નિક બોસ્ટ્રોમના 'સુપરઇન્ટેલિજન્સ : પાથ્સ, ડેન્જર્સ, સ્ટ્રેટેજિસ' , વોલ્ટરના 'આઇન્સ્ટાઇન : હિઝ લાઇફ એન્ડ યુનિવર્સ', વોલ્ટર ઈસાકોનના 'બેન્જામિન ફ્રેન્કલિન : એન અમેરિકન લાઇફ' અને સેમ હેરિસના 'લાઇંગ'નો સમાવેશ થાય છે. આ સિવાય તેમણે થોડા સમય અગાઉ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આજના જમાનામાં મનુષ્યના સંઘર્ષને દર્શાવતું 'લાઇફ ૩.૦' પુસ્તક પણ સૂચવેલું હતું. 

૨૩ લાખ કરોડની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં બીજું સ્થાન ધરાવતા અને ગૂગલના કો-ફાઉન્ડર એવા લેરી પેજ દ્વારા આઠ પુસ્તકો સૂચવવામાં આવ્યા હતા. જેમાં જ્હોન ડોએરના 'મેઝર વોટ મેટર્સ', 'વ્હોટ ડુ યુ કે વ્હોટ અધર્સ પીપલ થિન્ક ', રિચાર્ડ ફેમાનના 'ધ પ્લેઝર ઓફ ફાઇન્ડિંગ્સ થિંગ્સ આઉટ', બેન હોરોઈત્ઝના 'ધ હાર્ડ થિંગ્સ અબાઉટ હાર્ડ થિંગ્સ'નો મુખ્યત્વે સમાવેશ થાય છે. મસ્ક કહે છે કે વર્ષ દરમિયાન કમસેકમ ૧૦૦ પુસ્તક વાંચવાનું લક્ષ્યાંક રાખો અને તે  પણ અલગ-અલગ વિષયના. આજે હું ૨૦ કલાક કામ કર્યા બાદ પણ પુસ્તક વાંચન માટે ચોક્કસ સમય ફાળવી લઉં છું. 

૧૧૩ બિલિયન ડોલર સાથે વિશ્વના સૌથી ધનિક અને એમેઝોનના સ્થાપક એવા જેફ બેઝોસ આજે જે ઊંચાઇ પર પહોંચ્યા છે તેમાં પુસ્તક વાચને પણ મહત્વની ભૂમિકા અદા કરી છે. પુસ્તકોના વાચનથી જેફ બેઝોસની નેતૃત્વ તેમજ વિચારવાની શૈલીમાં કઇ રીતે પરિવર્તન આવ્યું એ તેમની બાયોગ્રાફી 'ધ એવરીથિંગ સ્ટોર'માં દર્શાવાયું પણ છે. બેઝોસના મનગમતા પુસ્તકોમાં કાઝુઓ ઇશિગુરોના 'ધ રીમેઇન્સ ઓફ ધ ડે',  જીમ કોલિન્સના 'બિલ્ટ ટુ લાસ્ટથ સક્સેસફુલ હેબિટ્સ ઓફ્ વિઝનરી કંપનીઝ' , સ્ટિવ ગ્રાન્ડના 'ક્રિએશન : લાઇફ એન્ડ હાઉ ટુ મેક ઈટ', ક્લેટન ચેરિસ્ટેનેનના 'ધ ઇનોવેટર્સ ડિલેમા', સેમ વોલ્ટનના 'સેમ વોલ્ટનથ મેડ ઈન અમેરિકા', એલિયાહુ ગોલ્ડરેટ્ટના 'ધ ગોલ : એ પ્રોસેસ ઓફ ઓનગોઇંગ ઇમ્પ્રુવમેન્ટ'નો મુખ્યત્વે સમાવેશ થાય છે. પ્રતિ કલાકે સરેરાશ રૂપિયા ૧૨૭ કરોડની કમાણી? યસ્સ, ટેસ્લાના એલન મસ્કની કમાણીનો આ આંક છે.એલન મસ્કને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'દિવસના  અંતે ગમે તેટલો થાકેલો હોઉં  પુસ્તક માટે ૩૦ મિનિટ તો ફાળવી જ લેવી તેવો ક્રમ વર્ષોથી જાળવી રાખ્યો છે. 'થોડા સમય અગાઉ એલન મસ્કે તેમના મનગમતા પુસ્તકોની યાદી  આપી હતી અને તેમાં જે.ઈ.ગોર્ડનના 'સ્ટ્રક્ચર્સ : ઓર વ્હાય થિંગ્સ ડોન્ટ ફોલ ડાઉન', વોલ્ટર આઇઝેકસનના 'આઇન્સ્ટાઇન : હિઝ લાઇફ એન્ડ યુનિવર્સ', 'બેન્જામિન ફ્રેન્ક્લિન: એન અમેરિકન લાઇફ', એરિક એમ કોન્વે-નૂમી ઓર્સેક્સના 'મર્ચન્ટ્સ ઓફ ડાઉટ', પીટર થિયેલના 'ઝીરો ટુ વન: નોટ્સ ઓન સ્ટાર્ટઅપ્સ ઓર હાઉ ટુ બિલ્ડ ફ્યુચર'નો સમાવેશ થાય છે. 

આજે અનેક લોકોના દિવસની શરૂઆત અને અંત ફેસબૂકના દર્શન સાથે થતા હોય છે. પરંતુ ફેસબૂકના માર્ક ઝકરબર્ગ ખૂદ સમય મળે ત્યારે ફેસબૂક કરતાં બૂક વાંચવાનું વધારે પસંદ કરે છે. માર્ક ઝકરબર્ગના મનગમતા પુસ્તકોમાં મિચેલ એલેક્ઝાન્ડરના 'ધ ન્યુ જીમ ક્રો', ડેરોન એકેમોગ્લુ-જેમ્સ રોબિન્સનના 'વ્હાય નેશન્સ ફેઇલ', મેટ્ટ રિડલેના 'ધ રેશનલ ઓપ્ટિમિસ્ટ' મુખ્યત્વે સામેલ છે. 

ટૂંકમાં કહીએ તો,  'મને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ પણ હવે સમય ફાળવી શકતો નથી...' તેવું બહાનું કાઢી પોતાને જ છેતરવાનો પ્રયાસ કરી રહ્યા હોવ ત્યારે એક ક્ષણ માટે આ માંધાતાનો પણ વિચાર કરી લેજો. જેઓ વ્યસ્ત સમય વચ્ચે પણ પુસ્તક વાંચન ભૂલ્યા નથી.

પુસ્તકો સપનામાં આવે અને પૂછે, 'તેં અમને ઓળખ્યાં કે?'

વાત કરતાં કરતાં પુસ્તકો ઓગળે અને અથાગ પાણી થઈને છલકાતાં પૂછે,

'તું ક્યારેય અમારામાં નાહ્યો છે કે ? તર્યો છે કે ?' પુસ્તકો પછી ઘેઘૂર વૃક્ષ થઈ જાય

અને પૂછે, 'અમારાં ફળો ક્યારેય ખાધાં છે કે ? છાયામાં ક્યારેય પોરો ખાધો છે કે ?'

પુસ્તકો ફરફરતો પવન થઈ જાય અને પૂછે, 'શ્વાસ સાથે ક્યારેય અમને હૈયામાં ભર્યાં છે કે ?'

પુસ્તકો આવું કશુંક પૂછતાં રહે એક પછી એક દરેક પ્રશ્નનો મારી પાસે જવાબ નથી હોતો

બેસી રહું ચૂપચાપ બસ એમની સામે જોતો. ક્યારેક પુસ્તકો કાચના કબાટમાં જઈને બેસે

અને કહે, એટલે સરવાળે તો અમારી જિંદગી ફોગટ જ ને પુસ્તકો મૂંગાંમંતર થઈ જાય

ઝૂર્યે જાય જાતને ઊધઈને હવાલે કરે એ -

આખરે આત્મહત્યા કરે ઘરમાં ને ઘરમાં જ બંધ કબાટના કારાગૃહમાં !

- શંકર વૈદ્ય (મરાઠી)

અનુ. અરુણા જાડેજા