- સેલિબ્રેશન-ચિંતન બુચ
- 24 સપ્ટેમ્બર - બોલિવૂડ ડે
- એક સમયે 15 કરોડની આવક સાથે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ 'શોલે'ને નામે હતો
'કૌ ન કમ્બખ્ત બરદાસ્ત કરને કે લિએ પીતા હૈ?' મૈં તો પીતા હું કે બસ સાંસ લે સકું...', 'અનારકલી, સલીમ કી મોહબ્બત તુમ્હે મરને નહીં દેગી ઓર હમ તુમ્હે જીને નહીં દેંગે'..., 'બાબુ મોશાય ઝિન્દગી બડી હોની ચાહીએ, લંબી નહીં...', ' પુષ્પા, આઇ હેટ ટીયર્સ...', 'આપ કે પાંવ દેખે, બહુત હસીન હૈ. ઈન્હે ઝમીન પર મત ઉતારીયે, મૈલે હો જાએંગે..' 'આજ મેરે પાસ બંગલા હૈ, ગાડી હૈ, બેંક બેલેન્સ હૈ, તુમ્હારે પાસ ક્યા હૈ...' -'મેરે પાસ મા હે...', 'મેં આજ ભી ફેંકે હુએ પૈસે નહીં ઉઠાતા...', 'કિતને આદમી થે... ', 'ડોન કો પકડના મુશ્કિલ હી નહીં નામુમકિન હૈ...', 'હમ જહાં પે ખડે હોતે હૈં લાઇન વહી સે શુરુ હોતી હૈ...', 'મોગમ્બો ખુશ હુઆ...', 'રિશ્તેે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ, નામ હૈ શહનશાહ...', 'દોસ્તી કા એક ઉસુલ હૈ, નો સોરી-નો થેન્ક્યુ...'
'કભી કભી કુછ જીતને કે લિએ હારના ભી પડતા હૈ, ઓર હાર કર જીતને વાલે કો બાઝિગર કેહતે હૈ..', 'તારીખ પે તારીખ, તારીખ પે તારીખ મિલતી ગઇ માય લોર્ડ, પર ઇન્સાફ નહીં મિલા...', 'દોસ્ત ફેલ હો જાએ તો દુખ હોતા હૈ લેકિન દોસ્ત ફર્સ્ટ આ જાએ તો ઝયાદા દુખ હોતા હૈ...', 'એક બાર જો મેને કમિટમેન્ટ કર લી તો અપને આપ કી ભી નહીં સુનતા...', 'અગર કિસી ચીઝ કો પૂરે દિલ સે ચાહો તો પૂરી કાયનાત ઉસસે તુમસે મિલાને કી કોશિશ મેં લગ જાતી હૈ...', 'બાપ કા, ભાઇ કા, સબ કા બદલા લેગા તેરા ફૈઝલ...', 'જીતના ભી ટ્ર્રાય કરો કુછના કુછ તો છુટેગા હી ઈસી લિએ યહીં પે ઈસી પલ કા મઝા લેતે હૈ...
;;;
૧૧૦ વર્ષનો ઈતિહાસ ઘરાવતા ભારતીય સિનેમાના સાગરમાં અનેક પૈકીના કેટલાક ડાયલોગમાં છબછબીયાં છે. કહેવાય છે કે, લાંબી મુસાફરી દરમિયાન યુરોપિયનો 'હવામાન કેવું છે?' એમ કહીને અજાણ્યા મુસાફર સાથે વાતનો તંતો બાંધે છે. આપણે ત્યાં આ સ્થાન રાજકારણ, ક્રિકેટ અને સિનેમાએ લીધું છે. આપણે અજાણી વ્યક્તિ સાથે પણ આ ૩માંથી કોઇપણ મુદ્દે કલાકો સુધી ચર્ચા કરી શકીએ છીએ. દર વર્ષે ૨૪ સપ્ટેમ્બરની ઉજવણી 'બોલિવૂડ ડે' તરીકે કરવામાં આવે છે ત્યારે બોલિવૂડની કેટલીક જાણી-અજાણી વાતો થઇ જાય
;;;
- આજકાલ ગદર-૨, જવાન ફિલ્મ તેના રેકોર્ડ કલેક્શનને કારણે ચર્ચામાં છે. આજે કોઇ ફિલ્મ ૧૦૦ કરોડનો બિઝનેસ કરે તો તેને સફળ ગણવામાં આવે છે. એનિવેઝ હિન્દી સિનેમાની સૌ પ્રથમ બ્લોકબસ્ટર ફિલ્મ એટલે ૧૯૪૩માં આવેલી અશોક કુમારની 'કિસ્મત'. આ ફિલ્મે એ વખતે રૂપિય ૧ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ પછી 'મઘર ઇન્ડિયા' રૂપિયા ૪ કરોડ, મુગલ-એ-આઝમ રૂપિયા ૫.૫૦ કરોડ, 'શોલે' રૂપિયા ૧૫ કરોડ, 'હમ આપ કે હૈ કોન' રૂપિયા ૭૨ કરોડ સાથે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની હતી. આમિર ખાનની 'ગજની' એટલે ૧૦૦ કરોડનો બિઝનેસ કરનારી સૌપ્રથમ ફિલ્મ.
- દિગ્ગજ ફિલ્મ મેકર સત્યજીત રે 'ઓસ્કાર' દ્વારા 'લાઇફ ટાઇમ એચિવમેન્ટ'થી સન્માનિત થનારા એકમાત્ર ભારતીય છે. ૧૯૯૨માં આ સન્માન અપાયું ત્યારે કલકતાની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
- કોઇપણ ફિલ્મપ્રેમીએ સંજીવ કુમારની 'અંગૂર' ફિલ્મ જોઇ જ હશે. આ ફિલ્મ વિલિયમ શેક્સપિયરના નાટક 'ધ કોમેડી ઓફ એરર્સ'ના નાટક પરથી બનાવાઇ હતી. અલબત્ત, શેક્સપિયરના આ નાટક પરથી સૌપ્રથમ ફિલ્મ 'દો દૂની ચાર' બની હતી. દેબુ સેન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં કિશોર કુમાર -આસિત સેન ડબલ રોલમાં હતા.
- દેવાનંદની 'ગાઇડ' ફિલ્મ આજે પણ ફિલ્મ મેકર માટે ટેક્સ્ટ બૂક સમાન ગણવામાં આવે છે. 'ગાઇડ' સૌપ્રથમ પશ્ચિમના દર્શકોને ધ્યાનમાં રાખીને અંગ્રેેજીમાં બનાવાઇ હતી. ટેડ ડેનિયલવસ્કી અંગ્રેજી ફિલ્મના ડિરેક્ટર હતા. અલબત્ત, અંગ્રેજીમાં આ ફિલ્મ ઉંધે માથે પછડાઇ હતી. ચેતન આનંદ દ્વારા દિગ્દશત હિન્દી 'ગાઇડ' ફિલ્મ સુપર હિટ રહી હતી. બાય ધ વે, વહિદા રહેમાનના રોઝીના રોલ માટે વૈજન્તિ માલા અને પ્રિયા રાજવંશના નામ ઉપર પણ વિચારણા થઇ હતી.
- મનમોહન દેસાઇની 'અમર અકબર એન્થની'ને આજે પણ લોસ્ટ એન્ડ ફાઉન્ડ ફિલ્મ તરીકે યાદ કરવામાં આવે છે. આ ફિલ્મના બીજ એક ન્યૂઝમાંથી આવ્યા હતા. બન્યુ એમ કે, એક સમાચાર આવ્યા કે એક પિતા તેના ત્રણ સંતાનોને થોડા સમય માટે બગીચામાં મૂકીને ગયા હતા. તે થોડી વાર પછી ત્યાં આવ્યા ત્યારે બાળકો નહીં મળતાં તેમણે આત્મહત્યા કરી હતી. આ સમાચાર વાંચ્યા બાદ મનમોહન દેસાઇને વિચાર આવ્યો કે જો આ પિતાએ આત્મહત્યા જ કરી ન હોત તો તેમનું જીવન હોત અને તેમના બાળકોને હિન્દુ, મુસ્લિમ અને ક્રિશ્ચિયનના ઘરમાં આશરો મળ્યો હોત તો? બસ, આ વિચાર પરથી તેમને આ ફિલ્મ બનાવી. આ ફિલ્મના ડાયલોગ લખવા માટે કાદર ખાનને રૂપિયા ૨૫ હજારની ફી અપાઇ હતી.
- કુંદન શાહનીકલ્ટ ક્લાસિક 'જાને ભી દો યારો' સાડા ત્રણ કલાકની ફિલ્મ હતી. પરંતુ ટેક્સના ભારણથી બચવા માટે ફિલ્મની લંબાઇ ઘટાડીને ૨.૨૪ કલાકની કરી દેવાઇ હતી.
- ફિલ્મ સ્ટાર દ્વારા અપનાવાતી સ્ટાઇલ ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઇ જાય છે. જેમકે ૧૯૬૦માં આવેલી મુગલ-એ-આઝમ ફિલ્મમાં મધુબાલાએ પહેરેલો ડ્રેસ અનારકલી તરીકે આજે પણ લોકપ્રિય છે. સાધના કટનો જન્મ કઇ રીતે થયો તેની પાછળ પણ રસપ્રદ કહાણી છે. બન્યુ એમ કે, ડેબ્યુ ફિલ્મ 'લવ ઈન શીમલા'ના શૂટ વખતે સાધનાના પહોળા કપાળથી ડિરેક્ટરને લાગ્યું કે 'કુછ જમ નહીં રહા..' આ પછી સાધનાએ બ્રિટિશ અભિનેત્રી ઓડ્રે હેપબર્ન જેમ કપાળના ભાગમાં વાળ આગળ રાખવા સૂચવ્યું. બસ, પછી સાધના કટ સ્ટાઇલે બે દાયકા સુધી દબદબો જમાવ્યો હતો. આ જ રીતે રાજેશ ખન્નાના ગુરુ કોલર, અમિતાભ બચ્ચનની હેરસ્ટાઇલ-બેલ બોટમ ટ્રાઉઝર્સ-પહોળા કોલર વાળો શર્ટની સ્ટાઇલ પણ ખાસ્સી લોકપ્રિય બની હતી.
- આજે બાયોપિક બનવી સામાન્ય થઇ ગઇ છે.
અલબત્ત, હિન્દી સિનેમાની સૌ પ્રથમ સત્તાવાર રીમેક ૧૯૭૭માં આવેલી શ્યામ બેનેગલની ફિલ્મ 'ભૂમિકા' કહી શકાય. આ ફિલ્મમાં સ્મિતા પાટીલે મરાઠી અભિનેત્રી હંસા વાડકરનો રોલ કર્યો હતો.
- હાથી મેરે સાથે, તેરી મહેરબાનિયા, આંખે, મૈને પ્યાર કિયા, એન્ટરટેઇન્મેન્ટ આ ફિલ્મો વચ્ચે એક સામ્યતા એ છે કે તેમાં પ્રાણીનું પણ એક યાદગાર પાત્ર હતું. પ્રાણીનું પણ એક પાત્ર હોય તેવી સૌપ્રથમ ફિલ્મ એટલે ૧૯૬૦માં આવેલી દિલીપ કુમારની ફિલ્મ 'કોહિનૂર.' આ ફિલ્મમાં હાથી, શ્વાન, બિલાડી નહીં પણ નોળિયાનું પાત્ર હતું.
- ૧૯૫૦માં નોબલ પુરસ્કારથી સન્માનિત ગણિતશાસ્ત્રી બર્ટાન્ડ રસેલે ૧૯૬૭માં આવેલી રાજેન્દ્ર કુમારની ફિલ્મ 'અમન'માં મહેમાન કલાકારની ભૂમિકા ભજવી હતી.
- ૧૯૬૧માં આવેલી ફિલ્મ ઝૂમરુનું 'કોઇ હમદમ ના રહા....' અને ૧૯૬૮માં આવેલી પડોસન ફિલ્મનું 'એક ચતુર નાર..' આજે પણ ફિલ્મચાહકોમાં લોકપ્રિય છે. આ બંને ગીતમાં સૌપ્રથમ સંગીત સરસ્વતી દેવી દ્વારા સ્વતંત્રતા અગાઉ અપાયું હતું. 'કોઇ હમદમ ના રહા....' ગીત ૧૯૩૬માં આવેલી ફિલ્મ જીવન નૈયામાં અશોક કુમાર દ્વારા ગાવામાં આવ્યું હતું. આ જ રીતે 'એક ચતુર નાર..' સૌપ્રથમ ૧૯૪૧માં આવેલી ફિલ્મ 'જોલા'માં હતું. આ ગીતને આર.ડી. બર્મને પડોસન ફિલ્મમાં પોતાનો અલાયદો ટચ આપી દીધો હતો.
- વાત ગીતની જ થઇ રહી છે તો 'અમર અકબર એન્થની'નું ગીત 'હમ કો તુમ સે હો ગયા હૈ પ્યાર ક્યા કરે...દ' એકમાત્ર એવું ગીત છે જેમાં મોહમ્મદ રફી, મુકેશ, કિશોર કુમાર અને લતા મંગેશકરે એકસાથે અવાજ આપ્યો છે.
- ૧૯૪૦માં આવેલી હિરેન્દ્ર કુમારની ફિલ્મ 'અફ્રિકા મેં હિન્દ' વિદેશમાં શૂટ થયેલી બોલિવૂડની પ્રથમ ફિલ્મ હતી. સ્વતંત્રતા બાદ વિદેશમાં શૂટ કરનારી સૌપ્રથમ બોલિવૂડ ફિલ્મ અશોક કુમાર-નલિની જયવંતની 'નાઝ' હતી.
- બોલિવૂડમાં 'શોલે' એક માઇલસ્ટોન સમાન ફિલ્મ છે. પરંતુ તેને ફિલ્મફેરમાં એકમાત્ર એવોર્ડ એડિટિંગ માટે મળ્યો હતો.
- ૨૦૦૩માં આવેલી ફિલ્મ 'એલઓસી કારગિલદ ૪.૨૫ કલાક સાથે સૌથી લાંબી ફિલ્મનો રેકોર્ડ ધરાવે છે. -
- ૨૦ અભિનેત્રીઓએ રિષી કપૂરની ફિલ્મમાં પદાર્પણ કર્યું છે, જે રેકોર્ડ છે.
- ૨૦૧૧માં આવેલી રણબીર કપૂરની ફિલ્મ રિવર્સ ઓર્ડરમાં એટલે કે ક્લાઇમેક્સથી બિગિનિંગ એ રીતે શૂટ થઇ હતી.


