FOLLOW US

ભારતવાસી મેં ઈતના ભુખમરા હૈ કી જૂતે ભી ખા જાતા હૈ...

Updated: Sep 12th, 2023


- સેલિબ્રેશન - ચિંતન બુચ

- હિન્દી ભાષાના અનેક પૈકીના કેટલાક મહાન સાહિત્યકારોની ચુનંદા રચનાનો રસાસ્વાદ

- ૧૪ સપ્ટેમ્બર  - હિન્દી દિવસ

'હૃ દયની કોઇ ભાષા નથી, હૃદય-હૃદયથી વાત કરે છે અને હિન્દી હૃદયની ભાષા છે. હિન્દુસ્તાન માટે દેવનાગરી  લિપિનો જ ઉપયોગ થવો જોઇએ, નહીં કે રોમન લિપિનો. હિન્દી ભાષા પ્રત્યે મારા પ્રેમથી દરેક હિન્દીપ્રેમી પરિચિત છે. હિન્દી ભાષાનો પ્રશ્ન સ્વરાજ્યનો પ્રશ્ન છે. ભારતમાં પરસ્પર વ્યવહાર માટે એવી ભાષાની જરૂર છે જેને મોટાભાગના નાગરિરો જાણી-સમજી શકતા હોય અને આ દ્રષ્ટિએ હિન્દી સર્વશ્રેષ્ઠ છે.'

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ હિન્દી ભાષા અંગે રજૂ કરેલા વિચારનો આ અંશ છે. ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ના હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી. આમ, દર વર્ષે ૧૪ સપ્ટેમ્બરની ઉજવણી 'હિન્દી ભાષા' તરીકે કરવામાં આવે છે. 'હિન્દી દિવસ' નિમિત્તે હિન્દી ભાષાના અનેક પૈકીના કેટલાક મહાન સાહિત્યકારોની એવી ચુનંદારચનાનો રસાસ્વાદ માણીએ જે કોઇ પણ સમયે  પ્રસ્તુત જ લાગે.

 ; ; ;

મુન્શી પ્રેમચંદ  (૩૧ જુલાઇ ૧૮૮૦-૮ ઓક્ટોબર ૧૯૩૬)

- જેવી રીતે અંગ્રેજોની ભાષા અંગ્રેેજી, જાપાનની ભાષા જાપાની, ઈરાનની ભાષા ઇરાની, ચીનની ભાષા ચાઇનિઝ છે તેવી જ રીતે હિન્દુસ્તાનની કોમી ભાષાને આ આધારે હિન્દુસ્તાની કહેવું યોગ્ય જ છે. 

- સાચો કવિ તેના શબ્દોથી ચિત્ર રજૂ કરી દે છે. આ જ રીતે સાચા ફોટોગ્રાફરની વિશિષ્ટતા એ છે કે તેની તસવીરમાં કવિતાની ઝલક જોવા મળે.  

- ધનથી વ્યક્તિને સન્માન મળે છે. પરંતુ તે સન્માન તેના માટે નહીં પણ તેના ધન માટે હોય છે. 

- હું એક મજૂર છું અને જે દિવસે લખી શકું નહીં તે દિવસે મને અન્નનો દાણો મોઢામાં મૂકવા કોઇ જ હક નથી.

- દેશ કા ઉદ્ધાર વિલાસિયોં દ્વારા નહીં હો સકતા. ઉસકે લિએ સચ્ચા ત્યાગી હોના આવશ્યક હૈ.

- ક્રોધ અત્યંત કઠોર હોતા હૈ. વહ દેખના ચાહતા હૈ કિ મેરા એક-એક વાક્ય નિશાને પર બૈઠા હૈ યા નહીં. વહ મૌન કો સહન નહીં કર સકતા. એસા કોઇ ઘાતક શસ્ત્ર નહીં હૈ જો ઉસકી શસ્ત્રશાલા મેં ન હો, પર મૌન વહ મન્ત્ર હૈ જિસકે આગે ઉસકી સારી શક્તિ વિફલ હો જાતી હૈ.

 ; ; ;

હરિશંકર પરસાઇ (૨૨ ઓગસ્ટ ૧૯૨૪-૧૦ ઓગસ્ટ ૧૯૯૫)

- દિશાહીન, બેકાર, હતાશ, નકારાત્મક, વિધ્વંસવાદી બેરોજગારો યુવકોની ભીડ ખૂબ જ જોખમી હોય છે. તેમનો ઉપયોગ મહત્ત્વકાંક્ષી, જોખમી વિચારધારા ધરાવનારી વ્યક્તિ અને જૂથ દ્વારા થઇ શકે છે. આવા જ ટોળાનો ઉપયોગ નેપોલિયન, હિટલર અને મુસોલિની દ્વારા કરવામાં આવ્યો હતો. 

- મધ્યમ વર્ગની વ્યક્તિ વિચિત્ર હોય છે. એક તરફ તેનામાં ઉચ્ચ વર્ગની મહત્ત્વકાંક્ષા હોય છે અને બીજી તરફ ગરીબ જેવી દીનતા હોય છે. અહંકાર અને દીનતાના મિશ્રણથી બનેલું તેમનું વ્યક્તિત્વ ખૂબ વિચિત્ર હોય છે. મોટા સાહેબની પાછળ-પાછળ તે પૂંછડી પટપટાવતા ફરે છે અને પટ્ટાવાળા સામે તે સિંહ બની જાય છે. 

- મારા માટે એક નવી સમસ્યા સર્જાઈ  છે. જ્યારે હું એવી વાત કરું છું જેનાથી મને શરમ આવવી જોઇએ, ત્યારે તેના પર લોકો હસી-હસીને તાળી પાડવા લાગે છે. 

- 'જૂતે ખા ગયે' અજબ મુહાવરા હૈ. જૂતે તો મારે જાતે હૈં. વે ખાયે કૈસે કૈસે જાતે હૈં? મગર ભારતવાસી ઈતના ભુખમરા હૈ કી જૂતે ભી ખા જાતા હૈ.

- આપણામાંથી મોટાભાગનાએ પોતાની કલમને વૈશ્યા બનાવી દીધી છે, જે પૈસા માટે કોઇ પણ સાથે પડખું ફેરવવા તૈયાર થઇ જાય છે. સત્તા આ પ્રકારના કલમ સાથે દુષ્કર્મ કરી લે છે અને આપણે તેની ફરિયાદ પણ નોંધાવી શકતા નથી.

- અર્થશાસ્ત્ર જબ ધર્મશાસ્ત્ર કે ઉપર ચઢ બૈઠતા હૈ તબ ગોરક્ષા આંદોલન કે નેતા જૂતોં કી દુકાન ખોલ લેતે હૈં.

- સરકારનું કહેવું છે કે અમે ઉંદરોને પકડવા પાંજરાઓ રાખ્યા છે, એમાંથી એકાદ પાંજરાની તો અમે તપાસ પણ કરી છે, આ પાંજરામાં પુરાવવા માટેનો દરવાજો બહાર નીકાળવાના દરવાજા કરતાં પણ મોટો છે. ઉંદર દરવાજાથી ભલે ફસાય પણ બહારના દરવાજાથી ઝડપથી બહાર નીકળી જાય છે.

- અચ્છી આત્મા ફોલ્ડિંગ કુર્સી કી તરહ હોની ચાહિએ. જરૂરત પડી તબ ફૈલાકર બૈંઠ ગએ, નહીં તો મોડકર કોને સે ટિકા દિયા.

- આ દેશમાં બુદ્ધિજીવીઓ સિંહ છે પણ તે  શિયાળના વરઘોડામાં બેંડ વગાડવાનું કામ કરે છે.

- દૂસરે દેશો મેં ગાય દૂધ કે ઉપયોગ કે લિએ હોતી હૈ, હમારે યહાં દંગા કરને, આંદોલન કરને કે લિએ હોતી હૈ. હમારી ગાય ઔર ગાયોં સે ભિન્ન હૈ.

- આત્મવિશ્વાસ ધનનું હોય છે, વિદ્યાનું પણ હોય છે અને શક્તિનું પણ હોય છે. પરંતુ સૌથી વધુ આત્મવિશ્વાસ અણસમજુને હોય છે. 

- વ્યસ્ત વ્યક્તિને કામ કરવામાં જેટલી બુદ્ધિની જરૂર પડે છે તેનાથી વધુ બુદ્ધિ બેકાર વ્યક્તિને સમય પસાર કરવામાં જોઇએ છે. 

- નાગરિકો જ્યારે આર્થિક ન્યાયની માગણી કરે ત્યારે તેમને બીજી કોઇ બાબતમાં ગૂંચવી દેવામાં ના આવે તો તે જોખનમી પુરવાર થઇ શકે છે.

 ; ; ;

ડો. ધર્મવીર ભારતી (૨૫ ડિસેમ્બર ૧૯૨૬-૪ સપ્ટેમ્બર ૧૯૯૭)

ટુકડે-ટુકડે હો બિખર ચુકી મર્યાદા, ઉસકો દોનોં હી પક્ષોં ને તોડા હૈ, પાન્ડવને કુછ કમ કૌરવને કુછ જ્યાદા. યહ રક્તપાત અબ કબ સમાપ્ત હોના હૈ, યહ અજબ યુદ્ધ હૈ નહીં કિસી કી ભી જય, 

દોનો પક્ષોં કો ખોના હી ખોના હૈ. અન્ધો સે શોભિત થા યુગ કા સિંહાસન, દોનોં હી પક્ષોં મેં વિવેક હી હારા, દોનોં હી પક્ષોં મેં જીતા અન્ધાપન -ભય કા અન્ધાપન, મમતા કા અન્ધાપન, અધિકારોં કા અન્ધાપન જીત ગયા....

- અન્ધા યુગ 

 ; ; ;

રામધારી સિંહ દિનકર (૨૩ સપ્ટેમ્બર ૧૯૦૮-૨૧ એપ્રિલ ૧૯૭૪)

સૌભાગ્ય ન સબ દિન સોતા હૈ, દેખેં, આગે ક્યા હોતા હૈ. જબ નાશ મનુજ પર છાતા હૈ, પહલે વિવેક મર જાતા હૈ. સમર શેષ હૈ, નહીં પાપ કા ભાગી કેવલ વ્યાધ, જો તટસ્થ હૈં, સમય લિખેગા ઉનરે ભી અપરાધ. સચ હૈ, વિપત્તિ જબ આતી હૈ, કાયર કો દહલાતી હૈ, સૂરમા નહીં વિચલિત હોતે, ક્ષણ એક નહીં ધીરજ ખોતે.

 ; ; ;

હરિવંશરાય બચ્ચન (૨૭ નવેમ્બર ૧૯૦૭-૧૮ જાન્યુઆરી ૨૦૦૩)

જીવન કી આપાધાપી મેં કબ વક્ત મિલા કુછ દેર કહીં પર બૈઠ કભી યહ સોચ શકૂં. જો કિયા, કહા, માના, ઉસમેં ક્યા બુરા ભલા. જિસ દિન મેરી ચેતના જગી મૈને દેખા મૈં ખડા હુઆ હૂં ઈસ દુનિયા કે મેલે મેં...મેલા જિતના ભડકીલા રંગ-રંગીલા થા, માનસ કે અંદર ઉતની કમજોરી થી, જિતના સંચિત કરને કી ખ્વાહીશ થી, ઉતની હી છોટી અપને કર કી જોરી થી....

 ; ; ;

કુંવર નારાયણ (૧૧ સપ્ટેમ્બર ૧૯૨૭-૧૫  નવેમ્બર ૨૦૧૭)

કિતના સ્પષ્ટ હોતા આગે બઢતે જાને કા મતલબ અગર દસોં દિશાએં હમારેં સામને હોતીં, હમારે ચારો ઓર નહી. કિતને આસાન હોતા ચલતે ચલે જાના યદિ કેવલ હમ ચલતે હોતે બાકી સબ રુકા હોતા....દુર્ગમ વનોં ઔર ઊંચે પર્વતોં કો જીતતે હુએ જબ તુમ અંતિમ ઉંચાઇ કો ભી જીત લોગે-જબ તુમ્હેં લગેગા કિ કોઇ અંતર નહીં બચા અબ તુમમેં ઔર ઉન પત્થરોં કી કઠોરતા મેં જીન્હેં તુમને જીતા હૈ--જબ તુમ અપને મસ્તક પર બર્ફ કા પહલા તૂફાન જેલોગે ઔર કાંપોગે નહીં- તબ તુમ પાઓગે કિ કોઇ ફર્ક નહીં સબ કુછ જિત લેને મેં ઔર અંત તક હિમ્મત ન હારને મેં....

 ; ; ;

દુષ્યંત કુમાર (૧ સપ્ટેમ્બર ૧૯૩૩-૩૦ ડિસેમ્બર ૧૯૭૫) 

હો ગઇ હૈ પીર પર્વત-સી પિઘલની ચાહિએ, ઈસ હિમાલય સે કોઇ ગંગા નિકલની ચાહિએ. આજ યહ દીવાર, પરદોં કી તરહ હિલને લગી, શર્ત લેકિન થી કિ યે બુનિયાદ હિલની ચાહિએ. સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, સારી કોશિશ હૈ કી યે સૂરત બદલની ચાહિએ. મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી, હો કહીં ભી આગ, લેકિન આગ જલની ચાહિએ...

 ; ; ;

આ ઉપરાંત મહાદેવી વર્મા, જયશંકર પ્રસાદ, યશપાલ, ક્રિષ્ના સોબતી, સૂર્યકુમાર ત્રિપાઠી, અમૃતા પ્રિતમ, કમલેશ્વર, વિષ્ણુ પ્રભાકર, ભારતેન્દુ હરિશચન્દ્ર, અગ્નેય, નિર્મલ વર્મા, ભીષ્મ સાહની જેવા અનેક સાહિત્યકારો દ્વારા  હિન્દી સાહિત્યના સાગરમાં એવું યોગદાન આપવામાં આવ્યું છે જેમાં જ્યારે પણ ડૂબકી લગાવો ત્યારે તેમાંથી મોતી જ મળે.

Gujarat
English
Magazines