- ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના પ્રમુખ બનવાનો વિચાર માઇકલ સેવેજે જ પોડકાસ્ટ દરમ્યાન આપ્યો હતો : બંને અમેરિકાના ઉદ્ધારકનો ચહેરો રાખીને ફરે છે
- વિવિધા-ભવેન કચ્છી
- માઈકલ સેવેજ માત્ર એક રેડિયો હોસ્ટ નથી, પણ તે બદલાતા જમાનાનું એક એવું પ્રતિબિંબ છે જ્યાં 'તથ્ય' કરતા 'તર્ક' અને 'માહિતી' કરતા 'લાગણી' વધુ વેચાય છે.
- ટ્રમ્પને માઇકલ સેવેજ આટલી સરળતાથી મળી શકે છે
જ્યા રે કોઈ દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ કોઈ રેડિયો હોસ્ટના નિવેદનને રિપોસ્ટ કરે, ત્યારે સમજવું કે તે વ્યક્તિ માત્ર 'હોસ્ટ' નથી, પણ એક વિચારધારાનો સ્તંભ છે. અમેરિકાના માઈકલ સેવેજ એક એવું નામ છે જેમના માટે 'વિવાદ' એ તેમનો પર્યાય બની ગયો છે. તાજેતરમાં ભારત અને ચીન માટે 'નર્કનું દ્વાર' શબ્દ વાપરીને તેમણે ફરી એકવાર સાબિત કર્યું છે કે તેમના શબ્દોમાં એટલું જ ઝેર છે જેટલું બે દાયકા પહેલા હતું. માઇકલ સેવેજની પોડકાસ્ટ દુનિયા અને ટ્રમ્પ જોડેની સાંઠગાંઠની મેલી મુરાદ જાણવા જેવી છે.
ખરું નામ એલન છે. ૩૧ માર્ચ, ૧૯૪૨ના રોજ જન્મેલા માઈકલ સેવેજ અત્યારે ૮૪ વર્ષના છે. તેમનું અસલી નામ માઈકલ એલન વિનર છે. એક રસપ્રદ વાત એ છે કે, જે વ્યક્તિ આજે કટ્ટર જમણેરી ગણાય છે, તે યુવાનીમાં ખૂબ જ અલગ હતી. તેમણે 'એથનોબોટની' (વનસ્પતિશાસ્ત્ર)માં પીએચ.ડી. કરેલું છે અને વર્ષો સુધી સ્વાસ્થ્ય, પોષણ અને વનસ્પતિઓ પર પુસ્તકો લખ્યા હતા. પરંતુ ૧૯૯૦ના દાયકામાં તેમણે પોતાનું નામ બદલીને 'માઈકલ સેવેજ' કર્યું અને રેડિયોની દુનિયામાં કદમ મૂક્યો. 'સેવેજ' શબ્દનો અર્થ જ 'ક્રૂર' કે 'જંગલી' થાય છે, જે તેમની વાતચીતની શૈલીને અનુરૂપ હતો.
અમેરિકાનો રક્ષક
૧૯૯૪માં સાન ફ્રાન્સિસ્કોના એક નાના સ્ટેશનથી શરૂ થયેલી તેમની સફર જોતજોતામાં આખા અમેરિકામાં ફેલાઈ ગઈ. તેમનો શો '્રી જીચપચયી શર્ચૌહ' અમેરિકાના ટોચના ત્રણ રેડિયો શોમાં સ્થાન પામ્યો.
તેણે નક્કી કર્યું કે અમેરિકામાં ગોરાઓ વચ્ચે લોકપ્રિય થવું અને રીપબ્લિકન પક્ષના એજેન્ડાને તેની વિચારધારા તરીકે લોન્ચ કરવી. આ એક પૂર્વઆયોજિત જંગી નાણાં કમાવવાની તેની વ્યૂહનીતિ રહી છે.
અમેરિકાની સરહદ, ભાષા અને સંસ્કૃતિના રક્ષકની છબી તેમણે બનાવી. તેના પોડકાસ્ટનો કેન્દ્રીય સુર એવો રહે છે કે આ ત્રણ આગવી ઓળખ વગર અમેરિકા ટકી શકે નહીં.
સેવેજ કોઈની શરમ રાખ્યા વગર અત્યંત આક્રમક ભાષામાં વાત કરે છે. તેઓ ઈમિગ્રન્ટ્સ, ઉદારવાદીઓ અને મુસ્લિમ દેશો પર આકરા પ્રહારો કરવા માટે જાણીતા છે.
સેવેજના વિવાદ
સેવેજની કારકિર્દી વિવાદોની હારમાળા છે. તેમના કેટલાક સૌથી ચર્ચિત કિસ્સાઓ :
સ્જીશમ્ભમાંથી હકાલપટ્ટી : ટીવી પર એક લાઈવ શો દરમિયાન એક ટ્રાન્સજેન્ડર શ્રોતા સાથેની ફોન પરની વાતચીત દરમ્યાન ઉગ્રતાથી તેમણે કહ્યું હતું કે, 'તમારા જેવા ડુક્કરોએ તો 'એઇડ્સ'થી મરી જવું જોઈએ.' સેવેજ તેના શોમાં લેસ્બીયન અને ગે સમુદાય માટે પણ ખુબ હલકા સ્તરનું બોલતા હતાં. આવા નિવેદનો પછી તેમને તરત જ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
ઓટિઝમ વિવાદ : તેમણે એકવાર કહ્યું હતું કે, 'ઓટિઝમ એ કોઈ બીમારી નથી, પણ બાળકોની બદમાશી અને વાલીઓની નબળાઈ છે. બાળકોને અભ્યાસ કે પ્રવૃત્તિ ન કરવી હોઈ ઓટીઝમનું નાટક કરે છે. વાલીઓ તેમના આવા નબળા સંતાન સમાજમાં ખુલ્લા ન પડી જાય એટલે તેમના સંતાનને ઓટીઝમ છે તેમ પણ પ્રચાર કરે છે' તેમની આવી કોમેન્ટથી આખા અમેરિકાના વાલીઓ રસ્તા પર આવી ગયા હતા.
બ્રિટન દ્વારા પ્રતિબંધ : દુનિયાના ઇતિહાસમાં બહુ ઓછા રેડિયો હોસ્ટ એવા હશે જેમના પર કોઈ દેશે પ્રતિબંધ મૂક્યો હોય. બ્રિટને તેમને 'નફરત ફેલાવનારા' કહીને દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો.૨૦૦૯માં તેમના પર લાગેલ પ્રતિબંધ આજે પણ જારી છે. તેમણે બ્રિટનમાં વસતા લઘુમતી નાગરિકોનો સંહાર કરવો જોઈએ બાકી બ્રિટનની ઇમેજ અને સંસ્કૃતિ નષ્ટ થઈ જશે તેવા પોડકાસ્ટ કર્યા હતાં.
હવે સેવેજે થોડા દિવસો પહેલા કહ્યું કે ભારત અને ચીન ધલ્લીનનર્રનીજધ છે.નર્કની ખાડી જેવા દેશ છે.
સ્ટુડિયો અને જીવનશૈલી
સેવેજ તેમનો શો મોટાભાગે સાન ફ્રાન્સિસ્કોમાં તેમના આધુનિક હોમ સ્ટુડિયોમાંથી કરે છે. તેમની કમાણી કરોડોમાં છે. માત્ર રેડિયો જ નહીં, પણ તેમના પોડકાસ્ટ અને પુસ્તકો દ્વારા તેઓ વાર્ષિક અબજો રૂપિયાની કમાણી કરે છે. તેઓ ઘણી વખત વિડીયો પોડકાસ્ટ વખતે તેમના હાથમાં તેના ટેડી નામના કુતરાને પકડીને તેને પંપાળતા મહેમાન જોડે વાત કરે છે. બેકગ્રાઉન્ડમાં એન્ટિક અને પુસ્તકો રાખે છે.
ટ્રમ્પ -સેવેજની જોડી
ડોનાલ્ડ ટ્રમ્પ અને માઈકલ સેવેજ વચ્ચેનો સંબંધ માત્ર પત્રકાર અને રાજકારણી જેવો નથી, પણ એક ઊંડા વૈચારિક જોડાણ જેવો છે. ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ પદની રેસમાં પણ નહોતા, ત્યારથી તેઓ સેવેજના શોમાં નિયમિત હાજરી આપતા હતા.
ટ્રમ્પ અને સેવેજ વચ્ચેના જૂના ઈન્ટરવ્યુની કેટલીક મહત્ત્વની હાઈલાઈટ્સ પરથી સ્પષ્ટ થાય છે કે કેવી રીતે સેવેજે ટ્રમ્પની વિચારધારા ઘડવામાં મદદ કરી હતી :
ઓબામા પર પ્રહાર
જ્યારે ટ્રમ્પ હજુ એક બિઝનેસમેન હતા, ત્યારે સેવેજના શોમાં તેમણે ઓબામાના જન્મના પ્રમાણપત્ર વિશે ચર્ચા કરી હતી.ઓબામા કઈ રીતે અમેરિકાનું પતન કરી રહ્યા છે તે મુદ્દો પણ છેડયો હતો.
આ ઈન્ટરવ્યુમાં સેવેજે ટ્રમ્પને પ્રશ્ન કર્યો હતો કે, 'શું તમે અમેરિકાને બચાવવા માટે મેદાનમાં ઉતરશો? અમેરિકાને હવે તમારા જેવા બાહોશ નેતાની જરૂર છે જે બીઝનેસ મેન પણ હોય. દુનિયાને ડરાવી પણ શકે.'
એવું કહેવાય છે કે આ પ્રશ્ન પછી જ ટ્રમ્પના મનમાં 'રાષ્ટ્રપતિ' બનવાના બીજ રોપાયા હતાં.
ટ્રમ્પનો મેનિફેસ્ટો
ટ્રમ્પે જ્યારે પોતાની ઉમેદવારી જાહેર કરી, ત્યારે સેવેજ તેમના સૌથી મોટા સમર્થક બનીને ઉભર્યા હતા. ટ્રમ્પે સેવેજની સલાહ પ્રમાણે જ 'અમેરિકા ફર્સ્ટ' અને 'મેક અમેરિકા ગ્રેટ અગેઇન'નું નેરેશન વહેતુ કર્યું હતું.
સેવેજે ટ્રમ્પને પોડકાસ્ટમાં પ્રથમ ટર્મની ચૂંટણી અગાઉ પૂછયું હતું કે 'તેઓ મેક્સિકોની બોર્ડર પર દીવાલ કેવી રીતે બનાવશે.'
ટ્રમ્પે જવાબ આપ્યો હતો કે, 'માઈકલ, તમે વર્ષોથી જે 'બાર્ર્ડર'ની વાત કરો છો, હું તેને હકીકત બનાવીશ.'
આ ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે તેઓ સેવેજના પુસ્તકો વાંચે છે. સેવેજનું સૂત્ર 'સરહદ, ભાષા અને સંસ્કૃતિ બચાવો' તે ટ્રમ્પના અભિયાનનો પાયો બન્યો હતો.
હિંમતભર્યો સંવાદ
ચૂંટણીના થોડા દિવસો પહેલા જ સેવેજે ટ્રમ્પનો ઈન્ટરવ્યુ લીધો હતો, જે લાખો લોકોએ સાંભળ્યો હતો.
સેવેજે ટ્રમ્પને ચેતવણી આપી હતી કે 'ડીપ સ્ટેટ' (સરકારી તંત્રના શક્તિશાળી લોકો) તેમને હરાવવાના પ્રયત્નો કરશે. ટ્રમ્પે સેવેજને વચન આપ્યું હતું કે 'તમારી આ સલાહને યાદ રાખી આવા તત્વોને ડામી દઈશ અને જો હું જીતીશ, તો તમે વ્હાઈટ હાઉસમાં મારા મહેમાન હશો.'
આ સંવાદે ટ્રમ્પના સમર્થકોમાં એક એવી છાપ ઉભી કરી કે ટ્રમ્પ અને સેવેજ બંને 'સિસ્ટમ'ની વિરુદ્ધ લડી રહ્યા છે.
વ્હાઇટ હાઉસમાં ડિનર
રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પે માઈકલ સેવેજને વચન આપ્યા પ્રમાણે વ્હાઈટ હાઉસમાં ડિનર માટે બોલાવ્યા હતા. રેડિયો જ નહીં પોડકાસ્ટ અને પ્રિન્ટ -ડિજિટલ મીડિયાના ઈતિહાસમાં આ એક વિરલ ઘટના હતી.
ડિનર પછીના શોમાં સેવેજે ખુલાસો કર્યો હતો કે તેમણે ટ્રમ્પને ઈમિગ્રેશન અને રાષ્ટ્રીય સુરક્ષા પર કડક વલણ અપનાવવા સલાહ આપી હતી. સેવેજ કોઈ સત્તાવાર પદ પર નહોતા, છતાં ટ્રમ્પ પર તેમનો પ્રભાવ એટલો રહ્યો છે કે નીતિવિષયક નિર્ણયોમાં તેમની છાપ દેખાય છે .
ટ્રમ્પના ઈન્ટરવ્યુમાં એક વાત કોમન રહેતી. સેવેજ હંમેશા પૂછતા કે, 'શું તમે રશિયા, ચીન અને ભારત જેવા દેશો સામે અમેરિકાનું હિત જાળવશો?'
ભારત સંદર્ભે : સેવેજ હંમેશા ભારતને 'આઉટ સોર્સિંગ' અને 'એચ વન બી વિઝા'ના સંદર્ભમાં જોતા આવ્યા છે. તેમના મતે ભારત અમેરિકાની નોકરીઓ છીનવી લે છે. ટ્રમ્પના 'અમેરિકા ફર્સ્ટ' વલણમાં સેવેજની આ શંકાસ્પદ વિચારધારાનો મોટો ફાળો રહ્યો છે.
યાદગાર સંવાદો
સેવેજ : 'ડોનાલ્ડ, આ દેશ એક બીમાર માણસ જેવો બની ગયો છે. ચારેબાજુથી ઈમિગ્રન્ટ્સ આપણને ઘેરી રહ્યા છે. શું તમને નથી લાગતું કે આપણે કોઈ બિઝનેસમેનની જરૂર છે જે આ 'ડીલ' સુધારી શકે?'
ટ્રમ્પ : 'માઈકલ, તમે બિલકુલ સાચા છો. આપણા નેતાઓ મૂર્ખ છે. તેઓ ચીન અને ભારત પાસે લૂંટાઈ રહ્યા છે. જો હું મેદાનમાં આવીશ, તો સૌથી પહેલા આપણી સરહદો સીલ કરીશ. આપણે ફરીથી જીતવાનું શરૂ કરવું પડશે.
સેવેજ : 'મેં વર્ષો સુધી મારા પુસ્તકોમાં લખ્યું છે કે જો તમારી પાસે સરહદ નથી, ભાષા નથી અને પોતાની સંસ્કૃતિ નથી, તો તમારી પાસે દેશ નથી. શું તમે આ વાત માનો છો?'
ટ્રમ્પ : 'મેં તમારા પુસ્તકો વાંચ્યા છે અને હું તમારી સાથે ૧૦૦% સહમત છું. આપણે દીવાલ બનાવીશું અને તે પણ મજબૂત દીવાલ. આપણે આપણી સંસ્કૃતિને આ રીતે નષ્ટ થવા દઈ શકીએ નહીં.'
સેવેજ : 'આ ન્યૂયોર્ક ટાઈમ્સ અને સી.એન.એન.વાળા આપણને નફરત કરે છે કારણ કે આપણે સત્ય બોલીએ છીએ.'
ટ્રમ્પ : 'તેઓ દુનિયાના સૌથી ભ્રષ્ટ લોકો છે, માઈકલ. પણ તમારા જેવો અવાજ હોય ત્યાં સુધી તેઓ આપણને રોકી શકશે નહીં. તમારો શો લાખો લોકો માટે સત્યનો સ્ત્રોત છે.
આપણી જવાબદારી
માઈકલ સેવેજ માત્ર એક રેડિયો હોસ્ટ કે પોડકાસ્ટર નથી, પણ તે બદલાતા જમાનાનું એક એવું પ્રતિબિંબ છે જ્યાં 'તથ્ય' કરતા 'તર્ક' અને 'માહિતી' કરતા 'લાગણી' વધુ વેચાય છે. ૮૪ વર્ષની ઉંમરે પણ જે ઉત્સાહથી તેઓ માઈક સામે બેસીને ભારત જેવા લોકશાહી દેશો વિરુદ્ધ ઝેર ઓકે છે, તે સાબિત કરે છે કે વૈશ્વિક સ્તરે 'ઈમેજ વોર' (છબીનું યુદ્ધ) હવે તેની ચરમસીમા પર છે.
જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા શક્તિશાળી નેતા સેવેજના પૂર્વગ્રહયુક્ત વિચારોને રિપોસ્ટ કરે છે, ત્યારે તે સંકેત આપે છે કે આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય સંબંધો માત્ર ડિપ્લોમેટિક ફાઈલોમાં નહીં, પણ પોડકાસ્ટના સ્ટુડિયોમાં નક્કી થશે. સેવેજ માટે ભારત એક 'હેલહોલ' હોઈ શકે, પણ તે તેમની સંકુચિત દ્રષ્ટિ અને ઈમિગ્રેશન પ્રત્યેનો ડર દર્શાવે છે. તેમના આલીશાન સ્ટુડિયોમાં બેસીને, ટેડી નામના કૂતરાને રમાડતા રમાડતા તેઓ જે નફરત ફેલાવે છે, તેની અસર હજારો માઈલ દૂર રહેતા ભારતીયો અને વિશ્વશાંતિ પર પડે છે.
માઇકલ સેવેજ જેવા લોકો વ્યક્તિ વિશેષ નથી પણ વિશ્વ શાંતિ અને પ્રગતિ માટે એક ચેતવણી છે. ડિજિટલ યુગમાં વાણી સ્વાતંત્ર્ય અને નફરત વચ્ચેની પાતળી રેખા ભૂંસાઈ રહી છે. આપણે માઈકલ સેવેજ જેવા શૈતાની દિમાગના સાવજ'થી ડરવાની જરૂર નથી, પણ તેમના દ્વારા ફેલાવવામાં આવતા ખોટા નરેટિવનો સામનો કરવા માટે આપણું પોતાનું મજબૂત ડિજિટલ પ્લેટફોર્મ ઉભું કરવાની જરૂર છે. '
જ્ઞાન પોસ્ટ
જ્યાં સુધી સત્યના બૂટ પહેરાય, ત્યાં સુધીમાં તો જૂઠાણું અડધી દુનિયા ફરી વળે છે 'સેવેજ અને ટ્રમ્પની આ જુગલબંધી તેનું જીવંત ઉદાહરણ છે.


