Get The App

રૂ 1400નું પેઈન્ટિંગ રૂ.118 કરોડમાં વેચાયું!

Updated: Mar 25th, 2025

GS TEAM


Google News
Google News
રૂ 1400નું પેઈન્ટિંગ રૂ.118 કરોડમાં વેચાયું! 1 - image


- એમ.એફ.હુસૈનનું પેઈન્ટિંગ કે જેણે સાઉથ એશિયન રેકોર્ડ સર્જ્યો તે કિરણ નાદરે ક્રિસ્ટીની હરાજીમાંથી ભારે સ્પર્ધા બાદ ખરીદ્યું 

- વિવિધા-ભવેન કચ્છી

- 1954માં નોર્વેના ડોક્ટર ભારત આવેલા  ત્યારે તેમની નજર  એમ. એફ. હુસૈનના  15 ફૂટ લાંબા 'ગ્રામ યાત્રા' નામનાં  પેઈન્ટિંગ પર પડી 

- વિશ્વનું સૌથી મોંઘુ પેઈન્ટિંગ  કે જે લિયાનાર્ડો વિન્ચીએ બનાવેલું તે રૂ.4000 કરોડમાં વેચાયું હતું

ક લા અને સંગ્રહની નીલામી કરતી વિશ્વખ્યાત  કંપની ક્રિસ્ટી દ્વારા .એફ. હુસૈનનું 'ગ્રામ યાત્રા' પેઇન્ટિંગ ૧.૩૮ કરોડમાં વેચાયું.આ સાથે ભારત અને દક્ષિણ  એશિયાના કલા ઇતિહાસનું આ સૌથી ઊંચી કિંમતે  વેચાયેલું પેઈન્ટિંગ બન્યું છે. એક કરોડ ડોલર કરતા વધુ કિંમતે વેચાયું  હોય તેવું ભારતનું પ્રથમ પેઇન્ટિંગ પણ કહી શકાય.  અગાઉના ભારતના રેકોર્ડ કરતા આ લગભગ બમણી  કિંમત છે. અત્યાર સુધી અમૃતા શેરગીલનું 'ધ સ્ટોરી ટેલર' ૭૪ લાખ ડોલર સાથે ટોપ પર હતું.

મજાની વાત એ છે કે એચ.સી.એલ. કંપનીના માલિક શિવ નાદરના પત્ની કિરણ નાદરે તેમના આર્ટ મ્યુઝિયમ માટે  હરાજીની ભારે સ્પર્ધા બાદ આ પેઇન્ટિંગ ખરીદવામાં સફળતા મેળવી હતી. જોગાનુજોગ મૂળ ભારતીય અને યુનાઈટેડ સ્ટેટ્સ રીયલ  એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ - વેલટાવરના  સી.ઈ.ઓ. શંખ મિત્રા અને કિરણ નાદર વચ્ચે ૧.૧૬ કરોડ ડોલર સુધી ગળાકાપ બોલી જામી હતી તે પછી કિરણ નાદરે ૧,૩૮ કરોડની બોલી કરી અને શંખ મિત્રા ખસી ગયા હતા.

ડોક્ટરની વસિયત હવે સવાલ એ થાય કે ક્રિસ્ટી હરાજી હાઉસ પાસે એમ. એફ. હુસૈનનું આ પેઈન્ટિંગ આવ્યું કઈ રીતે. તો તેની પણ રોચક વાત છે. આ પેઈન્ટિંગ ૧૯૯૫૪માં એમ. એફ .હુસૈન બનાવેલું ત્યારે પ્રોગ્રેસીવ આર્ટિસ્ટસ ગુ્રપના  દિલ્હીમાં યોજાયેલ પ્રદર્શનમાં તેને મુકવામાં આવ્યું હતું, બરાબર  આ જ અરસામાં યુક્રેેનમાં જન્મેલા પણ નોર્વેમાં સ્થાયી થયેલા ડો.લિયોન વોલોડાર્સકી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આયોજિત એક તબીબી ટ્રેઈનીંગ સેન્ટર નિર્માણ કરવા દિલ્હી આવ્યા હતા. તેઓ કલાના ચાહક અને સંગ્રાહક પણ હતા. ફુરસદ મળતા જ તેઓ પ્રદર્શન જોવા ગયા હતા અને તેમની નજરે એમ.એફ, હૂસૈનનું આ કુતુહુલ જન્માવતું પેઈન્ટિંગ ચઢયું. સામાન્ય રીતે લંબચોરસ કે ચોરસ આકારના પેઇન્ટિંગ હોય પણ આ પેઈન્ટિંગ  લગભગ ૧૪ ફૂટ લાંબુ છે અને તેમાં કોઈ એક ચિત્ર નથી પણ ૧૩ જુદા જુદા નાના મોટા પેઈન્ટિંગ એકબીજાની નજીક દોરાયા છે. દેખીતી રીતે જ ખ્યાલ આવી જાય કે કૃષિપ્રધાન ભારત દેશના ગ્રામીણ જીવનને તેમાં આવરવામાં  આવ્યું છે. ખેડૂત ,બળદ ગાડુ, ખેતર ,ઝુંપડા જેવા ચિત્રો ડાર્ક રંગ સાથે  જોઈ શકાય છે. આ પેઈન્ટિંગનું નામ 'ગ્રામ યાત્રા' રખાયું હતું. ડો. લિયોન વોલોડાર્સકીએ તેને તે જમાનામાં રૂ.૧૪૦૦માં ખરીદ્યું  નોર્વે લઈ ગયા. ૧૯૬૪માં ડોક્ટરનું નિધન થયું પણ તેમણે વસિયતમાં લખ્યું હતું કે આ પેઇન્ટિંગ  તેઓ જે હોસ્પિટલમાં કાર્યરત હતા તે નોર્વેની ઓસ્લો હોસ્પિટલને ડોનેટ કરવામાં આવે. 

નોર્વેની હોસ્પિટલની સૂઝ હોસ્પિટલ પણ પેઈન્ટિંગની મહત્તા જાણતું હતું, તેથી તેઓએ આ પેઈન્ટિંગને દર્દીઓ અને મુલાકાતીઓ જોઈ શકે તેવી રીતે દીવાલ પર નહોતું મુક્યું પણ એક અવરજવર ન હોય તેવા વિસ્તારની દીવાલમાં લગાવી સાચવી રાખ્યું હતું. હોસ્પિટલને આધુનિક બનાવવા ફંડની જરૂર હતી તેથી તેઓએ ક્રિસ્ટી હરાજી હાઉસનો સંપર્ક કર્યો હતો. ક્રિસ્ટીની કલાકૃતિનું મુલ્ય નક્કી કરતી ટીમે જાણી જોઈને શરૂમાં ઓછી કિંમત ઓફર કરી પણ  હોસ્પિટલે પણ નિષ્ણાત રોક્યા હતા. દસ વર્ષ સુધી ભાવતાલ થતા રહ્યા અંતે હોસ્પિટલ ઈચ્છતું હતું તે કિંમત પેઈન્ટિંગની મળી ગઈ. ક્રિસ્ટી હરાજી હાઉસે પણ પેઈન્ટિંગનો તગડો ભાવ મળે તેથી વર્ષો સુધી  તેને સાચવી રાખ્યું. હતું. કલાસંગ્રહ ક્યારે વેચવા તે માટે માર્ગદર્ર્શન આપતી ટીમ હોય છે. તત્કાલ જે નફો ન આપે તેનો  પચાસ ગણો નફો દાયકાઓ રાહ જોવાથી મળતો હોય છે. 

આમ એમ. એફ. હુસૈનનું પેઈન્ટિંગ રૂપિયાની રીતે કહો તો ૧૧૮ કરોડમાં વેચાયું.એમ.  એફ. હુસૈનનું કલા જગતમાં નામ મોટું પણ આ અગાઉ  અમૃત શેર-ગીલ અને એસ. એચ. રઝાના પેઈન્ટિંગ વધુ કિંમતે વેચાયા છે. એમ.એફ.હુસૈનનું આ અગાઉ સૌથી વધુ કિંમતે વેચાયેલ પેઈન્ટિંગ 'ઇીૈહબચહિર્ચૌહ' હતું જેના ગત સપ્ટેમ્બરમાં  સોધેબી હરાજી હાઉસમાં ૨૮ કરોડ રૂપિયા ઉપજ્યા હતા.આમ એમ.એફ.હુસૈનના પેઈન્ટિંગે તેના અગાઉનાં સર્જન કરતા લગભગ ચાર ગણી રકમ મેળવી ભારતીય રેકોર્ડ સર્જ્યો. સોધેબી અને ક્રિસ્ટી હરાજી હાઉસની દુનિયાના કટ્ટા હરીફ છે.

ન્યુ યોર્ક સ્થિત ક્રિસ્ટીના સાઉથ એશિયાના કલાકૃતિ  વિભાગના વાળા નિશાદ અવારી છે. વિન્ચીનાં ચિત્રના રૂ.૪૦૦૦ કરોડ  આપણે એક પેઈન્ટિંગના રૂ.૧૧૮ કરોડ ઉપજે તેમાં હેરત પામીએ છીએ પણ એમ. એફ હુસૈન સહિત   ભારતના જ નહીં પણ દક્ષિણ એશિયાના ચિત્રકારોની  કૃતિઓ અત્યાર સુધીમાં જે કિંમતે વેચાઈ છે તે વિશ્વ આર્ટ બજારની તુલનામાં તો વિશાળ નકશામાં એક ટપકા સમાન છે. વિશ્વમાં  સૌથી વધુ કિંમત મેળવી શકેલ પેઈન્ટિંગ્સની યાદી જાણી તમે ચોંકી જશો. (૧) સાલ્વાડોર મુંડી નામનું  લિયોનાર્ડો વિન્ચીનું  ચિત્ર રૂપિયા પ્રમાણે જોઈએ તો રૃા. ૪૦૦૦ કરોડમાં વેચાયું હતું (૨)વિલેમ ડી કુનીંગના   'ઇન્ટરચેન્જ' ના રૂ ૨૭૦૦ કરોડ (૩) પોલ સેઝાનેના 'કાર્ડ પ્લેયર'ના રૂ. ૨૨૫૦ કરોડ (૪) પોલ ગાઉગ્યુઇનના 'નાફેસ ફા'ના રૂ.૧૮૯૦ કરોડ (૫) જેક્સન પોલોકના 'નંબર ૧૭એ 'ના રૂ.૧૮૦૦ કરોડ (૬) રેમ્બ્રાન્ડટના 'ધ સ્ટાન્ડર્ડ બેરર'ના રૂ.૧૭૫૦ કરોડ (૭) માર્ક રોથકોના 'વાયોલેટ ગ્રીન એન્ડ રેડ'ના રૂ.૧૭૦૦ કરોડ (૮) ગુસ્તાવ ક્લીમ્ટનના  'વોસેર્સચાલન્ગેન'ના રૂ.૧૬૫૦ કરોડ (૯) રેમ્બ્રાન્ડટના 'પેન્ડન્ટ  પોર્ટ્રેઈટ્સ'ના રૂ ૧૬૨૦ કરોડ અને (૧૦) પાબ્લો પિકાસોના 'લેસ ફેમેસ'ના રૂ.૧૬૦૦ કરોડ ઉપજયા હતા. આની તુલનામાં સાઉથ એશિયાનો છેક હમણાં રેકોર્ડ તુટયો તે એમ.એફ.હુસૈનના પેઈન્ટિંગના રૂ.૧૧૮ કરોડ તો વિશ્વના દસમાં ક્રમના ચિત્રનાં દસમાં ભાગ કરતા પણ ઓછા છે.

મોના લીસાની કિંમત શું ?

જો કે આપણને કદાચ  એમ હોય કે લિઓનાર્ડો વિન્ચીના અમર ચિત્ર મોના લીસા વિશ્વનું સૌથી મોંઘુ હશે પણ તે ટોપ ટેનમાં સ્થાન પામી ન શકે કેમ કે ફ્રાન્સની સરકારે તેને રાષ્ટ્રીય સંપત્તિ ઘોષિત કર્યું હોઈ તે કોઈને વેચી ન શકાય. પેરિસના લુવ્ર મ્યુઝિયમમાં તેને  મુલાકાતી જોઈ શકે તે રીતે ૧૮૦૪ની સાલથી  મુકવામાં આવ્યું છે. જો તે લે વેચ થઇ શકે તેવા પેઈન્ટિંગ તરીકે હોત તો એક અંદાજ પ્રમાણે જે વિશ્વ ઇતિહાસની આપણે યાદી જોઈ તેમાં જે નંબર વન પર છે તેના કરતા બમણી એટલે કે રૂ. ૮૦૦૦ કરોડથી વધુ કિંમત મેળવી શક્યું હોત.

ભારતના ટોપ ટેનમાં કોણ ભારતના ટોપ ટેન પર પણ નજર નાંખીએ (૧) એમ.એફ.હુસૈનના 'ગ્રામ યાત્રા' રૂ. ૧૧૮ કરોડમાં (૨) અમ્રિતા શેર -ગીલના 'ધ સ્ટોરી ટેલર' રૃા. ૬૧.૮ કરોડમાં (૩) એસ એચ.રઝાના 'જેસ્ટેશન' ૫૧.૭૫ કરોડમાં (૪) વી .એસ  ગાયતોંડેના શીર્ષક વગરનું પેઈન્ટિંગ  રૃા. ૪૮.૩  કરોડમાં (૫) તૈયબ મહેતાના 'બુલ ઓન રીકશો'ના રૂ.૪૧.૯૭ કરોડ (૬) એફ.એન. સોઝાના 'હંગર'ના રૂ.૩૪.૫ કરોડ (૭) એફ.એન.સોઝાના 'બર્થ'ના રૂ.૩૧ કરોડ (૮) એસ.એચ.રઝાના 'સૌરાષ્ટ્ર'ના  એમ. એફ . હુસેનના ચિત્રના રૂ .૨૭ કરોડ (૯) તૈયબ મહેતાના 'દુર્ગા મહિસાસુર'ના રૂ.૨૦ કરોડ અને (૧૦) અકબર પદમશીના 'ગ્રીક લેન્ડસ્કેપ'ના રૂ ૧૧ કરોડ ઉપજ્યા હતા. પ્રથમ ક્રમે એમ.એફ. હુસૈનનું 'ગ્રામ યાત્રા' સ્થાન પામતા અગાઉ જે ટોપ ટેનમાં દસમાં ક્રમે સ્થાન પામતું હતું તે એમ.એફ.હુસૈનનું 'બેટલ ઓફ ગંગા એન્ડ જમુના ' હવે ૧૧માં ક્રમે સરકી ગયું. તે રૂ નવ કરોડમાં વેચાયું હતું. જોવાની વાત એ છે કે એમ.એફ . આટલા ખ્યાતનામ ચિત્રકાર છતાં ટોપ ટેનમાં આ અગાઉ તેઓ છેક દસમાં ક્રમે હતા.

ચીન ખાસ્સું આગળ   ભારતની તુલનામાં ચીન પણ ઓરીજીનલ પેઈન્ટિંગના વિશ્વબજારમાં ભારત કરતા કયાંય આગળ છે.એમ.એફ.હુસૈનના જેના પેઈન્ટિંગને જોવા ૧૯૫૨માં ચીન ગયા હતા તેવા કવી બાઈશી (બૈશી) ની કૃતિ રૂ ૧૨૬૦ કરોડમાં વેચાઈ છે. ચીનના ટોપ ટેન ચિત્રો રૂ.૫૦૦ કરોડથી ૯૦૦ કરોડમાં વેચાયા છે. ભારતનો રેકોર્ડ રૂ ૧૧૮ કરોડમાં પહોંચ્યો છે જયારે ચીનનો રેકોર્ડ તેના કરતા દસ ગણાથી વધુ છે.

આપણા નવોદિત ચિત્રકારો હોંશે હોંશે જાહેર પ્રદર્શન માટે તેના ચિત્ર મુકે છે પણ ટોચના ચિત્રકારો તેમના ખાસ ચિત્રો ક્યારેય જાહેરમાં મુકતા નથી. તેને વેર હાઉસમાં સાચવી રાખે છે. ક્રિસ્ટી કે સોધેબી જેવા હરાજી હાઉસની ખરીદ ટીમ  માટે જ તે હોય છે. કેટલાક ચિત્રનો   લગડી શેરની જેમ રોકાણ તરીકે સંગ્રહ કરવામાં આવે છે. હવે તો જેમને ચિત્રમાં કોઈ સૂઝ કે રૂચી નથી તેઓ પણ નિષ્ણાતને રોકીને ચિત્રો ખરીદે છે અને તેને રોકાણ તરીકે જુએ છે.

... અને છેલ્લે.. કોઈ ધર્મમાં ભેદભાવ કે ઉતરતા કે ચઢીયાતા તેવી તુલના જ ન થવી જોઈએ પણ કેટલીક માહિતી અને નિરીક્ષણ રસપ્રદ હોય છે. સ્વામીનાથન અંકલેસરિયા   લખે છે કે ભારતના  ઇતિહાસના ટોચના ૧૦ પેઈન્ટરમાંથી એમ. એફ. હુસૈન, રઝા, તૈયબ મેહતા અને અકબર પદમશી  આ ચાર મુસ્લિમ ધર્મી, એફ.એન. સોઉઝા ખ્રિસ્તી ,જહાંગીર સાબાવાલા પારસી, મનજીત બાવા  શીખ, અમ્રિતા શેર -ગીલના પિતા શીખ અને માતા જ્યુ માતા હતા. બે પેઈન્ટર ગાયતોંડે અને રાજા રવિ વર્મા હિંદુધર્મી હતા. 

Tags :