કોવીડ ક્વીન .
- લોકડાઉનમાં બહાર નીકળી સમાજસેવા કરતી કોવીડ-ક્વીન મહિતા નાગરાજ મહિલાઓને કહે છે: ડર ગયા સમજો મર ગયા
- વામાવિશ્વ- અનુરાધા દેરાસરી
મ હીતા નાગરાજ બહાદુર મહિલાઓમાંની એક છે. તેને જરૂરથી 'કોવીડ ક્વીન' કહી શકાય. મહીતા નાગરાજની હિમ્મત અને બહાદુરીથી પ્રેરક વાતો દરેક મહિલાએ જાણવા જેવી છે.
મહિલા નાગરાજના શબ્દોમાં જ જોઈએ તો (જ્યારે લોકડાઉનનની શરૂઆત થઇ ત્યારે તેના આ ઉચ્ચારણ હતા) બધા જ આપણે સૌ ઘેર બેઠા છીએ. લોકડાઉનનો સમય ખૂબ જ તંગ અને તનાવભર્યો છે. એકબાજુ કોરોના વાયરસની મહામારીનો ભય અને બીજી બાજુ લોકડાઉનનો સંઘર્ષમય સમય.
કોરોના જેવી બીમારીથી ડરીને શા માટે રહેવું ? ને મારો જીવનમંત્ર છે ડર ગયા સમજો મર ગયા. નાનપણમાં મેં મારા માતા-પિતાને આવા સંઘર્ષમય સમયમાં લોકોને મદદ કરતા જોયા છે. એ સેવાના બીજ આજે અંકુરીત થઇ રહ્યા છે. આથી હું બેંગ્લોરના દરેક વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદોને લોકડાઉનના સમયમાં પણ ડર્યા વગર વોલેનટીર્યસની મદદથી જરૂરિયાતો પૂરી પાડું છું. મારા વિસ્તારમાં હું
જઉં છું.
મહિતા નાગરાજે ફેસબુક પર જાહેરાત મુકી કે, જરૂરીયાતમંદ વૃધ્ધો વગેરેને લોકડાઉન દરમ્યાન જરૂરી મદદ પહોંચાડવામાં આવશે. આ માટે તેણે તેનો મોબાઈલ નંબર લખ્યો અને વોલેનટીયર માટે પણ જાહેરાત કરી. એક જ દિવસમાં સાંજ સુધીમાં ૪૦૦ કોલ આવ્યા અને તેવીસ વોલેન્ટરીયર્સ કામ કરવા તૈયાર થઇ ગયા. મહિતા ખૂબ ખુશ થઇ ગઈ અને તેણીએ તેની કંપનીનું નામ 'કેર મોનગેસ્ટર ઇન્ડીયા' પાડયું. (ભચિી સ્ર્હયીાજ ૈંહગૈચ)
અત્રે ખાસ અહીં ટિપ્પણ જરૂરી છે કે સોશ્યલ મીડીયાનો ઉપયોગ હકારાત્મક દિશામાં કર્યો. સામાન્ય રીતે સોશ્યલ મીડીયા પોગ્રાફીક સાઇટ્સ, બીજા ઘણા માટે બદનામ છે પરંતુ વ્યક્તિ ધારે તે રીતે હકારાત્મક કે નકારાત્મક ઉપયોગ કરી શકે છે.
હવે મહીતા નાગરાજનું 'મીશન એ લોકડાઉન' શરૂ થયું. તેની કંપનીએ મદદ માટેના ચાર ક્રાઈટેરયા રાખ્યા. વૃદ્ધો શારિરીક અસક્ષમ લોકો, કોરોનટાયન થયેલી વ્યક્તિઓ અને નાના બાળકોવાળા દંપતિઓ.
કેરમોગેટસ કંપનીની કામ કરવાની પધ્ધતિ આ રીતે તેણીએ રાખી, સૌ પ્રથમ મદદ માટે જરૂરી વ્યક્તિ વોટ્સઅપ પર મોબાઈલથી મેસેજ મોકલે જેમાં મદદનું કારણ લખે. મહિતા તે નંબર પર વાત કરી વ્યક્તિ યોગ્ય છે કે નહિ તેની પ્રથમ ચકાસણી કરે છે.
મહિલાઓએ શીખવા જેવી અને જાણવા જેવી બાબત એ છે કે મહિતા નાગરાજ સીંગલ વુમન આરમી છે. એટલે તેણી સીંગલ પેરન્ટ છે. તે તેના દીકરા અને માતા સાથે રહે છે. માતા વૃધ્ધ છે એટલે કંઇ કામમાં સાથ ના આપી શકે, એટલે તેનો ૧૨ વર્ષનો દીકરો તેને મદદ કરે છે. તે વોટ્સઅપ અને મેઇલ પરથી મેસેજ રીસીવ કરે છે અને મહિતાને લીસ્ટ કરી આપે છે.
આ પછી મહિતા ચકાસણી કરી, જે વિસ્તારમાંથી મદદ માટે ઇનક્વાયરી આવી હોય તે વિસ્તારના વોલેનટીયરને જાણ કરે છે. આ પછી એ વોલેનટીર્યસ તે વ્યક્તિને ફોન કરી ડીલીવરી માટેનો ટાઈમ જણાવે છે અને યોગ્ય ટાઈમે દરવાજા પર ડીલીવરી મૂકી આવે છે. લોકડાઉનમાં આ કાર્ય માટે ખાસ વર્કીંગ પાસ લેવામાં આવ્યા હતા. એ પાસ લઇ વોલેન્ટીર્યસ ડીલીવરી કરે છે.
બીલના પૈસા માટે ક્રેડીટ કાર્ડ અથવા પેટીએમથી ગ્રાહક કરે છે. પરંતુ જો બેમાંથી એકપણ વ્યવસ્થા ના હોય તો જે કનટેનર (પાત્ર)માં લેવાતું હોય તેમાં પૈસા મૂકી દે છે. આ રીતે વોલેનટીર્યસ ડીલીવરી કરે છે.
બેંગ્લોરની એક વિદ્યાર્થીની અચાનક લોકડાઉન જાહેર થતા ઘેર જઈ શકી નહિ. તેને એસીમટમેટીક કોરોનાની અસરને લીધે કોરનટાઈન થવું પડયું. તનાવને કારણે તેણીને સખત બ્લીડીંગ થવા માંડયું. માસિક વહેલું આવી ગયું. તેણીને સેનેટરી પેડની જરૂર હતી. તેણે મહિતાની કંપનીનો સંપર્ક કર્યો અને તેને તાત્કાલીક જરૂર પ્રમાણે સેનેટરીપેડ મળી ગયા. આ રીતે મહિતાની કંપની 'કેર મોનગેટસ ઇન્ડીયા' જરૂરિયાતમંદોને મદદરૂપ થઇ અને થઇ રહી છે.
મહિતા નાગરાજ ખાસ મહિલાઓને સંદેશ આપે છે કે: કોઈપણ અણધારી આપત્તિનો સમય આવે, તે કુદરતી હોય કે માનવર્સજિત પરંતુ સ્ત્રીએ ગભરાઈ જવું જોઇએ નહિ. જો તમે કોઈપણ પરિસ્થિતિનો ડર રાખો તો તમે આજમાં જીવી નહિ શકો. એનું કહેવું હતું મારો આપત્તિનો મંત્ર છે: 'આજકા દિન મેરી મુઠ્ઠી મેં હૈ, કીસને દેખા કલ.'