Get The App

સાચી ગ્રામ શિક્ષિકા દર્શના ચૌધરી .

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
સાચી ગ્રામ શિક્ષિકા દર્શના ચૌધરી                    . 1 - image

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- જેને સેવા જ કરવી છે, તેને માટે ગામ કે શહેર તે મહત્ત્વના નથી. અંતરમાં સેવાનો દીપક જલતો હોવો જરૂરી છે

સાં પ્રત ભારતીય સમાજમાં, શિક્ષણક્ષેત્ર માટે એવી છાપ ઊભી થઈ છે કે, આ ક્ષેત્રની ગુણવત્તા ઘટી રહી છે અને સારા અને સાચા શિક્ષણકોનો અભાવ જણાય છે. પરંતુ આ વાત સદંતર્ ખોટી છે. આપણામાં કહેવત છે ને, લાખો નિરાશામાં એક અમર સાચા છુપાયેલી છે એ કહેવત સાચી છે, આજે પણ શિક્ષણને સર્મપીત સાચા અને સારા શિક્ષકો છે, જે ફક્ત બાળકોના શિક્ષણ વિષે જ વિચારે છે અને આ જીવન શિક્ષણક્ષેત્રને સમર્પિત કરે છે.

આજે વાત કરવી છે, આવી જ એક સાચી અને શિક્ષણને સર્મપીત ગ્રામ્ય શિક્ષિકાની. જેણે એક ઝૂંપડી જેવી તૂટલીફૂટલી શાળાના નાના મકાનમાંથી, અનેક સંર્ઘષના પડકારો ઝીલી મોટી શાળા ઊભી કરી.

આ શિક્ષિકાનું નામ છે, દર્શના ચૌધરી તેણે રાજસ્થાનના અંતરિયાળ ગામડા કટાલીપુરામાં આ ભગીરથ કાર્ય કર્યું. દર્શનાબહેનના શબ્દોમાં જ જોઈએ...

''હું પ્રથમ જ્યારે કટાલીપુરમાં આવી ત્યારે, શાળાનું મકાન સાવ ઝૂંપડી જેવું તૂટલું ફૂટલું હતું. એ દિવસો ચોમાસાની ઋતુના હતા. આથી શાળાની ગલીની આસપાસ કાદવ-કીચડ અને પાણી ભરાયેલા હતા. શાળા સુધી પહોંચવું હોય તો, આ કાદવ કીચડમાં પથરા મૂકી રસ્તો કરી જવું પડે તેવું હતું.''

મને મારી અત્યાર સુધીની જિંદગી યાદ આવી ગઈ. જાણે શાળાનો રસ્તો અને મારી જિંદગીનો રસ્તો સમાન હતો. મારા શરૂઆતના જીવનમાં છોકરી તરીકે ભણવા માટે, આર્થિક રીતે, સામાજીક કરી તે ઘણા મુશ્કેલીના પથ્થરો આવ્યા હતા. પરંતુ આ મુશ્કેલીના રસ્તા પર સમજણના પથરા મૂકી હું ચાલી અને સફળ થઈ. બે વિષય સાથે, બે વાર સ્નાતક થઈ અને બી.એડ (શિક્ષક બનવા માટે જરૂરી) ડીગ્રી પણ લીધી.

બસ એ જ રીતે આ શાળા માટે પણ હું કીચ્ચડમાં પથરા મૂકી રસ્તો કરી શાળા સુધી પહોંચીશ અને હિમ્મતના પથ્થરો ગોઠવી શાળામાં વર્ગો વધારી બાળકોને જ્ઞાનનો પ્રકાશ આપીશ.

આ સાચી અને સમર્પિત ગ્રામ શિક્ષિકાના સઘન પ્રયત્નોની વાત તેના શબ્દોમાં જોઈ, હવે વિસ્તારથી દર્શના ચૌધરીના જીવન અને શાળાના સંર્ઘષ અને સફળતાની કહાની પર ફોકસ કરીએ.

દર્શનાનો જન્મ હરિયાણાના નાના ગામમાં, ખેડૂત પરિવારમાં થયો હતો. સ્થિતિ ખૂબ સાધારણ. ઉપરાંત ગામના લોકો જૂનવાણી વિચારના, શિક્ષણ પ્રત્યે સાવ નકારાત્મક અભિગમ. એમાં છોકરીઓને તો માંડ આઠમા દસમાં સુધી ભણાવે, પછી ઉઠાડી મૂકે. છોકરીઓ ભણે તો સ્વતંત્ર ને સ્વચ્છંદી બની જાય, તેમના સમાજમાં લગ્ન ન થાય માટે ગૃહાકર્યમાં પલોટા દેવાનીને પરણાવી દેવાની. આ આ ગામ લોકોની માન્યતા.

દર્શનાએ નાનપણથી નક્કી કર્યું હતું કે, હું આ જૂનવાણી વિચારને તાબે નહીં થઉં. હું ભણીશ અને બાળકોને ભણાવીશ. દર્શનાના ગામમાં ધોરણ દસ સુધી જ શાળા હતી. પછી ૧૮ કિ.મી કોલેજ દૂર હતી. એટલે દસમું ભણી લીધા પછી ઘરનાની એજ દલીલો કે ભણવાની આગળ જરૂર નથી. સામાજીક પરંપરા પ્રમાણે ગૃહકાર્યમાં જોડાઈ જાવ. વગેરે, વગેરે.

દર્શનાએ નાનપણથી નક્કી કર્યા પ્રમાણે તે આ જૂનવાણી વિચારોને તાબે ના થઈ. અગિયારમાંથી કોલેજ સુધી તેણે ઘેર ભણી, એકસટરનલ (બહાર રહીને) વિદ્યાર્થી તરીકે ફોમ ભરી પરીક્ષા આપવાનું નક્કી કર્યું. કોઈ કલાસ નહીં, કોઈ શાળા કે કોલેજ નહીં, કોઈ માર્ગદર્શન નહીં, શિક્ષક કે પ્રોફેસર નહીં, ફક્ત ઘેર ભણી પરીક્ષા આપવા કોલેજમાં જવાનું. દર્શનાની કાકાની દીકરી લખનવમાં પ્રોફેસર છે. તેમણે દર્શનાને ફોર્મ ભરવામાં, ભણાવવામાં મદદ કરી, બાકી દર્શના જાતે ભણી. ફી વગેરે આર્થિક ખર્ચો પણ જાતે ગોઠવણ કરી, બે વિષય પોલીટીકલ સાયન્સ અને અંગ્રેજીમાં ડબલ ગ્રેજ્યુએટ થઈ પછી યુનિવર્સિટીમાં જઈ બીએડ કર્યું.

આ તેના સંઘર્ષ અને સઘન પ્રયત્નો માટે તેનું કહેવું છે કે, મારે ગામની દીકરીઓ અને વાલીવર્ગ સામે સાબિત કરવું હતું કે, આ ખોટા માન્યતાઓ અને જૂનવાણી વિચારોની બેડીઓ તૂટવી જ જોઈએ. અને મેં તોડી બતાવી.

આ પછી દર્શનાના લગ્ન થયા અને તે રાજસ્થાન આવી. પતિ સીકરમાં, નાનો વ્યાપાર કરતા હતા ત્યાં ચાલુ સારી શાળામાં નોકરી કરી, થોડા સમય માટે. પરંતુ તેનું સ્વપ્ન તો કોઈ નાના ગામમાં શાળા ઊભી કરી અને બાળકોને જ્ઞાનનો પ્રકાશ આપવો હતો.

અને તેનું આ જીવન શિક્ષણને સમર્પિત રહેવાનું સ્વપ્ન પૂરું થયું અને તેને સરકારી શાળામાં શિક્ષિકાની નોકરી મળી અને તેણીનું પોસ્ટીંગ કટાલીપુરામાં થયું. અહીં દર્શનાએ આગળ પણ જણાવ્યું તે પ્રમાણે શાળાની પરિસ્થિતિ જોઈ.

એક તૂટલાફૂટલા વર્ગમાં શાળા ચાલતી. જ્યાં ચોમાસામાં જવું પણ મુશ્કેલ હતું. ફક્ત ૧૭ છોકરાઓ જ આવતા, તે પણ અનિયમિત, જ્યારે બપોરનું ભોજન મળે ત્યારે જ. આ ૧૭માં એકપણ છોકરી નહિ.

દર્શનાએ પ્રથમ જે કલાસરૂમ હતો તે સરકાર અન્યની મદદથી સરખો કર્યો અને બીજો કલાસરૂમ બાંધ્યો અને ગામમાં બાળકોને શાળાએ આવવા સંદેશાઓ મોકલ્યા.

પણ પરિણામ લગભગ શૂન્ય. ખાસ કોઈ વિદ્યાર્થીઓ દેખાયા નહિ. એ જ ૧૭ વિદ્યાર્થીને બીજા થોડા ઊમેરાયા, જેમાં એકપણ વિદ્યાર્થીની નહીં.

દર્શના કંઈ હારે તેમ નહોતી. તેણીએ પડકાર ઝીલ્યો અને વિચાર્યું કે પહેલા ગ્રામ્ય કુટુંબોનો દ્રષ્ટિકોણ બદલવો પડશે.

આથી તેણે ઘેર ઘેર જવાનું શરૂ કર્યું, અને વાલીઓને મળવાનું શરૂ કર્યું, શરૂઆતમાં દર્શના ચૌધરીને ઘણી તકલીફ પડી. ગામના આ વાલીઓને શિક્ષણ શું એજ ખબર ન હતી. તેઓ એક જ દલીલ કરતા, ભણવાથી શું મળે ? અને ખાસ કરીને છોકરીઓને ? દર્શના સામે દલીલ કરતી, શિક્ષણ મેળવવાથી સારા વિચારોનું સર્જન થાય, જીવનમાં આગળ વધાય, સારી નોકરીઓ મળે, તમે તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓનો પદ્ધતિસર સામનો કરી શકો, વગેરે વગેરે.

આખરે ઘણા વિદ્યાર્થીઓ આ સમજાવટ પછી આવતા થયા. દર્શના સવારના સાતથી સાંજના સાત સુધી કામ કરે છે. શરૂઆતમાં સંપૂર્ણ ન આવડતા બાળકો, પછી બપોરે થોડું આવડતા બાળકો અને સાંજે હોશિયાર વિદ્યાર્થી. ધીરે ધીરે બાળકોને રમતો શીખવાડતા ભણાવે છે, લેસન આપે છે, અને અન્ય ઈતરપ્રવૃત્તિઓ કરાવે છે.

આજે કટાલીપુરામાં, ધોરણ ૧ થી ૮ સુધીની શાળા થઈ ચુકી છે. ૬ વર્ગો છે અને કુલ દસ શિક્ષકો છે. દર્શના ચૌધરીએ આગળ ધોરણો વધારવાની પરવાનગી મેળવી છે.

દર્શના ચૌધરીનું કહેવું છે, જેને સાચા હ્ય્દયથી સેવા જ કરવી છે, તેને માટે નાનું ગામ કે શહેર જરૂરી નથી. અંતરમાં સેવાનો દીપક જલતો હોવો જરૂરી છે.

સેલ્યુટ સાચી ગ્રામ શિક્ષિકાને !