Get The App

ટાઈગર વુમન સુશીલા સુંદરી .

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
ટાઈગર વુમન સુશીલા સુંદરી                          . 1 - image

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- ધ બંગાલ સરકસના બોઝે, સુશીલાની હિમ્મત, સરકસ પ્રત્યેનો લગાવ, પેશન અને ખંત જોઈ, વાઘ, સિંહના ખેલ માટે સુશીલાને કેળવણી આપવાનું નક્કી કર્યું.

થો ડા સમય પહેલાં, જ્યારે ભારતમાં આનંદ પ્રમોદના સાધન માટે ટેલીવીઝન કે મોબાઈલ હતા નહિ, ત્યારે, સીનેમા અને સરકસએ આનંદ પ્રમોદના મુખ્ય સાધનો હતા. તેમાં પણ સરકસમાં લાઈવ ખેલો જોવા મળતા આથી, સરકસ વધારે એટરટેનમેન્ટનો સ્ત્રોત હતું. એ સમયના અંગ્રેજી વર્તમાનપત્રની એક અંગ્રેજી પત્રકાર દ્વારા નીચે પ્રમાણે પ્રેસ નોટ :

'સામાન્ય રીતે, ભારતીય સ્ત્રીઓ ઘરમાં જ રહી ઘરેલું કાર્યો કરે છે, અને શાંત પ્રકૃતિની જણાય છે. તેની સામે બંગાળ સરકસમાં કામ કરતી સુશીલા સુંદરી, નામની ભારતીય મહિલા, વાઘ-સિંહ જેવા પ્રાણીઓ સાથે જે નીડરતાથી ખેલો કરે છે, ખરેખર તેની નીડરતા, બહાદુરી બીરદાવવા લાયક છે. ભારતીય સ્ત્રીવર્ગમાં, આટલી નીડર મહિલાઓ છે તે ગર્વની વાત છે.  સુશીલા બંગાળની મહિલાઓની ઓળખ છે.'

આ પ્રેસ નોટ છે. ભારતની પ્રથમ સરકસમાં કામ કરનાર મહિલા, સુશીલા સુંદરીની. જે સરકસના વર્ષો પહેલાના સમયથી, 'ટાઈગર વુમન' તરીકે જાણીતી છે. જેના પર પ્રથમ બંગાળમાં શીરષો બન્દોપાધ્યાયે, 'ર્શાદુલસુંદરી' નામની ચોપડી લખી, જેનો અનુવાદ હિન્દીમાં અરુણાદીવાને 'ટાઈગરવુમન' નામની ચોપડી તરીકે કર્યો.

સુશીલાસુંદરી, ભારતની પ્રથમ મહિલા, જેણે સરકસમાં કામ કર્યું. તે પોતાના વાઘ-સિંહના ખેલો માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત થયા હતા. સુશીલા સુંદરીએ નીડરતા અને બહાદુરીથી બંગાલ સરકસમાં શરૂઆત થી જીવનના અંત સુધી કામ કર્યુ ને જોડાયેલા રહ્યા.

સુશીલાસુંદરીનો જન્મ બંગાળમાં કલકતામાં થયો હતો. તેમનું કુટુંબ ખાધેપીધે સુખી હતું. નાનપણથી જ સુશીલા દેખાવે અત્યંત સુંદર હતી. ગોરોવાન, લાંબા ભરાવદાર કેશ, તેની આગવી ઓળખ હતી. સુશીલા જેટલી સુંદર હતી. તેટલી જ નીડર હતી. નાનપણથી બહાદુરીનો ગુણ તેના વ્યક્તિત્ત્વમાં ઠાંસીઠાંસીને ભરેલો હતો. યોગ્ય ઉમર થતાં તેમણે કલકત્તામાં શિક્ષણ લીધું. તેની સાથે નાનપણથી કુસ્તી અને ઘોડેસવારી શીખી અને ઘોડેસવારીના દાવોમાં નિષણાત બની. ઉમર થતાં, સુશીલાના લગ્ન, કલકતાના બોઝ પરિવારમાં થયા, જ્યાં સ્ત્રીઓ માટે જે કાર્ય કરવું હોય તે સ્વતંત્રતા હતી.

સુશીલાને સમજણી થતાં સરકસના લાઈવ ખેલો માટે આકર્ષણ હતું. આથી તેમના બોઝ કુટુંબમાં નણ દોઈ બોઝ ધ ગ્રેટ બંગાલ સરકસ ચલાવતા હતા. આથી, સુશીલા સુંદરીએ સરકસમાં કામ કરવાની ઇચ્છા બતાવી જ.

એ સમય ઓગણીસમી સદીનો હતો. જ્યારે ભારતીય મહિલાઓ ઘરમાં જ સિમીત હતી. જાહેરમાં કામનો તો કોઈ સવાલ જ આવતો ન હતો. આ સમયમાં નીડર અને હિમ્મતવાન સુશીલા સુંદરીએ સરકસમાં કામ કરવાની ઇચ્છા બતાવી. તો તેના પિયરના કુટુંબે નારાજગી બતાવી, જ્યારે તેના પતિએ સરકસમાં કામ કરવાની પરવાનગી અને પ્રેરણા આપ્યા.

અને સુશીલાસુંદરી, ભારતની પ્રથમ મહિલાની, ધ ગ્રેટ બંગાલ સર્કસમાં કામગીરી શરૂ થઈ.

સુશીલા નાનપણથી ઘોડેસવારીમાં માહીર હતી. આથી પ્રથમ તેને ઘોડેસવારીના ખેલો અને કેટલાક કુસ્તીના દાવો શીખવવામાં આવ્યા.

બંગાલ સરકસનાં એરીનાની શરૂઆતમાં જ સુશીલાસુંદરી ઘોડા પર સવાર થઈને, મારતે ઘોડે દાખલ થતા અને ઘોડા પર ઉભા થઈ ખેલ કરતા કરતા આખા બંગાલ સરકસના એરીના તો ગોળ આંટો મારતા. આ દિલધડક ખેલ જોઈ પ્રેક્ષકો તાળીઓના ગડગડાટ કરી મૂ કતા. એકવાર બંગાળની રાજકુંવરી, રેવા આ સરકસ જોવા આવ્યા અને સુશીલાનો ઘોડેસવારીના ખેલો જોઈ એટલા પ્રભાવિત થઈ ગયા કે, ધ બંગાલ સરકસને બંગાળ વાઘ અને સિંહની ભેટ આપી.

ધ બંગાલ સરકસના બોઝે, સુશીલાની હિમ્મત, સરકસ પ્રત્યેનો લગાવ, પેશન અને ખંત જોઈ, વાઘ, સિંહના ખેલ માટે સુશીલાને કેળવણી આપવાનું નક્કી કર્યું.

કહેવાય છે કે, સુશીલાસુંદરી જેટલા સરકસના ખેલોમાં નિષ્ણાત હતા તેટલા જ જ્ઞાની હતા. તેઓ હિન્દી, અંગ્રેજી, બંગાળી, મરાઠી, અને અન્ય ઘણી ભાષાઓના જાણકાર હતા. સરકસ તેમની પેશન હતી એટલે જ સરકસમાં જોડાયા અને બંગાલ વાઘો સાથે નીડરતા અને બહાદુરીથી ખેલો કરતા શીખ્યા અને બંગાળના વાઘો અને સિંહના પાંજરામાં જઈ ખેલો શરૂ કર્યા.

એ અંગ્રેજી અખબારના પત્રકાર આ વિશે લખે છે કે, સુશીલા સુંદરી, ગોરોવાન, બંગાળી સાડી પહેરવેશ, 

લાંબા કાળા વાળનો મોટો ગુચ્છાદાર અંબોડો, પગમાં સ્લીપર અને હાથમાં એક પણ સાધન નહિ. અરે ! એક નાની લાકડી પણ નહીં, ફક્ત મજબૂત હૈયુ અને નીડરતાના ગુણ સાથે, જાંબાઝ સુશીલા, વાઘો અને સિંહના પાંજરામાં દાખલ થતી. બંગાળ ટાયગર અને સિંહના પાંજરા જુદા રહેતા.

પહેલા બંગાળ ટાઈગર ને સિંહની આસપાસ ગોળ ફરતી, પછી તેમને વ્હાલથી હાથ ફેરવતી અને પછી ખેલ શરૂ કરતી. પહેલા બે બંગાળ વાઘને પાંજરામાં ગોળ ફેરવતી. ત્યારબાદ બેસવાનો હુકમ કરતી. પછી ઉભા કરતી. આ ખેલ બેચારવાર ચાલતો. પછી બે પગે ઉભા કરતી અને અદ્ધર ઉભા રાખતી. ત્યારબાદ પોતાના હાથ અને બંગાળ ટાઈગરો અને સિંહના પગ સાથે મસ્તી કરતો ખેલ કરતી. ત્યારબાદ તેમની મ્હોંની ફાડ ઊંચી કરાવી દાંત બતાવતી અને દૂરથી ગણતી. આ ખેલ પૂરો થતા વાઘોને બેસાડી દેતી અને પોતે બાજુમાં બેસી. બંગાળટાઈગર્સનો ટેકો લઈ ફોટો પડાવતી.

તે દેખાવે જેટલી સુંદર હતી, તેટલી જ નીડરતા અને બહાદુરીપૂર્વક વાઘ-સિંહ સાથે ખેલ કરતી. સુશીલા સુંદરીને વાઘ-સિંહના પાંજરામાં ખેલ કરતી જોવી તે જીવનનો અદ્ભુત લ્હાવો હતો. પ્રેક્ષકો સુશીલાસુંદરીની આતુરતા પૂર્વક રાહ જોતા અને ખેલ જોઈ મંત્રમુગ્ધ થઈ જતા. તેની નીડરતાને બહાદુરીને મનોમન શત્ શત્ સલામ કરતા.

આ ઉપરાંત સુશીલાસુંદરી પોતાના આખા શરીરને રેતીમાં ૧૦ મિનિટ દાટી દેતી. શ્વાસ રોકીને આ ખેલ કરતી તે પણ અદ્ભુત હતો.

સુશીલાસુંદરીએ આખા ભારતમાં, એશીયાના કેટલાક દેશોમાં ધ બંગાલ સરકસમાં આ ખેલો કર્યા અને વિશ્વફલક પર પ્રેશ્રકોને મંત્રમુગ્ધ કર્યા.

પાછળથી એક બંગાળ ટાઈગરનું મૃત્યુ થતા, બીજો વાઘ લાવવામાં આવ્યો. જેને કેળવણી આપ્યા વગર, સુશીલા સુંદરીએ ખેલ કરવા માંડયા, આથી એક વખત એ વાઘ ગુસ્સે થતા સુશીલા પર હુમલો કર્યો. અને બચકાભર્યા. આથી તેમની ડાબી બાજુની ગરદન, હાથ અને જડબા પર ઇજા થઈ અને તેમના ડાબા અંગોમાં લકવો થયો. આથી તેઓ પથારીવશ થઈ ગયા.

પરંતુ થોડી રાહત થતા પથારીમાંથી તેઓ તલવારબાજી જીમનેસ્ટીક જેવા ખેલો બેઠાબેઠા શીખવાડતા.

તેમનું જીવન મોટાભાગનું સરકસના ટેન્ટમાં જ ગયુ અને મૃત્યુ પામ્યા.