Get The App

ભારતની પ્રથમ મહિલા પેટ્રોલપંપ ઓનર

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
ભારતની પ્રથમ મહિલા પેટ્રોલપંપ ઓનર 1 - image


- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- સ્ત્રી પાસે શક્તિનો એટલો પાવર છે કે, તે ઘર, સંતાન અને કારકિર્દીની ત્રેવડી જવાબદારી સંભાળી શકે છે

કાં ગરા, શહેર હીમાચલ પ્રદેશમાં ઈનડીયન ઓઈલવાળાએ પેટ્રોલપંપના ડીલર માટે જાહેરાત આપી. જેમાં, ૨૦૦૦ કેનડીડેટ્સની અરજી આવી. ૫ વ્યક્તિઓની પેનલ તે માટે ઈનટરવ્યુ લેવા બેઠી, થોડીવારમાં, એક સ્ત્રી અંદર આવી.

ઈનટરવ્યુ લેનાર એક જણે પ્રશ્ન પૂછ્યો, 'આપ આ ઈનટરવ્યુના કેનડીડેટ તરીકે આવ્યા છો?'

તરત જ મહિાલએ જવાબ આપ્યો, 'હાજી.'

બીજો પ્રશ્ન પૂછાયો, 'કાંગરા પહાડી વિસ્તાર છે, જેમાં મોટે ભાગે ટ્રક ડ્રાઈવરો, બસ ડ્રાઈવરો વગેરે સાથે કામ કરવાનું આવશે, તેમના આક્રમક વર્તન સાથે તમે કામ કરી શકશો?'

આ વાત ૧૯૯૩ની છે, જ્યારે શ્રીમતી ગાંધી ભારત દેશના વડાપ્રધાન હતા.

તરત જ મહિલાનો હાજર જવાબ આવ્યો, 'જો એક સ્ત્રી આખા દેશનું સુકાન સંભાળી શકે, તો એક સ્ત્રી પેટ્રોલ પંપની કામગીરી સંભાળી ના શકે.?'

પેનલના ઈનટરવ્યુ લેનાર પાંચે વ્યક્તિ ખુશ થઈ ગઈ અને સ્ટેન્ડીંગ ઓવેશન આપતા બોલી. 'તમારી હિમ્મતને અમે બિરદાવીએ છીએ, તમે આ કામ ચોક્કસ કરી શકશો' અને બીજા ઈનટરવ્યુ લીધા વગર એ મહિલાને કાંગરા શહેરમાં પેટ્રોલપંપની ડીલરશીપ મળી ગઈ.

આ જાબાંજ મહિલા, એટલે હિમાચલ પ્રદેશના નિર્મલ સેથી. નિર્મલબહેન, પેટ્રોલપંપના ડીલર જ નહિ પરંતુ હિમાચલ પ્રદેશ જેવા જૂનવાણી વિચારોવાળા રાજ્યમાં ટ્રાન્સપોર્ટ સરવીસ શરૂ કરનાર પ્રથમ મહિલા અને, પેટ્રોલના ટેન્કરો ની માલિકી ધરાવનાર પ્રથમ મહિલા રહી ચૂક્યા છે.

 આજે વાત કરવી છે આ બહાદુર મહિલાની ૪૭ વર્ષ પહેલાંની. જ્યારે સ્ત્રીઓ, ઘરની ચાર દીવાલોમાં જ કેદ થઈ રહેતી. એ વખતથી નિર્મલના મહિલાઓ માટેના વિચારો હતા, 'તમે સ્ત્રી તરીકે ક્યારે પણ માનતા નહિ કે તમે કોઈપણ કાર્ય કરવાને માટે સશક્ત નથી. સ્ત્રી પાસે શક્તિનો એટલો પાવર છે કે તે, ઘર અને કોઈપણ કારકીર્દી સંભાળી શકે. બસ તેની પાસે દ્રઢ મનોબળ હોવું જરૂરી છે, અનેો ઉપયોગ સ્ત્રી કરે તો, સફળતા તે જરૂર કોઈપણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે.'

બસ આ મજબૂત દ્રઢ મનોમળવાળી વિચારસરણીએ વર્ષો પહેલા આવા કાર્યોમાં સફળતા અપાવી, જે કાર્યક્ષેત્ર પુરુષોનાં વર્ચસ્વવાળું ગણાતું.

શરૂઆતથી જોઈએ નિર્મલ સેથીની કહાની.

હિમાચલ પ્રદેશના હમીપુરા, નાના ગામમાં નિર્મલનો જન્મ. ૧૧ ભાઈ બહેનોમાં ત્રીજો નંબર. પિતાની આર્થિક પરિસ્થિતિ સારી, અને આગવી વિચારસરણી. દીકરી અને દીકારાના ઉછેરમાં, ક્યારે પણ ભેદભાવ રાખ્યો ન હતો. નાની નિર્મલ પહેલેથી જ ચકોર, ચતુર અને ચીલાચાલુ વહેણથી, કંઈક જુદુ જ કરવાની ઈચ્છા ધરાવનારી છોકરી. નાનપણમાં એ સમયમાં રામલીલા ને શીવરાત્રીના કાર્યક્રમો,માં છોકરો બની, તેમના સંવાદો બોલતી અને છોકરાનો વેશ ભજવતી. 

હમીપુરામાં, નિર્મલનું શાળાકીય શિક્ષણ પૂરું થયું અને કોલેજ કરવા જલંધર ગઈ. જલંધરની કોલેજમાં ભણતા, ભણતાંજ નિર્મલના લગ્ન આરમી ઓફિસર સાથે થલઈ ગયા. લગ્ન પછી ર્નીમલે, કોલેજનું ભણતર પૂરું કર્યું અને સ્નાતક થઈ. આ પછી તેણે તેના પતિ સમક્ષ એવો પ્રસ્તાવ મૂક્યો કે, મારે એવો વ્યવસાય કરવો છે, કે જે ચીલાચાલું વ્યવસાય કરતાં જુદા જ હોય ને જ્યાં મહિલાઓએ પ્રવેશના કાર્યો હોય.

ધરમશાલાથી ચિંતનપુરની વચ્ચે બસ વ્યવસ્થા નહિવત્ હતી. હિમાચલ પ્રદેશ પહાડી પ્રદેશ હોવાન ેકારણે અહીં પબલીક ટ્રાન્સપોર્ટ નહિવત્ હતો. આથી ર્નીમલે ૧૯૭૮માં પ્રથમ 'સરગમ હાઈવે' નામની પબલીક ટ્રાનસપોટ કંપની ચાલું કરી. જેમાં બસ એક ફેરો ધરમશાલાથી ચિંતનપુર આવજા કરતી.  નિર્મલે શરૂઆતમાં, બસના ફેરામાં બસ ડ્રાઈવર અને કન્ડક્ટર જોડે પ્રવાસ પણ કરતી ને બસની સેવા બરોબર છે કે નહિ તે જોતી. કોઈપણ અચાનક હાઈવે પર ઊભા રહી, બસનું ચેકીંગ પણ કરતી.

આમ સમય પસાર થયો. નિર્મલે શગુન નામની દીકરીને જન્મ આપ્યો. પતિ આર્મીમાં હતા એટલે, એકલા હાથે દીકરી ઉછેરવાની હતી. સાથે ટ્રાન્સપોર્ટ કંપનીની 

જવાબદારી. પરંતુ ઘર, દીકરીનો ઉછેર ને પેટ્રોલપંપની કંપનીની જવાબદારી સરસ રીતે જાળવી, નિર્મલે જીવનમાં હરણફાળ ભરી.

ઉપર જણાવ્યા પ્રમાણે, ઈન્ડિયન ઓઈલની પેટ્રોલપંપની ડીલરશીપ માટે જાહેરાત આવી અને આ પુરુષવર્ગના વર્ચસ્વવાળી સીલીંગ પણ તેણીએ તોડી અને પેટ્રોલપંપની માલિક બની. આ માટેનો ઈન્ટરવ્યુ આપવા નિર્મલ ખાસ જમ્મુ ગઈ અને ૧૯૮૩માં, હિમાચલ પ્રદેશ અને ભારતની પ્રથમ મહિલા, પેટ્રોલપંપની માલિકણ બની અને ઈનડીયન ઓઈલની પણ પ્રથમ કાર્યકર્તા.

પેટ્રોલપંપની કામગીરી તો, નિર્મલ સંભાળતી જ પરંતુ આ પછીની કામગીરી તરીકે તેણે એક ઓઈલ ટેંકર લીધી. આ ટેંકરમાં તે ઓઈલ ભરાવવા જાતે અંબાલા જતી. દર અઠવાડીયે આ કામગીરી કરવી પડતી. આ ટેંકર દ્વારા તે ઓઈલ કાશ્મીર અને લડાક સુધી પહોંચાડતી. આ કાર્યમાં સફળ થતા ધીરે ધીરે તેણે એમાંથી આઠ ઓઈલ ટેંકરો કરી.

ટેંકરોની સરવીસ માટે વર્કશોપ પર દર અઠવાડીયે નિર્મલ જાતે જતી. આ કામગીરી સંભાળતા તેના જીવનમાં બે અવરોધો આવ્યા. નિર્મલે બીજી દીકરી ખુશ્બુને જન્મ આપ્યો.

હવે પબ્લીક ટ્રાન્સપોર્ટ સરવીસની કામગીરી, પેટ્રોલપંપની કામગીરી, સાથે બે દીકરીઓને એકલે હાથે ઉછેરવાની જવાબદારી અને ઘરની સંભાળ. પરંતુ આ અવરોધ પણ નિર્મલે પાર કરી દીધો.

થોડો સમય ભરચક કારકીર્દીમાં પસાર થયો અને તેના પતિનું મૃત્યુ થયું. કુટુંબના સદસ્યો, પેટ્રોલપંપથી જોડાયેલી વ્યક્તિઓ, ઓઈલ લેનાર ડીલરો સૌએ એક જ વિચાર કર્યો કે, નિર્મલ હવે અકેલી નહિ પહોંચી વળે.

પરંતુ નિર્મલે પોતાની કામગીરી ચાલુ રાખી એટલું જ નહિ, મારુતી સર્વીસ સ્ટેશન પણ પેટ્રોલપંપ સાથે ઊભુ કર્યું.

જ્યારે એક ઇન્ટરવ્યૂમાં નિર્મલને પૂછવામાં આવ્યું કે, તમને ટ્રાન્સપોર્ટ સર્વીસમાં, પેટ્રોલપંપની કામગીરીમાં કે પેટ્રોલ ડીલરમાં મહિલા તરીકે કોઈ મુશ્કેલી ના પડી ?

તેના જવાબદમાં નિર્મલ જણાવે છે કે, હું આ કાર્યક્ષેત્રમાં દરેક જગ્યાએ એકલી જ જતી. પેટ્રોલના ડીલરોની મીટીંગથી માંડી, પીબલ્યુડીની ઓફિસમાં પૈસાની ઊઘરાણી માટે, બસને ટેંકરોની સરવીસ માટે વગેરે જગ્યાએ. પરંતુ બધાએ એક આગવી અને બહાદુર મહિલા તરીકે, હંમેશા સપોર્ટ કર્યો છે. એકવાર મારી ઓઈલ ટેંકર રસ્તામાં બંધ પડી ત્યારે, પાસેના મંદિરના સાધુઓએ મદદ કરી હતી.

આમ પોતાની મહિલા શક્તિનું સંકરણ કરનાર, નિર્મલ ઈચ્છે છે કે, હીમાચલપ્રદેશની ઘરમાં રહેતી મહિલાઓ તેના કાર્યમાં જોડાય. ઘણી વખત આ વિચાર પ્રદર્શિત કર્યા પછી, હમણાં બે યુવતીઓ, પેટ્રોલપંપની કામગીરીમાં જોડાઈ છે. નિર્મલ ઈચ્છા રાખે છે કે, બસની ફેરીમાં, ડ્રાઈવર ને કંડક્ટર તરીકે, પણ મહિલાઓ કે યુવતીઓ જોડાય.

નિર્મલ સેથીના મહિલા સશક્તિ કરણના વિચારો અને તેમાં અમલીકરણને સો સો સલામ...

Tags :