Get The App

વિશ્વ અને ભારતની પ્રથમ પેરા પ્લેજીક તીરંદાજ

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વ અને ભારતની પ્રથમ પેરા પ્લેજીક તીરંદાજ 1 - image

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- પડકાર, મુશ્કેલી આપણને તોડે તેના કરતાં આપણે દ્રઢ મનોબળ વડે તેને તોડવા જોઈએ અને રસ્તો કાઢવો જોઈએ

'આ દિવ્યાંગ, યુવતી, શું પેરાપ્લેજીક ઓલેમ્પિક કે અન્ય જગ્યાએ તીરંદાજીમાં, ભારતનું પ્રતિનિધિત્વ કરવાની હતી?' આ ટીકાઓ, સમાજ દ્વારા કરવામાં આવતી.

તેના જવાબમાં,

'પણ... પણ....' કાળા માથાનો માનવી ધારે તો શું નથી કરી શકતો ? જો તમે દ્રઢમનોબળ, ખંત, ધીરજ અને સમર્પણથી તમારા ધ્યેયને વળગી રહો છો તો જરૂરથી તમારા ધ્યેયમાં સફળ થઈ શકો છો. કોઈ મુશ્કેલીનો પડકાર તમને હરાવી શકતો નથી.' આ શબ્દો છે પેરા ખેલાડી શીતલદેવીના. શીતલદેવી, તીરંદાજીની પેરાપ્લેજીક ખેલાડી છે.

અહીં ખાસ ખાસ ઉલ્લેખ અને નોંધવા જેવી બાબત એ છે કે, શીતલદેવી તીરંદાજી (આર્ચરી) બે હાથ વગર કરે છે. એટલે શીતલદેવીને બે હાથ જ નથી, છતાં તીરંદાજીમાં નિપૂણતા મેળવી વિશ્વ મહિલા પેરાપ્લેજીકમાં સફળતાની ટોચે પહોંચી છે. ચીનમાં તાજેતરમાં થયેલી પેલાપ્લેજીક તીરંદાજીમાં ઇતિહાસ રચ્યો છે.

શીતલદેવીની વાત લેવાનો ખાસ ઉદ્દેશ જ એ છે કે, જીવનનો આટલો મોટો પડકાર અને કુદરતનાં આટલા મોટા અન્યાયને પણ શીતલદેવીએ હસતા મોંએ વધાવી લીધો અને તેમાંથી રસ્તો કાઢ્યો. જીવનમાં દરેક મહિલાએ આ વાતને મુશ્કેલી, પડકાર તો આવવાના જ. પરંતુ પડકાર, મુશ્કેલી આપણને તોડે તેના કરતાં આપણે દ્રઢ મનોબળ વડે તેને તોડવા જોઈએ અને રસ્તો કાઢવો જોઈએ.

ખાસ કરીને માતા-પિતાનું આ જ કર્તવ્ય છે. નાનપણથી જીવનમાં આવતી કોઈપણ મુશ્કેલીનો સામનો કરો, તેમાંથી રસ્તો કાઢતા શીખવું જોઈએ. આ ગર્ભસંસ્કાર માતાએ બાળકોને આપવા જરૂરી છે.

જોઈએ શીતલદેવીની બે હાથ વગર, તીરંદાજી આર્ચરીની સફળતાની યાત્રા.

શીતલદેવીનો જન્મ કાશ્મીરમાં આવેલ, કિશ્તવાડમાં થયો હતો. જન્મથી જ શીતલદેવીને બે હાથ હતા નહિ. શીતલને ગર્ભમાં જ, 'ફોકોમેલીયા'  (ઁર્રર્બસીનૈચ) નામનો રોગ હતો. આ એક જન્મજાતિ સ્થિતિ છે. જેમાં અંગો ધડ સાથે અથવા શરીર સાથે જોડાયેલા હોય છે. ખભો કે અન્ય અંગને સપોર્ટ આપતો શરીરનો ભાગ વિકાસ પામતો નથી. આથી હાથ, પગ ટૂંકા હોય, કે પંજાઓ જ વિકસીત થયા હોય અથવા હાથ કે પગ ગેરહાજર હોય. શીતલને નાનપણથી ફોકોમેલીયાને કારણે, હાથ હતા જ નહિ, તે હાથ વગર જ જન્મી.

સમજણી થતાં તેને શરીરની આ પંગુતાનો ખ્યાલ આવ્યો. તેની માતાને પણ આ દીકરીની અધૂરી શારીરિક અવસ્થાનું દુ:ખ હતું, પરંતુ તે દુ:ખના રોદણાં રડવાને બદલે તેણે એની સાથે માનસિક મજબૂતી અને દ્રઢમનોબળ કેળવવાનું નક્કી કર્યું. દરેક માતા જો, સંતાનની કોઈ પણ નિષ્ફળતા સામે આ પ્રકારનું હિમ્મત અને દ્રઢ મનોબળવાળું વલણ લે તો, તે સંતાન જરૂર તેના પડકારોને ઝીલી, જીવનમાં સફળતાની ટોચે પહોંચે છે જ.

શીતલની માતાએ શીતલને સમજાવ્યું કે, 'તારી પાસે હાથ નથી પરંતુ પગ તો છે જ ને તો બધા જે કાર્ય હાથથી કરે, તે તું પગથી કરતા શીખ. મુશ્કેલી જરૂર પડશે, પણ હિમ્મત હાર્યા વગર અને ધીરજ ગુમાવ્યા વગર તે કરતાં શીખ, તો જીવન પણ સરળ બનશે, કોઈ શારીરિક અંગનો અભાવ પણ નહીં લાગે અને જરૂરથી તું તારી રીતે સફળ થઈશ.'

બસ આ માની શીખ, શીતલે અક્ષરસહ ગ્રહણ કરી લીધી. તે બધા જ કાર્યો પગથી કરવા માંડી. ગામની ભાગોળે સખીઓ રમવા જતી ત્યારે, બધા હાથથી વૃક્ષ ોપર ચઢતા. શીતલે ઘણાં પ્રયત્નો પછી પગથી ઝાડ પર ચડવાનું શરૂ કર્યું. તેની આ જ દ્રઢતા અને જીવવાની રીત, પગનો ઉપયોગ તીરંદાજીની રમતમાં કામ લાગી.

શીતલે માની શીખ ગ્રહણ કરી હતી. આથી જીવનમાં બે હાથ ન હોવા છતાં કંઈક કરી બતાવવું છે, તે ઠોસ નિર્ણય કર્યો હતો, તે રસ્તો શોધી રહી હતી. અને કહે છે ને કે સાચા મનથી વિચારેલા વિચારને કુદરત પણ મદદ કરે છે. કાશ્મીરના તેના ગામ કિશ્તવાડમાં, ભારતીય લશ્કર દ્વારા પેરા પ્લેજીક વ્યક્તિઓ માટે, 

એક કેમ્પ યોજાયો. જેમાં ભાગ લેનારને જુદી જુદી રમતો જેવી કે, શુટીંગ, તીરંદાજી, કુસ્તી વગેરે શીખવાડવાના હતા અને તેની ટ્રેનીંગ આપવાના હતા.

શીતલ, જોડે તો તેનો સાથીદાર રાકેશ વ્હીલચેરમાં હતો, છતાં તેણે શૂટીંગ શીખવાનું નક્કી કર્યું અને તેમાં આગળ વધવાનું નક્કી કર્યું. પોતાના પગની પંગુતાને બાજુએ મૂકી, જીવનમાં વિકાસ કરવાનું નક્કી કર્યું.

શીતલે પણ સાથીદાર રાકેશ પાસેથી પ્રેરણા લીધી. તેનો રસનો વિષય તીરંદાજી રહ્યો, અને શીતલની તીરંદાજી-આર્ચરીની યાત્રા શરૂ થઈ.

શીતલને, અભિલાષા ચૌધરી અને બીજા કુલદીપ વાઘવાન બે ગુરૂઓ, કોચ એવા મળ્યા કે જેણે શીતલનું જીવન સફળતાની ટોચ પર પહોંચાડયું. આપણી સંસ્કૃતિમાં, માતા-પિતા પછી ગુરૂનું સ્થાન છે. તે આ ગુરૂઓએ સાચું સાબિત કરી બતાવ્યું. આ બન્ને તીરંદાજીના કોચે શીતલમાં તીરંદાજી માટેની ક્ષમતા જોઈે, તે સાથે શીખવાનો તેનો ઉત્સાહ અને તેના કાર્યની સફળતા માટેનો આત્મવિશ્વાસ જોયો અને તે લોકોએ નક્કી કર્યું કે, શીતલદેવીને (આર્ચરી) તીરંદાજીની ટ્રેનીંગ આપવી. અને શરૂ થઈ શીતલદેવીની ૧૧ મહિનાની ટ્રેનીંગ.

શીતલદેવીની કોચની ફી, ઉપરાંત તેનો રહેવાનો, સારા ખોરાકનો, તેના સાધનોનો, તીરંદાજીનો, ફિઝીયોથેરપી અને અન્ય એસેસરીઝનો ખર્ચો ઓલિમ્પિક ગોલ્ડ કોસ્ટે ઉઠાવ્યો.

તેના ફીઝીયોથેરપીસ્ટે, ચકાસી જોયું કે સીન્થેટીક આર્મ (હાથ) બેસાડી શકાય કે નહિ, જેના વડે શીતલ તીરંદાજી કરી શકે, પરંતુ શીતલને હાથ માટેનો સપોર્ટ ન હોવાથી આ કૃત્રિમ હાથ કામ ના આપી શકે. આથી આ ગુરૂઓએ એવી વ્યક્તિની શોધ કરવા માંડી કે, જેના હાથ ના હોય છતાં, તીરંદાજી કરી સફળતા મેળવી હોય. અમેરિકાના તીરંદાજી ખેલાડી 'સ્ટુઝમેને' હાથ વગર આર્ચરી-તીરંદાજી કરી છે અને લંડનમાં પેરા આર્ચરી સ્પર્ધામાં, ગોલ્ડમેડલ મેળવ્યો છે.

શીતલના ગુરૂઓએ આ ટેકનીક અપનાવી. જેમાં, પણછ (બો) પકડવા માટે પગનો ઉપયોગ કર્યો અને તીર (એરો) ને મોંમાં પકડી, દાઢી અને ખભાનો ઉપયોગ કરી તીરંદાજીના સ્ટ્રોક મારવાના આ રીત અપનાવી. શરૂઆતમાં શીતલે રબર બેન્ડથી પ્રેક્ટીસ શરૂ કરી. રોજના તે ૫૦-૧૦૦ સ્ટ્રોક મારતી. ધીરે ધીરે વધારી ૧૫૦ સ્ટ્રોકથી વધારે કરવા માંડયા.

શીતલના કોચ કુલદીપ સર જણાવે છે કે, 'આ તીરંદાજીની ટ્રેનીંગ પગ અને મોં વડે, માટે ખૂબ ધીરજ અને ખંત માગી લેતા અને શીતલે તે બન્ને વડે ટ્રેનીંગ શરૂ કરી અને છેક સુધી પૂરી કરી.'

શીતલદેવીએ આમ અશક્ય વસ્તુને જીવનમાં શક્ય બનાવી અને ઘણા એવોર્ડઝ મેળવ્યા, ઉપરાંત નાની ઉંમરમાં ભારતના રમતગમત માટેના સર્વોચ્ચ એવોર્ડઝ, 'અર્જુન એવોર્ડ' અને 'ખેલરત્ન' એવોર્ડઝ મેળવ્યા.

તાજેતરમાં ચીનમાં રાયેલી પેરાપ્લેજીક આર્ચરીમાં ગોલ્ડમેડલ મેળવ્યો, એટલું જ નહિ તુર્કની પેલાપ્લેજીક તીરંદાજી પ્લેયરને હરાવી વિશ્વની સૌ પ્રથમ પેરા પ્લેજીક આર્ચરી બની.

સેલ્યુટ ટુ શીતલદેવી !