Get The App

શિક્ષણના સમાનાધિકાર માટે મધુપ્રિયા ઝઝૂમી

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
શિક્ષણના સમાનાધિકાર માટે મધુપ્રિયા ઝઝૂમી 1 - image

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- ભારતીય સમાજની આ મહાદરિદ્રતા છે કે સમાજમાં વ્યક્તિ સંસ્કારો વડે પરખાતી નથી, પરંતુ તેના ધન અને રૂતબા વડે પરખાય છે 

ચે ન્નઇની કોન્વેન્ટશાળામાં એક સ્ત્રી છેલ્લા બે વર્ષથી પોતાની દીકરીઓના પ્રવેશ (એડમીશન) માટે ધક્કા ખાય છે. એને કોઈપણ કારણ બતાવી ના પાડવામાં આવે છે. આ તેનું ત્રીજું વર્ષ છે. આ વર્ષે તેણે નક્કી કર્યું છે કે, હું એડમીશન મેળવીને જ રહીશ. એડમીશન બંધ થવાનો એક દિવસ જ બાકી છે. તે સ્ત્રીને ના પાડવામાં આવે છે, તે જબરજસ્તી આચાર્યાની ઓફિસમાં ઘૂસી જાય છે. અને પ્રીનસીપાલને પ્રશ્ન પૂછે છે કે, મારી દીકરીઓને પ્રવેશ આપવાની કેમ ના પાડવામાં આવે છે ? ઘણી દલીલો થાય છે, પ્રીનસીપાલ છેલ્લે એક દાવ ફેંકે છે કે 'અહીં તો મોટું ડોનેસન આપવું પડશે, બહેન. તમારી શાકવાળાની સામાન્ય વ્યક્તિને તે કેવી રીતે પોસાશે ?' તે મહિલા તરત જ એક બુક કાઢે છે અને ડોનેશનની ફીગર જણાવવા કહે છે, સ્તબ્ધ પ્રીનસીપાલને તે મહિલાની દીકરીઓને કોનમેન્ટમાં ચેન્નાઇની એ આગવી શાળામાં એડમીશન આપવું પડે છે. અને એ સામાન્ય શાક વેચનારી મહિલાના ધૈર્ય, ને સમર્પણની જીત થાય છે અને દીકરીઓ શાળામાં પ્રવેશે છે.

આ શાક વેચનારી સામાન્ય મહિલા એટલે ચેન્નાઇની માતા દેવાઇકા અને તેની દીકરી મધુપ્રીયા અને તેની બહેન. મધુપ્રીયાની વાત ખૂબ પ્રેરણાદાયક છે, તેમાં આ શાક વેચનાર માતાએ કેવી મુશ્કેલીઓ વેઠીને દીકરીઓને ભણાવી અને આજે મધુપ્રીયા સ્નાતક થઇ પછી અંગ્રેજી અને હ્યુમન રીર્સોસીસ વિષયો સાથે અનુસ્નાતક કર્યું અને પછી એમ.બી.એ. કર્યું અને આજે તેણી મદ્રાસની જાણીતી આઈટી કંપનીમાં આસીસ્ટન્ટ મેનેજર છે. તેના કુટુંબ અને સમાજમાં આટલી શૈક્ષણીક કારકિર્દી મેળવનાર તે એકલી 

યુવતી છે. કહાનીના સીનને થોડો પાછળ લઇ જઇએ ને દેવાઈકા માતાની શિક્ષણ ભૂખ વિષે જાણીએ.

ચેન્નાઇમાં રહેતી દેવાઇકા નાનપણથી ભણવામાં ખૂબ હોશીયાર હતી. તેની પોતાની ઇચ્છા ચેન્નાઇની કોન્વેન્ટસ્કુલમાં ભણવાની હતી કારણ કે તે ખૂબ હોશિયાર હતી. પરંતુ ગરીબીને કારણે તેને તે જાણતી હતી તે શાળામાંથી પણ અડધેથી ઊઠી જવું પડયું હતું. ત્યાં કોન્વેન્ટશાળામાં ભણવાની તો વાત જ ક્યાં આવી ? પરંતુ તે ક્ષણથી તેણે નક્કી કર્યું હતું કે, હું મારી દીકરીઓ માટે મહેનત કરી પૈસા બચાવીશ અને તેમને ચેન્નઇની કોન્વેન્ટશાળામાં ભણાવીશ.

નાનપણ વયમાં દેવાઇકાના લગ્ન થયા. ત્યારે પતિ પ્લમ્બર હતા. પરંતુ તે ધંધામાં બે દીકરીઓ થતા આવક ઓછી પડવા લાગતા, તેઓએ શાકની દુકાન કરી અને ત્યારથી દેવાઇકાએ દીકરીની શાળાના ડોનેશન માટે પૈસા બચાવવા માંડયા હતા. અને આ રીતે મધુપ્રીયા ને તેની બહેનને ચેન્નાઇની કોન્વેન્ટશાળામાં ભણાવવાનું દેવાઇકાનું સ્વપ્ન પૂરું થયું.શરૂ થઇ મધુપ્રીયાની કોન્વેન્ટશાળાની શૈક્ષણિક યાત્રા.

ચેન્નાઇની કોન્વેન્ટસ્કુલમાં, મોટાભાગના હાયફાય ક્લાસના ને ધનિક વર્ગની વિદ્યાર્થીનીઓ ભણવા આવતી હતી. જેમ કે એનટરપ્રીનરની દીકરીઓ રમતવીરની દીકરીઓ, રાજકારણીઓની દીકરીઓ વગેરે વગેરે. આની સરખામણીમાં મધુપ્રીયા ફક્ત સામાન્ય શાકવાળી મહિલાની દીકરી હતી. ભારતીય સમાજમાં શરૂઆતથી સામાન્ય અને ઉચ્ચ વર્ગનો તફાવત દરેક જગ્યાએ રહ્યો છે. શિક્ષણનું ક્ષેત્ર પણ તેનાથી વંચીત નથી. આ વર્ગ વિગ્રહની અસર મધુપ્રીયાની શાળાકીય કારકિર્દી પર થવા લાગી. દેવાઇકાએ, એડમીશન તો અપાવ્યું, હવે મધુપ્રીયાને સામાજીક પડકારો ઝીલવાના હતા. માધ્યમિક શાળામાં તો, દિવસો પસાર થયા. ત્યાં મધુપ્રીયાને ત્રણ સખીઓ થઇ. આથી માધ્યમિક શાળાનો સમય તો નીકળી ગયો પરંતુ ખરી પરીક્ષા શરૂ થઇ હાઈસ્કુલથી. હાઈસ્કુલમાં જ્યારે છોકરીઓ આવે છે ત્યારે, તેમની સમજણ સંપૂર્ણ રીતે વીકસી ચૂકી હોય છે. સમજણનો ઘડો પાકે પાયે ઘડાઈ ચૂક્યો હોય છે. આથી હાયફાય ક્લાસ અને સામાન્યવર્ગ વગેરે તફાવતો આ છોકરીઓ સારી રીતે સમજતી હોય છે. આ સામાજીક દૂષણને કારણે મધુપ્રીયાને સહન કરવાનું આવ્યું. વર્ગમાં બધા તેનાથી દૂર રહેતા. કોઈ વિદ્યાર્થીનીઓ, તેની સાથે બેસવા તૈયાર ન હતી. શાળાકીય પ્રવૃત્તિઓમાં પણ મધુપ્રીયાને છેલ્લે પૂછવામાં આવતું. સમૂહ પ્રવૃત્તિઓ પણ જેમાં મધુપ્રીયા હોય તેમાં કોઈ ભાગ લેતું નહિ. આ બધી મુશ્કેલીઓ, સામે દેવાઇકા તેની સાથે સમજાવટથી કામ લેતી. પરંતુ ખરો વળાંક હવે આવે છે. અને દેવાઇકાની માતૃ પરાકાષ્ટાને 

સમજાવટની ચરમસીમા હવે આવે છે, જે દરેક મહિલા વાચકે શીખવા જેવો છે.

મધુપ્રીયાને દસમા ધોરણમાં ન્યુમોનીયા થયો તેને બે મહિના આરામ કરવાનો હતો, આથી તે શાળાએ જઇ શકે તેમ ન હતી. તેનું ભણવાનું પડે, આ માટે તેને ક્લાસમાં દરેક વિષયમાં ચાલે. તેની નોટસની જરૂર પડે તેણે તેની એક ખાસ સખી પાસે નોટસ માગી. તો તેના જવાબમાં તેની સખીએ કહ્યું, 'પ્રીયા, મારા પીતાજીને આપણી દોસ્તીની ખબર પડી છે. તારા કુટુંબ વિષે પણ તેમને જાણવા મળ્યું છે કે તારી માતા શાક વેચે છે એટલે મને તારી સાથે બોલવાની ના પાડી છે. હું, નોટસ આપી શકીશ નહિ.' આ સાથે મધુપ્રીયાની બીજી બે સખીઓએ પણ બોલવાની ના પાડી દીધી.

મધુપ્રીયા મનથી ભાંગી પડી.

ભારતીય સમાજની આ મહાદરિદ્રતા છે કે સમાજમાં વ્યક્તિ સંસ્કારો વડે પરખાતી નથી, પરંતુ તેના ધન અને રૂતબા વડે પરખાય છે અને વર્ગનો તફાવત ઉભો થાય છે.

અહીં જ જીવનના વળાંક પર બેસી મધુપ્રીયાની માતા દેવાઇકાએ મધુપ્રીયાને સમજાવ્યું કે, પ્રથમ વાત તું કોનમેન્ટમાં સારું ભણતર મળે માટે જાય છે. મેં જે શિક્ષણ ગુમાવ્યું, તે મને મળે અને જીવનમાં તું કંઇક કરી શકે, ડીગ્રી મેળવી, ઉચ્ચપદવી મેળવી શકે માટે મેં તને આ શાળામાં મૂકી છે. આથી ભણતર અગત્યનું છે, દોસ્તી નહિ. જેને ભણવું છે, તે એકલવ્યની જેમ ભણી શકે છે. તારે એકલવ્ય બનવું પડશે.

અને બીજું, જીવનમાં તમારી સ્થિતિ સામાન્ય હોય કે, ધનિક તે નસીબ પર આધારિત છે. આપણે સામાન્ય વર્ગના છીએ તે તારે ક્યારેક તો સામનો કરવાનો જ હતો. આ સમયમાં તે પડકાર તારી સામે આવીને ઊભો રહ્યો તો સામનો કર. તેનાથી નીરાશ ના થા કે ડર નહિ. તું સાબિત કરી બતાવ કે ભણતર ને કોઈ વર્ગનો તફાવત નડતો નથી. જે ભણવા માગે છે તે ભણીને જ બતાવે છે.

મધુપ્રીયાને આ શીખ મગજમાં પટોળાની ભાતની જેમ બેસી ગઈ અને જરાય નીરાશ થયા વગર તેણે બે મહિનામાં પોતાની રીતે અભ્યાસ કર્યો અને પરીક્ષા આપી. તેનું વર્ષ ના બગડયું. આ પછી તેણે, જાણીતી કોલેજમાં એડમીશન મેળવ્યું, સ્નાતક થઇ. અને હ્યુમન રીર્સોસીસ, ને અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થઇ અને એની કોલેજના કેમ્પસમાંથી ચેનાઇ એમએનસીમાં નોકરી મેળવી.

મધુપ્રીયા જણાવે છે કે, આ પ્રસંગ મારા જીવનનો વળાંક હતો. મેં હાઈસ્કૂલમાં તેમજ અન્ય જગ્યાએ, આ વર્ગનો તફાવત મેં અનુભવ્યો. પરંતુ મેં માએ સમજાવ્યા પ્રમાણે, આ પડકાર ઝીલ્યો અને મેં એક જ લક્ષ્ય રાખ્યું કે, મારી માતાએ એની ઘડપણની પણ ચિંતા કર્યા વગર બધી બચતો મારા શિક્ષણ માટે વાપરી. અને હું ઉચ્ચ શિક્ષણ મેળવું તે જ તેનું લક્ષ્ય હતું. મારી માતાના અને પિતાના સમર્પણ અને ત્યાગ ને જ મારે ધ્યાનમાં રાખવાના હતા અને મેં રાખ્યા. અને આજે હું તેનું ફળ ભોગવી રહી છું. ડબલ ડીગ્રી મેળવી હું આઈટી કંપનીમાં આસીટન્ટ મેનેજર છું.

બીજું માએ શીખવ્યું કે આપણા કરતાં પણ વધારે જરૂરિયાતવાળા લોકો છે. એકવાર અમારી શાકની દુકાનમાંથી એક છોકરો ગાજર, કાકડી ચોરતો હતો. માએ જોયું પણ એને જવા દીધો. મેં પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યો એને જરૂર હશે. ભૂખ્યો હશે. એને એના નાનાભાઈ બહેનોને ખાવાનું આપવાનું હશે. હંમેશા આપણાથી નીચેના વર્ગો સામે જોવું. બસ આ શીખ હું મારી નોકરીમાં અપનાવતી, નીચલા કર્મચારી બહેનો સાથે વાત કરતી. આ શીખે મને ઘણી પ્રસિદ્ધિ અને પ્રેમ અપાવ્યો. મારી દીકરીને હું આજ શીખ આપીશ.

બસ, આ દેવાઇકાના માતૃત્ત્વની પરાકાષ્ટા અને સંસ્કારોનું સીંચન, માતાનું સાચું કર્તવ્ય. આવી માતાને સો સો સલામ.