Get The App

કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે.. .

Updated: Aug 29th, 2023

GS TEAM

Google News
Google News
કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે..                            . 1 - image


- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ

- બહેનો દ્વારા ગવાતા આ ગીતોમાં કેટલાય ગીતો એવા છે જે પોતાના ભાઈની વીરતાનું જયગાન કરે છે

ર ક્ષાબંધનનું પર્વ એટલે ભાઈ-બહેનના નિર્વ્યાજ સ્નેહનું અલૌકિક પર્વ. આ પર્વ ભારતીય સંસ્કૃતિની ચિરંતન ધારાને જીવિત અને જીવંત રાખતું પર્વ છે. ગુજરાતી સાહિત્યમાં રક્ષાબંધનને અનુલક્ષીને કવિતાઓ અને કથાઓ છે. તેમાંની જ એક અનુપમ કથા એટલે કુંતા અને અભિમન્યુની રક્ષા બાંધવાની કથા. આ કથા લોકજીવનમાં ઘણી પ્રસિદ્ધ છે. આપણાં ધાર્મિક, પૌરાણિક, આદર્શ પાત્રોને કોઈ ગીતમાં ઢાળી દેવાં, એમની વચ્ચે થયેલી સંભવિત વાતચીત, સંવાદનું ગીત પોતીકી બોલીમાં રચી નાખવું ખૂબ જ કપરું છે છતાં આવાં ગીતો આપણે ત્યાં અનેક છે અને લોકગીતો બનીને વર્ષોથી લોકપ્રિયતાના શિખરે બેઠાં છે. હજારો વર્ષો પૂર્વેનાં આ પાત્રોની ભાષા ગમે તે હોય પણ જે ભાષા કે બોલીનો લેખક, કવિ, ગીતકાર હોય એ પોતાની ભાષામાં પોતાનાં પાત્રોને બોલાવે! 'કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે ...' મહાભારતના એક પ્રસંગનું દાદી-પૌત્ર વચ્ચેના સંવાદનું ગીત છે. અભિમન્યુને રાખડી બાંધી કુંતીએ કૌરવો સામેના યુદ્ધમાં તેને મોકલ્યો હતો. આ ગીત યુદ્ધે ચડયા પહેલાં દાદીમા કુંતા પાસે અભિમન્યુ રક્ષા બંધાવવા આવ્યો ત્યારનું છે. એકથી સાતેય કોઠે કોનો કોનો સામનો કરવો પડશે એવું કુંતાને પૂછતાં તેઓ દરેક કોઠાના યોદ્ધા અને તેની ખાસિયતો વર્ણવે છે અને પૌત્રને એક જ બોધ આપે છે કે સામે ગમે તે હોય, તારે વિજયી થવાનું છે! અહીં એ વાત ઉજાગર થઈ છે કે અર્જુનના પુત્ર, શ્રીકૃષ્ણના ભાણેજને દાદીમાએ રક્ષાકવચ બાંી દીધું હતું અને આ રક્ષા કવચની વાત આપણે સૌ જાણીએ જ છીએ. આપણે ત્યાં વ્રતના દિવસોમાં આ ગીત અગાઉ ખૂબ જ ગવાતું. બહેનો જાગરણ વખતે આ ગીત ખૂબ ગાતાં હતાં. બહેનો દ્વારા ગવાતા આ ગીતોમાં કેટલાય ગીતો એવા છે જે પોતાના ભાઈની વીરતાનું જયગાન કરે છે. કવિ ન્હાનાલાલનું ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ હોય કે પછી મેઘાણીના તલવારના વારસદાર તરીકે 'ભેટે ઝૂલે છે તલવાર, વીરાજી કેરી ભેટે ઝૂલે છે' ગીત હોય. આ બધા ગીતોમાં બહેનના ભાઈ પ્રત્યેના અપાર સ્નેહનું વર્ણન છે. સાહિત્યના અન્ય પ્રકારોમાં રક્ષાબંધનનો ક્યાંક ઉલ્લેખ આવે છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ હરિકૃષ્ણ પ્રેમીનું ઐતિહાસિક નાટક રક્ષાબંધન છે, જેની ૧૮મી આવૃત્તિ ૧૯૯૧માં પ્રકાશિત થઈ છે. મરાઠીમાં શિંદે સામ્રાજ્ય વિશે લખતા, રામરાવ સુભાનરાવ બર્ગેએ રાખી ઉર્ફે રક્ષાબંધન નામનું નાટક પણ રચ્યું હતું.  ફિલ્મોના કથાવસ્તુમાં પણ રાખી, રક્ષાબંધન અને ભાઈ-બહેનનો સ્નેહ એક જમાનામાં ખૂબ લોકપ્રિય વિષય તરીકે ગણાતા હતા. 

ઓગણીસમી સદીથી શરુ થયેલા અર્વાચીન યુગમાં ભાઈબહેનના સંબંધ વિશે જ્યારે ખૂબ ઓછું લખાયું છે ત્યારે ચં.ચી. મહેતાના 'ઈલાકાવ્ય' તેમાં અપવાદ છે. તેમાંનાં ઘણાખરાં બહેનના અવસાન પછી લખાયેલાં છે. એટલે વિશાદ, અવસાદ એ આ કાવ્યોનો મુખ્ય સૂર છે. કવિ ભૂતકાળનાં સ્મરણો વાગોળે છે તેમાં આનંદ-ઉલ્લાસ, મજાક-મશ્કરી, રિસામણાં-મનામણાં એ બધું છે.

'ઇલા ! સ્મરે છે અહીં એક વેળા

આ ચોતરે આપણ બે રમેલાં;

દાદાજી વાતો કરતા નિરાંતે,

વહેલા જમીને અહીં રોજ રાતે.'

બહેન મોટી હોય તો ભાઈ કે નાના ભાઈભાંડુની મા બની સૌને સાચવે છે અને નાની હોય તો ઉદાર મિત્ર. રક્ષાબંર્ંનનો તહેવાર આવે ને અવિનાશ વ્યાસના 'કોણ હલાવે લીમડી, ને કોણ ઝૂલાવે પીપળી, ભાઇની બેની લાડકી' કે 'દીકરી તો પારકી થાપણ કહેવાય..' જેવા સુમધુર ગીતો આપણા મનમાં ગુંજવા લાગે. શંકર જયકિશને સ્વરબદ્ધ કરેલું ફિલ્મ 'છોટી બહેન'નું ગીત 'ભૈયા મેરે, રાખી કે બંધન કો નિભાના ભૈયા મેરે, છોટી બહન કો ન ભુલાના ' તો દરેક બહેનની વ્હાલપને વાચા આપે છે. આપણા જાણીતા કવિ બાલમુકુન્દ દવે એના 'ભાઈ બહેન' કાવ્યમાં ભાઈ બહેનના નિર્દોષ તોફાન અને નિર્મળ હેતનું સચોટ ચિત્રણ કરે છે. બહેનથી મોટું કોઈ શુભચિંતક નથી અને ભાઈથી મોટું કોઈ રક્ષક નથી. આજે બા સંબંોમાં ઓટ આવી છે ત્યારે ભાઈ બહેનના સ્નેહમાં નિરંતર ભાવભરી ભરતી આવતી રહી છે.

અંતે...

વધારે પડતી સંભાળ માણસને સમય કરતાં વહેલાં વૃદ્ધ બનાવી દે છે. 

(અંગ્રેજી રૂઢિપ્રયોગ)    

Tags :