Get The App

સર્વોત્તમ સોલ્જર કે સિરિયલ કીલર?

Updated: Jul 4th, 2023

GS TEAM

Google News
Google News
સર્વોત્તમ સોલ્જર કે સિરિયલ કીલર? 1 - image

- ટોપ્સીટર્વી - અજિત પોપટ

- દેશના લશ્કરી જવાનને સર્વોચ્ચ એવોર્ડ મળ્યો હોય એના પર સામૂહિક હિંસાચારના આક્ષેપ થાય એવું પણ બને છે.

-જમ્મુ કશ્મીરમાં છેલ્લાં ઘણાં વરસોથી ભારતીય લશ્કરના જવાનો જાનના જોખમે ફરજ બજાવે છે. એ જ રીતે અગાઉ આસામમાં પણ ભારતીય જવાનો ફરજ બજાવતા હતા. દરેક વખતે વિભાજનવાદી પરિબળો વિદેશી મિડિયા સમક્ષ સતત એવી રાવ કરતા હતા કે ભારતીય લશ્કર અમારા પર અત્યાચાર કરે છે, અમારી બહેન-બેટીઓ પર બળાત્કાર કરે છે, નિર્દોષ નાગરિકોને આતંકવાદી ગણાવીને ઠાર કરે છે. સમયના વહેવા સાથે આ બધા આક્ષેપો ખોટા પુરવાર થતા રહ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં એલફેલ વાતો કરી ત્યારે અમેરિકી સરકારના પ્રવક્તાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારતમાં લોકશાહી સરકાર છે. તમે પાટનગર નવી દિલ્હી જઇને જાતે જોઇ શકો છો.

વાસ્તવમાં આવું લગભગ દરેક દેશમાં વધતેઓછે અંશે બનતું રહ્યું છે. દેશના લશ્કરી જવાનને સર્વોચ્ચ એવોર્ડ મળ્યો હોય એના પર સામૂહિક હિંસાચારના આક્ષેપ થાય એવું પણ બને છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પ્રતિષ્ઠિત અખબાર સિડની હેરાલ્ડમાં એવો એક નેત્રદીપક કિસ્સો પ્રગટ થયો હતો. ઓસ્ટ્રેલિયન લશ્કરના જવાનોને અપાતા સર્વોચ્ચ એવોર્ડને વિક્ટોરિયા ક્રોસ મેડલ કહે છે. ઓસ્ટ્રેલિયન આર્મીના એક જવાંમર્દ ઓફિસર બેન રોબર્ટસ્ સ્મીથને આ વિક્ટોરિયા ક્રોસ એનાયત થયો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયાના ઇન્વેસ્ટિગેટિવ પત્રકારોએ બેનના ભૂતકાળને ખોદી કાઢયો અને એવા અહેવાલો પ્રગટ કર્યા કે બેને અફઘાનિસ્તાનમાં અમેરિકી મદદથી રશિયન દળો સામે યુદ્ધ ચાલતું હતું ત્યારે તદ્દન નિર્દોષ અફઘાન નાગરિકોની સામૂહિક હત્યા કરી હતી.

આ વાત લગભગ બાર તેર વર્ષ જૂની છે. ૨૦૧૦ના જૂનની વાત છે. અફઘાનિસ્તાનના કંદહાર (પ્રાચીન નામ ગાંધાર, જેનો મહાભારતમાં ઉલ્લેખ આવે છે) પ્રાંતના શાહ વાલી કોટ જિલ્લામાં ૨૦૧૦ના જૂનની ૧૦મીથી ૧૪ સુધી ખૂનખાર યુદ્ધ ખેલાયું હતું. આ યુદ્ધમાં બેન રોબર્ટસ્ સ્મિથે અત્યંત પ્રશંસનીય કામગીરી બજાવી હોવાના અહેવાલ હતા જેના આધારે એને ઓસ્ટ્રેલિયન લશ્કરના સર્વોચ્ચ સન્માન વિક્ટોરિયા ક્રોસથી નવાજવામાં આવ્યો હતો. ગઇ કાલ સુધી બેન રોબર્ટસ્ મોસ્ટ ડેકોરેટિવ ઓસ્ટ્રેલિયન સોલ્જર તરીકે લોકમાનસમાં પૂજાતો હતો. બેને ૨૦૦૬થી ૨૦૧૨ વચ્ચે છથી સાત વખત અફઘાનિસ્તાનની મુલાકાત લીધી હતી. એ ઓસ્ટ્રેલિયાનો રાષ્ટ્રીય હીરો ગણાતો રહ્યો છે અને ઓસ્ટ્રેલિયન વોર મેમોરિયલમાં એની તસવીર ટાંગેલી છે.

લશ્કરમાં ફરજ બજાવવા ઉપરાંત એ સેવન વેસ્ટ મિડિયા નામની સંસ્થા સાથે પણ જોડાયેલો હતો. વ્યક્તિગત અદેખાઇને કારણે કે સત્ય બહાર લાવવાની ભાવનાથી સારાહ મેટુલીન નામની મહિલા પત્રકારે બેન રોબર્ટસ્ સ્મિથને નિર્દોષ અફઘાન નાગરિકોનો સિરિયલ હત્યારો ચીતરતો અહેવાલ પ્રગટ કર્યો હતો. એથી નારાજ થઇને બેન રોબર્ટસે સારાહ જે મિડિયા કંપની સાથે સંકળાયેલી હતી એની સામે બદનામીનો કેસ કર્યો હતો. આ કેસ નીચલી અદાલતથી શરૂ થઇને ફેડરલ (સુપ્રીમ) કોર્ટ સુધી ચાલ્યો જેમાં બેન રોબર્ટસ્ સ્મિથ સામેના આક્ષેપો સાચા પુરવાર થયા એટલું જ નહીં,, એણે સાક્ષીઓને ધાકધમકી આપી હોવાના આક્ષેપ પણ પુરવાર થયા. ફેડરલ કોર્ટે એને અપરાધી ઠરાવતો ચુદાદો આપ્યો. રાતોરાત બેન રોબર્ટસ્ સ્મિથની પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગઇ. એણે સેવન વેસ્ટ મિડિયાના પોતાના હોદ્દાનું રાજીનામું આપ્યું. ફેડરલ કોર્ટે માત્ર બદનામીના કેસમાં એને પરાજિત જાહેર કર્યો છે. એને વોર ક્રાઇમ માટે કોઇ સજાની જાહેરાત કરી નથી. એને કોઇ સજા કરી નથી. એણે સારાહ મેટુલીનને માતબર આર્થિક વળતર આપવું પડશે એવી ભીતિવાતી હતી.

જો કે હાલ તરત એના વિક્ટોરિયા ક્રોસ મેડલને કશી અસર થઇ નથી. આ કેસને એની લશ્કરી કારકિર્દી સાથે કશો સંબંધ નથી એવી એક માન્યતા પ્રવર્તી રહી છે એટલે કદાચ- યસ, કદાચ એનો વિક્ટોરિયા ક્રોસ મેડલ સરકાર પાછો નહીં લઇ લે. ૧૮૫૬માં રાણી વિક્ટોરિયાએ આ સર્વોચ્ચ સન્માન શરૂ કરેલું. અત્યાર સુધીમાં ૧૩૫૩ લશ્કરી અધિકારીઓને આ સન્માન મળ્યું હતું. હાલ એવા ૧૫ અધિકારીઓ ઓસ્ટ્રેલિયામાં 

હયાત છે.