કાવાદાવાનું કીચડ - કોરોના!
- ટોપ્સીટર્વી- અજિત પોપટ
- કોરોના બે રીતે અમેરિકાને ખુવાર કરી શકે એમ છે. એક, એનું આર્થિક સામ્રાજ્ય ખતમ થઇ જાય અને નંબર બે, આ વર્ષના નવેંબરમાં થનારી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનું અચ્યુતમ્ કેશવમ્ થઇ જાય
પો તાને વિશ્વની આથક મહાસત્તા અને જગત જમાદાર સમજતા અમેરિકાને કોરોના વાઇરસે ખળભળાવી દીધું છે. ૨૦૧૯ના આંકડા મુજબ આશરે ૩૧ કરોડ ૧૧ લાખની વસતિ ધરાવતા અમેરિકામાં આશરે લાખેક લોકો કોરોનાનો શિકાર બન્યા છે. કેલિફોનયા અને ન્યૂયોર્ક જેવાં મહાનગરોમાં લૉક આઉટ જેવી સ્થિતિ છે. માત્ર અમેરિકાની વાત નથી, ઇટાલી અને બ્રિટનમાં પણ હાહાકાર મચ્યો છે. આમ આદમીની વાત જવા દો, બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ અને બ્રિટિશ વડા પ્રધાન પોતે પણ કોરોનાના ચેપનો ભોગ બન્યા છે. ભારતમાં પણ ચેપ અને એના પગલે આવતી બીમારીએ લોકોને ભયભીત કરી દીધા છે. એવા સમયે એક પ્રશ્ન સતત થયા કરે છે.
કોરોનાનો ચેપ ચીનના વુહાન પ્રાંતમાં આવેલી એક લેબોરેટરીથી ફેલાવાનો શરૂ થયો અને લાખો લોકો કોરોનાના ભરડામાં આવી ગયા એવા પ્રાથમિક અહેવાલો હતા. ચીનમાં લોખંડી સરમુખત્યાર જેવી શાસન પદ્ધતિ છે એટલે ખરેખર કેટલા લોકો કોરોનાથી મરી ગયા એનો સાચ્ચો આંકડો કદી બહાર આવવાનો નથી. કેટલા લોકો હજુ બીમાર છે એની કોઇને જાણ નથી. છેલ્લા થોડા દિવસથી એવો પ્રચાર શરૂ થયો હતો કે હવે ચીનના વુહાન પ્રાંતમાં કોરોના ચેપગ્રસ્ત એક પણ રોગી નથી. વુહાન પ્રાંત કોરોના મુક્ત થઇ ચૂક્યો છે. અહીં એક પ્રશ્ન જાગે છે. ચીનમાં વુહાન જેવા કુલ ૨૬ પ્રાંત છે. હુબૈ, હૈનાન, ગ્વાનડોંગ, હુનાન વગેરે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી પણ ચીનમાં છે. કોરોનાનો ચેપ ફક્ત વુહાનમાં જ ફેલાયો, અન્ય પ્રાંતો શી રીતે ચેપમુક્ત રહ્યા ? બીજી બાજુ સમગ્ર વિશ્વમાં કુલ પાંચ લાખ પચીસ હજાર લોકોને અસર થઇ હોવાના અહેવાલ શનિવાર, ૨૮ માર્ચે હતા.
જે વાઇરસનો ચેપ અમેરિકા અને યૂરોપના દેશો સુધી વિસ્તર્યો અને એશિયાના દેશો સુધી ફેલાયો એ વાઇરસે ચીનના અન્ય પ્રાંતોને કેમ પોતાના ભરડાથી મુક્ત રાખ્યા ? આ ખરેખર એક ભેદી ઘટના ગણી શકાય. હોલિવૂડની કોઇ થ્રીલર ફિલ્મના પ્લોટ જેવી ઘટના છે. જે વાઇરસનો જન્મજ ચીનના એક પ્રાંતમાં થયો એ વાઇરસે ચીનના અન્ય પ્રાંતોમાં કેમ પગપેસારો ન કર્યો ? જે વાઇરસ વાતાવરણમાં ઓટોમેટિક રીતે પ્રસરતો હોય એ ચીનના અન્ય પ્રાંતોમાં પણ પ્રસરવો જોઇએ. તમે ભારતનો દાખલો લ્યો. ભારતમાં મુંબઇ, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને અન્ય રાજ્યોમાં ચેપનો ફેલાવો થઇ રહ્યો હોય તો ચીનના વુહાન ઉપરાંતના પ્રાંતો આ ચેપથી મુક્ત કેવી રીતે રહી શક્યા એ સહેલાઇથી સમજાય નહીં એવો કોયડો છે.
છેલ્લા થોડા સમયથી અમેરિકા અને ચીન વચ્ચે આથક લેવડદેવડ અને વ્યાપારી બાબતેા અંગે ખેંચતાણ ચાલતી હતી એ જગજાહેર હકીકત છે. અમેરિકા કોઇ પણ ભોગે ચીનને મહાસત્તા બનવા દેવા માગતું નથી એ પણ સર્વવિદિત છે. એ સંજોગોમાં ચીન આવુ્ં બાયોલોજિકલ શસ્ત્ર ઉગામે એ શક્યતા નકારી શકાય નહીં. માત્ર અમેરિકા નહીં, સમગ્ર વિશ્વના અર્થતંત્રને આ એક શસ્ત્ર વડે ચીન ખુવાર કરી શકે. પીઠમાં છરો મારવા માટે ચીન પંકાયેલું છે. ભારતને તો ચીનનો એવો અનુભવ પણ છે. ચાઉ એન લાઇ હયાત હતા અને પંડિત જવાહરલાલ નહેરુ ભારતના વડા પ્રધાન હતા ત્યારે ૧૯૫૦ના દાયકાના પ્રારંભે ચીને ભારતની પીઠમાં ખંજર હુલાવ્યું હતું. ચીન પર ભરોસો મૂકી શકાય એમ નથી.
કોરોના બે રીતે અમેરિકાને ખુવાર કરી શકે એમ છે. એક, એનું આથક સામ્રાજ્ય ખતમ થઇ જાય અને નંબર બે, આ વર્ષના નવેંબરમાં થનારી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનું અચ્યુતમ્ કેશવમ્થઇ જાય. ચીને પોતે એવો દાવો કર્યો હતો કે અમારે ત્યાં હવે કોરોનાનો એક પણ કેસ નથી. વ્હૉટસ્ એપ પર દેખાડાયેલી એક ક્લીપમાં ચીનના ડૉક્ટરો અને નર્સો મોં પરના માસ્કને કાઢી નાખીને હસતાં મોઢે હૉસ્પિટલનાં પગથિયાં ઊતરતાં જોવા મળ્યાં હતાં. એ ક્લીપ સાચી હોય તો ચીનનું કાવતરું ખુલ્લું પડી જાય છે. દુનિયા આખીના અર્થતંત્રને ડામાડોળ કરીને ચીને પોતાનું ઘર સાજું રાખ્યું છે. અમેરિકા અને બીજા કેટલાક દેશો બરબાદ થઇ જાય અને પોતે આથક મહાસત્તા બની રહે એવી ચીનની મનમુરાદ સિદ્ધ થઇ જાય. કોરોના મુદ્દે પાકિસ્તાનનું રહસ્યમય મૌન પણ ધ્યાનમાં રાખવા જેવું છે.
આ આખીય વાત વિચારવા જેવી છે. કોરોના વાઇરસ આંતરરાષ્ટ્રીય રાજકારણના કાવાદાવાનો એક હિસ્સો બની રહ્યું હોય તો નવાઇ નહીં.