Get The App

રીઢી મનોવિકૃતિની ચિકિત્સા શક્ય છે? .

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
રીઢી મનોવિકૃતિની ચિકિત્સા શક્ય છે?                           . 1 - image

- ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વર્સ્ટ કિસ્સો

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- એેમની ધાક અને એમનો રુઆબ એટલા બધા હતા કે બાળકો એમની સાથે નજર મિલાવતાં પણ ડરતાં હતાં

ક ઠણ હૃદયના ગણાતા સુપ્રીમ કોર્ટના વિદ્વાન જજ પણ આ કેસની વિગતો જાણીને ચોંકી ઊઠયા હતા. તેમના મનમાં સતત એક પ્રશ્ન જાગતો હતો. પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાના ઉપપ્રમુખ જેવી સન્માનનીય વ્યક્તિ આવું ભયાનક કામ કરી શકતી હોય તો રીઢા ગુનેગારો તો વધુ ભરોસા લાયક ગણાય. ઓસ્ટ્રેલિયન સુપ્રીમ કોર્ટમાં હાલ એક કેસ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. આ કેસ ખરા અર્થમાં ચકચાર જગાડે એવો છેે . આ કેસમાં સંડોવાયેલા અપરાધીને અથવા કહો કે એક મોખરાની શિક્ષણ સંસ્થાના વાઇસ ચેરમેનને ઓસ્ટ્રેલિયન કાયદા મુજબ ઓછામાં ઓછા પંદરથી વીસ વર્ષની સખત મજૂરીની જેલ થઇ શકે. ભારતમાં ચૌદ વર્ષની જેલ જનમટીપ ગણાય છે. ક્યારેક જ જજ એવી ટકોર કરે છે કે જીવે ત્યાં સુધીની જેલ !

બીજી બાજુ કેટલાક મનોચિકિત્સકોમાં એવી ચર્ચા ચાલી હતી કે એક માણસ આટલી હદે વિકૃત હોઇ શકે ખરો ? આ તહોમતદાર કોઇ રેંજીપેંજી તો નથી. પોતે ડબલ ગ્રેજ્યુએટ છે, પ્રખર કેળવણીકાર તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે, બાલબચરવાળ છે. છેલ્લાં કેટલાંય વરસોથી આ કૌભાંડ ચલાવી રહ્યા હતા. છતાં કોઇને ગંધ કેમ ન આવી ? ઓસ્ટ્રેલિયાના આપરાધિક ઇતિહાસમાં કે કાનૂની તવારીખમાં અગાઉ કદી આવો કેસ આવ્યો નથી અને ભવિષ્યમાં કદાચ આવશે કે કેમ એ એક પ્રશ્ન છે. વાત માંડીને કરવા જેવી છે.

ઓસ્ટ્રેલિયાના વર્જિનિયા સ્ટેટમાં સ્મિથ કાઉન્ટી નામે વિસ્તાર છે. તમે ક્રિકેટના શોખીન હો તો સ્મિથ ક્રિકેટ શબ્દ તમારા માટે સાવ નવો નહીં હોય. સ્મિથ કાઉન્ટિ સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે વરસો સુધી સેવા આપનારા ટોડ સ્ટુઅર્ટ વિલિયમ્સની સ્ટેટ પોલીસે ગયા વર્ષના સપ્ટેંબરમાં ધરપકડ કરી હતી. એમના મોબાઇલ ફોનમાં છથી આઠ વર્ષના અસંખ્ય બાળકોની પોર્ન ક્લીપ્સ હતી. પોલીસે એમને બળ વાપરીને સાચી વાત કઢાવવાની સહેજ કડક ધમકી આપી એ સાથે ટોડ બોલવા માંડયા. એમની પાસે છસોથી આઠસો બાળકોની પોર્ન ફિલ્મો હતી.

સ્મિથ કાઉન્ટી સ્કૂલ બોર્ડના વાઇસ પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે સામ દામ દંડ ભેદની મદદથી એમણે પોતાની માલિકીના એક નાનકડા સ્ટુડિયોમાં સાવ કૂમળા બાળકોને સેક્સમાં જોતરીને તેમની પોર્ન ફિલ્મો બનાવી હતી. ઉત્તેજક તસવીરો ઝડપી હતી. એમનું ડરામણું વ્યક્તિત્વ, એેમની ધાક અને એમનો રુઆબ એટલા બધા હતા કે બાળકો એમની સાથે નજર મિલાવતાં પણ ડરતાં હતાં. ગોરા અને બિનગોરાં બાળકોને ફોસલાવીને, ડરાવીને, લલચાવીને કે ધમકાવીને ટોડે એ લોકોને સેક્સમાં જોતર્યા હતા અને એ સેક્સની ફિલ્મો ઊતારી હતી. આંકડો ફરી વાંચો. એક બે નહીં, આઠસો બાળકોની પોર્ન ફિલ્મો અને તસવીરો!

આટલી બધી ચાઇલ્ડ પોર્ન ફિલ્મોનું ટોડે કર્યું શું ? એ સવાલનો જવાબ પોલીસ શોધી રહી હતી. જો કે ટોડે એ રહસ્યસ્ફોટ કર્યો નથી. એણે સુપ્રીમ કોર્ટમાં ફક્ત રોકડા ચાર શબ્દો ઉચ્ચાર્યા હતા- યસ યોર ઓનર, ગિલ્ટી (હા સાહેબ હું મારો ગુનો સ્વીકારું છું.) સુપ્રીમ કોર્ટના જજ પણ વિસ્મિત ચહેરે ટોડ સામે જોઇ રહ્યા હતા. 

ઓસ્ટ્રેલિયન જેલના નિયમ મુજબ ટોડ લાલ રંગના ચોકડીવાળા પોષાકમાં આરોપીના પિંજરામાં ઊભા હતા. અસંખ્ય વાલીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો, મિડિયા મેન અને વકીલોની હાજરીમાં ગયા મહિને આ કેસ સુપ્રીમ કોર્ટમાં અંતિમ તબક્કામાં પહોંચ્યો હતો. ટોડે તો પહેલી સુનાવણીમાં જ કહી દીધેલું કે મારે વિના કારણે કેસને લંબાવવો નથી. સમય અને શક્તિનો ખોટો વેડફાટ કરવા નથી. હું મારો ગુનો કબૂલ કરું છું એટલે કોર્ટ ઝડપથી પોતાનો ચુકાદો જાહેર કરી શકે. 

ઓસ્ટ્રેલિયન એફબીઆઇના વડા સ્ટેનલી મીડોરે કોર્ટમાં કહ્યું કે ટોડ વિલિયમ્સે સેંકડો માતાપિતા અને સમગ્ર સમાજનો દ્રોહ કર્યો છે. એમને આ દેશના કાયદા હેઠળ વધુમાં વધુ કડક સજા થવી ઘટે છે. આવી વિકૃત મનોદશા ધરાવનાર વ્યક્તિની આપણા સમાજમાં કશી જરૂર નથી. મીડોર આ બોલી રહ્યા હતા ત્યારે કોર્ટમાં ટાંચણી પડે તો પણ સંભળાય એવો સન્નાટો હતો. પ્રિય વાચક, આપણા દેશમાં આવો કેસ બને તો ભરી અદાલતમાં લોકો ટોડ જેવા વિકૃત માણસનું મોબ લિંચિંગ કરી નાખે. ઓસ્ટ્રેલિયન નાગરિકો શિસ્તપ્રિય અને શિક્ષિત છે એટલે ભરી અદાલતમાં શાંતિથી બેસીને કેસની સુનાવણી સાંભળી રહ્યા હતા. એમાં ઘણાં માતાપિતા એવાં પણ હતાં જેમના પુત્ર કે પુત્રીને ટોડે સેક્સ કરવાની ફરજ પાડી હતી. કેસનો ચુકાદો આ લખાતું હતું ત્યારે હજુ જાહેર થયો નહોતો.