Get The App

ફ્રાંસની ક્રાંતિ .

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
ફ્રાંસની ક્રાંતિ                                                  . 1 - image

"I t was the best of the times, it was the worst of the times. It was the age of wisdom, it was the age of foolishwess....it was the spring of hope, it was the winter of Darkness ફ્રાંસની ક્રાંતિને કેન્દ્રસ્થ પુસ્તક A Tale of Two Cities માં મહામના ચાર્લ્સ ડીકન્સે આ રીતે ઊઘાડ કર્યો છે.

૧૭૮૯માં આ ક્રાંતિ થઈ તે પૂર્વેનાં એક વર્ષે તો કોઈને કલ્પના પણ ન હતી કે, ફ્રાંસમાં આવો ભયંકર વિસ્ફોટ થશે અને આ આધુનિક યુગનું તે પહેલું પ્રજાસત્તાક બની રહેશે.

તે સમયે એકમાત્ર સ્વિત્ઝર્લેન્ડમાં ત્રણ કેન્ટનોએ મળીને નાનું એવું પ્રજાસત્તાક રચ્યું હતું પરંતુ તે ૧૪૫૩નાં રીનેસાં અને રીફર્મેશન યુગ પૂર્વે ૧૫૦ વર્ષે (૧૨૯૧)માં રચાયું હતું અને તેનું ક્ષેત્રફળ તથા વસ્તી ઘણાં નગણ્ય હતાં.

લુઈ ૧૬મો અને તેની પત્ની મેરી-એન્ટોનેતે બંને ખૂબ દેખાવડાં હતાં. ઓસ્ટ્રો-હંગેરિયન એમ્પાયરની આ રાજકુમારી હકીકતમાં સૌંદર્ય સમ્રાજ્ઞાી હતી. પેરિસ અને તેનું જોડીયું શહેર વાર્સઈલ્સ તો વિશ્વમાં સુંદરતમ્ શહેરો પૈકીનાં હતાં.

બહારથી બધું સુંદર અને શાંત લાગતું હતું પરંતુ ભીતર ભારેલો અગ્નિ ધગધગતો હતો. લૂઈ ૧૬માને રાજકારણમાં રસ ન હતો. તેને દેશમાં શું ચાલે છે તેની પરવાહ જ ન હતી. તે તો રોજ સવારે શિકારમાં મસ્ત રહેતો, બપોર પછી તાળાં-ચાવી બનાવવામાં વ્યસ્ત રહેતો. મેરી એન્તોનેતે અસામાન્ય સુંદર વસ્ત્રો અને અલંકારો પહેરી મીજબાનીઓ ઉપ મીજબાની ઉડાડતી હતી. દેશમાં લાખ્ખો લોકો અર્ધંભૂખ્યાં સૂતાં હતાં.

બસ, પરિસ્થિતિ ભારતના સલ્તનત જેવી અને મુઘલ યુગના પ્રારંભ તથા અંત સમય જેવી હતી. જેમાં સુલ્તાનો અને બાદશાહોનો પ્રજા સાથે એકમાત્ર સંપર્ક હતો, મહેસૂલ ઊઘરાવવાનો, કર-વેરા ઉઘરાવવાનો.

ફ્રાંસમાં વિશાળ જાગીરો અને બહુવિધ્ વ્યાપારથી, જાગીરદારો, અમીરો અને મોટા વ્યાપારીઓ પાવડે પાવડે ધન ખેંચતા હતા. ગરીબ ખેડૂતો તન તોડ પ્રયત્નો કરી હળ ચલાવતા હતા.

નોબલ્સ, જે નોટેબલ્સ કહેવાતાં, તેઓ પૈસાના ઘમંડમાં સર્વ કોઈની ઉપેક્ષા કરતા હતા. જોન સ્ટુઅર્ટ-મીલે તેના ઇતિહાસ ગ્રંથમાં લખ્યું છે, એક સમયે, એક ઉમરાવની સીદાન (બંધ ઘોડાગાડી)નીચે ૧૨ વર્ષનો એક છોકરો કચડાઈ ગયો હતો. ખેડૂત ચીસ પાડી ઉઠયો. મારી નાખ્યો : ત્યારે પેલા ઉમરાવે મુઠ્ઠી ભરી થોડા લીરા (ફ્રાંસનું ચલણ) તેની તરફ ફેંક્યા આટલી હદ સુધીની ગરીબો પ્રત્યે નિષ્ઠુરતા પ્રવર્તતી હોય. એક તરફ મીજબાનીઓ ચાલતી હોય તો બીજી તરફ લાખ્ખો અર્ધભૂખ્યા હોય તેમાં જ્વાળામુખી ફાટે, ન ફાટે તો જ આંચકો લાગે.

ખેડૂતો, કાળી મજૂરી કરી અન્ન પકવે, ઉમરાવો તે અનાજ વેચીને તીજોરીઓ ભરે અનેક વખત રીસના માર્યા ખેડૂતો લાકડાં કોતરીને બનાવેલાં જે બૂટ સેબોટ પહેરતા. (ચામડાંનાં બૂટ માટે પૈસા ક્યાં હતાં ?) રીસભર્યા ખેડૂતો તે સેબોટથી ઘણીવાર પેલા અનાજના ઉગતા છોડને કચડી નાખતા, તે ઉપરથી તો અંદર રહીને તોડનાર ક્રિયાને સેબોટેજ નામ અપાયું.

આર્કીબોલ્ડ રોબર્ટસને તેનાં પુસ્તક ધી ફ્રેન્ચ રીવોલ્યુશનમાં લખ્યું છે ભૂખથી તંગ આવી ગયેલા ગરીબોએ જ્યારે ફ્રાંસની સંસદ એસ્ટેટ્સ જનરલમાં આ ફરિયાદ પહોંચાડી ત્યારે તેઓએ મેરી એન્ટોનેતે આ વાત કરી કે, ગરીબોને બ્રેડ નથી મળતી.  ત્યારે રાણીએ કહ્યું બ્રેડ ન મળે તો કેક ખાય તેથી પણ વધુ ક્રૂરતા તો માર્કવીસ ઓફ ફોલોને વાપરી તેણે કહ્યું બ્રેડ ન મળે તો ઘાસ ખાવ ખાસ (જોકે બળવા પછી તે જ ફોલોનને પકડી તેનાં મોઢાંમાં ઘાસ ભરવામાં આવ્યું તે અલગ વાત છે.) 

ઉલ્લેખનીય છે કે ફ્રાંસનો બુદ્ધિજીવી વર્ગ તે સમયે વોલ્તેર, રૂસો, ડીડેરોનાં લખાણો વાંચતા હતા. ડેન્ટન, રોબેસ્પીઅર, ડો. મિરેબો અને ડોમરેટ મહાન વિદ્વાનો હતા. તેમણે તો ક્રાંતિને નેતૃત્વ આપ્યું.

આ વિદ્ધાનો અને ચિંતકો સાંજે કાફે (પ્રોસોપે)ના દૂરના ખુણામાં રાફેલ ટેબલે બેસી આ ભંયકર પરિસ્થિતિમાંથી માર્ગ શોધવા પહેલેથી જ ઘાટ-ઘટતા હતા.

તે દિવસ રવિવારનો હતો. લોકો ઝનૂને ચઢ્યા હતા. રોબેસ્પીયરનો એક યુવાન મિત્ર વકીલ ડેસ્ટોન્ડવિન 

એક ટેબલ ઉપર ચઢી ગયો. તેણે આસપાસ ઉભેલાઓને કહ્યું : શસ્ત્રો ઉઠાવો, ફેંકી દો આ નરાધમોને.

જુલાઈની ૧૪મી તારીખ હતી. વર્ષ હતું. ૧૭૮૯નું સૌ કોઈ સંસદગૃહ આવ્યા પરંતુ સાંસદોએ ભયના માર્યા બારણા બંધ કરી દીધાં. ત્યાંથી તેઓ ટેનિસ કોર્ટ (વાસ્તવમાં સ્કવોશ કોર્ટ) આવ્યા. ત્યાં લોકશાહી સ્થાપનાના શપથ લીધા. જે ટેનીસ કોર્ટના શપથ તરીકે ખ્યાતનામ બન્યા. અહીંથી સર્વે બેસીલેના કિલ્લા તરફ ગયા. જ્યાં રાજકીય કેદીઓને પણ બેડીઓ સાથે દિવાલ પર ટીંગાડી રખાયા હતા. કેટલાકને ઊંધે માથે લટકાવ્યા હતા. આ જોઈ લોકો ઝનૂને ચઢ્યા. બંદીઓને તો મુક્ત કર્યા પરતુ પછી ચાર ચાર દિવસ સુધી પેરિસમાં  રક્તપાત ચાલ્યો. રાજાએ ફરી એસ્ટેટ જનરલ બોલાવી લોકોને શાંત રહેવા કહેવાયું પરંતુ લોકો શાંત રહે તેમ ન હતા. 

બીજી તરફ તિજોરી તદ્દન ખાલી હતી. વડાપ્રધાન નેક્કરે દરેક રાજ્યમાંથી લોન લીધી હતી. હવે તો લશ્કરમાં પણ અજંપો હતો. રાજાએ વચનો તો આપ્યાં પરંતુ તે પૈકી એક પણ પળાયું નહીં. ફરી વોહી રફતાર પુાની શરૂ થઈ, ફરી લોકોનો વિદ્રોહ જાગ્યો તેનું નેતૃત્વ રોબેસ્પીયરે, મીરેબુ  અને ડૉ. મેરેટે લીધું.

હવે રાજા પાસે એક જ વિકલ્પ રહ્યો. નાસી જવાનો. તેણે તેની પત્ની અને પુત્રે વેશપલ્ટો કર્યો, નાસીને છેક જર્મનીની સરહદ નજીક પહોંચ્યો. ત્યાંથી સ્વિસ. ભાડુતી સૈનિકોને બોલાવી. ક્રાંતિકારીઓને કચડી નાખવા કાવતરૃં રચ્યું. પરંતુ ત્યાંથી જ કોઇએ સમાચાર પહોંચાડયા રાજા-રાણી તેનો પુત્ર પકડાઈ ગયાં. ૨૦ જાન્યુ. ૧૭૯૦માં તેની ઉપર કેસ ચલાવાયો તેને અને તેના કુટુંબીજનોને દેહાંત-દંડની સજા થઈ. ૨૧મીએ સવારે ૧૦ અને ૨૦ મિનિટે રાજાને ગિલોટિન પાસે લઈ જવાયો. ત્યારે ઘણું હૃદય દ્રાવક વક્તવ્ય કર્યું છેલ્લે કહ્યું તમો એક નિર્દોષને મારી રહ્યા છો.

૧૭૯૦ના જાન્યુઆરીની ૨૧મી તારીખે ૧૦ અને ૨૧ મિનિટે ફ્રાંસ વિધિવત્ પ્રજાસત્તાક બન્યું.

સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય માટે જ્યાં જેક્સ રૂસોએ આપેલા ત્રણ સિદ્ધાંતો લિબર્ટી, ઇક્વોલિટી, ફ્રેટરનીટી આજે પણ ફ્રાંસનો મુદ્રાલેખ બની રહ્યા છે.

- દિનેશ દેસાઈ