Get The App

ચર્ચિલ ભારતના ત્રણ ટૂકડા કરવા માંગતા હતા

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
ચર્ચિલ ભારતના ત્રણ ટૂકડા કરવા માંગતા હતા 1 - image


- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

ભા રતને આઝાદી આપવામાં આવી ત્યારે બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલે ભારત ખાતેના બ્રિટિશ વાઇસરોયને એવી સલાહ આપેલી કે 'ભારતના ત્રણ ટુકડા થવા જાઇએ. ભારત, પાકિસ્તાન અને રજવાડા.' (ચર્ચિલને ભારત તથા ગાંધીજી પ્રત્યે બેહદ ધૃણા હતી. ૧૯૪૪માં બંગાળમાં દુકાળ પડયો ત્યારે ભારત ખાતેના વાઇસરોયે અત્યંત તાકીદનો સંદેશો પાઠવેલો કે અનાજ મોકલો; અહીં માણસો મરી રહ્યા છે. ચર્ચિલે જવાબમાં તાર મોકલ્યો: 'ગાંધી હજુ કેમ નથી મર્યો?' ચર્ચિલે અનાજ મોકલવા બાબતે ક્યારેય જવાબ ન આપ્યો.) ભારતના ત્રણ ટુકડા કરવાની ચર્ચિલની ઇચ્છા ન ફળી. બે ટુકડા તો થયા, પરંતુ ત્યાર પછીનું ત્રીજું વિભાજન સરદારે અટકાવી દીધું. સરદાર કર્મશીલ હતા, જ્યારે નહેરુ સ્વપ્નશીલ હતા. એટલે એ બંને વચ્ચેનો સંઘર્ષ અનિવાર્ય હતો. ૧૯૪૭ના ઓક્ટોબર મહિનામાં જ્યારે પાકિસ્તાનમાંથી કેટલીક ટોળીઓ કાશ્મીરમાં ઘૂસવા લાગી ત્યારે યુવાન લેફ્ટનન્ટ-જનરલ થિમૈયાને આ ઘૂસણખોરોને અટકાવવા માટે વડા પ્રધાન નહેરુની પરવાનગી જોઇતી હતી. એ વખતે જો નહેરુઅ થિમૈયાને ઘૂસણખોરી રોકવાની પરવાનગી આપી હોત તો આજે 'પાકિસ્તાનના તાબા હેઠળનું કાશ્મીર' અસ્તિત્વમાં ન હોત. થિમૈયાને સરદારનો તો પૂરતો સહકાર હતો પરંતુ નહેરુએ પરવાનગી ન આપી, કારણ કે નહેરુ, માઉન્ટબેટનના પ્રભાવ હેઠળ હતા.

દૂધને જંતુમુક્ત કરનાર વિજ્ઞાની ખૂદ જંતુથી ખૂબ ડરતાં! 

૨૬૦ વર્ષ પહેલાં જન્મેલા અંગ્રેજ વિજ્ઞાની હેન્ની ક્વેન્ડિશ ખૂબ તરંગી હતા. તેમની પાસે પ્રયોગ કરવાનાં સાધનો નહોતાં. ઇલેક્ટ્રિકલ કરંટ પેદા કરીને તેની શક્તિ માપવાનું સાધન ન હોઈને તેમણે પોતાના શરીરમાં જ વીજળીનો કરંટ પસાર કરીને વીજળીનું માપ કાઢયું હતું! દૂધને પેશ્ચયૉરાઇઝ કરીને તેને ટકાઉ બનાવવાની વિધિ શોધનારા લૂઇ પેશ્ચયૉર દૂધને જંતુમુક્ત કરી શક્યા પણ પોતે જંતુઓથી બહુ ડરતા કોઈ સાથે હસ્તધૂનન કરતા નહીં અને જમવા બેસે ત્યારે વારંવાર ડિશ અને કાચનાં ગ્લાસને લૂછયા કરતા. આલ્બર્ટ આઇન્સ્ટાઇન પણ ડરપોક હતા. તેઓ વિજ્ઞાન સિવાયની બાબતોથી મૂંઝાતા. આઇન્સ્ટાઇનને ઇઝરાયલનું પ્રમુખપદ ઓફર થયું ત્યારે તેમણે કહ્યું, ''હું વિજ્ઞાનના પ્રૉબ્લેમ ઉકેલી શકું, રાજકારણનો નહીં.' ગ્રેહામ ગ્રીન, થૉમસ આલ્વા ઍડિસન, જે. કે. ગેલબૅથ, બૉબ ગેલડૉફ, એચ.જી. વૅલ્સ અને પી.જી. વૂડહાઉસ-એ તમામ મહાનુભાવો નોબેલ પ્રાઇઝને લાયક હતા છતાં તેમના તરંગી સ્વભાવને કારણે તેમને નોબેલ પારિતોષિક મળ્યાં નથી.

બળતાં મડદાં રાસાયણિક કારખાના કરતાં ખતરનાક છે 

ઇંગ્લેન્ડના 'નેચર' નામના વૈજ્ઞાનિક મૅગેઝિને કહ્યાં છે કે માત્ર રાસાયણિક કારખાનાં જ હવાને બગાડતાં નથી. સ્મશાનમાં મડદાંને બળાય છે ત્યારે અમુક મડદાં બળતાં હોય તેનો ધુમાડો શ્વાસમાં લેવાથી રોગ થાય છે. જે મડદાંના દાંતમાં ચાંદી અને પારો ભરેલાં હોય તે ચાંદી અને પારો બળે છે તેનો ધુમાડો શ્વાસમાં લે તેની કિડની બગડી જાય છે! જે હૃદયરોગીના હૃદયમાં પેસમેકર બેસાડયું હોય તે પેસમેકર સાથે મરેલા હૃદયરોગીને બાળવામાં આવે ત્યારે તેનો ધુમાડો રેડિયોઅક્ટિવ હોય છે અને માણસને નુકસાન કરે છે.

કૂકડાથી માંડીને હાથી લડાવવાનુ મનોરંજન! 

અગાઉના જમાનામાં જ્યારે રાજાશાહીનો સૂર્ય ઝળહળતો હતો તે કાળમાં રાજાઓ ભેંશ, પાડા, 

આખલા, હરણ અને કૂકડાને અંદરોઅંદર લડાવીને મનોરંજન કરતા હતા. ઉત્તર ભારતથી કર્ણાટક સુધી કૂકડાની લડાઈ તો આજે પણ લડાવાય છે. કર્ણાટકમાં તો કૂકડાની લડાઈ માટે ખાસ પંચાંગ તૈયાર થતું અને તેમાં ત્રીસેય દિવસમાં કયે સમયે અને કયા સ્થળે કૂકડાની લડાઈ ગોઠવી શકાય તેનો સમય અગાઉથી નક્કી થતો. તેમાં લાલ, કાળા અને સફેદ રંગવાળા કૂકડાને કઈ લડાઇમા મૂકી શકાય તે પંચાંગકર્તા નક્કી કરતા. દિવાળી, મકરસંક્રાતિ અને ગોકુલાષ્ટમીને દિવસે ખાસ કૂકડાની લડાઈ થતી. આગ્રામાં ઊંટની લડાઈ થતી. ૧૫૨૯ની સાલમાં બાબર ખાસ ઉત્સવ યોજીને ઊંટને લડાવતાં. ઊંટને ભાંગ પીવરાવવામાં આવતી હતી. અંગ્રેજોને ઊંટની લડાઈમાં બહુ મઝા પડતી. અકબરના પુત્ર જહાંગીરના તબેલામાં ૨,૦૦૦ ઊંટ રખાતાં હતાં. મોગલોના સમયમાં હાથીને લડાવવામાં આવતા હતા. અકબર તો હાથીને ગાંડો કરીને પછી તેના ઉપર સવારી કરવાનો શોખીન હતો. અકબર તેની મરણપથારીઅ હતો ત્યારે તેણે ચંચલ અને ગીરનબાર નામના બે હાથીને લડાવ્યા હતા.

કબર પર પેન્ટી ચઢાવવાની વિચિત્ર માન્યતા

યહુદી પ્રજા થોડી સનકી, અને અળવીતરી. ધાર્મિક પ્રથાઓના પાલનમાંય તેમને કોઈક ને કોઈક તુત સૂઝે. ત્યાંની કેટલીક મહિલાઓ યહુદી ધર્મમાં પૂજાતા બ્બી યેનોયન બેન યુઝેઇલની મઝાર પર માથું ટેકવા જાય ત્યારે પોતાની વાપરેલી બ્રા અને પેન્ટી લઈને જાય છે. ઇઝરાયેલી મહિલાઓમાં એવી વિચિત્ર માન્યતા પ્રવર્તે છે કે જો આવતા ભવમાં સારો પતિ જોઈતો હોય તો ફલાણા સંતની મઝાર પર અંત:વસ્ત્રોની ભેટ ચઢાવવી. આ મઝારની જાળવણી કરતા લોકોના કહેવા મુજબ, માન્યતાએ એટલું જોર પકડયું છે કે સવાર-સાંજ નારી-ચડ્ડીઓ અકત્રિત કરવામાં જ જાય છે. થોડા સમય પહેલાં આ મઝાર પર હાથ-રૂમાલ ચઢાવવાની માન્યતા હતી.

Tags :