Get The App

પ્રથમ વિશ્વ યુદ્ધ જેણે વિશ્વનો ઇતિહાસ બદલી નાખ્યો

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
પ્રથમ વિશ્વ યુદ્ધ જેણે વિશ્વનો ઇતિહાસ બદલી નાખ્યો 1 - image

- ઇંગ્લેન્ડ અને ફ્રાંસ રાજા તરફી હતાં. જર્મની અને ઓસ્ટ્રિયા ફ્રાંકો તરફી હતાં. પ્રથમ વિશ્વયુદ્ધનાં બીજ ત્યારથી રોપાયાં

L ife seemed to be in bewilderment, huminity Stood on shifting sand મહામના ઇ. લિપ્સને તેઓના ઇતિહાસગ્રંથ Europe in the 19th and 20th centuries માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્વેની યુરોપની પ્રજાઓની માનસિક પરિસ્થિતિ વિષે લખ્યું છે (જીવન બહાવરૃં બની રહ્યું હતું, માનવતા સરી જતી રેતી ઉપર ઊભી હતી)

પ્રશ્ન તે છે કે યુદ્ધો થાય છે જ શું કામ ? તો તેનો ઉત્તર મહામના એચ.જી.વેલ્સે તેઓની ઇતિહાસ ગ્રંથ શ્રેણી ''ધી આઉટલાઈન ઓફ વર્લ્ડ હીસ્ટ્રી''ના ચોથા ગ્રંથમા લખ્યું છે : તે માટે સત્તાધારીઓ માનસિકતા કારણભૂત છે. પ્રથમ વિશ્વયુદ્ધ સમયની વાત કરતાં તેઓએ લખ્યું : 'ભવિષ્ય પ્રત્યેની અનિશ્ચિતતાથી વિશ્વ જાણે કે શૂન્ય મસ્તક બની રહ્યું હતું.'

વિશ્વે અનેક યુદ્ધો જોયાં હતાં પરંતુ, આ યુદ્ધે તો વિશ્વ ઇતિહાસ પલટી નાખ્યો. તેનું મૂળ કારણ જર્મનીની ઇંગ્લેન્ડ પ્રત્યેની ઇર્ષ્યા હતી.

૧૯૦૨માં મહારાણી વિક્ટોરિયાનું નિધન થયું. જર્મનીના વિલ્હેમ કૈઝરનાં માથાં ઉપરથી બોજો ગયો. બાળપણથી વિલ્હેમને વિક્ટોરિયાની પર્સનલ ફીયર હતી. એવું હતું કે વિલ્હેમની માતા વિક્ટોરિયાની પુત્રી હતી. જાન્યુઆરીમાં જ્યારે ભારે હિમવર્ષા થાય ત્યારે બાળક વિલ્હેમને લઇને તેની માતા ઇંગ્લેન્ડ જતી. વિલ્હેમ ભારે તોફાની હતો. વિક્ટોરિયા તેને ધમકાવતી કોઈવાર હળવી ચપટ પણ મારી દેતી. ત્યારથી તેનાં મનમાં વિક્ટોરિયાની ધમક ઘૂસી ગી હતી. તેમનું નિધન થતાં વિલ્હેમ ''સ્વતંત્ર'' બની ગયો. બીજી તરફ ઇંગ્લેન્ડની નૌસેનાની ભીતિ હતી. નૌસેનાના બળે જ ઇંગ્લેન્ડે વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. હવે હૈઝરે કહ્યું ટ્રિડન્ટ ઓફ નેપચ્યુન વિલ બી ઇન માય હેન્ડ (વરૂણનું ત્રિશૂળ હવે મારા હાથમાં રહેશે) ૧૯૦૫માં તે જીબ્રાલ્ટરની સમુદ્ર ધૂનીમા આફ્રિકા તરફની ટેન્જીર ભૂશિર પર પહોંચ્યો ત્યારે તેણે ઉક્ત શબ્દો ઉચ્ચાર્યા હતા.

તે સમયે સ્પેનમાં બળવો થયો. જનરલ ફ્રાંસીસ્કો ફ્રાંકો એ સર્વ સત્તા હાથ કરી પછી પોતે જ સ્પેનનો રાજા બની રહ્યો. સ્પેનમાં આ ગૃહ યુદ્ધમાં યુરોપીય સત્તાઓએ ઝંપલાવ્યું. ઇંગ્લેન્ડ અને ફ્રાંસ રાજા તરફી હતાં. જર્મની અને ઓસ્ટ્રિયા ફ્રાંકો તરફી હતાં. પ્રથમ વિશ્વયુદ્ધનાં બીજ ત્યારથી રોપાયાં.

તેવામાં દક્ષિણ આફ્રિકાના હજી સુધી તાબામાં રહેલાં ડચ બોસ્વાનામાં ડચ લોકોએ બળવો કર્યો (૧૯૦૮) તેના નેતાઓ હતા મોટા જામીનદારો જેઓ 'બોર' કહેવાતા. તેમણે ક્રૂગરને પ્રમુખ બનાવ્યો. બોસ્વાના સ્વતંત્ર થયું. ત્યારે તેને ધન્યવાદ આપતો કૈઝરે ટેલીગ્રામ કર્યો. જે ક્રૂગર-ટેલીગ્રામ-તરીકે જાણીતો છે. (તે સમયે અટર્ની મો.ક. ગાંધીએ સ્વયં સેવક ટુકડી રચી દ.આફ્રિકાની સરકારને સહાય કરી હતી. રેડ ક્રોસનું કામ કરતી હોવાથી તે ટુકડી ઘવાયેલા બોર્સ સૈનિકોને પણ પાટા પીંડી કરતી તે આડ વાત છે)

હવે કૈઝરે પૂર્વમાં નજર નાખી તેણે ઓટોમન એમ્પાયર સાથે મૈત્રી કરી કહ્યું 'ટર્કસ એન્ડ જર્મન્સ આર બ્રધર્સ તેણે બર્લિન બગદાદ રેલવેની યોજના કરી. હવે શસ્ત્ર સજ્જ જર્મનીનો સામનો કરવા, ઇંગ્લેન્ડ ફ્રાંસ વ. સાથી રાજ્યોએ શસ્ત્ર સજ્જતા શરૂ કરી. છતાં યુરોપમાં 'શાંતિ' પ્રવર્તતી હતી. પરંતુ તે આર્મ્ડ પીસ હતી. (વેલ્સ એચ.જી.)'

દારૂગોળો પથરાઈ રહ્યો હતો. તેમાં ઓસ્ટ્રો હંગેરિયન એમ્પાયરના ક્રાઉન પ્રિન્સ ફર્ડીનાન્ડ અને ક્રાઉન પ્રિન્સેસ ઇસાબેલાની. કોઈ ઝનૂની નિહિલિસ્ટે હત્યા કરી. ઓસ્ટ્રો હંગેરીએ દોષનો ટોપલો તે માટે (૨૮ જૂન ૧૯૧૪) માટે સર્બિયા ઉપર ઢોળ્યો. એક મહિનામાં હત્યારાએ પકડી પાડવા કહ્યું. જે બની ન શક્યું. સર્બિયન પ્રતિનિધિમંડળ માફી માગવા વિયેના જવા ટ્રેનમા રવાના થયું. ત્યાં તો ૨૮ જુલાઈએ ઓસ્ટ્રો હંગેરિયન સૈન્યો, સીમા ઓળંગી સર્બિયા પહોંચ્યાં. સાથે જર્મન સૈન્યો હતાં. વાત તેમ પણ હતી કે ફર્ડીનાન્ડ  કૈઝરનો અંગત મિત્ર પણ હતો. આ સાથે ૨૮ જુલાઈ ૧૯૧૪ના દિને વિશ્વે કદી ન જોયું હોય તેવું વિશ્વયુદ્ધ શરૂ થયું.

આ સાથે સ્પષ્ટ બે ભાગ પડી રહ્યા, એલાઈઝ એન્ડ એક્સીસ. વિશ્વ બે ભાગમાં વહેંચાઈ રહ્યું. ઇતિહાસ કરવટ બદલી રહ્યો.

ફ્રાંસે પહેલેથી જ જર્મન સરહદે ટ્રેન્ચો ખોદાવી રાખી હતી. સામે જર્મનીએ પણ ટ્રેન્ચો ખોદાવી હતી. જર્મન સૈન્ય બેલ્જીયમને પરાશ્ત કરી ફ્રાંસમાં જવા આગળ વધ્યું ત્યારે નાનાં બેલ્જીયમે જે સામનો કર્યો તેમાં બ્રેવો બેલ્જિયમ કહેવાયું : જુલિયસ સીઝર સામે તે બેલ્ગી પ્રજાએ કરેલા સામનાની યાદ આવી.

 બેલ્જિયમ પરાસ્ત થયું. ફ્રાંસમાં માર્ને નદીના ઉત્તર તટે જર્મન સૈન્યનો પ્રચંડ સામનો થયો તેથી પેરિસ બચી ગયું. આ ઉપરાંત બેટલ ઓફ સોમ અને બેટલ ઓફ એ-લા-શાપેલે જર્મનીનાં એડાન્સને અટકાવ્યો (સપ્ટે. ૬-૧૦)

પૂર્વમાં માર્શલ ફોન હીન્ડબર્ગે બેટલ ઓફ ટાનેનબર્ગ (ઓગષ્ટ ૨૬, ૧૯૧૦) માં રશિયન સૈન્ય પરાજિત કર્યું. તેના પરાજયને પગલે રશિયામાં ક્રાંતિ શરૂ થઇ ૧૯૧૭માં (૮ નવે.) બોલ્શેવિક વિજયી થયા. લેનિને શાંતિ પ્રસ્તાવ મોકલ્યો. માલ્યાકોવ બ્રેસ્ટ લિયેવસ્ક પહોંચ્યા. તેઓને કહ્યું 'ટેઇલ કોટ' પહેરીને આવો. માલ્યાકોવે લેનિનને પૂછ્યું આપણે સામ્યવાદીનો આવી શ્રીમંત વેશભૂષા ન પહેરી શકીએ, તો શું કરું ? કોમરેડ લેનિને કહ્યું તેઓ પેટીકોટ પહેરવાનું કહે તો તે પણ પહેરી શાંતિ સમજૂતી સાધી લો અહીં રશિયામાં આપણે ઘણું કરવાનું છે. રશિયા સાથે શાંતિ થતાં પૂર્વનો મોરચો શાંત થયો પરંતુ જર્મન સબમરીનોએ અનાજ લઇ આવતાં (બ્રિટન ફ્રાંસ માટે) અમેરિકાનાં જહાજોને ટોર્પિડો કર્યા. હવે અમરેકિા જોડાયું. તેના ૨૦,૦૦૦ સૈનિકોની પહેલી ખેપ જ્યારે ફ્રાંસનાં બંદરે ઉતારી ત્યારે તેઓ બોલ્યા : લફાયતે વી આર હીયર (અમેરિકન ક્રાંતી સમયે ફ્રાંસના લફાયતેનાં નેતૃત્વ નીચે સ્વયં સેવકો અમેરિકન ક્રાંતિકારીઓની સહાયમાં ગયું હતું તે યાદ કરી અમેરિકાએ આ શબ્દો ઉચ્ચાર્યા હતા, જર્મની થાક્યું. તેના જ સરદારોએ શાંતિકરારોનો આગ્રહ રાખ્યો. જર્મની અને ઓસ્ટ્રીયામાં ખાદ્ય પદાર્થોની ભારે તંગી હતી.આખરે ૧૧-૧૧-૧૯૧૮ના દિને વર્સાઇલસના પેલેસમાં પીસ ટ્રીટ થઇ ત્યારે ફ્રાંસના જન. ફોશે કહ્યું ધીસ ઇઝ નો પીસ જસ્ટ એટ્રુસ બી પ્રીપેર્ડ ફોર એ નેક્સટ્વૉર વિધીન ટુ ડીકેડ્સ નો વ્હેર ઇન હીસ્ટ્રી ધ વર્ડઝ પ્રુવ્ડ સો પ્રોફેટિક-૧ સપ્ટે. ૧૯૩૯ના દિને હીટલરનાં સૈન્યે પોલેન્ડ પર હુમલો કર્યો. બીજાં વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. તેના મૂળમાં ફ્રાંસના વડાપ્રધાન ક્લેમેન્શોએ જર્મન પ્રતિનિધિઓ સાથે (પ્રથમ યુદ્ધ અને) કરેલો દુર્વ્યવહાર હતો.

- દિનેશ દેસાઈ