Get The App

સદીના પ્રારંભે સોના-હીરા કરતાં મોતીની કિંમત વધારે હતી

Updated: Oct 28th, 2025

GS TEAM

Google News
Google News
સદીના પ્રારંભે સોના-હીરા કરતાં મોતીની કિંમત વધારે હતી 1 - image

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

સોનું, ચાંદી, હીરા કરતાં મોતીની કિંમત આ સદીના પ્રારંભ સુધી વધારે હતી. કુદરતી મોતી મળવું જ દુર્લભ હતું. વર્ષોના વર્ષો રાહ જુઓ તો ક્યાંકથી પાણીદાર, ચમકતું ગોળ, ચાંદની જેવું સ્નિગ્ધ - સફેદ મોતી મળી આવતું. સાઉથ કેન્સિંગ્ટન (લંડન) ખાતે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં બુદ્ધની પ્રતિમાના માથે મુકાયેલું અક મોતી છે જેની કિંમત આંકવી આજે પણ અઘરી છે. રોમન શહેનશાહોના રોમના સમયમાં જેની પાસે અકમાત્ર મોતી હોય તે જંગ જીતી જતો. વિતેલિસ નામના રોમન જનરલે પોતાની માતાના કાનના કુંડળનું અક મોતી વેચી દઈને તેમાંથી વર્ષો સુધી યુદ્ધનો ખર્ચ કાઢયો હોવાની નોંધ છે. રોમન સામ્રાજ્ઞાી ક્લિયોપેટ્રાએ તેના જમાનામાં જગતનું સૌથી ખર્ચાળ ભોજન આપ્યાની કથા છે. માર્ક એન્થનીને પ્રભાવિત કરી દેવી ક્લિયોપેટ્રા વાઇનની પ્યાલી ભરીને બેઠેલી. પછી વાઇનમાં અક મોતી નાખી પી ગયેલી. ૧૮.૭૫ લાખ ઔંસ ચાંદી બરાબર કિંમતનું અક મોતી તે પી ગયેલી ત્યારે માર્ક અન્થની પાણી પાણી થઈ ગયેલો.

દ્રાક્ષ પૂરા જગતનું ફળ છે

સંસ્કૃતમાં દ્રાક્ષ, હિન્દી અને ઉર્દૂમાં અંગૂર, અરબીમાં કિસમિસ, કન્નડમાં દ્રાક્ષી-કાન્નુ, તેલુગુમાં નલ્લદ્રાક્ષા અને મલયાલમમાં મુંદીરીંગા તરીકે ઓળખાતી દ્રાક્ષ પૂરા જગતનું ફળ છે. પરંતુ તે ખોટી રીતે ખવાય છે તેથી પૂરો ફાયદો કરતી નથી. દ્રાક્ષમાં અ.બી.સી. બધાં જ વિટામિનો છે. દ્રાક્ષમાં શરીરના ઘામાં રૂઝ લાવનારાં રસાયણો છે. જગતના મેડિકલ રેકાર્ડ જણાવે છે કે જગતમાં જે મોત થાય છે તેમાં અડધોઅડધ મોત લોહી અને લોહીની નળીઓના બગાડથી થાય છે, કારણ કે શરીરના તમામ રોગને લોહી પોતાની અંદર લઈ લે છે અને પોતે બગડે છે. આમ રોગ સાથે લોહી પણ દૂષિત થાય છે. એ દૂષિત લોહીને દ્રાક્ષ સાફ કરી શકે છે. આધુનિક માનવનાં જ્ઞાનતંતુઓ થાકેલાં જ રહે છે. આ જ્ઞાનતંતુઓને પોષણ એટલે કે નર્વ-એનર્જી આપનારાં મુખ્ય તત્ત્વોમાં ઓક્સિજન, ગ્લુકોઝ, પોટેશિયમ અને દુગ્ધશર્કરા છે. આ બધાં જ તત્ત્વો મીઠાં ફળોમાં વધુ હોય છે. મીઠાં ફળોમાં વધુમાં વધુ શુદ્ધ ગ્લુકોઝ તાજી દ્રાક્ષમાંથી મળે છે.

મુંબઈના વૈભવી વાલકેશ્વર વિસ્તારનું નામ કઈ રીતે પડયું?

મલબાર હિલની સમુદ્ર તરફની તળેટીમાં બાણગંગા સરોવર અને વાલકેશ્વર ભગવાનનું શંકરનું મંદિર છે. વાલકેશ્વરના મંદિરને કારણે આ વિસ્તારને વાલકેશ્વર કહે છે. બાણગંગા તળાવ અને વાલકેશ્વરન ભાવિકો માટે મહત્ત્વનાં સ્થળો છે. મુંબઈના લોકો અહીં પિતૃતર્પણ અને શ્રાદ્ધ સરાવવા માટે આવે છે. શ્રાવણ મહિનાની અમાસ (ભાદરવી અમાસ)ને દિવસે મુંબઈમાં વસતા ઉત્તર પ્રદેશના ભૈયાઓ અને ગુજરાતીઓ પણ પિતૃતર્પણ માટે અહીં આવે છે. હજારો ઉત્તર ભારતીયો અહીં આવીને મુંડન કરાવે છે. અમાસને દિવસે તળાવને કાંઠે હજામોની લાઇન છેક વાલકેશ્વરના બસ ટર્મિનલ સુધી પર્હાંચે છે. અધિક મહિનામાં અને શ્રાવણ મહિનામાં મુંબઈના તેમ જ બહારગામના લોકો બસો ભરીને અહીં સ્નાન કરવા આવે છે. તળાવની ચારે બાજુ અનેક ભગવાનનાં મંદિરો, બ્રાહ્મણોની ધર્મશાળાઓ અને સાધુબાવાઓના અખાડા આવેલા છે. શ્રીમાળી બ્રાહ્મણોનું દેવસ્થાન અને ધર્મશાળા અહીં છે. વાલકેશ્વર મંદિરનો કારભાર ગૌડ સારસ્વત બ્રાહ્મણોના હાથમાં છે. વાલકેશ્વરના ઇતિહાસમાં અમ કહેવામાં આવે છે કે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા વનવાસ ભોગવતાં હતાં ત્યારે અહીંના જંગલમાં ફરતા ફરતા નીકળ્યાં હતાં. ભગવાન રામે પૂજા માટે સમુદ્રના કાંઠે રેતીમાંથી શંકરનું લિંગ બનાવ્યું હતું અને શંકરના અભિષેક માટે પાણીની જરૂર હતી તેથી લક્ષ્મણે જમીનમાં બાણ મારીને પૃથ્વીમાંથી ગંગા પ્રગટ કરી તેને બાણગંગા કહેવામાં આવી. મરાઠીમાં રેતીને વાળુકા કહે છે અને વાળુકામાંથી બનેલા શંકરને વાળુકેશ્વર નામ આપવામાં આવ્યું. વાળુકેશ્વરમાંથી વાલકેશ્વર થયું વાલકેશ્વરની બાજુમાં શંકરનાં બીજાં મંદિરો પણ છે.

ઇંગ્લેન્ડના ભૂતિયા મકાનો 

લંડનનો રોયલ આબ્લર્ટ હૉલ. લતા મંગેશકરથી લઈ અમિતાભ બચ્ચનના સ્ટેજ શો સ્ટેડિયમ જેવા આ વિશાળ હૉલમાં થયા છે. થોડા વર્ષો પહેલાં એવી વાત ઊડી કે આલ્બર્ટ હૉલમાં ભૂત થાય છે. એ અગાઉ પણ હૉલ વિશે જાતજાતની વાયકા ફેલાઈ હતી. હૉલના સંચાલકોએ છેવટે ભૂતને શોધવા એક રિસર્ચ કેમિસ્ટ ઍન્ડ્રયુ ગ્રીનને બોલાવ્યો. ભૂતમાંથી ઊર્જા નીકળતી હોય તો અને પકડી શકે અવા અતિ પાવરફુલ થર્મોમીટર સહિતનાં સાધનો લઈ ઍન્ડ્રયુ ત્યાં આવ્યો. પણ ભૂતનો પત્તો ન લાગ્યો. રૉયલ આલ્બર્ટ હૉલની જેમ બ્રિટનમાં ઓછામાં ઓછાં અવાં બીજાં ચાર મકાન છે, જે ભૂતના વાસ માટે પંકાયેલાં છે. ઇંગ્લેન્ડના સસેક્સ પરગણાનો પેવેન્સી કેસલ આવો અક ભૂતિયો દરબાર છે. રાજા હેનરી ચોથાએ મહેલમાં નીમેલા એક પોલીસમેનની પત્નીનું ભૂત હજી ત્યાં હોવાનું ઘણા માને છે. ખંડિયેર થઈ ગયેલા દરબારની દીવાલ પાછળથી રણમોરચા જેવા અવાજ લોકોએ સાંભળ્યા છે અને એની આજુબાજુ મોટું લાવલશ્કર જોયું હોવાના કહેનારા પણ ઘણા છે. આવા ઓર એક મહેલ હેસ્ટિંગ્સ કેસલમાંથી ઘણી વાર સંગીતની સૂરાવલિ સંભળાય છે તો ૧૪મી સદીમાં બંધાયેલા પેવેન્સીના મિન્ટ હાઉસમાં એક સ્ત્રીનું ભૂત રઝળે છે. આ સ્ત્રી થોમસ ડીટ નામના વેપારીની પત્ની હતી. થોમસ એક વાર ભરબપોરે ઘરે આવ્યો ત્યારે પત્નીને અણે અક પરપુરુષ  સાથે જોઈ. થોમસે પત્નીની જીભ કાપી નાખી અને અની નજર સામે અના પ્રેમીને બાળી નાખ્યો. થોમસની પત્નીનું ભૂત આ મિન્ટ હાઉસમાં ભમે છે અવી વાયકા છે.

દરેક ધર્મમાં ઉપવાસનું મહત્ત્વ છે

દરેક ધર્મમાં ઉપવાસનું કોઈક પ્રકારે મહત્ત્વ હોય જ છે, શ્રાવણ માસ કે રમજાન કે અઠ્ઠાઈ પ્રકારનું સ્વસંચાલિત બંધન. ખ્રિસ્તીઓમાં પણ અક માસ આ પ્રમાણે આવે છે, પણ શીખોમાં ઉપવાસ નથી! ખાદ્ય પદાર્થો પર પ્રતિબંધો એ ધર્મનું અન્ય એક સશક્ત લક્ષણ છે. યહૂદીઓ સસલાનું માંસ ખાતા નથી કારણ કે મોઝેઇક લો સસલાને ગંદું ગણે છે. આ જ કારણસર ઇસ્લામમાં સુવ્વરનું માંસભક્ષણ હરામ છે. હિંદુ માટે ગાયનું માંસ વર્જ્ય છે. જૈન કંદમૂળનો ભોજનમાં વ્યવહાર કરતા નથી. મદ્યપાન વિશે પણ અલગઅલગ ધર્મોમાં અલગઅલગ માન્યતાઓ પ્રવર્તે છે. મદિરા પર ઇસ્લામમાં પાબંદી છે. હિંદુ ધર્મમાં મદ્યપાનના પારાવાર ઉલ્લેખો છે. ખ્રિસ્તી ધર્મમાં વાઇન વિધિવત્ પિવાવાની પરંપરા છે. વોટર સો ધ લોર્ડ અન્ડ બ્લશ્ડ... જેવી ઉક્તિ પ્રસિદ્ધ છે. પાણીઅ પ્રભુને જોયા અને ગુલાબી બની ગયું, મસ્તીમાં આવી ગયું, મતલબ કે શરાબ (વાઇન) બની ગયું.