Get The App

એનોક્રસી શું છે? .

Updated: Oct 28th, 2025

GS TEAM

Google News
Google News
એનોક્રસી શું છે?                                        . 1 - image

- વર્તમાનમાં ચીનના સર્વસત્તાધીશ બની ગયેલા શી-જિનપિંગ આ રીતે જ ધીમે ધીમે કરીને સર્વસત્તાધીશ બની ગયા છે તે સર્વવિદિત છે

ડી ક્ટેટરશિપ અને તેનું થોડું હળવું સ્વરૂપ 'ઓટોક્રસી' (એકાધિકારવાદ) વિષે તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ 'એનોક્રસી' નવો જ શબ્દ છે. બાર્બારા વોલ્ટેરે તેઓના ગ્રંથ 'હાઉ સિવિલ-વોર્સ-સ્ટાર્ટ'માં નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીના પ્રો. ટેડ રોબર્ટ ગોરે આપેલા આ શબ્દનો ઉપયોગ કર્યો છે. એક તબક્કે પ્રો. ગોરે 'એનોક્રસીને બદલે' ટ્રાન્ઝીશનલ-ડેમોક્રસી તેવો શબ્દ વિચાર્યો હતો. પરંતુ પછીથી તેઓએ નવો જ શબ્દ આપ્યો ''એનોક્રસી'' તેઓ ઓટોક્રસીમાંથી - ડેમોક્રસી તરફ કે, ડેમોક્રસીમાંથી ઓટોક્રસી તરફ જતા વહીવટ વચ્ચેના પટ્ટાને 'એનોક્રસી' કહે છે.

તેઓ કહે છે, એનોક્રસી તે એ પ્રકારનો રાજ્ય વહીવટ છે કે જેમાં નાગરિકો લોકશાહીનાં કેટલાંક મૂલ્યો માણી શકે છે, જેવાં કે, 'સંપૂર્ણ મતાધિકાર' પરંતુ ઘણીવાર તેવું પણ જોવા મળે છે કે, નાગરિકો સર્વોચ્ચ નેતા અને તેના 'તદ્દન નિકટવર્તી' સાથીઓથી એટલા મંત્ર-મુગ્ધ બની જાય છે કે, તેઓને જંગી બહુમતીથી ચૂંટી કાઢે છે પછી તે સર્વોચ્ચ નેતા અને તેના નિકટવર્તી - તદ્દન નિકટવર્તી-સાથીઓ સર્વસત્તાધીશ બની જાય છે. આંચકો તો ત્યારે લાગે છે કે, જે નાગરિકોએ તેઓને જંગી બહુમતીથી ચૂંટી કાઢ્યા હોય છે, તેઓને શરૂઆતમાં તો આ 'પરિવર્તન' થઈ રહ્યું છે, તેની ખબર પણ પડતી નથી. બેનિટો-મુસોલિની, હીટલર, માઓે-ત્સે-તુંગ, કે વર્તમાનમાં ચીનના સર્વસત્તાધીશ બની ગયેલા શી-જિનપિંગ આ રીતે જ ધીમે ધીમે કરીને સર્વસત્તાધીશ બની રહ્યા તે સર્વવિદિત છે.

આ સર્વસત્તાધીશો પોતાના વિરોધીઓને ધાક-ધમકીથી મુક કરી દે છે, અથવા તેઓને દેશ નિકાલ કરે છે, અથવા તો તેઓ પોતે જ સ્વેચ્છાએ દેશ છોડી ચાલ્યા જાય છે. (બચાવ માટે) (કોમરેડ લેનિને સ્વેચ્છાએ ભોગવેલો આનું ઉદાહરણ છે.) અથવા ગૂમ થઈ જાય છે.

પ્રો. ટેડ રોબર્ટ ગોરે 'એનોક્રસી' વિષેનાં વિધાનો કંઈ 'અધ્ધર-તાલ' નથી કર્યાં તેઓએ પ્રો. મોન્ટે માર્શલને સાથમાં રાખી આ વિધાનો કર્યા છે. તેઓએ પોલિટ-પ્રોજેક્ટ નામક એક પ્રોજેક્ટ : ''ધી-સેન્ટર ફોર સીસ્ટેમેટિક પીચ'' નામક એક સ્વૈચ્છિક સંસ્થાના રીસચર્સ તરીકે કામ કરતાં, જે તારણો મેળવ્યાં તે નક્કર હકિકતો ઉપરથી આ સિદ્ધાંત આપ્યો છે.

આ સિદ્ધાંતમાં તેઓએ ૨૧ પોઈન્ટ નક્કી કર્યાં જે ૧૦ થી + ૧૦ વત્તા ૧ તેમ વર્ગીકરણ કર્યું. જે દેશોમાં મુક્ત અને ન્યાય યુક્ત રાજ્ય વહીવટ હોય તેને + ૧૦ પોઈન્ટ આપ્યાં. તેમાં નોર્વે, સ્વીડન, ડેન્માર્ક, કેનેડા, અને ન્યૂઝીલેન્ડ સમાવિષ્ટ છે. જ્યારે ચાયના, ઉ.કોરિયા, ઈરાન, બહેરિન અને સઉદી અરેબિયાથી શરૂ કરી લગભગ તમામ સહરન સ્ટેટસ અને ઉ. સુદાન તથા યુગાન્ડા ૧૦માં સમાવિષ્ટ છે. ચાયના અને ઉ.કોરિયા સિવાયના ઉક્ત અન્ય તમામ દેશોમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓનું જ શાસન છે. નાઇજીરિયામાં સર અબુબાકર તફાવા-બાલેવા જેવા લોકશાહી તરફી નેતાઓ ગયા પછી ત્યાં ઈસ્લામિક કટ્ટરપંથીઓ જ ખરા અર્થમાં રાજ કરે છે. ત્યાં સેના તેમને સાથ આપે છે. પાકિસ્તાન જેવા દેશોમાં તો સેના જ કટ્ટરપંથી ઈસ્લામિકોના હાથમાં છે, સરકારો તેમના હાથની કઠપુતળી છે. અફઘાનિસ્તાન પણ તેનું ઉદાહરણ છે.

હવે ફરી પાછાં એનોક્રસી પર આવીએ. તુર્કીમાં રીસેપ તૈય્યીપ એર્ડેગોન પ્રમુખપદે ચૂંટાયા હતા તો લોકશાહી રીતે પરંતુ ધીમે ધીમે તેમણે સત્તાના સૂત્રો હાથ કરી લીધાં સેના પણ કટ્ટરપંથી ઈસ્લામિસ્ટ છે. તેની મદદથી સર્વસત્તાધીશ બની ગયા છે. ત્યાં લોકશાહીમાંથી એકાધિકારવાદી રાજ્ય પદ્ધતિ વચ્ચેનો ગાળો તે 'એનોક્રસી' રાજ્ય પદ્ધતિ છે.

બાર્બારા વોલ્ટેરે આવાં અનેક ઉદાહરણો આપ્યાં છે, જેમાં સદ્દામ હુસૈન સમયનું અને તે પછીનું ઈરાકનું રાજ્યતંત્ર, તેમાં જ્યોર્જ ડબલ્યુ બુશનો ફાળો વગેરે દર્શાવ્યા છે ત્યાં પણ સદ્દામના એકાધિકારવાદ અને પછી કેટલાક સમયે સ્થપાયેલી અધકચરી લોકશાહી વચ્ચેનો ગાળો 'એનોક્રસી'માં વર્ગીકૃત કરી શકાય.

બાર્બારા વોલ્ટેરે તેઓના આ મનનીય ગ્રંથ 'હાઉ-સિવિલ-વોર્સ-સ્ટાર્ટ'માં લખ્યું છે કે આ વચગાળો ગૃહયુદ્ધો માટે માર્ગ મોકળો કરે છે. વાસ્તવમાં નીચે ભારેલો અગ્નિ હોય છે. જેની ઉપર 'ફૂંક' જેવું કામ આ એનોક્રસી કરે છે સાથે સિવિલ-વોરનો ભડકો થાય છે. આ સાથે તેઓએ ટ્રોટસ્કાનો જ સિદ્ધાંત જાણે દોહરાવતાં હોય તેમ લખ્યું છે કે, હવે વિશાળ બેટલ-ફીલ્ડઝ કે વિશાળ સેનાઓનાં સામ-સામા યુદ્ધોનો યુગ તો વીતી ગયો છે. હવે નાના નાના અને એક જ દેશમાં થતાં કે બીજા દેશો સાથે પણ થતાં છૂટાં-છવાયાં યુદ્ધો જોવા મળશે. (કારગીલ યુદ્ધ અને 'ઓપરેશન સિંદૂર' તેનાં ઉદાહરણો કહી શકાય).

સુ.શ્રી. વોલ્ટેર આગળ લખે છે કે, એવું નથી કે આંતર-વિગ્રહો માત્ર પછાત દેશોમાં જ થતાં હોય છે. અમેરિકા જેવા સુશિક્ષિત દેશમાં પણ કટ્ટરપંથી - જમણેરી જૂથો સક્રિય છે. માત્ર તેમનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. ઉપરાંત તેમની કાર્યવાહી પણ મર્યાદિત છે. આ સાથે તેમાંય 'વી-ડેમ' ઈન્સ્ટીટયુટ જેના તેઓ સભ્ય છે. તેને ટાંકતાં લખે છે કે, 'દુનિયામાં ૨૫ લોકશાહી દેશો તેવા છે કે જેની ઉપર ઈન્ટરનેશનલ - ઓટોક્રેટાઇઝેશન'ની સીધી અસર થઈ છે. તેમાં બ્રાઝિલ, અમેરિકા અને ભારત પણ સમાવિષ્ટ છે.

- દિનેશ દેસાઈ