Get The App

ગોગલ્સવાળો શ્વાન .

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
ગોગલ્સવાળો શ્વાન                                                . 1 - image

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

બ્રિ ટનમાં યોર્કશાયર ખાતે રહેતા ઍલન અને રોસ થોમ્પ્સને ખાસ ચોકી કરવા માટે જર્મન શેફર્ડ કૂતરો પાળ્યો છે. આ કૂતરો આમ તો બધી રીતે સારું કામ આપે છે, પણ તેને આંખની એવી એક બીમારી લાગુ પડી છે જે સૂર્યપ્રકાશમાંનાં અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે વકરે છે. પશુઓના ડાક્ટરે થોમ્પ્સન દંપતીને સલાહ આપી કે 'તમારા શ્વાનની આંખોને સુરક્ષિત રાખવી હોય તો એક જ રસ્તો છે, ગોગલ્સ. હું એકદમ ગંભીરપણે સલાહ આપી રહ્યો છું કે તમારા શ્વાનની આંખો બચાવવી હોય તો અલ્ટ્રાવાયોલેટ કિરણોને આંખ સુધી પહોંચતાં અટકાવી શકે એવાં ગોગલ્સ પહેરાવવાં જ પડશે.' મિસિસ થોમ્પ્સન પાસે આવાં અક ગોગલ્સ ઘરમાં હતાં. તેમણે અ લેડીઝ ગોગલ્સ નર કૂતરાને પહેરાવ્યાં. સામાન્ય રીતે તો આવી મસ્તીથી છંછેડાઇને કૂતરો ગોગલ્સ ફગાવી દેતો હોય છે, પણ થોમ્પ્સન દંપતીના કૂતરાઅ ગોગલ્સ સ્વીકારી લીધાં. હવે તે દિવસના ભાગમાં કલાકોના કલાકો સુધી ગોગલ્સ પહેરી રાખે છે. પહેલા કરતાં તે હવે વધુ શાંત અને સ્વસ્થ લાગે છે. થોમ્પ્સન દંપતી કહે છે, 'બીજું બધું તો ઠીક છે. પણ ચોકી માટે રાખેલો આ શ્વાન જ્યારથી ચશ્માં પહેરવા લાગ્યો છે ત્યારથી નમ્ર લાગી રહ્ના છે અને કોઈ તેનાથી ડરતું નથી. લોકો તેનાથી ચેતવાને બદલે રમૂજ અનુભવે છે.'

ધર્મ અને પગ પખાળવાની વિધિ

હિંદુઓમાં પગ પખાળવાની ક્રિયા ઘણી ધાર્મિક અને સામાજિક વિધિઓમાં સ્થાન પામે છે, પણ ખ્રિસ્તી ધર્મના ઘણાખરા પંથોએ ચરણ ધોવાની વિધિ ચારસો વર્ષ પહેલાં જ ત્યજી દીધી હતી. અપવાદરૂપે એક માત્ર પોપ દર વર્ષે એમના ભક્તોના પગ ધૂએ છે. ઇશુ ખ્રિસ્તે આખરી જમણ વખતે એમના બારેબાર શિષ્યોના પગ ધોયા હતા. લાંબા સમય પછી સેન્ટબરીના આર્કબિશપ ડાક્ટર રોવન વિલિયમ્સે એક ધાર્મિક ઉજવણી દરમિયાન પહેલી વાર ચર્ચમાં ઉપસ્થિત રહેલા શ્રદ્ધાળુઓમાંથી બાર વ્યક્તિઓના પગ ધોયા હતા.

વામપંથી અને દક્ષિણ પંથી અઘોરીઓમાં શો ફરક?

સામાન્ય લોકોમાં તાંત્રિકો અને અઘોરીઓ વિશે જે છાપ હોય છે તે આ પ્રકારની હોય છે : 'એ લોકો તો કાળીચૌદશની રાત્રે સ્મશાનમાં જઈને સાધના કરે; તેઓ ખોપરીમાં લોહી ભરે અને પછી તેને ગટગટાવી જાય; તેઓ પોતાનું શિષ્ન બેત્રણ મીટર જેટલું લાંબું કરી શકવાના બેફામ દાવા કરે; એ લોકો જાદુટોણાં અને મેલી વિદ્યા દ્વારા ભલભલા માણસને ગાંડો કરી શકે; દિલ્હીની ગાદી પર એ લોકોના ધાર્યા મુજબની વ્યક્તિ જ બેસી શકે છે. ખુદ અઘોરી પણ કહે છે કે મોટા ભાગના અઘોરીઓ આવી છીછરી, દુન્યવી હરકતોમાં રમમાણ હોય છે. હકીકત એ છે કે અઘોરી પંથમાં કે દુનિયાના કોઈ પંથમાં અંધશ્રદ્ધા, સિદ્ધિઓનો મોહ અને અધકચરો ઉત્સાહ, આ ત્રણ બાબતો એવી છે કોઈપણ માણસને કોઈ પણ પ્રવૃત્તિમાં સરવાળે નુકસાન જ પહોંચાડે છે. હંમેશાં નુકસાન જ પહોંચાડે છે. તંત્રના માર્ગે ચાલનારા અઘોરી-બિનઅઘોરી સાધકો સામે બે વિકલ્પો હોય છે : વામપંથ અને દક્ષિણપંથ. વામપંથીઓ એટલે ડાબેરીઓ અને દક્ષિણમાર્ગી અટલે જમણેરીઓ. દક્ષિણમાર્ગ પસંદ કરનારા સાધકો સ્થિર અને સતત પ્રગતિ સાધવા મથનારા સૌમ્ય મનુષ્યો હોય છે. જ્યારે વામપંથની તો વ્યાખ્યા જ અવી છે કે તે 'શીઘ્ર, ઉગ્ર અને તીવ્ર' માર્ગ છે. વામપંથ ભારે જોખમી છે. તેમાં શિષ્ન વડે સ્ત્રીયોનિનું દ્રવ્ય (કે પારો સુદ્ધાં) ચૂસી લેવાની તાલીમ અપાય.

બુટિલેટેડ હાઇડ્રોએક્સિટોલ્યુન રસાયણ શું છે?

પાંચ હજારથી વધુ વર્ષ પહેલાં સૌપ્રથમ માનવીઅ તેના ખોરાકમાં મીઠાનું ઉમરેણ (એડિટિવ) કર્યું ત્યારથી લોકો ખોરાકના સ્વાદને વધારવા માટે ખોરાકમાં કંઇ ને કંઇ ઉમેરણ કરે છે. 'મૉનૉ સોડિયમ ગ્લુટોનેટ' નામનું સફેદ પાઉડર સ્વરૂપનું રસાયણ જેને 'આજિનોમોટો' કહેવાય છે તે દાળ કે પીત્ઝા કે બીજી વાનગીમાં વાપરવાથી સ્વાદ વધે છે. ચાયનીઝ વાનગીમાં આજિનોમોટો હોય જ છે. આના સતત વપરાશથી કૅન્સર થાય છે. ઉપરાંત તળેલી વેફર, બિસ્કિટ કે બીજી પૅકેટની ચીજો જેમાં તેલ કે ઘી વપરાયું હોય છે તે પકેટ લાંબો વખત પડયું રહે તો તેલ ખોરું થઈ જવાથી વેફર બગડી જાય છે. તે ન બગડી જાય એટલા માટે તેમાં ઍન્ટીઑક્સિડન્ટ કક્ષાનાં રસાયણોનું ઉમેરણ થાય છે. તેમાં ખાસ કરીને બટેટાની વેફર કે ખારી બિસ્કિટમાં બુટિલેટેડ હાઇડ્રોઅક્સિટોલ્યુન નામનું રસાયણ આવે છે તેનાથી ચામડી બગડે છે અને બાળકોનાં મગજ બગડે છે. બાળકો હાઇપર ઍક્ટિવ બને છે. ફળો કે શાકભાજી તાજાં જ ખાવા સારાં. પણ હવે સૂકવેલાં ફળો કે ડબ્બાપૅક ફળોને 

રૂપાળાં રાખવા તેમાં કૃત્રિમ રંગ નખાય છે. દૂધનો પાઉડર સફેદ દેખાય તે માટે તેમાંય કૃત્રિમ રંગ આવે છે. કન્ડેન્સ્ડ મિલ્કના ડબ્બામાં પણ કૃત્રિમ રંગ આવે છે. ઇન્સ્ટંટ કૉફીમાં પણ કૃત્રિમ રંગ હોય છે. કૃત્રિમ રંગો કૉલ-ટાર અટલે કે ડામરમાંથી બને છે. તેમાં ટારટ્રાઝિન નામનો કૃત્રિમ રંગ ખાદ્ય પદાર્થમાં આવે છે તેનાથી બાળકોને નુકસાન થાય છે. હાટેલમાં તમે પુડિંગ કે મિલ્કશેક પીવો છો કે આઇસક્રીમ ખાઓ છો તેમાં ઇમલ્સીફાયર અને સ્ટેબિલાઇઝર નામનાં રસાયણો ઉમેરાય છે. મિલ્કશેકને અને આઇસક્રીમને કૃત્રિમ રીતે ઘટ્ટ કરવા તેમાં ઇમલ્સીફાયર વપરાય છે. દરેક તૈયાર ખાદ્યોને સ્વાદ અને સુગંધ આપવા તેમાં ફલેવરિંગ અજન્ટો નખાય છે. ૩,૫૦૦ જાતના ફલેવરિંગ અજન્ટો તૈયાર ખાદ્યોને સ્વાદિષ્ટ અને સુગંધી બનાવવા વપરાય છે.

શીખ ધર્મમાં તલવારને પવિત્ર મનાય છે

એવું મનાય છે કે હરિમંદર (સુવર્ણમંદિર)ના ચાર દરવાજા છે તે ચાર હિંદુ વર્ણોના લોકો સરળતાથી આ ઈશ્વરના ઘરમાં પ્રવેશી શકે તે માટે બનાવવામાં આવ્યા છે. ગુરુ અર્જનની કવિતાઓનો સંચય 'સુખમતી' તરીકે કરવામાં આવ્યો છે. તેમણે રચેલી 'બાની' શીખો તેમની અનુકૂળતા પ્રમાણ સમગ્રપણે કે ટુકડેટુકડે ગાય છે. ગુરુ હરગોવિંદે ૧૬૦૮-૦૯માં તેમના સમય દરમિયાન હરિમંદિરમાં અકાલ બંગા (શાશ્વત સ્થાન)નું બાંધકામ કરાવ્યું હતું, જે હવે અકાલ તખ્ત તરીકે ઓળખાય છે. શીખ ધર્મના સત્તાધીશ ગુરુની ગાદી હવે આ અકાલ તખ્ત ગણાય છે. રાજકીય નિર્ણયો પણ હવે અહીંથી લેવાય છે. હુકૂમનામા અહીંથી બહાર પડાય છે, સરબત ખાલસા (ખાલસાની સામાન્ય સભા) અહીં ભરાય છે તેમ જ ગુરુમત (ગ્રંથસાહિબની સાક્ષીએ લેવાતા નિર્ણયો) પણ અહીં જ લેવાય છે. શીખોના છઠ્ઠા ગુરુ શિષ્યોને ન્યાય અપાવતા, ટેક્સ ઉઘરાવતા, શિકાર કરવા જતા અને રાજાની જેમ સાથે શસ્ત્રધારી માણસો રાખતા હતા. તેમના શિષ્યો તેમને 'સચ્ચા પાદશાહ' કહેતા હતા. સમ્રાટ જહાંગીરે તેમને ગ્વાલિયરના કિલ્લામાં કેદ કર્યા હતા. ત્યાંથી છૂટીને ગુરુ હરગોવિંદ અમૃતસર પાછા આવ્યા ત્યારે અમૃતસર શણગારવામાં આવ્યું હતું. બૈશાખીની જેમ દિવાળી નજીકના એ દિવસે ઘણા યાત્રાળુંઓ ગુરુની ગાદીએ આવે છે. શીખ ધર્મમાં તલવારને પવિત્ર માનવામાં આવે છે. તલવારનો ઉપયોગ આક્રમણ કરવા માટે નહીં પણ સ્વરક્ષણ અને ન્યાય માટે કરવો જોઇઅ તેવું તેઓ માને છે. શીખો માટે તલવાર એ આત્મસન્માનનું પ્રતીક છે.