Get The App

વિશ્વમાં સૌથી વધુ કેળાં જર્મનીમાં ખવાય છે

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વમાં સૌથી વધુ કેળાં જર્મનીમાં ખવાય છે 1 - image

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

અ ત્યારે વિશ્વમાં સૌથી વધુ કેળાં જર્મનીમાં ખવાય છે. ત્યાં માણસદીઠ વાર્ષિક ૨૧ કિલો કેળાં ખવાય છે. અનેક જર્મન ડૉક્ટરો જોરશોરથી એવો પ્રચાર કરે છે કે સફરજન કરતાં કેળું ત્રણ ગણું વધુ પોષક છે આપણે ત્યાં ઘણા એવી માન્યતા ધરાવે છે કે કેળાં ખાવાથી શરદી થાય. યુરોપમાં પણ ઘણા એવા ભ્રમમાં રાચે છે કે કેળાં ખાવાથી કબજિયાત થાય છે. ન્યુટ્રિશનિસ્ટો આ બધી વાતને ખોટી ઠેરવતાં કહે છે કે કેળાં તો પાચનક્રિયાને સુધારે છે. બીજાં ફળોની સરખામણીમાં કેળાં પુષ્કળ કાર્બોહાઇડ્રેટ્સ ધરાવે છે. ભૂખ લાગી હોય અને કોઈ ધાન્ય ન મળે તો કેળું ઉત્તમ આહાર બની શકે. કેટલાક લોકો જમ્યા પછીની ફ્રૂટ ડિશરૂપે કેળાં ખાય છે આ નિયમ રોજિંદો અમલમાં મુકાય તો પણ કશું ખોટું નથી. શરત માત્ર અટલી કે કેળું ખાધા પછી પાણી ન પીવું જોઇએ, કારણ કે કેળામાં જ ૭૬ ટકા તો પાણી હોય છે. બીજા ૨૨ ટકા કાર્બોહાઇડ્રેટ્સ બાકીના બે ટકામાં પ્રોટીન, ચરબી તથા અન્ય ખનિજ તત્ત્વો જેવાં કે ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામિન 'એ' અને 'સી'નો સમાવેશ થાય છે. વૈદો અને પોષણશાસ્ત્રીઓ અમ કહે છે કે દૂધ અને કેળાં ભેગાં ખાવાં સૌથી ઉત્તમ છે. દૂધમાં ચરબી છે જે કેળાની અંદર રહેલા વિટામિનને સારી પેઠે ઓગાળે છે. આમ દૂધ-કેળાં સ્વાસ્થ્ય માટે સારાં ગણાય. તેનાથી શરીરનું વજન વધે છે. અક મહિનો નિયમિત દિવસમાં બે કેળાં ખાવ અને પછી જુઓ કે શરીરમાં કોઈ તફાવત લાગે છે કે નહીં.

ટીવી પર અનાઉન્સમેન્ટ દ્વારા પ્રપોઝલ 

આઇસલેન્ડમાં હોકુર મેગ્નસન નામનો એક યુવાન અડ અજન્સીમાં કામ કરે છે. તેણે એક લોકપ્રિય કાર્યક્રમના 'છોટે સે બ્રેક' દરમિયાન પોતાની એક જાહેરાત પ્રસારિત કરાવી. એ ઍડમાં ભાઈશ્રી હોકુર નમ્ર સ્વરમાં એટલું જ બોલ્યા કે 'સોફિયા, મારી સાથે લગ્ન કરીશ?' હોકુરનાં નસીબ એટલાં સારાં કે ટીવી પર તેની ઍડ આવી ત્યારે સોફિયા ટીવી જ જોઈ રહી હતી. હોકુર કહે છે, ''બીજો કોઈ છોકરો સોફિયા સમક્ષ દરખાસ્ત મૂકે તે પહેલાં મારે કોઈ પણ સંજોગોમાં દરખાસ્ત મૂકવી જ પડે તેમ હતી. ખેર! મેં ઍડ આપી. અને સાંજે હું તેને મળ્યો ત્યારે ... છોરીએ હા પાડી દીધી.''

બર્લિનનું સ્મારક અને કંપનીનો વિવાદ

હિટલરના જમાનામાં લાખો યહૂદીઓની થયેલી સામૂહિક હત્યા સંભવત: માનવ ઇતિહાસની સૌથી બર્બર ઘટના છે. અમાંય બર્લિનની ગેસ ચેમ્બરની કરુણાંતિકાની વિગતો તો તાપમાંય શરીરે ઠંડીનું લખલખું લાવી દે તેવી છે. યહૂદીઓના નિકાલ (મૃત્યુ) માટે બનાવવામાં આવેલી ગેસ ચેમ્બરમાં પરિવારોના પરિવારોને હોમી દેવામાં આવ્યા હતા. તેમને ગોળીથી વીંધવાની ક્રિયા હિટલરને મન 'ગોળીઓનો વ્યય' લાગતો હશે! ઇતિહાસનો ભાર વર્તમાન પર તોળાતો રહેતો હોય છે. લગભગ ચાર લાખ યહૂદીઓની હત્યાના પ્રાયશ્ચિત્ત માટે કે પછી માથે લાગેલા કલંકને ધોવા માટે બર્લિનમાં સ્મારક ઊભું કરવામાં આવ્યું. કોંક્રિટની ૨૭૦૦ શિલાઓને ઍન્ટિ ગ્રેફિટી પડ ચઢાવવામાં આવ્યું છે. ક્ષોભજનક સ્થિતિ ત્યારે સર્જાઈ, જ્યારે આ પડ ચડાવવાનો ઇજારો જે કંપનીને આપવામાં આવ્યો તેનો ભૂતકાળ સામે આવ્યો. આ કંપનીનું હિટલરના ગેસ ચેમ્બર કેમ્પમાં ગેસ પૂરો પાડતી કંપની સાથે એ જમાનામાં કશુંક જોડાણ હતું!

મા અમૃતાનંદમયીની અનોખી કહાણી 

મૂળ કેરળનાં મા અમૃતાનંદમયી માતા આજે જગતભરમાં વિખ્યાત થયાં છે. એમના અમેરિકન ચીના કે આસ્ટ્રેલિયન ભક્તોને ૩૦ સેકન્ડ સુધી આલિંગન આપીને ભેટે છે. કાનમાં મંત્ર ફૂંકે છે પછી એને ચાકલેટ આપે છે. માતાજી માછીમાર પિતાને ત્યાં જન્મ્યાં તે કેરળના ગામમાં મંદિર છે આશ્રમ છે. જગતભરમાં ૨૪ સ્કૂલ અને ત્રણ અનાથાશ્રમ માતાજીને નામે છે. અમેરિકામાં કૅલિફોર્નિયા અને સાન્તાફેમાં માતાજીનાં કેન્દ્ર છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજા હેઠળ સર્વધર્મ પરિષદ યોજાઈ ત્યારે માતાજીના ત્રણ પ્રતિનિધિ ન્યુ યોર્ક ગયેલા. માતાજીનો સંદેશ હતો કે ઓન્લી થ્રુ લવ હ્યામિનિટી વિલ બી યુનાઇટેડ... અર્થાત્ પ્રેમ દ્વારા જ માનવ સંપીને રહેશે. અમૃતાનંદમયી માના નામની સુપર સ્પેશિયલિટીવાળી હૉસ્પિટલ કોચીનમાં છે. કેરળના માર્ક્સવાદીઓ હવે નશ્વરવાદી રહ્યા નથી. કેરળના મોટા ભાગના રાજકારણી માતા અમૃતમયી આનંદીમાના આશીર્વાદ 

કે સ્પર્શ લેવા જાય છે. માતાજીએ સ્પેશિયલ વેબસાઇટ ઊભી કરી છે તેના પર આધ્યાત્મિક સંગીત ગૂંજે છે. માતાજીના મૂળ ગામ કાલારીમાં પિતા માછીમાર હતા. ૧૮ વર્ષની ઉંમરે માતાજીને કૃષ્ણભાવ જાગ્યો. પિતાને ચિંતા થઈ કે માછીમારની કન્યા પોતાને કૃષ્ણસ્વરૂપ કહેવરાવે છે એટલે હિન્દુ લોકો અને હાનિ કરશે તેથી ગાયની ગમાણમાં અણે દીકરી માટે એક જગા સાફ કરી દીધી. ત્યાં લોકો કૃષ્ણસ્વરૂપ માતાજીના દર્શને આવતા. બચપણમાં એમનું નામ સુધા હતું. શરૂમાં એમને બધા સુધામ્મા કહેતા પછી અમૃતમયી માતા નામ પડી ગયું. એમના મૂળ આશ્રમમાંથી ૧૩ ભાષામાં મેગેઝિન પ્રગટ થાય છે. માતાજીનું પોતાનું પ્રેસ છે. એમની આત્મકથાનાં પુસ્તકો ૨૦ ભાષામાં પ્રગટ થયાં છે.

ડિપ્રેશન કેટલા પ્રકારના હોય? 

દરેક વ્યક્તિની અંદર આઘાત સહન કરવાની શક્તિ હોય છે. આ શક્તિને કારણે સમય પસાર થતાં વ્યક્તિ આઘાતની અસરમાંથી બહાર આવી શકે છે. છેલ્લાં થોડાં વર્ષોથી રીઍક્ટિવ ડિપ્રેશનના કેસો વધી રહ્યા છે. કોઈપણ કારણ વગર ડિપ્રેશનનો હુમલો આવી શકે છે. અક હુમલાનો સ્પેલ છ મહિના સુધી ચાલી શકે છે. દર્દી ટ્રીટમેન્ટ વગર પણ સારો થઈ શકે છે, પરંતુ ડિપ્રેશનનો હુમલો ફરીથી આવવાના ચાન્સ રહે છે. ડિપ્રેશનનું પ્રમાણ ખૂબ વધુ હોય તો દર્દીને કોઈક વખત ઈ.સી.ટી. (શોક) ટ્રીટમેન્ટ આપવી પડે છે. ડિપ્રેશનના કેટલાક દર્દીઓને ઊલટી થાય છે, સાંધામાં દુખાવો થયા કરે છે અને તેઓ પથારીમાંથી ઊભા પણ થઈ શકતા નથી. કોઈક વખત કોઈ પણ પ્રકારના બાહ્યાકારણ વગર પણ કેટલાકને ડિપ્રેશનનો હુમલો આવતો હોય છે. અક વેપારી આખો દિવસ ગુમસુમ બેસી રહેતા અને કોઈ વખત બબડતા કે કયાંય ગમતું નથી. આ પ્રકારના ડિપ્રેશનને રિટાટેડ ડિપ્રેશન કહેવાય છે. ઘણી વખત દર્દીમાં આનાથી ઊલટાં લક્ષણો જાવા મળે છે. ડિપ્રેશનનો ભોગ બનેલી કેટલીક વ્યક્તિઓ વધુ બોલે છે, હથેળી ઘસઘસ કર્યાં કરે છે, આંટા મારે છે અને વધુ પડતી ચંચળ બની જાય છે. આ પ્રકારના ડિપ્રેશનને એજિટેટેડ ડિપ્રેશન કહેવાય છે. આ બન્ને પ્રકારનાં ડિપ્રેશનનું પ્રમાણ ખૂબ વધી જાય તો એ ગાંડપણની હદ સુધી પહોંચે છે જેને 'સાઇકોટિક ડિપ્રેશન' કહે છે.