Get The App

સામ્યવાદના જનક કાર્લ માર્ક્સ .

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
સામ્યવાદના જનક કાર્લ માર્ક્સ                                  . 1 - image

- માર્કસ સુંદર કાવ્યો પણ લખતા હતા, તેઓનાં પ્રેમકાવ્યો પ્રગટ પણ થતાં. માર્ક્સની થીયરીએ અર્થશાસ્ત્રમાં નવો સિદ્ધાંત આપ્યો. તેઓનું 'દાસ કેપિટલ' વિશ્વનાં મહાન તત્ત્વજ્ઞાન પુસ્તકોની શ્રેણીમાં મુકાયું છે

૧૮ ૫૧ની સાલ હતી. લંડનમાં ભવ્ય પ્રદર્શન યોજાયું હતું. બધે જ આનંદની છોળો ઉછળી રહી હતી. તેવે સમયે એક ભવ્ય વિભૂતી બ્રિટિશ મ્યુઝિયમની લાઈબ્રેરીમાં બેસી બધાથી પર હોય તેમ નોટબુકોની થપ્પી લઇ પુસ્તકોમાંથી નોંધ કરી રહી હતી. વાળ વિંખાયેલા હતા. જાડી ભમ્મર તેઓનાં ભવ્ય મુખને જુદી જ પ્રતિભા આપતાં હતાં. એ પ્રતિભાને જોતાં સહેજે નમન કરી પડાય તેમ લાગતું નામ હતું કાર્લ માર્ક્સ.

જન્મે તેઓ યહૂદી હતા. ૫ મે ૧૮૧૮ના દિવસે તેઓનો જન્મ થયો. પિતાશ્રી જર્મનીનાં ટ્રેવેસમાં વકીલાત કરતા હતા. વકીલાત બહુ જામતી ન હતી.

કાર્લ છ વર્ષના થયા ત્યારે તેઓનાં કુટુમ્બે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. બાળપણથી વાચન તો વિશાળ હતું. ૧૭મા વર્ષે તેઓ બોન યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરવા જોડાયા. તેઓએ સિદ્ધાંત આપ્યો. લાગણીઓને તર્કની નીચે રાખવી જોઇએ.લાગણી તર્ક પર હાવી થવી ન જોઇએ. બોનથી તેઓ બર્લિન ગયા. ત્યાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ૧૮૪૧માં પી.એચ.ડી. થયા. કોલેજમાં જેની નામક યુવતી સાથે પ્રેમ થઈ ગયો. તેઓ સુંદર પ્રેમ કાવ્યો લખતા જેનીને ભેટ આપતા. બર્લિનનાં છાપાંમાં તે પ્રેમકાવ્યો પ્રસિધ્ધ પણ થતાં.

આ જેની એક જર્મન (ટયુટોનિક) ઉમરાવનાં પુત્રી હતાં. અતિ શ્રીમંત ઉમરાવને જેની એક સામાન્ય તેમાંયે યહુદી વકીલના પુત્રને પરણે તે અસહ્ય હતું. વેસ્ટફીલિયાના આ બેરને પુત્રીને કહી દીધું ગેટ આઉટ મારા તરફતી એક ડયુશ-માર્કની  આશા ન રાખતી.

વિભૂતિ મહાન તત્ત્વ ચિંતક ફ્રેડ્રીક ફોન હેગલ સાથે પણ રહી. મહામના હેગલે કહ્યું હતું. ટીસ્ટ્રી મુવ્ઝ ઈન એન અપર્વડ સ્પાયરલા. (ઇતિહાસ સતત ઉપર જતાં વલયમાં ચાલે છે.) બીજો સિદ્ધાંત તેઓે ડાયલેકિટકલ આઈડીયાલિઝમ નો આપ્યો : એક સિદ્ધાંત જન્મે છે તે સામે બીજો સિદ્ધાંત ઉપસ્થિત થાય છે. પરંતુ છેવટે બંને સમાધાન શોધી લે છે. તેમાંથી નવો સિદ્ધાંત જન્મે છે.

 તેઓએ કહ્યું મેટર જનરેટસ આઉટ ઓફ કોન્શ્યસનેસ મેટર કેનનોટ જનરેટ કોન્શ્યસનેસ (મન પદાર્થને જાણે છે પદાર્થથી મન અજ્ઞાત છે. માર્ક્સે તદ્દન વિપરિત સિદ્ધાંતો આપ્યા. કહ્યું ઇતિહાસ તે હેઝ એન્ડ હેવ નોટ્સ વચ્ચેનો સતત સંઘર્ષ છે. બીજું કહ્યું મેટર જનરેટસ કોન્શ્યસનેસ કોન્યસનેસ કેનનોટ જનરેટ મેટર ગુરૂથી શિષ્ય જુદા પડી ગયા. પછી તો માર્ક્સનાં લગ્ન થયાં ઘર ચલાવવા પૈસા જોઇએ.

આ ધૂની આદમી તો વાચનમાં વ્યસ્ત. ઘરે આવે ત્યારે જમવાનું થયું જ ન હોય. જેનીનાં માતાએ તેઓને આપેલાં વાસણો પૈકી રૂપાની ડીશો ગીરવે મૂકી પૈસા લઇ ખાદ્ય પદાર્થો લઇ ઘરે પહોંચે. તેઓનાં બાળકો અને પત્ની વિંટળાઈ પડે. કોઈવાર ઉછી પાછીના પણ પૈસા લઇ આવે. માંડ ગાડું ગબડતું રહે. વળી પાછા વાંચનમાં વ્યસ્ત.

તેઓનો ઇતિહાસ અંગેનો સિદ્ધાંત (હેવ્ઝ એન્ડ હેવનોટસ વૉર) ઇકોનોમિક ઇન્ટરપ્રિટેશન ઓફ હીસ્ટ્રી તરીકે વિખ્યાત છે.

તેઓ ભણતા હતા ત્યારે બુ્રનો બૌએર નામક વિદ્વાને તેઓની વિષે જાણતાં તેઓને મળવા બોલાવ્યા. કેટલોક સમય સંબંધો સુંદર રહ્યા. પરંતુ કાર્લની તીખી વાતોથી તેઓ તેમનેથી દૂર ગયા.

તેઓ યુવાન હેગેલિયન્સ નામનાં જૂથના સભ્ય બન્યા. તેમણે મુખપત્ર શરૂ કર્યું. વર્તમાન પત્રે એવો હોબાળો મચાવ્યો કે પ્રુશિયન (જર્મની) સરકારે તેમને દેશનિકાલ કર્યા. તેઓએ આપેલો સિદ્ધાંત નિરીશ્વરવાદ અને રીલીજીયન ઇઝ ધ ઓપીયમન ઓફ 

ધી પીપલ. કોઈ સહી શકે તેમ ન હતા. બીજું પ્રુશિયા સહિત અન્ય રાષ્ટ્રોમાં ચાલતી ઓટોક્રસી સામે આકરા પ્રહારો કરતા હતા. તેથી જર્મની છોડી પેરિસ જવું પડયું. પેલું મુખપત્ર બંધ થઇ ગયું. પેરિસમાં તેઓ બેકાર હતા. ત્યાં વળી નવું વર્તમાનપત્ર શરૂ કરવા. કેટલાક ઉગ્રપંથીઓએ કહ્યું : અહીં તેઓ મહાન ચિંતકોના સંપર્કમાં આવ્યા.

પેરિસનાં વર્તમાન પત્ર સામે પ્રુશિયન સરકારે વાંધો લેતાં ફ્રેન્ચ સરકારે તે બંધ કરાવ્યું. વળી બેકાર પેરિસથી બેલ્જિયમ અને બેલ્જિયમથી લંડન ગયા. દરમિયાન જર્મનીમાં કોટન જીન ચલાવતા. ફ્રેડ્રિક એન્જલ્સ. પેરિસમાં તેઓને મળી ગયા. તેઓ માર્કસથી બે વર્ષ નાના હતા. પરંતુ માર્ક્સના મિત્ર અને આરાધક બની રહ્યા. તેઓ તેમને આર્થિક સહાય કરતા હતા. એન્જલ્સે પછી તેમના પિતાની જીનીંગ ફેકટરી સંભાળી. માર્ક્સ ત્યારે લંડનમાં રહેતા. એક ગરીબ લત્તા ડીન સ્ટ્રીટમાં ૨૮ નંબરનાં મકાનમાં ઉપલે માળ રહેવા લાગ્યા. અહી તેઓએ ધી કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો જર્મનભાષામાં લખ્યું જેનું એન્જલ્સે અંગ્રેજીમાં ભાષાંતર કર્યું તે પછી ''દાસ કેપિટલ'' લખ્યું. તેના ૩ ગ્રંથની મેન્યુ સ્ક્રીપ્ટ થઇ. પહેલો ગ્રંથ પ્રસિધ્ધ થયો. માર્ક્સનું નિધન થયું. એન્જલ્સે બીજા બે ભાગ પ્રસિધ્ધ કરાવ્યા.

અર્થશાસ્ત્રમાં સૌથી નવો સિદ્ધાંત માર્ક્સે થિયરી ઓફ સરપ્લસ વેલ્યુનો આપ્યો. તેઓએ કહ્યું વેલ્થ લેન્ડ, લેબર એન્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા જન્મે છે. સૌ લેન્ડ એન્ડ ઓર્ગેનાઇઝેશન ઉપર ધ્યાન આવે છે. ખરી સંપત્તિ તો લેબર ઉભી કરે છે. ઓર્ગેનાઇઝેશન તેનો લાભ લઇ લે છે. માટે દુનિયાના મજુરોએ એક થવાની જરૂર છે. તેમણે કહ્યું તમારે કશું ગુમાવવાનું નથી. સિવાય કે સાંકળો (યુહેવ નથીંગ ટુ લૂઝ બટ શેકલ્સ) તેઓએ થિયરી ઓફ સરપ્લસ વેલ્યુમાં સંપત્તિ કઇરીતે ઉભી થાય છે અને તેમાં મજદૂરોનો શો હિસ્સો છે તેનાં વિશદ વિશ્લેષણ માટે સ્થળ -સંકોચ નડે છે. તેઓએ તો ત્યાં સુધી કહ્યું કે કામદારોએ પોતાના અધિકારો મેળવવા હિંસાનો આશ્રય લેવો પડે તો પણ લેવો તેઓએ સ્ટેટ માટે લખ્યું સ્ટેટ શુડ ફીઝલ આઉટ જે હેરોલ્ડ લારકીએ પણ ૨૦મી સદીમાં કહ્યું. તફાવત એટલો છે કે લાસ્કીએ કામદારોને હિંસાનો માર્ગ અપનાવવા કહ્યું ન હતું. અરે ! કામદારો વિષે પણ ખાસ કશું કહ્યું નથી.

આવા આ મહામાનવ માર્ક્સનું જીવન ગરીબીમાં જ વિત્યું. તેમનાા મિત્ર એન્જલ્સ વારંવાર મદદ કરતા. તેઓનાં બે બાળકો નિધન પામ્યાં. પત્ની કેન્સરનો ભોગ બન્યાં. તેઓને પણ કાર્બન્કલ થયું. છેવટે ૧૪ માર્ચ ૧૮૮૩ના દિને મહાન મશાલ બુઝાઈ ગઈ. પરંતુ તેઓએ આપેલા સિદ્ધાંતોએ વિશ્વમાં નવો યુગ શરૂ કર્યો તે નિર્વિવાદ છે.

- દિનેશ દેસાઈ