Get The App

રાષ્ટ્રપ્રેમ 'ચોમાસું' નહીં, 'બારમાસી' વર્ષા છે

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
રાષ્ટ્રપ્રેમ 'ચોમાસું' નહીં, 'બારમાસી' વર્ષા છે 1 - image


- એક જ દે ચિનગારી-શશિન્

એક દિવસ મંદિર નહીં જાઓ તો ચાલશે પણ રાષ્ટ્રપ્રેમમાં ઊણા ઉતર્યા તો દેવ અને દેશનો અપરાધ ગણાવો જોઈએ

હ વે વરસાદ ચોમાસા પૂરતો નથી રહ્યો, ગમે ત્યારે વરસી શકે છે પણ એ વાત સાચા રાષ્ટ્રપ્રેમને લાગૂ ન પડાય. સાચા રાષ્ટ્રપ્રેમની પાંચ કસોટીઆ કઈ ?

૧. પ્રત્યેક કર્તવ્યને રાષ્ટ્રપ્રેમ તરીકે મૂલવો.

૨. રાષ્ટ્રપ્રેમ એ ઉભરાનો વિષય સમર્પિત ઋણ અદાયગીનું મહાપર્વ છે.

૩. રાષ્ટ્રે મારે માટે શું કર્યું, એવી ઉઘરાણી રાષ્ટ્ર પાસે ન કરાય.

૪. રાષ્ટ્રએ જાતિ-વર્ણ વિશેષ તરફેણ કરવામનું નહીં પણ માવમાત્રમાં પરમત્માનું દર્શન કરાવે છે.

૫. દેશનાં રાજ્યો એક બીજાથી  અલગ નહીં પણ સમગ્રતયા દેશનો અખંડ ભાગ છે, એવી ભાવના.

કોઈ પણ દેશ તેના નાગરિકોની પવિત્રતા વગર વિકસી શકે નહીં.

રાષ્ટ્રનો શાબ્દિક અર્થ છે 'રાતિ'યોનો સંગ-સ્થળ. 'રાતિ' શબ્દ 'ભેટ' નો પર્યાયવાસી છે. રાષ્ટ્રભૂમિ અને રાષ્ટ્રના નાગરિકોનું સંયુક્ત એકમ. રાષ્ટ્ર પોતાની 'રાતિ' એટલે કે ભેટ દેશને સમર્પિત કરવાના ઉમળકા ધરાવે છે. જેઓ દેશને 'રાતિ' એટલે કે પ્રદાનથી વંચિત રાખવા ઈચ્છે  છે તેઓ 'અ-રાતિ' એટલે કે દેશદ્રોહી છે. એવા લોકો માટે રાષ્ટ્રમાં કોઈ જ સ્થાન નથી !

ડ્રાઈદેને ઉચિત જ કહ્યું હતું કે  Better one suffer than, Nation Grieve. મતલબ કે રાષ્ટ્ર દ:ખી હોય, એના કરતાં વ્યક્તિએ કષ્ટ સહન કરવાનું વધુ આવકાર્ય છે ૨૬મી જાન્યુઆરી કે પંદરમી ઓગષ્ટ પૂરતી રાષ્ટ્રભક્તિને સીમા બદ્ધ ન રાખી શકાય. સત્કાર્યો 'કાયક્રમ' નહીં રાષ્ટ્રધર્મ ગણવો જોઈએ. એમાં ફોટા પડાવવા કે બેનરોમાં સુવાક્યો લખી પ્રદર્શન કરવું જરૂરી નથી. દેશને 'તકલાદી' કે 'તકવાદી' પ્રેમ નથી ખપતો. કયા વાદળમાં શુદ્ધ પાણી છે, અને ક્યું વાદળ કેવળ ગર્જના કરતું રહે છે એ પારખવાની કોઠાસૂઝ દરેક નાગરિકે વિકસાવવાની જરૂર છે. કાર્લ સૂઝે અંગ્રેજીમાં કહેલું તેનો સારાંશ એ જ છે કે આપણો દેશ સાચો હોય અથવા તો ખોટો જ્યારે એ સાચો હોય ત્યારે એને જાળવી રાખો અને જ્યાં ખોટો હોય ત્યાં સાચો બનાવવાનો ધર્મ અદા કરવો જોઈએ.

દેશના કલ્યાણના નામે આપણે કેટકેટલો વિતંડાવાદ કરી સમયનો દુર્વ્યય કરતા હોઈએ છીએ! આલોચક બનવાનું કામ સહેલું છે, મુશ્કેલ છે અભ્યાસનિષ્ઠ અને સત્યાન્વેષક બનવાનું.

આઝાદી પહેલાંનો નાગરિક અને નેતા તોળી-તોળીને, સમજી વિચારીને, તટસ્થતા, નિષ્પક્ષતાનો ઉપયોગ કરી જાગૃત રહી અભિપ્રાય આપતા હતા. જાગૃત રહી અભિપ્રાય આપતા હતા. ભૂલ થઈ હોય તો ક્ષમા-યાચના કરતા, ભૂલો બચાવ નહીં પબ્લિસિટી ખાતર કે સમૂહ માધ્યમોની હેડલાઈન બનવા ખાતર શરમ-સંકોચ રાખ્યા વગર ખોટા વિધાનને ચૂસ્તપણે વળગી રહે છે.

- બિપીનચંદ્ર પાલે તેમને એક પત્રમાં નોંધ્યું હતું કે  સ્વરાજ્યના રાજ્ય સંચાલનની યુક્તિસંગત આશા ત્યારે જ રાખી શકીએ, સેવી શકીએ કે પહેલાં આપણે સ્વરાજ્ય માટે આવશ્યક ચારિત્ર્ય પ્રાપ્ત કરી લઈએ.

લોકમાન્ય તિલક આર્ષદ્રષ્ટા હતા. એમણે ભારતના રાજકીય વાતા વરણની આગોતરી કલ્પના કરી લીધી કે મતભેદ ભૂલીને કોઈ વિશિષ્ટ કાર્ય માટે તમામ પક્ષો એક થઈ જાય. એ જ જીવંત રાષ્ટ્રનું લક્ષણ છે.

રાષ્ટ્રને ધબકતું રાખવું હશે તો હૈયું ઝઘડાળું રાખવાને બદલે સત્યથી હૂંફાળું રાખવું પડશે. નેતૃત્વ બળેલું નહીં, ઠરેલું હશે તો જ દેશ હેઠા શ્વાસે જીવી શકે.

એટલે રાષ્ટ્રનો પ્રાણ વહીવટી સ્થિરતા અને રાષ્ટ્રપ્રેમની વિશુધ્ધ ભાવના છે.

એવી ભાવના માટે તેના પ્રદર્શન માટે પર્વક-ઉત્સવો કે ઘટના વિશેષની રાહ જોવાની જરૂર નથી.

સરદાર પૂર્ણસિંહે તેમના એક લેખમાં કહ્યું હતું કે પ્રત્યેક ક્ષણને વધુને વધુ મહાનતા સાથે જીવવું એ બહાદુરી છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસનારને કોઈ શાતો નહીં જ કહે. જરૂરિયાત છે દેશને આત્મીયતા, લાગણી, પ્રેમ કર્તવ્યનિષ્ઠા અને સદાચારના અમૃત વર્ષા સતત સિંચતા રહેવાની. એટલે જ કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપ્રેમ એ ચોમાસુ નથી પણ બારમાસી વર્ષા છે.

રાષ્ટ્ર દુ:ખી હોય તો નાગરિકો સુખાનુભૂતિ કરી શકે નહ : તેમ વ્યક્તિ કે નાગરિક દુ:ખી હોય તો રાષ્ટ્ર સુખાનુભૂતિ કરી શકે નહીં.

નાગરિકો નોખા અને નેતૃત્વ નોખુ-એવી સીમિત દ્રષ્ટિ જ દેશ માટે વિધાતક બની શકે. એક  દિવસ દેવસ્થાને નહીં જાઓ તો વાંધો નહીં, પણ રાષ્ટ્રપ્રેમમાં ઊણા ઉતર્યા તો તે દેશ અને દેવનો અપરાધ ગણાવો જોઈએ.

નાગરિકના ચારિત્ર્યશીલ નાગરિકો જ સાચી સંપત્તિ છે.


Google NewsGoogle News