Get The App

મ્યુરલ એટલે શું અને એનો વિકાસ કયાં થયો?

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
મ્યુરલ એટલે શું અને એનો વિકાસ કયાં થયો? 1 - image

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

'મ્યુરો' મૂળ લેટીન શબ્દ છે જેનો અર્થ ભીંત એવો થાય છે. મ્યુરો અટલે ભીંત અને 'યુરલ' એટલે કાયમીપણું. આ બે શબ્દો પરથી મ્યુરલ શબ્દ બન્યો છે. મ્યુરલ એટલે ભીંત પર બનાવેલું એવું ચિત્ર જે ભીંતનો કાયમી ભાગ બની જાય. એટલે જ મ્યુરલને કળાનું કાયમી માધ્યમ કહેવામાં આવે છે. કાયમીપણું માણસને હંમેશાં ગમતું હોય છે. પોતાના સર્જનને દુનિયા યુગો સુધી યાદ રાખે તેવી દરેક સર્જકની ઇચ્છા હોય છે. ભારતમાં આદિવાસીઓ પોતાના ઘરની દીવાલો પર ચિતરામણ કરતા. ભારતમાં ગુફામાં ભીંતચિત્રોની પણ પ્રાચીન પરંપરા છે. યુરોપમાં પ્રાચીન સમયમાં ગ્રીક લોકોએ મ્યુરલની પરંપરા શરૂ કરેલી. પોતાનાં ઘર તેઓ ભીંતચિત્રોથી શણગારતા. લગભગ ૫૦૦ વર્ષ પહેલાંનો સમય જે યુરોપમાં 'રેનેસાં પિરિયડ' કહેવાતો તે વખતે ઇટાલીમાં મ્યુરલનો ખૂબ જ વિકાસ થયો. આમ પણ સદીઓથી રોમ એ કળાનું ધામ કહેવાય છે. યુરોપમાં પણ મ્યુરલને સૌથી વધુ આવકાર ઇટાલીમા મળ્યો. ઇટાલીના નામે મ્યુરલનો એક પ્રકાર પણ લખાઈ ગયો, ઇટાલિયન ફ્રેસ્કો. માઇકલ અન્જેલો અને લિયોનાર્દો-દ-વિન્સીના નામ કોણે નહી સાંભળ્યાં હોય? ઇટાલિયન ફ્રેસ્કોમાં કામ કરનારા માઇકલ ઍન્જેલો, લિયોનાર્દો-દ-વિન્સી, રાફેલ જેવા કેટલાયે કલાકારોનાં ભીંતચિત્રોથી દુનિયા સમૃદ્ધ બની છે. માઇકલ ઍન્જેલોએ રોમમાં સિસ્ટીન ચેપલ નામના ચર્ચમાં બાઇબલના પ્રસંગોને લઇને ભીંતચિત્રો તૈયાર કર્યાં છે. આધુનિક કળાના અભ્યાસક્રમોમાં પણ ચર્ચનાં આ ચિત્રો વિષે શિક્ષકો વિદ્યાર્થીને ભણાવતાં થાકતાં નથી. ઇટાલીનું પોમ્પે શહેર મ્યુરલ માટે ખૂબ જ જાણીતું હતું જે જ્વાળામુખીમાં દબાઈ ગયું હતું. આ ઐતિહાસિક શહેરની ખ્યાતિ પણ મ્યુરલને કારણે જ હતી. ઇજિના પિરામિડો ૫૨ ૫૦૦૦ વર્ષો પહેલાં મ્યુરલનું કામ થયું છે.

હોલીવૂડનો પ્રથમ મોશન સ્ટુડિયો બારમાં શરૂ થયો હતો 

હોલીવૂડનો પ્રથમ મોશન પિક્ચર સ્ટુડિયો, નેસ્ટર કોર્પોરેશન, ૧૯૧૧માં સનસેટ બુલેવાર્ડ ખાતે એક બારમાં શરૂ કરવામાં આવ્યો હતો. અકાદ વરસની અંદર તો શહેરમાં બીજા વીસેક જેટલા સ્ટુડિયો શરૂ થઈ ગયા, જે વરસની અંદર તો શહેરમાં બીજા વીસેક જેટલા સ્ટુડિયો શરૂ થઈ ગયા, જે બધા મળીને વરસે ૬૦૦ ફિલ્મો તૈયાર કરતા, અમેરિકામાં લાઇવ થિયેટરો, પેની આરકેડ્સ અને વોડેવીલેનું સ્થાન સિનેમાઅ લઈ લીધા પછી ૧૯૨૦ અને ૧૯૩૦ના દાયકામાં મોટી મહેલાતો જેવી ઇમારતો અને બંગલાઓ ડઝનોની સંખ્યામાં તોડી પાડવામાં આવ્યા હતા અને તેની જગ્યાઅ સ્ટુડિયો અને ઉદ્યોગના લોકો માટે નિવાસો બાંધવામાં આવ્યા હતા. મકાનોના વિસ્તાર માઉન્ટ લી પર વિશાળ કદનું 'હોલીવૂડ' નામ મૂકવામાં આવ્યું. જેના પ્રત્યેક અક્ષરની ઊંચાઈ પચાસ ફૂટની છે. અહીં 'હોલીવૂડલેન્ડ'માંથી લેન્ડ શબ્દ કાઢી નાખવામાં આવ્યો હતો અને માત્ર 'હોલીવૂડ' નામ રખાયું જે આજે પણ અમેરિકાનું એક મહત્ત્વનું સ્થળ છે.

શું પ્રાર્થનાનું બળ દર્દીને સાજા કરી શકે? 

સંશોધનોમાં સૌથી વિવાદાસ્પદ મુદ્દો આ જ રહ્યા છે : શું પ્રાર્થનાનું બળ દર્દીને સાજા કરી શકે ખરું? ૮૪ ટકા અમેરિકનો માને છે કે જો આપણે બીજાઓના સ્વાસ્થ્ય અંગે દુવા માગીએ તો એનું સારું ફળ મળે જ છે... પણ વિજ્ઞાાન શું કહે છે? અક અમેરિકન મેડિકલ કોલેજમાં રસપ્રદ પ્રયોગ કરવામાં આવ્યો હતો. હાર્ટ કેથેટરાઇઝેશન અથવા ઍન્જિયોપ્લાસ્ટીના ૭૫૦ દર્દીઓને ચાર જૂથમાં વહેંચી દેવામાં આવ્યા. પહેલા જૂથ માટે બીજા લોકોએ (પાદરીઓ, પૂજારીઓ, મૌલવીઓ વગેરે) 

પ્રાર્થના કરી. બીજા જૂથને સ્ટાન્ડર્ડ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી. ત્રીજા જૂથને સંગીત, થેરાપ્યુટિક ટચ અને ગાઇડેડ ઇમેજરીને સાંકળી લેતી ટ્રીટમેન્ટ કરવામાં આવી. પહેલા જૂથના દર્દીઓની તબિયત બીજા અને ત્રીજા જૂથના દર્દીઓ કરતાં બહેતર પુરવાર ન થઈ. ચોથા ગ્રુપના દર્દીઓ માટે પ્રાર્થનાઓ પણ કરવામાં આવી અને તેમને મ્યુઝિક પ્રોગ્રામમાં પણ ભાગ લેવડાવવામાં આવ્યો. છેલ્લા ગ્રુપના દર્દીઓનો મૃત્યુઆંક અન્યો કરતા ૩૦ ટકા ઓછો નોંધાયો. સમગ્રપણે પ્રાર્થનાથી થતી અસરો નક્કરપણે જાણી શકાઈ નથી. નખશિખ શ્રદ્ધાળુઓ પણ સ્વીકારે છે કે આ એવી 

બાબત છે જેનું વૈજ્ઞાાનિક પ્રમાણ કદી નહીં મળે. વિજ્ઞાાનના આકરા સવાલો આ છે : શું વધારાની એક પ્રાર્થના જીવન અને મૃત્યુ વચ્ચે ભેદરેખા દોરી શકે? શું દર્દીઓને દવાઓની માફક પ્રાર્થનાઓનો ડોઝ પણ આપી શકાય? દેખીતું છે કે આવા પ્રશ્નોના સુવ્યાખ્યાયિત (સ્પષ્ટ) જવાબો ન જ મળે. હવે દર્દીઓની મેડિકલ હિસ્ટરીની સાથે ધાર્મિક હિસ્ટરી પણ ચકાસવામાં આવે તેવાં સૂચનો થઈ રહ્યાં છે. તમારા માટે ધર્મ માનસિક તાણ પેદા કરે છે કે રાહત? શું કોઈ પણ પ્રકારના નિર્ણયો લેતી વખતે તમે ધાર્મિક માન્યતાને અનુસરો છો? આવા બધા સવાલો દર્દીને પૂછાવા જાઇેએ એવું એક વર્ગ માને છે. વધુને વધુ મેડિકલ કોલેજામાં હવે આધ્યાત્મિકતાને લગતા કોર્સ ઉમેરાઈ રહ્યા છે તે હકીકત છે. એક વાત તો સ્વીકારે છે : મુશ્કેલીના સમયે પ્રાર્થના કે જાપ કે મંત્ર અસંખ્ય માણસોને જેટલી રાહત પહોંચાડે છે તેટલું બીજું કોઈ નથી પહોંચાડતું. આ માન્યતાઓ વિજ્ઞાાનના વાઘા પહેરી શકશે કે કેમ અ તો સમય જ કહી શકશે.

ઊંઘ અને ઊંઘણશી 

ઊંઘ પણ એક વિચિત્ર બાબત છે. માણસને નાનપણથી એવું શિખવાડાય છે કે દિવસમાં સાતથી આઠ કલાકની ઊંઘ લેવી જોઇએ, પરંતુ મોટાભાગે આ પ્રમાણ જળવાતું નથી. કેટલાકને બહુ થોડી ઊંઘ મળે છે તો કેટલાક વધુપડતું સૂઈ નાંખે છે. યુનિવર્સિટી ઓફ બફેલોએ હાથ ધરેલા એક અભ્યાસમાં એમ જણાવાયું હતું કે રોજ આઠ કલાકથી વધુ નિદ્રા લેવા છતાં જેમને થાક વર્તાયા કરે છે એમનું સ્ટ્રોક (પક્ષાઘાત)થી મૃત્યુ થવાની શક્યતા બીજા લોકોની સરખામણીઅ ત્રણ ગણી વધી જાય છે. ઊંઘણશી લોકોના શરીરમાં કોઈક એવી સમસ્યા હોય છે જેને કારણે એમને ગાઢ નિદ્રા નથી મળતી અને કદાચ એને કારણે જ એમને સ્ટ્રોકનો હુમલો આવવાની શક્યતા વધી જાય છે.

દેશના વિભાજનની વકીલાત કરનાર ઘનશ્યામદાસ બિરલા પ્રથમ હિન્દુ નેતા હતા 

ઘનશ્યામદાસ બિરલા કદાચ પહેલા એવા હિન્દુ નેતા હતા જેમણે વિભાજનની વકીલાત કરી હતી. મુસ્લિમ લીગ પાકિસ્તાન પણ ઉચ્ચારે તે પહેલાં ૧૯૨૭માં બિરલાઅ પંડિત માલવિયાને લખેલા પત્રમાં લખ્યું હતું કે હિન્દુ ભારત અને મુસ્લિમ ભારતનું વિભાજન ભારતના લાભમાં છે. તેમની વિભાજનની વકીલાત પછી ૧૯૩૭માં હિન્દુ મહાસભાએ ભારતના વિભાજનનો ઠરાવ કર્યો હતો અને મુસ્લિમ લીગે તેવો ઠરાવ ૧૯૪૦માં કર્યો હતો. બિરલા છેક સુધી ભારતના વિભાજનના તરફદાર રહ્યા હતા અને તેમણે ગાંધીજી સહિત કોદ્વગ્રેસના નેતાઓ સમક્ષ વિભાજનની વકીલાત કરી હતી.