- રજનીગંધા-વિભાવરી વર્મા
- હું હેબતાઈ ગયો કેમ કે એ માણસે એના બન્ને હાથા છેક મારા ગળા સુધી લંબાવી દીધા હતા!'
'મને બચાવી લો સાહેબ!
મને બચાવી લો...
મે હમણાં જ એક ખૂન કર્યું છે!'
છ-સાત દિવસની વધેલી દાઢી, વિખરાયેલા
અસ્તવ્યસ્ત વાળ,
ચહેરા ઉપર પરસેવો છતાં
આંખો લાલઘુમ...
રાતના અંધકારમાં
ઠંડીનો ચમકારો હતો.
કાળો ધાબળો ઓઢીને
આવેલો આ પ્રૌઢ
વયનો માણસ રાત્રે અઢી વાગે
મારા બંગલામાં ધસી આવ્યો હતો.
હું એક ક્રિમિનલ લોયર છું.
મારી પાસે
આવા કેસો આવે તે
બહું સામાન્ય હતું.
પરંતુ આવી શિયાળાની
રાતે કોઈ માણસ
હમણાં જ ખૂન કરીને
સીધો મારા જેવા
બાહોશ વકીલ પાસે ધસી આવે
એવું તો
પહેલીવાર બન્યું હતું.
પણ આ માણસ જરા
વધારે વિચિત્ર લાગ્યો.
હું હજી પૂછું છું કે 'કોનું ખૂન કર્યું છે, ક્યારે,
અને ક્યાં કર્યું છે...'
ત્યાં એણે મારી
ઉપર જ સવાલોની ઝડી
વરસાવી મુકી,
સાહેબ આપણી વાતો કોઈ સાંભળી તો નહીં, જાય ને ?
'તમે બેફિકર રહો,
ઘરમાં હું એકલો જ છું.
મારી પત્ની પિયર ગઈ છે.
અને નોકર-ચાકરો
રાતે હોતા નથી. હવે બોલો.'
છ તાં એણે પૂછવાનું ચાલું રાખ્યું 'આજુબાજુના પડોશમાં તો આપણો અવાજ જતો જ હશે ને ? મેં કહ્યું 'જુઓ, મારો આ બંગલો સોસાયટીના સાવ છેડે છે. સૌથી નજીકનો બંગલો પણ તમે જોઈ શકો છો કે મિનિમમ ૨૦૦ ફૂટના અંતરે છે. એટલું જ નહીં, આવી શિયાળાની રાતમાં સૌ ઘસઘસાટ ઊંઘી રહ્યા હોય. કોઈ નવરું નથી આપણી વાતો સાંભળવા...'
આટલું કહ્યા પછી એને જરા શાંતિ થઈ. એ અંદર આવીને બેઠો. મેં મારી પેન અને નોટપેડ કાઢીને વિગતો ટપકાવવાનું શરૂ કરતાં પૂછ્યું : 'બોલો, આ ખૂન ક્યાં કર્યું ?'
'અહીં થી થોડે દૂર એક બંગલામાં, સાવ અટુલો બંગલો છે.'
'તમને આવતાં જતાં કોઈએ જોયા હતા ?'
'ના અંદર જતાંય નહીં, અને બહાર આવ્યા પછી પણ નહીં.'
'અચ્છા, તમે એ બંગલામાં કોઈ ચીજોને અડયા હતા ? દાખલા તરીકે બારણું, ટેબલ, ખુરશી વગેરે ઉપર તમારી આંગળીઓની છાપ પડી હશે.' 'હોય સાહેબ ?' એ માણસ બહું વિચિત્ર રીતે હસ્યો 'એમ તો હું બહું પાકો છું. આ મારાં હાથમોજાં જોયાં ? એ મેં પહેરીને જ રાખેલાં હતાં, એનું ગળું દબાવ્યું ત્યારે પણ આજ રીતે -'
'દૂર રાખો! હાથ દૂર રાખો ! હું હેબતાઈ ગયો કેમ કે એ માણસે એના બન્ને હાથા છેક મારા ગળા સુધી લંબાવી દીધા હતા!'
એ પાછો ખુરશીમાં બેઠો. મેં છેક હવે પૂછ્યું 'તમાું નામ તો મેં પૂછ્યું જ નહીં.'ં ભૈરવ શંકર! ટેક્સી ચલાવીને ગુજરાન કરું છું. તમે ચિંતા ના કરશો. મારા ગામડાની જમીન વેચીને પણ તમારી ફી ચૂકવી દઈશ બસ મને બચાવી લો.
ઠીક છે. પહેલાં કેસ તો સમજી લઈએ ?
મરનારનું નામ શું હતું ?
'મુકેશભાઈ'
હું ચોકી ગયો. કેમ કે મારું નામ મુકેશ જ છે.
મને ડરેલા જોઈને એ માણસ જરા હસ્યો. 'કેમ, તમે ઓળખો, એ મુકેશભાઈને ?'
ના, પણ મારું નામેે મુકેશ છે ને, મુકેશ માધવાણી. હું થોથવાઈ રહ્યો હતો.
ખરો વિચિત્ર માણસ હતો ! એની આંખોમાં હજી લાલશ હતી. ડર તો જરાય નહોતો. એ દયાની ભીખ પણ નહોતો માગતો. કોઈ રીઢા ગુનેગારની જેમ એણે ધારદાર નજરે મારી સામું જોતાં પૂછ્યું :
'હું બચી તો જઈશ ને ?'
'હે? હા...! મેં પેન બંધ કરતાં કહ્યું : બસ એક એલિબી જોઈશે કે જ્યારે આ ખૂન થયું ત્યારે તમે બીજે ક્યાંક હતા.'
'ઓહ, એ તો સહેલું છે. હું મારી ટેક્સીનું વાઉચર બનાવી દઈશ કે હું.... આબુ ગયો હતો. બનાવટી પેસેન્જર પણ ઊભા કરી દઈશ.'
'ગુડ....' હવે હું મેઈન મુદ્દા પર આવ્યો.
'તમે આ ખૂન શા માટે કર્યું ?'
જવાબ આપતાં પહેલાં જ એની આંખોમાુ લાલાશ વધી ગઈ. એના લમણાની નસો ફૂલી ગઈ, એણે દાંત ભીંસ્યા, મારી તરફ કંઈક વિચિત્ર રીતે જોતાં એ બોલ્યો :
'ખૂન કરવાનું કારણ છે મારી દીકરી, રૂપા! એ રૂપાળી, એ જ વાત એની દુશ્મન બની ગઈ ! એ પેલા બંગલાવાળા મુકેશભાઈને ત્યાં કામ કરવા જતી હતી...'
ભૈરવ શંકરનો અવાજ ધ્રજી રહ્યો હતો. 'એક દિવસ એ માણસ બંગલામાં એકલો હતો. એવા સમયે મારી દીકીરી એના બંગલામાં ગઈ. પેલા માણસની આંખમાં વાસનાનાં સાપોલિયાં રમતાં રમતાં હતાં તે તેને દેખાયું જ નહીં. એ માણસ વરૂની જેમ મારી રૂપા ઉપર તૂટી પડયો... મારી દીકરી કરગરતી રહી. તરફડતી રહી પણ પેલા રાક્ષસે કંઈ ન સાંભળ્યું...'
'બસ, એ જ દિવસે મેં નક્કી કર્યું કે મુકેશને તો હું મારી જ નાંખીશ!'
આવું બોલતાંની સાથે એ ભૈરવશંકર છલાંગ મારીને મારી ઉપર ધસી આવ્યો ! મને ઘેરી વળ્યો અને બોલ્યો :
'મેં તો નક્કી જ કરેલું કે એ ગમે એટલું ભાગવા મથે, પણ હું એને છટકવા નહીં દઉ! એનું ગળું દાબતી વખતે ભલે એની આંખો ફાટીને બહાર આવી જાય, ભલે એની જીભ લબડી પડે, ભલે એને મારી નાંખ્યા પછી મારે ફાંસીના માંચડે કેમ ના ચડવું પડે... પણ હું એને મારી જ નાંખીશ!'
એમ કહેતાં એ માણસ મારી છાતી ઉપર ચડીને બેઠો! મારી હાલત કફોડી હતી ! મેં હાથ જોડીને કહ્યું 'ભૈશાબ, મને માફ કરો! એ બંગલાવાળો મુકેશ હું જ છું ? મારાથી જ એ પાપ થયું છે ! મેં જ તમારી દીકરી ઉપર બળાત્કાર કર્યો હતો. ભૈરવકાકા, મને માફ કરો!'
'ભૈરવકાકા નહીં, ઈન્સ્પેક્ટર ભૈરવસિંહ સોલંકી!' એ માણસે પોતાનો કાળો ધાબળો કાઢી નાંખ્યો! નીચે પોલીસની વરદી હતી! હું સ્તબ્ધ હતો!
'હા વકીલ સાહેબ! તમારા જેવા ભણેલા, પૈસાદાર અને કાયદાને ઘોળીને પી જનારા વકીલ પાસે બળાત્કાર કબૂલાત કરાવવાનો આ એક જ રસ્તો હતો !'
એમણે મને ઊભો કરતાં કહ્યું 'ચાલો મિસ્ટર મુકેશ, માધવાણી! બાકીની વાતો પોલીસ સ્ટેશને જઈને કરીશું ....'


