- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
ત મારું બાળક સાંજે લેસન કરતાં કરતાં જ ઝોકે ચડયું હોય અને તમે તેના શૈક્ષણિક વિકાસની લાયમાં તેને જગાડીને પરાણે ભણાવતાં રહો તે કેટલું યોગ્ય ગણાય ? સહેજ પણ નહીં, ઊંઘ એ તમારા બાળકના નિત્યક્રમનો અગત્યનો હિસ્સો છે. માત્ર આરામ પૂરતી જ ઊંઘની જરૂરિયાત છે એવું નહીં માનતા. ઊંઘ તમારા બાળકને ઊર્જા અને ઊગતી સવારે નવા વિચારો આપે છે. ઉપરાંત, ઊંઘ બાળકની શીખવાની ક્ષમતામાં વધારો કરે છે અને કુટેવોમાં ઘટાડો કરે છે. કેટલા કલાકની ઊંઘ પૂરતી ઊંઘ ગણાય તે માટેના કોઈ ચોક્કસ માપદંડો નથી. કારણ કે દરેક બાળક એકબીજાથી અલગ છે. તેથી તેની ઊંઘની જરૂરિયાત પણ અલગ-અલગ હોઈ શકે. છતાં સામાન્ય રીતે એકથી ત્રણ વર્ષની ઉંમરના બાળક માટે રાત્રે ૧૦ થી ૧૩ કલાકની ઊંઘ જરૂરી ગણાય. બાળક ૧૨ વર્ષનું થાય ત્યારે એની રાત્રીની ઊંઘની જરૂરિયાત ૧૦ કલાકની રહે છે. આમ તેની ઊંઘમાં થોડો ઘટાડો થાય છે. કિશોરો કરતાં બાળકોને ઊંઘની જરૂર થોડી વધારે હોય છે. કિશોરોને ૯ કલાકની ઊંઘ જરૂરી ગણાય છે.
'સ્કીઝોફેનિયા'ના દર્દીઓનો બુદ્ધિ આંકે
ગાંડપણનાં દરેક લક્ષણો જો 'સ્કીઝોફ્રેનિયા' નામની માનસિક બીમારી ૬ મહિનાથી વધુ સમય સુધી ચાલુ રહે તો જ દેખાય છે. સ્કીઝોફ્રેનિયા વારસાગત કે બાયોલોજિકલ એટલે કે શારીરિક કારણથી થઈ શકે છે. ઘણાખરા મનોચિકિત્સકો માને છે કે સ્કીઝોફ્રેનિયાના દર્દીને હંમેશ માટે સારો કરવાનું લગભગ અશક્ય છે. ગાંડાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવતા મોટા ભાગના દર્દીઓ સ્કીઝોફ્રેનિયાના હોય છે. સ્કીઝોફ્રેનિયાના દર્દીઓ કાબૂમાં રહેતા હોવાથી એમને ઘરમાં રાખી શકાય છે. એમની કામ કરવાની હોશિયારી અને આઈ.ક્યુ. (બુદ્ધિનો) આંક સામાન્ય વ્યક્તિ જેટલાં જ હોય છે, પરંતુ એમની કેટલીક વર્તણૂકો અસામાન્ય હોય છે. આવા દર્દીઓ કોઈને મળતા નથી, સ્નાન કરતા નથી, એકલા બડબડ કરતા રહે છે. સ્કીઝોફ્રેનિયાના કોનિક દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવા જરૂરી હોય છે. તેમને ઝાડા-પેશાબનું ભાન હોતું નથી. તેઓ ખૂન કે આપઘાત પણ કરી શકે છે. સ્કીઝોફ્રેનિયાના દર્દીઓને સતત ભ્રમ-વિભ્રમ થતો રહે છે. ઍમને જાતજાતના અવાજો સંભળાય છે. સ્કીઝોફ્રેનિયાના દર્દીઓને અમ લાગે કે ઍને કોઈક જાણીતી કે અજાણી વ્યક્તિ હેરાન કરે છે. કેટલાક દર્દીઓને રનિંગ કોમેન્ટ્રી સંભળાય છે, જે એની વર્તણૂક વિશે સતત કોમેન્ટ કરે છે. દાખલા તરીકે દર્દી બોલપેન ઉપાડે તો પેલો અવાજ ઍને એમ કહેતો સંભળાય કે પેન કેમ ઉપાડે છે? આ સાંભળીને દર્દી ગભરાઈને પેન મૂકી દે. દર્દીનું આ વર્તન જોનારને આવું વર્તન અસંગત લાગે, કારણ કે અને ખબર નથી હોતી દર્દીએ પેન શા માટે મૂકી દીધી છે.
વાળ ઠીક ન કાપ્યા તો વાળંદ સામે કોર્ટમાં ધા નાંખી!
જુલી ઍન નામની બ્રિટનના ચિપનહામ ગામની એક ૩૧ વર્ષની સ્ત્રી સેક્રેટરી તરીકે નોકરી કરતી હતી. તે ચિપનહામની ન્યુ સ્ટ્રીટની વાળ કાપવાની દુકાને વાળ સેટ કરાવવા ગઈ અને બ્યુટી સલૂનમાંથી બહાર નીકળી ત્યારે તેણે જોયું કે વાળંદે તેના વાળ સાવ ભૂંદરી જેવા કરી નાખ્યા છે. ચિપનહામની સ્મોલ કોઝ કોર્ટમાં જુલીએ તેના વાળંદ સામે તુરંત ફરિયાદ નોંધાવી : 'જજ સાહેબ, મારું મોઢું અવું દેખાય છે કે મારો બોસ મને નોકરીમાંથી કાઢી મૂકશે. મારો જીવ બળીને રાખ થઈ ગયો છે.'
ન્યાયાધીશે તત્કાળ ચુકાદો આપીને જુલીનો જીવ બળી ગયો તેના વળતર તરીકે ૨૫૦ પાઉન્ડ વાળ કપાવવાની ફીનું ૧૦૦ પાઉન્ડનું રિફંડ અને ૭૦ પાઉન્ડ કોર્ટની ફીના વાળંદ પાસેથી અપાવ્યા.
ભૂત-પ્રેતની દૂનિયા અને આર્થર સી. ક્લાર્કનું પુસ્તક :
માનવીને ન સમજાતા અને તેની મતિને મૂંઝવનારા અનેક અકળ પ્રસંગોને સમજવાનો પ્રયાસ કરતું અક સંશોધનમંડિત પુસ્તક છે આર્થર સી. ક્લાર્કનું 'વર્લ્ડ આફ સ્ટ્રેન્જ પાવર્સ' મનની વિચિત્ર અને અદ્ભુત શક્તિઓની દુનિયામાં આ પુસ્તક આપણને ડોકિયું કરાવે છે. ઘોંઘાટ કરતા પ્રેતાત્માઓ, મૂઠ મારીને વ્યક્તિને ખતમ કરતા ભૂવાઓ, શરીરને હવામાં ઊંચે લઈ જતા (લેવિટેશન કરતા) સિદ્ધ લોકો, અગાઉથી બનાવોને પામી જનારાઓ, મનન શક્તિથી ચાવીને (કૂંચીને) વાળી બતાવનારાઓ, મૃત્યુ પામ્યા પછી વાયુની જેમ ભટકનારાઓ, મૃત્યુ પામ્યા પછી પણ પ્રિય વ્યક્તિનું હિત કરનારાઓ, દિવ્ય શક્તિથી ભૂગર્ભનું પાણી શોધનારાઓ, પૂર્વજન્મની ગવાહી આપનારાઓ ઍમ અનેક પ્રકારના લોકોના ચોપડા આર્થર કલાર્કે ઉખેળ્યા છે. તેમને નથી વિજ્ઞાનનો પક્ષ તાણ્યો કે નથી તેમણે વહેમને દાદ આપી. હકીકતો અને દસ્તાવેજો તેમણે વાચક સમક્ષ ખુલ્લાં મૂક્યા છે. સ્ટવના પાયાના ટકોરા (પેન્શેત) દ્વારા મિડિયમ કે માધ્યમને બોલાવીને ઘણા લોકો આપણાં મૃત સગાંનો આપણી સાથે સંવાદ કરાવી આપે છે. ઘણા ગુજરાતી લોકો માને છે કે અંબાજી પાસેના એક વડ ઉપર અસંખ્ય પ્રેતાત્માઓ હે છે. હિંદુઓ શ્રાદ્ધ દરમ્યાન પૂર્વજોને કાગવાસ નાખીને જમાડે છે. શું માનવી મૃત્યુ પામ્યા પછી પણ આત્મારૂપે ભટકતો રહે છે? પોતાના પિતાના ભૂતને અધીરાઇથી વર્તતું જાઈને હેમલેટ બોલી ઊઠે છે : શાંત થા, શાંત થા, અતૃપ્ત આત્મા, શાંત થા. મૃત્યુ પછી માનવીનો આત્મા અજંપો અનુભવે છે? ડાકણવિદયા કે વિચક્રાફ્ટ એક છળ છે? કેટલાક મુસ્લિમો મજહબી કારણસર પોતાના શરીરને પુષ્કળ કષ્ટ આપે છે. અનેક ફકીરો અને સાધુઓ સળગતા કોલસા ઉપર ચાલે છે. તેઓ પગનાં તળિયાં ઉપર મલમ ચોપડતા નથી. પગ ભીના હોય તો વધુ ત્રાસ થાય. પ્રયોગ પૂર્વે પંખાની મદદથી રાખ ઉપર ઉડાડી મૂકવામાં આવે છે. આવા લોકોને કદી કશી વ્યથા થતી નથી. હઠયોગીઓ પાણી ઉપર ચાલવાના પ્રયોગો કરે છે. આર્થર સી. ક્લાર્કનું પુસ્તક વર્લ્ડ ઑફ સ્ટ્રેન્જ પાવર્સ આવી અનેક રહસ્યમય બાબતોની સદ્રાષ્ટાંત છણાવટ કરે છે.
મોઢા દ્વારા સળિયા વાળવાનો વર્લ્ડ રેકર્ડ
વર્લ્ડ રેકોર્ડ કરવા ભડવીરો ભાતભાતનાં પરાક્રમો કરે છે. કોઈ આકાશમાંથી કૂદકો લવાગે છે. તો કોઈ ઊંચા પર્વત પરથી નદીમાં કૂદે છે. શ્રીલંકાના ગામિની વસંતકુમાર નામના સજ્જને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મેળવવા સૌથી જુદું પરાક્રમ કરી બતાવ્યું છે. વસંતકુમારે ફક્ત પાંચ મિનિટમાં લોઢાના ૧૨ મિમી જાડા પચાસ સળિયા મોઢાનો આધાર લઈને વાળી બતાવ્યા. જાડો સળિયો મોઢામાં વચ્ચોવચ રાખીને વાળવો કેટલો મુશ્કેલ છે ઍની કલ્પના કરવી અઘરી નથી. આવું અક્સક્લુઝિવ પરાક્રમ નોંધાવ્યા પહેલા વસંતકુમારે મહિનાઓ કે વરસો સુધી સુળિયા વાળવાની પ્રેક્ટિસ કરી હશે.


