Get The App

બિલાડી માટે કર્મચારીઓ ચઢયા જીદે! .

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
બિલાડી માટે કર્મચારીઓ ચઢયા જીદે!                             . 1 - image

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

યુ.કે.ના બ્રાઇટન ખાતે આવેલી એક બ્રુઅરી (શરાબ ગાળવાની ભઠ્ઠી)માં કામદારોઅ માલિકો સામે એક વિશિષ્ટ રજુઆત કરી છે. આખો મુદ્દો એક બિલાડીને લગતો છે. કામદારો બિલાડીને પોતાના પક્ષે ગણે છે અને માલિકો બિલાડીને કાઢી મૂકવા માગે છે. પ્રોબ્લેમ એ છે કે આ બ્રુઅરી તેના જૂના માલિકે એક નવી પાર્ટીને વેચી દીધી છે. બ્રુઅરીમાં બોની નામની એક બિલાડી લાંબા સમયથી પોતાની જિંદગી સારી રીતે વિતાવી રહી છે. વાઇન નામની આ બ્રુઅરીમાં બિલાડીને ખાવા પીવાની કોઈ સમસ્યા નથી એટલે એ અહીં ખુશ છે. નવા માલિકને પોતાને પણ આ બિલાડી સામે કોઈ વાંધો નથી. વાંધો તેમના પાળેલા કૂતરાને છે. નવા માલિકને બીક છે કે તેમના કૂતરાને અને આ બિલાડીને એકબીજા સાથે ફાવશે નહીં. કામદારોનું કહેવું છે કે બિલાડી આ બ્રુઅરીની સિનિયર સભ્ય છે એટલે નવા કૂતરા માટે જૂની બિલાડીને કાઢી ન મુકાય. બિલાડીની તરફેણમાં એક સહીઝુંબેશ ચલાવવામાં આવી છે. સહીઝુબેશના કાગળમાં લખ્યું છે કે 'વફાદાર બોની અહીં દસ વર્ષથી રહે છે. તેણે પ્રેમપૂર્વક લોકોની સેવા કરી છે. હવે તેને કાઢી મૂકવામાં આવે તો એ બિચારી ક્યાં જશે!'

સારું કોલેસ્ટેરોલ અને ખરાબ કોલેસ્ટેરોલ

શહેરીજનોમાં હૃદયરોગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્નાં છે એવી ચેતવણી નિષ્ણાતો અવારનવાર આપતા જ રહે છે અને સાથોસાથ એવી સ્પષ્ટ સલાહ પણ આપે છે કે શરીરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ અંકુશમાં રહે એની દરેક જણે ખાસ કાળજી રાખવી જાઇએ. આ પ્રમાણ વધે તો લોહીમાં ચરબી જેવા પીળા રંગનું તત્ત્વ ભળે છે. ધમનીની દીવાલ પર તેના થર બાજે છે જે લોહીનું પરિભ્રમણ અટકાવે છે અને છેવટે હાર્ટ ઍટેક આવે છે. કોલેસ્ટેરોલ શરીર માટે સાવ ખરાબ નથી એ વાત પણ ડૉક્ટરો સ્વીકારે છે. શરીરમાં તે કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. સારી કામગીરી તરીકે તે નવા કોશો અને હોર્મોન્સ પેદા કરે છે. કોલેસ્ટેરોલ વિશે આમ છતાં ગૂંચવણ પ્રવર્તે છે. તે જુદા જુદા પ્રકારનું હોય છે, જેમ કે ડાયેટરી કોલેસ્ટેરોલ, સીરમ કોલેસ્ટેરોલ, ઍચડીઍલ કોલેસ્ટેરોલ અને ઍલડીઅલ કોલેસ્ટેરોલ. ડાયેટરી કોલેસ્ટેરોલ ખોરાકમાં હોય છે. અક ઇંડામાં તે ૨૭૫ મિલિગ્રામ હોય છે, જ્યારે સફરજનમાં જરાય હોતું નથી. અમેરિકન હાર્ટ ઍસોસિયેશને એવી સલાહ આપી છે કે ખોરાક મારફત શરીરમાં દિવસમાં ૩૦૦ મિલિગ્રામથી વધુ કોલેસ્ટેરોલ ન જાય એની તકેદારી રાખવી જાઇએ. ઍચડીઍલ (હાઇ ડેન્સિટી લિપોપ્રોટીન) કોલેસ્ટેરોલ ધમનીની ક્ષમતા જાળવી રાખવા માટે સારું હોય છે. અનું પ્રમાણ વધે અટલું સારું પણ તેનાથી ઊલટું છે, ઍલડીઍલ, અટલે કે લો ડેન્સિટી લિપોપ્રોટીન. આ કોલેસ્ટેરોલ ધમનીને રૂંધી નાખે છે. તેથી અનું પ્રમાણ ઓછું રહે અ જ સારું.

બાળલગ્ન પર પ્રતિબંધ મૂકવાની શરૂઆત કયારે થઈ?

બાળલગ્ન પર પ્રતિબંધ મૂકવાની શરૂઆત તો ૧૮૬૦થી શરૂ થઈ હતી. અ વખતે ઇન્ડિયન પિનલ કોડમાં દસ વરસથી નીચેની ઉંમરની કન્યા સાથે વૈવાહિક સુખ (લગ્ન ગેરકાયદે ન હતા) માણવું તેને બળાત્કાર ગણવાની અને સખત શિક્ષા ફટકારવાની જોગવાઈ કરવામાં આવી હતી. ૧૯૨૯માં બાળ લગ્ન અટકાયત ધારો અમલમાં આવ્યો અને ૧૯૭૭માં તેમાં વર કન્યાની ઉંમર વધારતો સુધારો કરવામાં આવ્યો. આમ છતાં આ કાયદાની કોઈ દેખીતી અસર અમુક રાજ્યોમાં જોવા મળતી નથી.

ઊંટ વૈદો સમગ્ર વિશ્વમાં પડયા છે

આપણે ત્યાં દરેક રોગનો રામબાણ ઈલાજ જાણનારાઓની કમી નથી. અલબત્ત, આવા દેશી નિષ્ણાતોથી ચાર ચાસણી ચડે ઍવા અતિ ઉત્સાહી જીવો વિકસિત દેશોમાં વસે છે. કેનેડામાં કોઈ પણ પ્રકારની મેડિકલ ક્વોલિફિકેશન વિના એક માણસ ઉપર સેક્સ ચેન્જની શસ્ત્રક્રિયા કરી નાખી હતી. ૫૭ વરસનો ગેરી ગિલિંગવોટર ક્વોલિફાઇડ ડૉક્ટર નહોતો પણ અ ઘણા તબીબી પુસ્તકો વાંચીને પોતે ઍક્સપર્ટ ફિજિશિયન બની ગયાનો દાવો કરતો. ગેરી ઇન્ટરનેટ પર સેક્સ-ચેન્જ સ્પેશિયાલિસ્ટ તરીકે પોતાની જાહેરખબર આપતો અને પોતાના દર્દીઓને ઓપરેશન માટે હોટેલમાં રાખતો. આવી જ રીતે ઇન્ટરનેટ પર ગેરીની જાહેરખબર જોઇને અક યુવાન અને મળવા આવ્યો. એ જે રીતનો ડ્રેસ પહેરીને આવ્યો હતો એ જોઇને જ હોટેલનો મેનેજર અ યુવાનમાંથી યુવતિ બનવા લાલચાયો હોવાનું પામી ગયો હતો. સેક્સ-ચેન્જના ઓપરેશન માટે ગેરીએ એ ભાઇના ટેસ્ટિકલ્સ (વૃષણ) કાપવાના હતા. પરંતુ અતિ ઉત્સાહમાં ગેરી ગિલિંગવોટરે પોતાના દર્દીને શું કર્યું  કોણ જાણે તે પેલો દોડતો હોટેલની પરસાળમાં આવ્યો અને મોટેમોટેથી બૂમો પાડવા લાગ્યો કે 'આ માણસે મને નથી ભાઈ રહેવા દીધો, નથી બહેન.' અણે પોલીસ બોલાવી અને ગેરી ઉપર ફોજદારી કેસ થયો.

મોનાલિસાના ગેબી સ્મિતનું રહસ્ય શું?

યુનિવર્સિટી આફ આમ્સ્ટરડેમના કેટલાક કોમ્પ્યુટર સોફટવેર નિષ્ણાતોએ વિશ્વવિખ્યાત ચિત્રકાર લિયોનાર્ડો દ વિન્ચીની અમરકૃતિ 'મોનાલિસા'ના ગેબી સ્મિતનું રહસ્ય ઉકેલી કાઢયું છે. કોમ્પ્યુટરાઇઝ્ડ વિશ્લેષણમાં જાવા મળ્યું છે કે મોનાલિસાના સ્મિતમાં ૮૩ ટકા ખુશી, ૯ ટકા ઘૃણા, ૬ ટકા ભય અને બે ટકા ગુસ્સો છે! 

કોમ્પ્યુટર નિષ્ણાતોઅ મોનાલિસાની આંખોની આસપાસ ઊપસેલી હોઠ પાસે ઊપસેલા વળાંકોનો અભ્યાસ કરી આ તારણ કાઢયું છે. જોકે, કલા-વિવેચકો કહે છે કે આ વિશ્લેષણમાં કશો દમ નથી. આ પદ્ધતિથી તમે કોઈ ફોટોગ્રાફનું વિશ્લેષણ કરી અના ચહેરાના હાવ-ભાવ જાણી શકો, ચિત્રકૃતિના નહીં.