Get The App

ટાગોર- પ્રેમપિયાલો

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
ટાગોર- પ્રેમપિયાલો 1 - image

- ક્ષણ-ક્ષણાર્ધ - પ્રવીણ દરજી

- 'આપણી આસપાસ ચોતરફ જે જે વસ્તુઓ આપણને વીંટળાયેલી છે તેનો અંતિમ અર્થ કાઢશો તો માત્ર 'પ્રેમ' શબ્દ જ નીકળશે'

ટાગોર જેવા કવિનું કાવ્યજગત મારા જેવા માટે સદાનું આકર્ષણ રહ્યું છે. ક્યારેક આનંદ ઉછાળ હોય ત્યારે કે ક્યારેક ન સમજાય તેવી ઉદાસી પ્રભાવિત થઈ રહી હોય એવી ક્ષણે રવીન્દ્રની કોઈક ને કોઈક કાવ્યકૃતિ મને સ્મરણમાં આવી રહે છે. પછી તે હૃદય ભીનું કરી રહે, આંખની ચમક વધારી રહે. વસંતમાં કોઈ ઝૂલા પર ઝૂલતો હોઉં તેવો હુલાસ અનુભવી રહું. ક્યારેક તો દિવસભર પછી એવી કૃતિને ગણગણ્યા કરું. ક્યારેક મનમાં પ્રશ્ન થઈ રહે - શું છે અરે, આ કવિમાં જે આમ જ વસંત બનાવી રહે છે એના ભાવકને ? અને ત્યાં જ એ પળે, તેમની એકાધિક કૃતિઓ સામે આવી રહે, હૃદય ખોલી રહે અને ધીમેશથી કાનમાં કહી રહે ઃ 'પ્રેમ, પ્રેમ અને પ્રેમ...' બસ,  ત્યારે ટાગોર પણ એ કાવ્યોની વચાળે મંદમંદ સ્મિત વેરી રહ્યા હોય, તેમની વિશાળ ભૂરી આંખો, પૂરી ગહનતા સામે તેમના ગાન અને જ્ઞાન, શાનનો પરિચય આપી રહે, શ્વેત કેશ અને એવી જ શ્વેત દાઢી ગૂઢ રહસ્યોને ખોલી આપતી ચાવી કે કૂંચી જેવું રૂપ 

ધારી રહે...

આ કયો 'પ્રેમ' છે ? એ પ્રેમનું જગત કયું ? કઈ એની રેખાઓ ? તેને કોઈ સીમા- સરહદ ખરાં ? કોઈ બંધ- બંધન ખરાં ?  અને એ બધાંનો એક જ ઉત્તર મળે ઃ ના, ના, ના...

રવીન્દ્રનાથ સરાબોર પ્રેમના કવિ છે. એની ખોજ પ્રેમની છે, એના રસ્તા પ્રેમના છે, એનો શબ્દ પ્રેમનો છે, એનું સત્ય પ્રેમનું છે, એની ગતિ પ્રેમની છે, તેનાં તારણો પણ પ્રેમ પાસે જ આવીને અટકે છે. રવીન્દ્રને વારંવાર વાંચનારને એના શબ્દોમાંથી પસાર થનારને લાગશે કે અરે, આ કવિનું શબ્દજગત જ પ્રેમસંભૃત છે. વિષાદમાં પણ, આનંદમાં પણ, કૌતુક કે રહસ્યમયતામાં પણ ક્યાંક ને ક્યાંક તો પ્રેમની લકીર જ ખેંચાતી આવતી જોવાય. હા, એ પ્રેમ ભેદાભેદથી દૂર, ઘણો દૂરનો છે. ત્યાં સ્ત્રી છે, પુરુષ છે, ત્યાં ઇશ્વર છે તો ગૂઢ પ્રકૃતિ, પ્રકૃતિ ચેતના છે. તેમાં નદી હોય, આકાશ હોય, ધરા હોય, સાગર હોય, પક્ષીઓ હોય, વૃક્ષો હોય, પાર વિનાની પુષ્પસૃષ્ટિ હોય, પ્રાણી સૃષ્ટિ પણ હોય, પહાડો- ખીણો ય હોય, ઋતુઓ હોય, પ્રાતઃકાળ, મધ્યાહન, સાયંકાળ, રાત્રિ કે મધ્ય રાત્રિ હોય, સભરતા ઉછળતી હોય તો શૂન્યતાનું ઘેરાપણું હોય. હૃદયનો વાર્તાલાપ હોય કે પ્રકૃતિ સાથેનો સંવાદ હોય કે પછી ઇશ્વર સાથે, અગમ-નિગમ સાથેની ગોષ્ઠી હોય- બધી ક્ષણોમાં કશેક તો પ્રેમભર્યા હૃદયના અપૂર્વ લય હાજર હોય - એની ધબક સાંભળવા કવિ સર્વને સાગમટું નિમંત્રણ આપે છે પણ પેલી 'સાંકડી ગલી'માં જનારની સંખ્યા તો અલ્પની જ હોય ને ? ટાગોર અક્ષુણ્ણ પ્રેમના કવિ છે. બધી જ, બધા પ્રકારની ભરતમુનિ કથિત રસસંપદા પછી તે પ્રેમનો, એક નૂતન રસનો કટોરો આપણી સન્મુખ ધરી દે છે. તે કહેતો હોય છે ઃ મને પીઓ, ગટગટાવી જાવ, પ્રેમમય બની રહો. પ્રેમ જ અંતિમ સત્ય છે. ટાગોરના જ શબ્દોમાં વાત કરું તો -

'આપણી આસપાસ ચોતરફ જે જે વસ્તુઓ આપણને વીંટળાયેલી છે તેનો અંતિમ અર્થ કાઢશો તો માત્ર 'પ્રેમ' શબ્દ જ નીકળશે. તે માત્ર સંવેદન છે કે લાગણી જ કેવળ છે એવું ન માનશો. એ જ સત્ય છે, એ ઋપ્ત છે. તે એક એવો પરમાનંદ છે જે બધાં સર્જનનું મૂળ છે.'

તેમના આ ટૂંકા કથનમાં તેમણે આખા જીવનનો જ નહીં, વિશ્વની અનેક ગૂંચોનો પણ ઉકેલ બતાવી દીધો છે. પ્રેમપંથ ટાગોરનું કૂળ ઉદ્ધવનું નથી, પણ ગોપીનું છે, સહૃદયતા અને ભાવનાનું છે, એકત્વનું છે. ગોપીનું તેમાં વિલપન છે, તો રાધાનો દ્રઢ નિશ્ચય અને આરત પણ છે, કરુણની સાથે કરુણતા છે. સૃષ્ટિના પ્રત્યેક પદાર્થ સાથે એકરૂપ થઈ જવાની પ્રેમલગન છે. ટાગોરના પુરુષ હૃદયમાં એક નારી હૃદયનું માર્દવ પણ અનુભવી શકાય. તેમણે ખૂદે પણ કબૂલ્યું છે કે મારા અતલાન્તમાં એક ચિર વિરહીણી બેઠી છે અને એ મને સમયે સમયે લખવા પ્રેર્યા કરે છે. ટાગોર આપણી સાથે એટલે 'માનવ' સાથે, 'ઇશ્વર' સાથે કે 'પ્રકૃતિ' સાથે વાત કરે છે ત્યારે તે સર્વમાં એક દ્રવ થઈને વાત કરે છે. તેનું આવું અભિન્નત્વ જ સૃષ્ટિના એક એક પદાર્થ સાથે તેમના પ્રેમભર્યા સગપણનું સૂચક બની રહે છે.

ભારતીય સાહિત્ય- સંસ્કૃતિના આ ઊંચા કવિક્રમના કવિમાં વિશ્વની એકેએક વસ્તુ અનાસાસ, સંલગ્નતાની આવે છે - સહજ રીતે. બધું જ અદ્વૈત છે, અર્થાત્ પ્રેમસૂત્રથી જોડાયેલું છે. તે ભાગ્યે જ પોતાની કશે બાદબાકી કરીને વાત કરે છે. પુષ્પ, વેલ, નદી, પંખી, પવન, સમુદ્ર વગેરે સાથે વાત કરતા હોય કે ઇશ્વર જેવા કોઈ અનામતત્ત્વ સાથે તાર સાંધી રહેતા હોય છે ત્યારે દ્રશ્યો- આયોજનો એકમેકમાં ભળી જાય છે ત્યાં પ્રેમપૂજા ઉપર તરી રહે છે. પ્રભુએ પારસમણિ ગૂંથી ગૂંથી પોતાને સજાવ્યો છે તેવી તેમની આ અનુભૂતિ છે. આકાશની ઓ પારના તારાઓની તેથી તો રાગિણી સાંભળી શકે છે. બધું ભૂલીને- એવું કહેતા કવિ રવીન્દ્ર માટે એટલે જ આ સઘળું શક્ય છે. તેમણે પ્રેમનો અમૃતપ્યાલો ચસોચસ પીધો છે. તેવા પ્રેમનો કેફ, તેના રસ- રહસ્યો તેથી જ જગતને, ઇશ્વરને, મનુષ્ય પ્રકૃતિને ભિન્નરૂપે નિહાળવા પ્રેરી રહે છે.

તેમની એક કૃતિમાં આકાશ મૃત્યુ- બંનેની ગર્વોક્તિ વચ્ચે પ્રેમને પ્રતિષ્ઠિત કરતા તે કહે છે ઃ ધન્ર્પી ચહર્હેહબીજ થ ૈંા ૈજ ૈં ુર્ર િીસચૈહ ીાીહિચનનઅ ચુચંી ર્કિ અર્ેધ રવીન્દ્રના પ્રેમનું આ વ્યાકરણ જ તેઓને અન્ય સર્જકો કરતા જુદા કહેવા પ્રેરે છે. પ્રેમ ચિરંતન છે, સતત જાગ્રત કરી મુકનારું તત્ત્વ છે. પ્રેમતત્ત્વની અનેકાનેક સૂક્ષ્મ અર્થચ્છાયાઓ ટાગોર પાસેથી મળે છે. પ્રેમનું એક એવું અનન્ય રૂપ, આપણી સાહિત્યિક- સાંસ્કૃતિક- માનવીય ધબક છે. જ્યાં વિશ્વની બધી ઘટનાઓ- પદાર્થો- દ્રશ્યો- સંવેદનાઓ એકાકાર બની રહેતી હોય છે. અહીં ટાગોરની સાથે એમર્સન અને મીલ જેવા પશ્ચિમના નિબંધકારો પણ યાદ આવી રહેવાના તેઓ કહે છે ઃ 'પ્રેમ' જેવી સંજ્ઞા એના ઉત્કૃષ્ટરૂપે ઇશ્વર કે ઇશ્વરનો જ પર્યાય છે. વિશ્વમાં પ્રેમ અને પ્રેમમાં વિશ્વ ! ટાગોર છલોછલ પ્રેમમાધુર્ય છે ! પ્રેમપિયાલો છે !.