- વેદના-સંવેદના - મૃગેશ વૈષ્ણવ
- પોતાના શારીરિક લક્ષણો વિષે વારંવાર ગૂગલ કરતા લોકો કેવી વિવિધ પ્રકારની બીમારીઓમાં સપડાય છે તે સમજવા અહી એક કેઈસ હિસ્ટ્રી આલેખાઈ છે.
આ જના આ ડીજીટલ યુગમાં એક વિશિષ્ટ મનોસ્થિતિથી સંખ્યાબંધ લોકો પીડાવા લાગ્યા છે, જેને કહે છે સાઇબરકોન્ડ્રિયા - 'ભઅમીબિર્રહગિૈચદ. આ એક એવી મનોસ્થિતિ છે જેમાં વ્યક્તિ સતત ઈન્ટરનેટ પર એટલે કે ગુગલ, યુટયુબ વગેરે માધ્યમો પર બીમારી વિશેની ઝીણામાં ઝીણી જાણકારી મેળવીને પોતાના વિષે ખોટી ધારણાઓ બાંધે છે અને પછી એ પ્રકારના લક્ષણો અનુભવવા લાગે છે.
અહીં વાત કરવી છે 'જોલી'ની. નામ પ્રમાણે સ્વભાવથી પણ તે જોલી મૂડમાં રહેતો અને પોતાના અભ્યાસ તથા અન્ય કામકાજમાં ધારી સફળતા મેળવી શકતો હતો. કોવિડના સમયમાં તે કોવિડ વિષયક અપાતી માહિતીથી વાકેફ રહેતો હતો. એટલે કે ક્યાં દેશમાં કેટલા કેસ થયા, કેટલા મૃત્યુ થયા વગેરે માહિતી નિયમિત રીતે ગૂગલ પરથી મેળવવાનું શરુ કર્યું. આમ તો પોતે કોમર્સનો સ્ટુડન્ટ પણ ઈન્ટરનેટનાં સહયોગથી તે ડોક્ટર ઓફ મેડીસીન(સ્ઘ) બનવાના પૂરતા પ્રયત્નો કરવા લાગ્યો.
જો તેને શરદી થાય તો તે ઈન્ટરનેટ પર એના વિશે બધુ જ જાણવાનું શરુ કરે. તેની વેબ સર્ચ પરની હિસ્ટ્રી પરથી યુટયુબ પણ તેની આલ્ગોરીધમ પકડી લઇ એ પ્રકારના વિડીઓ જોવા માટે તેને સૂચન કરે અને આ બધી માહિતી મેળવીને તે તેની સામાન્ય શરદી કે ઝીણા તાવના લક્ષણને ટીબી, વાયરલ ઇન્ફેકશન, એઇડ્સ કે કોવિડના લક્ષણો જેવા જ તેના લક્ષણો છે એ નિર્ણય સુધી પહોંચી જતો. પોતાની એકાદ તકલીફનું ડોક્ટર ગૂગલ અને પ્રોફેસર યુટયુબની મદદથી તેને કોઈ ભયાનક તફલીફ હોય તેવું નિદાન કરી નાંખતો અને પછી એ બીમારીમાંથી બહાર આવવાના ઉપચારો શોધવા લાગતો.
કોવીડ અને લોકડાઉનનાં સમયમાં તેને ડોકટર ગુગલ સાથે વાર્તાલાપ કરવાનો પૂરતો સમય મળી રહેતો હતો અને આ સમયમાં અલગઅલગ ગંભીર બીમારીઓ વિશે તેના માનવા મુજબ તેણે એવી માહિતી મેળવી કે જેનાથી કદાચ કોઈ નિષ્ણાત ડોકટર પણ વાકેફ ન હોય.
જોલી જેમ જેમ ડોકટર ગુગલ અને યુટયુબ સાથે વધારે ને વધારે સમય ગાળતો ગયો તેમ તેમ તેની 'ઈલનેસ એન્ઝાઈટી' એટલે પોતાને કોઈ ગંભીર રોગ થયો હોય એની ચિંતા વધતી ગઈ. ધીરે ધીરે આ ચિંતા અને તેનાથી થયેલા ડીપ્રેશન જોલીના વિચારો, ભાવનાઓ, વર્તન અને દૈનિક કાર્યક્ષમતાને અસર કરવા લાગ્યા અને તે તીવ્ર માનસિક સંઘર્ષ અનુભવવા લાગ્યો. એટલું જ નહીં છેલ્લા બે મહિનાથી તે સતત માનસિક અશાંતિ, ડર, ઉદાસીનતા અને વિચારોના ચક્રમાં ઊંડોને ઊંડો ફસાવા લાગ્યો. એમાં પણ ડીપ્રેશન વિષયક કેટલાક યુટયુબ વિડીઓ જોયા પછી તેની અંદર ડીપ્રેશન અને આત્મહત્યાનો અતિશય ડર વિકસ્યો. વારંવાર ગુગલને પૂછવાથી અને યુટયુબ વિડીઓ જોવાથી જોલીના મનમાં એવી માન્યતા બેસી ગઈ કે 'જો મારું ડીપ્રેશન તીવ્ર કક્ષાએ પહોંચશે તો હું કદાચ આત્મહત્યા કરી બેસીશ.' જોલીની આ પ્રકારની વિચારસરણી 'ર્ભયહૈૌપી ઘૈર્જાર્િૌહદ કહેવાય છે. જેમાં વ્યક્તિ તેણે મેળવેલી માહિતી કે તેની સાથે ઘટેલી ઘટના પરથી અત્યંત નકારાત્મક અને વિનાશક નિષ્કર્ષ કાઢવા લાગે છે.
જોલીને થયેલી 'સાઇબરકોન્ડ્રિયા', 'કોગ્નીટીવ ડીસ્ટોર્શન' 'ઈલનેસ એન્ઝાઈટી ડીસઓર્ડર' જેવી મનોસ્થિતિને કારણે તેને વારંવાર જુદાજુદા નિષ્ણાત ડોકટરો પાસે જવાની વિવિધ લેબોરેટરી, સીટી સ્કેન, એમઆરઆઈ, ઇકો, ટી.એમ.ટી. વગેરે ટેસ્ટો કરાવી પોતાને કોઈ બિમારી નથી તેની ખાતરી કરવાની આદત પડી ગઈ. જોલીની સાથે વાતચીત કરતા જણાયું કે તેની ભીતરમાં રહેલ અસુરક્ષા અને અકારણ ડરને તે તેના શારીરિક લક્ષણોરૂપે વ્યક્ત કરવા લાગ્યો હતો. જ્યારે જ્યારે પણ તે કોઈ એક બીમારી વિષે વાંચતો ત્યારે તેના મગજમાં 'સજેસ્ટીબીલીટી' વધી જતી એટલે ઈન્ટરનેટમાં દર્શાવાયેલા તમામ શારીરિક લક્ષણો તે પોતાના શરીરમાં અનુભવવા લાગતો. મન અને શરીર વચ્ચેનો આ સંબંધ સાયકોસોમેટીક રિસ્પોન્સ કહેવાય છે. આમ જોલી માટે દરેક નાની અમથી અસ્વસ્થતા ગંભીર રોગનો સંકેત બની જતી.
અહીં યુટયુબ વિડીઓ વિષે ખાસ સ્પષ્ટતા કરી લઉ. કેટલાક જ ેતે વિષયના નિષ્ણાત લોકો એ પ્રકારના યુટયુબ વિડીઓ મુકે છે જેનાથી રોગ વિષેની જાણકારી શરૂઆતના તબક્કામાં જ થઇ શકે અને કેટલાક રોગ પોતાની જાતને મદદ કરવાથી ઉગતા જ દાબી દેવાય. નિષ્ણાત ચિકિત્સકો દ્વારા માનસિક બીમારીને સમયસર ઓળખવા અને દર્દીની વિચારસરણીમાં બદલાવ લાવવાનાં વિડીઓ પણ મુકાય છે જેના દ્વારા સામાન્ય તકલીફોમાં ડોક્ટરનો સંપર્ક કરવાની કોઈ જ જરૂર રહેતી નથી. સાથેસાથે એ વાત પણ સાચી છે કે ઘણીવાર બની બેઠેલા નિષ્ણાતો અને દરેક વિષયમાં પોતાની જાતને માસ્ટર સમજતા યુટયુબરો પ્રત્યેક ક્ષેત્ર પર પ્રકાશ પાડતા વિડીઓ મુકવા માંડે છે જે ઘણીવાર અંધકાર ફેલાવવાનું કામ કરે છે. જોલી જેવા લોકો નીર ક્ષીર પારખી શકતા નથી. જેના કારણે મળેલી માહિતીનું અર્થઘટન પોતાની રીતે કરી નકારાત્મક વિચારધારામાં સરી પડે છે અને કાલ્પનિક રોગનો ભોગ બની જાય છે.
(ક્રમશઃ)
જોલીના કેસમાં એવું બન્યું કે તેને એન્ઝાઈટી, ડીપ્રેશન અને આત્મહત્યા વિશેના અનિચ્છનીય વિચારો વારંવાર આવવા લાગ્યા. મગજમાં ઘુસી જતા આ 'ૈંહાિેજૈપી ાર્રેયરાજદ ને કારણે તે 'ર્ભસૅેનર્જૈહજદ સ્વરૂપે કેટલીક ક્રિયાઓ વારંવાર કરવા લાગ્યો જેવી કે વારંવાર ડોકટર પાસે જવું, ગુગલ કરવું, યુટયુબ જોવી, રીચેક કરવું એટલે કે વસ્તુઓને ફરી ફરીને ચકાસવી જેવા વર્તનો તે કરવા લાગ્યો. ક્યારેક ઘરનું તાળું લોક કર્યા પછી તેને ખાતરી થતી નહતી કે તેણે બરાબર લોક કર્યું છે કે કેમ એટલે તે વારંવાર આને ચકાસતો રહેતો. આના કારણે તેનામાં ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડીસઓર્ડરનાં લક્ષણો પણ આકાર લેવા માંડયા.
ભયાનક બીમારીઓના વિચારોથી ગભરાઈ ગયેલો જોલી ધર્મના સહારે પણ ગયો અને પૂજાપાઠ પણ કરવા લાગ્યો. ધર્મમાં સૂચવાયેલા નિયમો અને પેટર્નને તે ખૂબ કડક રીતે અનુસરવા લાગ્યો. જો તે આ નિયમોનું પાલન ન કરે તો તેને અંદરથી બેચેની, અશાંતિ અને અપરાધભાવના અનુભવાતી હતી. આ પ્રકારની મનોસ્થિતિ ને 'જીબિેૅેર્નજૈાઅ' તરીકે ઓળખાવાય છે જેને ધાર્મિક વળગણ પણ કહી શકાય. આ ઓબ્સેસીવ કમ્પલ્સિવ ડીસઓર્ડરનું જ એક સ્વરૂપ છે. અહીં વ્યક્તિ ધર્મને શાંતિ માટે નહીં પરંતુ ભય અને અશાંતિ ટાળવા માટે અનુસરવા લાગે છે.
જોલીની માનસિક સમસ્યા સમજવા માટે તેના જીવનના પરિપ્રેક્ષ્યને સમજવું ખૂબજ મહત્વપૂર્ણ છે. આપણે અગાઉ જોઈ ગયા તેમ કોવિડના સમયમાં પોતાની સામાન્ય તકલીફ માટે તે ડોકટર ગુગલ અને પ્રોફેસર યુટયુબની મદદ લેવા લાગ્યો. જેથી તેની તકલીફો વધી ગઈ. એવી પરિસ્થિતિમાં ૨૦૨૩માં તેના પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું. તે પોતાના પિતાની ખૂબ જ નજીક હતો અને પિતાના મૃત્યુનું દુઃખ તેને એટલું બધું હચમચાવી ગયું કે આજે પણ પિતાની તસવીર તે જોઈ શકતો નહતો. આના પરથી સ્પષ્ટ થાય છે કે તે પિતાને ગુમાવ્યા પછીના 'ેંહિીર્જનપીગ ય્િૈીકદ એટલે કે અપૂર્ણ શોકની પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો હતો એટલે જ સમય જતા પણ પિતાના મૃત્યુના આઘાતમાંથી તે બહાર આવી શક્યો નહોતો. જોલીની જેમ ઘણી વ્યક્તિ બહારથી સામાન્ય દેખાય છે પરંતુ અંદરથી શોક, ખાલીપો અને અસુરક્ષા અનુભવતો હોય છે. પિતાની ગેરહાજરી પછી તેનામાં સલામતી અને માર્ગદર્શનની ખોટ સાલવા લાગી હોઈ શકે છે. આવી ઘટનાઓ પછી કેટલીકવાર અતિશય ચિંતાથી ઘણી વ્યક્તિઓ પીડાવા લાગે છે.
જોલીની વૈવાહિક અને અન્ય સંબંધોની હિસ્ટ્રી પણ તેની માનસિક ગૂંચવણને છતી કરતી હતી. તેના પ્રથમ લગ્ન પ્રેમ લગ્ન હતાં પરંતુ સમય જતાં તે પત્નીથી ભાવનાત્મક રીતે દૂર જવા લાગ્યો. ત્યારબાદ તે બીજી વ્યક્તિ તરફ આકર્ષાયો. આ પ્રકારની મનોસ્થિતિમાં વારંવાર જુદીજુદી વાતોમાં રસ પડવો અને ફોન તથા ડીજીટલ દુનિયામાં ખોવાઈ જવું ઘણીવાર 'ઈર્ર્સૌહચન છર્પૈગચહબીદ અર્થાત આંતરિક અસંતુષ્ટતાનું સૂચન હોઈ શકે છે. હાલમાં તેના બીજા લગ્ન થયા છે અને બીજી પત્ની સાથે તેનો લાગણીકીય સંબંધ સારો છે પરંતુ કામેચ્છામાં ઘટાડો અને ફોન પ્રત્યેનું તેનું વધતું આકર્ષણ એ વાત તરફ અંગુલી નિર્દેશ કરે છે કે તેનું એન્ઝાઈટી અને ઓબ્સેસન તેની વ્યક્તિગત જીવનક્ષમતા પર અસર કરી રહ્યા છે.
માનસિક દ્રષ્ટિએ જોવામાં આવે તો આ કેસમાં મુખ્યત્વે ત્રણ સ્તરો કામ કરી રહ્યા છે. પ્રથમ બાયોલોજીકલ લેવલ. જેમાં મગજના સિરોટોનીનના લેવલમાં અને ચિંતાને કાબુમાં લાવતી સીસ્ટમમાં અસંતુલન પેદા થયું છે. બીજું સાયકોલોજીકલ લેવલ. જેમાં બાલ્યાવસ્થામાં ઘડાયેલું તેનું માનસ, આઘાતોને સહન કરવાની ક્ષમતા, પિતાના મૃત્યુનું લંબાયેલું દુઃખ અને ઘટનાઓને વિકૃત સ્વરૂપે સમજી નકારાત્મક વિચારો તરફ વળવું
ત્રીજું સોશિયલ લેવલ. જેમાં યુટયુબ, ગુગલ, સોશિયલ મીડિયા આલ્ગોરિધમ અને સતત મળતી નકારાત્મક માહિતી તેના ડરને વધારી રહી છે. આલ્ગોરિધમ એવી સામગ્રી વારંવાર બતાવે છે જે વ્યક્તિ પહેલેથી જ શોધી રહ્યો હોય. તેથી ડીપ્રેશન વિષે અનેક વિડીઓ જોયા પછી તેના વિચારો સતત વધતા ગયા અને તે આત્મહત્યા તો નહિ કરી નાખેને એનો ડર મજબુત થતો ગયો.
આવા કેસમાં સૌથી અસરકારક સારવાર એસ. એસ આર, આઈ દવાઓ છે. તાવ ઉપરાંત સી.બી.ટી. છે. ભમ્માં દર્દીને સમજાવવામાં આવે છે કે તેના વિચારો હંમેશા સત્ય નથી. 'મને ડિપ્રેશન છે એટલે હું આત્મહત્યા કરીશ' જેવી માન્યતાઓને પડકારવામાં આવે છે. દર્દીને એવું શીખવાડવા માં આવે છે કે વિચારો અને વાસ્તવિકતા વચ્ચે તફાવત છે.
તેની ઊંઘની સમસ્યા પણ ગંભીર છે. છેલ્લા બે મહિનાથી ઊંઘ ન આવવી ચિંતાના વિષચક્ર ને વધુ ખરાબ બનાવી રહી છે. ઊંઘની અછતથી મગજ વધુ સંવેદનશીલ બને છે અને ઓવર થીંકીંગ વધે છે. રાત્રે ફોનનો ઉપયોગ ઓછો કરવો, નિયમિત ઊંઘનો સમય રાખવો, કેફીન લેવાનું ટાળવું વગેરે મદદરૂપ બની શકે છે. આ ઉપરાંત દવાઓ સારી મદદ કરી શકે છે.
પરિવારની ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ રહે છે. પરિવારને સમજાવવું જરૂરી છે કે દર્દીના વિચારો મજાક નથી પરંતુ માનસિક બીમારીનો એક ભાગ છે.
અંતમાં, આ કેસ આપણને બતાવે છે કે ડિજિટલ માહિતી, 'સાઇબરકોન્ડ્રિયા', 'કોગ્નીટીવ ડીસ્ટોર્શન' 'ઈલનેસ એન્ઝાઈટી ડીસઓર્ડર' અને ઓ.સી.ડી. રુપે કેવી રીતે વ્યક્તિના જીવનને અસર કરી શકે છે. યોગ્ય સમય પર સારવાર અને પરિવારનો સહકાર દર્દી સંપૂર્ણપણે સાજો કરી શકે છે.
ન્યુરોગ્રાફ્ ઃ
ડો. ગૂગલને અનુસરતા લોકો એ આ લેખ વાંચવો નહિ.


