Get The App

ચંદ્રશેખર વેંકટ રામન્વિ : જ્ઞાન ક્ષેત્રે નૉબેલ પ્રાઇઝ મેળવનાર ભારતના એક માત્ર સપુત

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
ચંદ્રશેખર વેંકટ રામન્વિ : જ્ઞાન ક્ષેત્રે નૉબેલ પ્રાઇઝ મેળવનાર ભારતના એક માત્ર સપુત 1 - image

- તેઓના જ્ઞાનથી તેઓના પ્રોફેસર્સ પણ આશ્ચર્યચક્તિ થઈ જતા તેઓ સંગીતના પણ શોખીન હતા, શ્રેષ્ઠ વાયોલિનવાદક હતા તેટલું જ નહિ પરંતુ સાહિત્ય અને ઇતિહાસના પણ અભ્યાસુ હતા

ફે બુ્રઆરી મહિનો ચાલે છે, નૉબેલ- પ્રાઇઝ માટેનાં સૂચનો આ મહિનામાં જ મોકલી દેવાના હોય છે તેવે સમયે ભારતના વિજ્ઞાન ક્ષેત્રના એકમાત્ર વિજ્ઞાની ડૉ. ચંદ્રશેખર વેંકટ રામનને સ્મરી આપણે કૃતાર્થ થઈએ. ૧ ફેબુ્રઆરીએ કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થયું ભાગ્યે જ કોઈને માહિતી હશે કે, આ મહાન વિજ્ઞાનીએ તે સમયના બ્રિટિશ ઇંડિયાના વિત્ત મંત્રાલયમાં પણ કામ કર્યું હતું.

સામાન્યત: સી.વી. રામન્ તરીકે ઓળખાતા આ મહાન વિજ્ઞાનીના પિતૃ તેમજ માતૃ બંને પક્ષ શ્રેષ્ઠ હતા. તેઓના પૂર્વજો બ્રાહ્મણ જાગીરદારો હતા. તાંજોર પાસેના આય્યમપેટમાં તેઓની જાગીર હતી. પિતાશ્રી ચંદ્રશેખર ઐય્યર માત્ર જાગીર સંભાળવાને બદલે વધુ અભ્યાસ કરી સ્નાતક થયા. અય્યમપેટની હાઇસ્કૂલમાં વિજ્ઞાનના શિક્ષક બન્યા પછી નોકરી સાથે અભ્યાસ પણ ચાલુ રાખ્યો અને માસ્ટર્સની ડિગ્રી મેળવી. તેઓને શ્રીનિવાસ આયંગરે ફીઝીક્સના પ્રોફેસર પદે નિયુક્ત કર્યા. સી.વી. રામન્નો માતૃપક્ષ પણ તેટલો જ વિદ્યા વ્યાસંગી હતો. માતા પાર્વતી અમ્માનું કુટુંબ 'શાસ્ત્રી કુટુંબ' કહેવાતું ત્રિચિના પલ્લી સ્થિત આ કુટુમ્બ તે વિસ્તારમાં આદરણીય બની રહ્યું હતું.

આવા માતાપિતાના ઘરે ચંદ્રશેખર વેંકટ રામન્નો ૭, નવે. ૧૮૮૮ના દિને જન્મ થયો તેઓ બાળપણથી જ અતિ તેજસ્વી હતા. ફીઝીક્સ તેઓના રસનો વિષય હતો તેનો ગહન અભ્યાસ કરતા હતા તેઓના જ્ઞાનથી તેઓના પ્રોફેસર્સ પણ આશ્ચર્યચક્તિ થઈ જતા તેઓ સંગીતના પણ શોખીન હતા, શ્રેષ્ઠ વાયોલિનવાદક હતા તેટલું જ નહિ પરંતુ સાહિત્ય અને ઇતિહાસના પણ અભ્યાસુ હતા. તેઓનો 'ડીફ્રેક્શન બેન્ડ્સ થુ્ર રેકેટેગ્યુલર એપર્ચર' ઉપરનો નિબંધ નવે. ૧૯૭૬માં લંડનના ફિલોસોફિકલ મેગેઝિનમાં પ્રસિદ્ધ થયો. તેઓ ત્યારે માત્ર ગ્રેજ્યુએટ જ હતા.

૧૯૦૬માં બ્રિટિશ- ઇંડિયામાં ફાયનાન્સ ડીપાર્ટમેન્ટમાં તેઓને લેવામાં આવ્યા, છતાં સંશોશધન ચાલુ રાખ્યા પોતાનો રહેવાનો રૂમ તેઓએ લેબોરેટરીમાં જ ફેરવી નાખ્યો હતો. સાથે અભ્યાસ ચાલુ રાખ્યો. ૧૯૦૭માં રેકોર્ડ માર્કસ સાથે માસ્ટર્સ ડિગ્રી મેળવી. કલકત્તા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. આસુતોષ મુખર્જીએ ત્યારે પ્રોફેસર તરીકે કામ કરતા ચંદ્રશેખરને પાલિન- એન્ડાઉન્મેન્ટ ફંડની પણ કામગીરી સોંપી સર તારકનાથ પાતિત યુનિવર્સિટીમાં ફીઝીક્સની 'ચેર' સંભાળતા હતા. તેઓએ જ આ ફંડ સ્થાપ્યું હતું. ૧૯૧૯માં તે ટ્રસ્ટના અધ્યક્ષ અમૃતલાલ સરકારનું નિધન થતા રામનને તે પદે નિયુક્ત કરાયા સાથે સાયન્સ એસોસિએશનના સભ્ય પણ બન્યા.

૧૯૨૧માં ઑક્સફર્ડ યુનિવર્સિટીએ તેઓને પ્રવચનો આપવા તથા પરિસંવાદમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું ત્યારે સ્ટીમર ભૂમધ્ય સમુદ્રમાંથી પસાર થતી હતી ત્યારે તે સમુદ્રના ભૂરા ઘેરાં જળ જોઈ આ જળ ભૂરું શા માટે છે તેવો વિચાર આવ્યો. તેઓએ વિચાર્યું કે શુદ્ધ પાણીમાં એક તરફ સૂર્યના કિરણો પડે છે તેના સ્પેક્ટ્રમના અન્ય રંગો શોષાઈ જાય છે, ભૂરો રંગ દ્રશ્યમાન રહે છે. વળી એક તરફ પણ 'તડકો' (સૂર્યપ્રકાશ) પડે તો પણ બધું પાણી ઝળહળી ઉઠે છે. આ સાથે તેઓને 'ડીફ્યુઝન ઑફ લાઇટ'નો વિચાર આવ્યો. તેની ઉપર સંશોધન કરવા નિર્ણય કર્યો. (અંધારા ઓરડામાં પાણી ભરેલી બોટલમાં બેટરી ઉપર કપડું રાખી તેમાં એક નાનું છિદ્ર રાખીને તે કિરણ બોટલ ઉપર પડે તો બોટલમાં રહેલું તમામ પાણી ઝળહળી ઉઠે છે તે આપણે જાણીએ છીએ. રામને તેની ઉપર સંશોધન કર્યું માટે તેઓ મહાન બન્યા) તેની ઉપરના સંશોધનને પછી 'રામન્ ઇફેક્ટ' તેવું નામ અપાયું.

૨૮મી ફેબુ્રઆરી ૧૯૨૮ના દિને તેઓના આ સંશોધન 'રામન ઇફેક્ટ'નો દિવસ સ્વતંત્ર ભારતની સરકારે 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિન' તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

પ્રકાશ ઉપરાંત તેઓને 'ધ્વનિ'માં પણ રસ હતો. તેઓ હર્મન ફૉન હેલ્મહોલ્ટઝના 'સેન્સેશન ઑફ ટોન'થી ઘણા પ્રભાવિત થયા હતા. ૧૮૧૬- ૧૯૨૧ દરમિયાન તેઓએ તેની ઉપર પણ સંશોધન કર્યું અને 'તારવાળા વાદ્યો' સીતાર- તંબુરમાં તારના ધ્વનન ઉપર સંશોધન કર્યું આ સાથે જ 'જલ તરંગ' ઉપર પણ સંશોધન કર્યું.

૧૯૨૧માં ઇંગ્લૅન્ડ હતા ત્યારે સેન્ટ પોલની વિશ્પરિંગ ગેલેરી જ્યાં એક સ્થળેથી ઉત્પન્ન થયેલો ધ્વનિ પાછો તે જ સ્થળે સંભળાય પરંતુ વચમાં ક્યાંય પણ ન સંભળાય તેવી ઘટનાનું કારણ શોધી કાઢ્યું.

તેઓના ડીફ્રેક્શન ઑફ લાઇટ પરના સંશોધનને લીધે તેઓને ફીઝીક્સનું નૉબેલ પ્રાઇઝ ૧૯૩૨માં એનાયત કરાયું.

આવા આ ભારતના મહાન વિજ્ઞાનીએ બેંગ્લોરમાં ઇન્ડિયન એકેડમી ઑફ સાયન્સની સ્થાપના કરી આ સંસ્થાએ દેશને ઘણા વિજ્ઞાનીઓ આપ્યા છે. વિજ્ઞાનના શ્રેષ્ઠ પ્રોફેસરો આપ્યા છે, અંતરિક્ષ વિજ્ઞાનીઓ આપ્યા છે. ૧૯૩૪માં આ સંસ્થાની સ્થાપનામાં તે સમયના મ્હૈસૂરના મહારાજાએ સંપૂર્ણ રીતે સહાય કરી હતી. વાસ્તવમાં મહારાજાએ તેઓને ૧૯૩૩માં જ મૈસૂર બોલાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ૧૯૨૯માં સી.વી. રામનને 'નાઇટ'નો ખિતાબ મળ્યો હતો. આ મહાન વિજ્ઞાનીએ સ્વતંત્ર ભારતમાં પણ વિજ્ઞાનીઓ તૈયાર કરી રાષ્ટ્રની મહાન સેવા કરી. ૨૧-૧૧-૧૯૭૦ના દિને પ્રકાશ પર સંશોધન કરનારા આ મહાન વિજ્ઞાની અનંત પ્રકાશ સાથે લીન થઈ ગયા.

- દિનેશ દેસાઈ