ઈરાકના મહાશયનું વિચિત્ર પરાક્રમ
- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
જે સંશોધન મેડિકલ સાયન્સે કરવાની માથાકૂટ કરી નથી એવું ઇરાકના અબ્દુલ્લા અલ-બસરી નામના મહાશયે કર્યું છે. આ ભાઇને કંઈક વિચિત્ર શોખ જાગ્યો અને તેમણે અમની બંને આંખના ડોળાંને શક્ય એટલાં માથાની બહાર કાઢવાની 'કળા' શીખી લીધી. તેઓ એમની આંખની આસપાસના સ્નાયુઓને કન્ટ્રોલ કરીને ડોળાં બહાર કાઢી શકે છે. આવું થઈ શકે છે એવું જાણવાની આજ સુધી કોઇઅ પરવા સુદ્ધાં કરી નહીં હોય ત્યારે અલ-બસરી એમની આ 'ટ્રિક' દેશવિદેશમાં બતાવી રહ્યા છે. જોર્ડનના પાટનગર અમાનના એક ક્લિનિકમાં તેમણે આ ચમત્કાર કરી બતાવ્યો ત્યારે ત્યાંના ડાક્ટરો પણ દંગ રહી ગયા હતા. તેમણે ખાતરીપૂર્વક કહ્યું હતું કે આવું ભાગ્યે જ કોઈ કરી શકે. જોકે અલ-બસરીને આવું કરવાની એમની આંખોને કેટલું નુકસાન પહોંચતું હશે એ વિશે હજી સુધી કોઈ વાત બહાર આવી નથી.
લૂંટારાઓ કરી લૂંટ, ભોગવ્યુ બેંકે!
ઓસ્ટ્રિયાના વિયાના શહેરની ઓસ્ટ્રિયા ક્રેડિટ બેંકના પોતાના ખાતામાંથી એક સ્ત્રી ૨૦ હજાર પાઉન્ડ લઇને ઘરે જતી હતી. તે બેંકમાંથી નીકળીને માંડ થોડા ફલાંગ ચાલી હશે ત્યાં તો પૂરી તૈયારી સાથે આવેલા સમડી ગેંગના બે સદસ્યો ત્રાટક્યા. ગઠિયાઓએ પ્રથમ તો બાઇની આંખોમાં પેપર સ્પ્રે છાંટયો અને બીજી પળે બાઇના હાથમાંથી ડોલરનું પડીકું પડાવીને ભાગ્યા. ચોર પાછા મળતા હશે? એવું વિચારીને બાઇએ કોર્ટમાં ચોરને બદલે બેંકની વિરુદ્ધ કેસ ઠોકી દીધો. તેણે દલીલ કરતાં કહ્યું કે કેશિયરે મને આવડી મોટી રકમ છાને ખૂણે આપવાને બદલે બધા માણસોની વચ્ચે આપી તે ગઠિયાઓ જોઈ ગયેલા. એટલે પૈસાની ચોરી માટે બેંક જવાબદાર છે. જજને વાત ગળે ઊતરી ગઈ. તેણે ીની તરફેણમાં ચુકાદો આપ્યો અને બેંકે ફરિયાદી સ્ત્રીને ૧૦ હજાર પાઉન્ડ ચૂકવવા એવો આદેશ આપ્યો.
વિશ્વમાં સૌથી મોંઘી રીતે સચવાયેલો લેનિનનો મૃતદેહ
જગતમાં સૌથી વધુ સારી રીતે અને મોંઘી રીતે સચવાયો હોય તો લેનિનનો મૃતદેહ છે. સોવિયેત સંઘમાં લેનિનાબાદ અને લેનિનગ્રાડ નામનાં બે શહેરો છે. ક્યુબા અને ચીલીમાં ઘણાં માબાપે તેમનાં બાળકોનું નામ લેનિન રાખ્યું છે. મોસ્કોના રેડ સ્કવેરમાં આજે પણ લેનિના મૃતદેહને જોવા માટે લાઇનો લાગે છે. માત્ર રશિયનો જ નહીં પણ વિદેશના પ્રવાસીઓ મોસ્કો આવે ત્યારે બે માઇલ લાંબી ક્યુમાં ઊભા રહે છે. દરેક એક મિનિટે ત્રણ વાર લાંબી ક્યુના માણસોને ધકેલવામાં આવે છે. લેનિનના પૂતળાને કોઈ પ્રવાસી ઇજા કરવાને ઇરાદે આવે છે કે નહીં તે તપાસવા ક્યુમાં ઊભેલાની રશિયન સૈનિકો પૂછપરછ કરે છે. કોઈની પાસે કેમેરા હોય તો તેને લાઇનની બહાર કઢાય છે. વ્યક્તિના ડ્રેસ પરથી શંકા પડે તો ક્યુમાંથી કાઢી નખાય છે. અકદમ મિલિટરી ઢબે ક્યુમાં ઊભા રહેવું પડે. વાંકીચૂંકી લાઇન કરનારનું અપમાન થઈ જાય. પ્રેક્ષકો પાસેથી પકડાયેલાં શસ્ત્રોને પણ પ્રદર્શનમાં રખાયાં છે. પ્રવાસીએ કોટ અને શર્ટ પહેર્યા હોય તેનાં બટન પૂરેપૂરાં બંધ હોવાં જોઇએ. રશિયાના મહાન નેતાના મૃતદેહનાં દર્શને જતી વખતે સંપૂર્ણ શિસ્ત સાથે જવું પડે. દર્શન કરવા જનાર વ્યક્તિઅ પોતાના મસ્તક પરથી ટોપી કે હેટ ઉતારી લેવાં પડે છે. મૃતદેહની આજુબાજુ ચહેરા પર એકદમ પથ્થર જેવી કડક રેખા રાખનારા કે.જી.બી.ના સંત્રીઓ ઊભા હોય છે. લેનિનનું પૂતળું રેડ સ્કવેરના ભોંયતળિયે રખાયું છે. એક કબર જેવા પ્લેટફોર્મ પર લેનિનના મૃતદેહને કાચના ઘરમાં રખાયો છે.
ઈન્ટરનેટ ચેટને કારણે બેવફાઈ પકડાઈ ગઈ!
એક ચીની પુરુષ અને ચીની મહિલા ઇન્ટરનેટ ચેટ રૂમ દ્વારા ઓળખાણમાં આવ્યા. સ્ત્રીએ પોતાની ઓળખ ઝુએર તરીકે આપી અને કહ્યું કે હું એકલતા અને અવગણના અનુભવી રહી છું. પુરુષ ઝિયાંગે મેસેજ આપ્યો કે મને ખૂબ કંટાળો આવી રહ્યા છે. ચેટ પર તેમને ખ્યાલ આવ્યો કે બન્ને એક જ તાલુકામાં વસતા હતા આથી તેઓએ લાઇઝુ શહેર નજીકના હૈમિયાઓ બીચ પર મળવાનું નક્કી કર્યું. બન્ને મળ્યા ત્યારે આભા બની ગયા બન્ને વરસોથી પરણેલા પતિ-પત્ની જ હતાં. પતિની આવી બેવફાઇભરી વતૂણંકથી પત્ની એટલી હદે ગુસ્સે થઈ કે પતિને મારવા માંડી. ત્યાં સુધી કે પોલિસને બોલાવવી પડી. છેતરપીંડીની જાળમાં (વેબમાં) બન્ને પતિ-પત્ની ફસાઈ ગયાં એવાં મથાળાં ચીનનાં અખબારોએ છાપ્યાં હતાં.
મૃત:પાય બનેલી જીવસૃષ્ટિને ફરીથી પુનર્જીવિત કરી શકાશે?
વિજ્ઞાનને વક્ર દ્રષ્ટિએ નિહાળતા લોકો હમણાં સુધી એવી દલીલ કરતાં કે જો માણસ ધારે એ કરી શકતો હોય, જો વિજ્ઞાન એટલું બધું શક્તિશાળી હોય તો શા માટે આપણે સંભોગ વિના નવો માણસ પેદા કરી શકતા નથી? ક્લોનિંગ આ પ્રશ્નનો સજ્જડ જવાબ છે. આપણે ઘેટાં, વાંદરાં અને ભૂંડના ક્લોન બનાવી ચૂક્યા છીએ. હવે રશિયન એકેડેમી ઓફ સાયન્સીઝના અલેક્ઝી ટીકહોનોવ અને અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટરીના રોઝ મેકફી નામના બે પ્રાણીશાસ્ત્રીઓનો દાવો છે કે તેઓ પોતાને હાથ લાગેલા ૨૮ હજાર વર્ષ જૂના હાથીઓની એક પ્રજાતિનાં જડબાંનાં અસ્થિઓના ડીઍનએમાંથી હાથીઓની એ પ્રજાતિને ફરી પેદા કરશે. આ પ્રાણીશાસ્ત્રીઓ અને તેમની ટીમના ઊંધેકાંધ કામ કરતા નિષ્ઠાવાન સંશોધકો પાંચેક વર્ષ અગાઉ મૃત:પ્રાય બનેલી સ્પેનિશ બકરી બ્યુકાર્ડો અને તસ્માનિયાના લુપ્ત બનેલા વાઘને, આર્કટિક ખંડના આખલાઓને અને પક્ષીઓની એકાધિક જાતોને પુનર્જીવિત કરવાના કામે લાગી ચૂક્યા છે. લુપ્ત થયેલી આ જીવસૃષ્ટિને પુનર્જીવિત કર્યા બાદ અમને ક્યાં રાખવામાં આવશે? નેશનલ પાર્ક્સ (રાષ્ટ્રીય ઉદ્યાનો)માં આ પ્રયોગ જીવસૃષ્ટિની ઉત્ક્રાંતિ અંગેની આપણી સમજમાં પ્રચંડ વધારો કરશે અને આપણા પૂર્વજાઅ પ્રાણીઓનો શિકાર કરી અમને લુપ્ત કરવાના કરેલા અપરાધનું પ્રાયશ્ચિત કરવાની તક પૂરી પાડશે.