Get The App

મારો પતિ રાક્ષસ છે... ! .

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
મારો પતિ રાક્ષસ છે... !                                       . 1 - image


- રજનીગંધા-વિભાવરી વર્મા

- અજયે કાજલને શોધવાના ખૂબ પ્રયત્નો કર્યા. કોલેજમાં, કેન્ટિનમાં, આખા કેમ્પસમાં... પણ કાજલનો પત્તો નહોતો

'અ જય, તારે એક ખૂન કરવું પડશે...' અજય ચોંકી ગયો. તેણે કાજલ સામે જોયું. તેના હોઠ ધુ્રજી રહ્યા હતા. તેની ખુબસુરત માંજરી આંખોમાં આંસુ તગતગી રહ્યાં હતાં. અજયે હળવેકથી ચુંબન વડે આંસુને પોતાના હોઠમાં સમાવી લીધાં.

'ના કાજલ... ખૂન શા માટે ?'

'અજય, મારો પતિ રાક્ષસ છે ! એ મને...' કાંજલ બોલતાં અટકી ગઈ. પછી ધીમેથી પોતાનાં વસ્ત્રને ખોલીને અજયને પોતાની છાતી બતાડી.

'આ... શું છે ?' અજય ડઘાઈ ગયો.

'સિગારેટનાં ઠુંઠાં... તેણે સળગતી સિગારેટ વડે મને ડામ ચાંપ્યા છે !'

'એટલે ? તેને આપણા પ્રેમની ખબર પડી ગઈ છે ?'

'ના. આપણે એકબીજાના પરિચયમાં આવ્યા તે પહેલાંથી મારો પતિ આવો જ છે. એ માણસ મને ક્યારેક ચાબૂકથી મારે છે, ક્યારેક મારા શરીરમાં ટાંકણીઓ ઘોંચે છે, ક્યારેક છરી વડે મારી ચામડી ઉતરડી નાંખે છે... દાંત વડે બચકાં ભરે છે, નખ વડે ઉઝરડા પાડે છે અને પછી રાક્ષસની જેમ મારી ઉપર તૂટી પડે છે. હું જેમ જેમ ચીસો પાડું તેમ તેમ એને અત્યંત પાશવી આનંદ મળે છે ! અજય, ખરેખર એ માણસ નથી, રાક્ષસ છે, રાક્ષસ !'

અજયની લમણાની નસો તંગ થઈ ગઈ. 'આવો ભયંકર અત્યાચાર? તું શા માટે આ બહું સહન કરે છે ?'

'નથી સહન કરવું મારે.' 'કાજલ ધુ્રસકે ધુ્રસકે રડી પડી.' અજય, મને આ નર્કમાંથી બચાવી લે!

'પણ શી રીતે ?'

'મેં એ વિચારી રાખ્યું છે.' કાજલે આંસુ લુછ્યાં. પર્સમાંથી એક રિવોલ્વર કાઢી. 'જો, આની ઉપર સાયલેન્સર પણ ચડાવેલું છે...'

અજય બે ઘડી માટે થીજી ગયો. પણ જો કાજલને પેલા રાક્ષસના ત્રાસમાંથી છોડાવવો હોય તો આ એક જ ઉપાય હતો... એ રાક્ષસની હત્યા !

કાજલે તેને આખી યોજના સમજાવી. 'મારો પતિ યુનિવર્સિટીમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે. એને રિસર્ચ કરવા બદલ બહુ ઈનામો મળેલાં છે. એ બહુ વગદાર માણસ છે પણ...'

'એ વિકૃત માણસને જીવવાનો કોઈ જ હક નથી.'

'એટલે જ... જો સમજી લે.' કાજલે કહ્યું : 'એ મોડી રાત સુધી ડિપાર્ટમેન્ટની લેબોરેટરીમાં કામ કરતા હોય છે. રાત્રે દોઢેક વાગે ત્યાંથી બેઝમેન્ટમાં રાખેલી કાર લઈને ઘરે આવવા નીકળે છે. નીચે બેઝમેન્ટના સીસીટીવી કેમેરા બગડી ગયા છે. આમેય વરસાદી રાતમાં કેમ્પસના બીજા કેમેરાઓમાં પણ ભેજ બાઝી ગયો છે. કશું સ્પષ્ટ દેખાતું નથી. બસ તારે એક જ કામ કરવાનું છે...'

અજયે એ કામ બહું પરફેક્ટ રીતે કર્યું. એ યુનિવર્સિટીના લોગોવાળું આખું માથું ઢંકાઈ જાય તેવું હૂડી પહેરીને ગયો હતો. કેમકે એવાં હૂડી પહેરનારા કેમ્પસમાં સેંકડો વિદ્યાર્થીઓ છે.

કાજલનો પતિ પ્રોફેસર સેન જેવો રાત્રે બેઝમેન્ટમાં પોતાની કાર પાસે આવ્યો કે તરત જ અજયે કાર પાછળથી નીકળીને સાયલેન્સરવાળી ગન વડે તેની છાતી વીંધી નાંખી. પછી રિવોલ્વરને રૂમાલ વડે સાફ કરીને ત્યાં જ ફેંકી દીધી અને ચૂપચાપ બહાર નીકળી ગયો...

***

કાજલે તેને કહ્યું હતું 'દસ-બાર દિવસ સુધી આપણે નહીં મળીએ. ઘરમાં રોકકળ ચાલતી હશે. મારે મગરનાં આંસુ સારવાં પડશે. પણ પછી બધું થાળે પડી જાય ત્યારે આપણે બંને આ શહેર છોડીને ચાલ્યા જઈશું ! બસ, પછી માત્ર તું અને હું...'

પરંતુ અજય ધીરજ રાખી શક્યો નહીં. તે બીજા જ દિવસે પ્રોફેસર્સ કવાર્ટર જઈ પહોંચ્યો. અહીં ખાસ્સી ચહલ પહલ હતી. પોલીસો પણ દેખાતા હતા. છતાં અજય એક સ્ટુડન્ટની જેમ અંદર પહોંચી ગયો. રૂમમાં પ્રો. સેનનું મૃત શરીર હતું.

પણ કાજલ ક્યાં હતી ? એક બહેને પૂછ્યું 'કોનું કામ છે તમારે ?'

'મિસિસ સેન...' અજયે કહ્યું.

જવાબમાં એ બહેને એક સ્ત્રી તરફ આંગળી ચીંધી. એ જોઈને અજયને ચક્કર આવી ગયાં ! એ કાજલ હતી જ નહીં !!

આ તો કોઈ પચાસેક વરસની, જાડી સરખી, ચશ્માવાળી સ્ત્રી હતી ! તો પછી કાજલ કોણ હતી?

***

અજયને ધીમે ધીમે બધું સમજાઈ રહ્યું હતું. કાજલે ખૂબ જ ચાલાકીપૂર્વક તેનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો 

હતો ! પણ શા માટે ? શા માટે કાજલ પ્રોફેસર સેનને મારી નાંખવા માગતી હતી ?

આનો જવાબ તો કાજલ જ આપી શકે ને ? અજયે કાજલને શોધવાના ખૂબ પ્રયત્નો કર્યા. કોલેજમાં, કેન્ટિનમાં, આખા કેમ્પસમાં... પણ કાજલનો પત્તો નહોતો.

પણ એક દિવસ અચાનક એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો 'તારે કાજલને મળવું છે ને ? તો આજે સાંજે સાડા સાતે તળાવની પાળે પહોંચી જજે.'

અજય ત્યાં પહોંચીને રાહ જોતો રહ્યો. આખરે આઠ વાગે કાજલ આવી. તેણે કાળાં વસ્ત્રો પહેર્યા હતાં. તે બેહદ ખુબસુરત લાગી રહી હતી.

બન્ને એકબીજા સામું જોતાં રહ્યાં. છેવટે અજયે પૂછ્યું 'શા માટે કાજલ ? શા માટે ?'

કાજલ ધુ્રસકે ધુ્રસકે રડી પડી. અજયે તેને રડી લેવા દીધી. જ્યારે તે શાંત પડી ત્યારે તેણે કહ્યું 'અજય, તારે જાણવું છે ને ? તો સાંભળ... હું એક કોલગર્લ છું...'

અજય સ્તબ્ધ હતો. કાલજે આખી વાત ધીમે ધીમે કહેવા માંડી 'હું નાની હતી ત્યારે મારા પિતાજીનું અવસાન થઈ ગયું હતું. હું ભણવામાં એવરેજ હતી પણ મારી મોટી બહેન ખૂબ જ હોંશિયાર હતી. તેને કેમિસ્ટ્રીમાં પી.એચ.ડી. કરવું હતું... તેના ગાઈડ પ્રોફેસર સેન હતા...'

અજય સાંભળી રહ્યો. 'એ માણસ ભલે જિનીયસ હશે પણ વિકૃત હતો. તેણે મારી બહેનને ડીગ્રી અપાવવાના બદલામાં એકવાર સેક્સની માગણી કરી. બહુ જ ઝઝૂમ્યા પછી મારી બહેન તેના શરણે ગઈ... પરંતુ પ્રો. સેને તેનો વિડીયો બનાવી લીધો. અને પછી વારંવાર...'

કાજલની આંખોમાં હવે ક્રોધ તગતગી રહ્યો હતો. 'સતત બ્લેકમેઇલથી ત્રાસીને મારી બહેને આત્મહત્યા કરી નાંખી ! એ સમાચાર સાંભળીને મારી મા ગાંડી થઈ ગઈ ! અને છેવટે હું કોલગર્લ બની ગઈ... પરંતુ... મારી બહેનનો બદલો લીધા વિના મને ચેન નહોતું પડતું...'

અજય સ્તબ્ધ હતો. કાજલે કહ્યું : 'હવે હું આ શહેર છોડીને ક્યાંક બીજે જતી રહીશ. છતાં તને જો લાગતું હોય કે મેં કંઈ ખોટું કર્યું છે, તો તું પોલીસ પાસે જઈને બધું જ કહી શકે છે.'

અજય પોલીસ પાસે જઈને શું કહેવાનો હતો ? જો એ કંઈ બોલવા જાય તો પોતે જ -

Tags :