જુલાઇ માસનું નામકરણ જુલીયસ - સીઝર પરથી થયું છે!
- સ્વિત્ઝરેન્ડનું મૂળનામ જ હેલ્વેશિયા છે. તેની ટપાલ ટિકીટો ઉપર 'હેલ્વેશિયા' નામ છપાય છે
જી વનકથા જુલીયસ સીઝરની (ઇ.સ. પૂ. ૧૦૨થી ૪૪) જેઓએ યુરોપને 'રોમનાઇઝડ' કર્યું. જેઓનું કુળનામ 'સીઝર' પછીથી બલ્ગેરિયા અને રશિયામાં 'ઝાર' બની રહ્યું. જર્મનીમાં કૈઝર બન્યું. ભારતમાં બ્રિટિશ રાજાઓ 'કૈઝરે હીન્દ' કહેવાતા ૧૯૪૨ પછી તે બંધ થયું. આમ ૨,૦૦૦ વર્ષ સુધી તે નામ ચાલ્યું.
સંસ્કૃતિઓ અમર છે, સીઝર પણ અમર છે. હેડ હી બિન લેસ અમ્બીશિયસ હીસ્ટ્રી ઓફ યુરોપ વૂડ હેવ બિન રીમેઇન્ડ સ્ટેગનન્ટ ફોર સેન્ચુરીઝ'
'વ્હાય મેન હી ડથ બિસ્ટ્રાઇડ ધિસ નેરો વર્લ્ડ લાઈક એ કોલોસસ ?' શેક્સપીયરે ક્રેશિયસના મુખે આ શબ્દો ઉચ્ચારાવ્યા છે. સીઝર કહેતા 'આઈ વૂડ લાઈક ટુ બી ફર્સ્ટ મેન ઇન એ વિલેજ રાધર ધેન સેકન્ડ મેન ઇન રોમ.' (ધો હી વોઝ બોર્ન ટુ બી એ ફર્સ્ટ મેન ઇન રોમ.)
સીઝરે રોમન સત્તા માત્ર ભૂમધ્ય સમુદ્રના તટ પૂરીત જ રહેવા ન દીધી પરંતુ ઉત્તર અને પશ્ચિમ યુરોપમાં ફેલાવી.
ગ્રીક્સે પણ સત્તા મેડીટરેનિયમ પર ફેલાવી હતી પરંતુ, તેઓ એક વાત ભૂલી ગયા. જીતાયેલા પ્રદેશોને 'ગ્રીક' બનાવવાની સીઝરે યુરોપને 'રોમન' બનાવ્યું. તેઓએ ગોલ (ફ્રાંસ); જર્મની અને બ્રિટનમાં પણ યુદ્ધો ખેલ્યાં, વિજયી થયા, પરંતુ જીતાયેલા પ્રદેશોને મિત્ર બનાવ્યા, રોમના ઇઝડ કર્યા.
આલ્પસની ઉત્તરે જર્મેનિક ટ્રાઈબ હેલ્વેટી ભીંસ કરવી હતી. તે આલ્પસ ઓળંગી ઉત્તર ઇટાલીમાં આવી સેનેટે સીઝરને પ્રો કોન્સલ બનાવી હેલ્વેટીને મારી હઠાવવા કહ્યું. સીઝરની અસામાન્ય વ્યૂહ રચનાથી તેઓ પરાજિત થયા. પાછા આલ્પસ ભેગા થઇ ગયા. ત્યાં પ્રજાસત્તાક સ્થાપ્યું. સ્વિત્ઝરેન્ડનું મૂળનામ જ હેલ્વેશિયા છે. તેની ટપાલ ટિકીટો ઉપર 'હેલ્વેશિયા' નામ છપાય છે.
હવે સીઝરે પશ્ચિમે નજર નાખી તે સમયે દક્ષિણ મેડીટરેનિયનમાં કાર્થેજ બળવાન હતું. તેણે હીસ્પાનિયા (સ્પેન) તો જીતી જ લીધું હતું. દક્ષિણ ગોલ (ફ્રાંસ) પણ તેના કબ્જામાં હતું. સીઝર તેમને પરાસ્ત કરી ગોલમાં આગળ વધ્યા. તે સાથે પશ્ચિમ જર્મનીના રાજાને પરાસ્ત કરી બ્રિટન ગયા. બ્રિટનમાં એન્ગ્લો સેક્સન્સ અને નોર્મન તથા બ્રિટન્સે જૂથ રચી સખત સામનો કર્યો. પરંતુ આખરે પરાજિત થયા. તેઓને સાંત્વન આપી સીઝરે રોમનાઇઝડઝ કર્યા. હવે ગોલ્સને સહાય કરનારા બેલ્ગીઝ તરફ વળ્યો. બેલ્ગીઝ હતા. બહુ થોડા પરંતુ જે તાકાતથી તેમણે સામનો કર્યો તેથી સીઝર પણ પ્રભાવિત થયા. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે બેલ્જીયમે જર્મનીનો જે હિંમતથી સામનો કર્યો ત્યારે સર્વેએ સીઝર સામેનાં યુદ્ધને યાદ કર્યું હતું.
આ પૂર્વે સીઝર ક્રેસસ અને પોમ્પીએ ટ્રાઈમરેટ (ત્રિપુટી) રચી હતી. ઇ.સ. પૂર્વે ૫૬માં સીરીયામાં બળવો થયો. તે દબાવવા જતાં ક્રેસસ માર્યો ગયો. હવે રોમમાં રહ્યા બે પ્રબળ પ્રો કોન્સલ્સ સીઝર અને પોમ્પી. પોમ્પી કોન્સલ પદ માટે સીઝરનો પ્રતિસ્પર્ધી બની રહ્યો. તેનું સૈન્ય હીસ્પાનિયામાં હતું. તેને માટે નાસી જવા સિવાય અન્ય ઉપાય ન હતો. તે પૂર્વ ઇટાલીમાં દક્ષિણે ગયો. ત્યાંથી બ્રિન્ડીઝયમ ગયો. ત્યાંથી ઇજીપ્ત એલેકઝાન્ડ્રીયા ગયો. ઇજીપ્તમાં તેની હત્યા થઈ. સીઝરને તે ખબર ન હતા. તે પોમ્પીને શોધવા એલેકઝાન્ડ્રીયા ગયા. તે આવે છે તે જાણી તેની મહારાણી ક્લિઓપેટ્રા પહેલાં દક્ષિણે ચાલી ગઈ. સીઝર સમક્ષ તેના સેનાપતિએ શરણાગતિ તો સ્વીકારી પરંત સાથે કહ્યું અમારાં મહારાણીએ આપને માટે મોટો સુંદર ગાલીચો મોકલ્યો છે. જે સ્વીકારી લેશો. આટલું કહી તે ટેન્ટની બહાર ચાલ્યો ગયો. ગુલામો પણ ગાલીચો મુકી તુર્ત જ બહાર નીકળી ગયા.
જુલીયસ સીઝર ટેબલ પર બેસી તેઓના 'વોર મેમાઇર્સ' લખતા હતા. ત્યાં ગાલીચામાં જીવ આવ્યો હોય તેમ તે દડતો દડતો સીઝર નજીક પહોંચ્યો. ગાલીચો ખુલી ગયો. તેમાંથી તે યુગની સૌથી સુંદર યુવતી ક્લીઓપેટ્રા બહાર આવી. તે યુગના સર્વશ્રેષ્ઠ સેનાપતિ અને તે યુગની સૌથી સુંદર યુવતીનું મિલન થયું. સીઝર ઇજીપ્તમાં જ રોકાયા. કહે છે કે તેઓ પિતા પણ બન્યા. પરંતુ બાળક બહુ જીવ્યો નહીં.
ત્યાં પોન્ટસ (વર્તમાન તુર્કી)માં મિથ્રેડેટસના પુત્ર ફાર્નસસે બળવો કર્યો. સીઝરે એક જ દિવસનાં યુદ્ધમાં તેને પરાજિત તો કર્યો સાથે ૧,૨૦,૦૦૦ શબ ઢળી ગયાં. સીઝર બોલી ઉઠયા 'વેની, વીડી, વીસી' (માઈ કેઇમ, આઈ સો એન્ડ આઈ કોર્કડ) સીઝર રોમમાં પાછા ફર્યા. તેઓને કોન્સલ પદ અપાયું. હી બી કેમ ફર્સ્ટ મેન નોટ ઇન એ વિલેજ બટ ઇન રોમ : તેઓ સોનાનાં સિંહાસન પર આરૂઢ થયા. છતાં રોમ રીપબ્લિક કહેવાતું.
તેઓએ શર્ત મુકી હતી સેનેટ સમક્ષ કે મારા સુધારા અમલી કરવા. તેઓએ વહીવટ, સેના અને શિક્ષણમાં સુધારા કર્યા. સારા માર્ગો બનાવડાવ્યા. જે રોમના પ્રાંતોમાંથી રોમ તરફ આવતા હતા. તે પરથી કહેવત પડી છે. 'ઓલ ધી રોડઝ લીડ ટુ રોમ' તે સમયે માર્ક એન્ટની, જેઓ જુનિયર ફ્રેન્ડ તથા પ્રશંસક હતા તેણે ત્રણ ત્રણ વખત તેને ક્રાઉન (લોરેલ) આપ્યો. ત્રણ ત્રણ વખત સીઝરે પાછો ઠેલ્યો.
રોમમાં સીઝર વિરોધીઓએ પાર્ટી રચી, તેની હત્યાનું કાવતરૃં ઘડયું. ખેદની વાત તો તે છે કે તેમાં એક સમયના તેના ગાઢ મિત્રો પણ હતા. સીઝરે સનેટ તરફ જતા હતા, ત્યાં સીઅર (ભવિષ્ય વેત્તા) સામેથી આવ્યા. તેણે કહ્યું બીવેર ઓફ આઇડઝ ઓફ ક્વિન્ટીલસ સીઝર) (ક્વીન્ટીલસ = માર્ચ મહિનો આઇડ = ઉત્સવ) સીઝર માત્ર હસ્યા. તે ઉત્સવના પાંચમા દિવસે ફરી સીઅર મળ્યા. સીઝરે કહ્યું : 'આઈડસ ઓફ ક્વીન્ટીલસ હેવ કમ સીયર. સીઅરે કહ્યું 'યટ્ ધે હેવન્ટ ગોન સીઝર યટ ધે હેવન્ટ ગોન''.
સીઝર આગળ ચાલ્યા ત્યાં એક જૂથે કહ્યું સીઝર અમારી ફરીયાદો સાંભળો સીઝરે કહ્યું 'બોલો' ત્યાં શબ્દોને બદલે ડેગર્સ ખેંચાણી. પરંતુ તે સીઝર હતા, એકના હાથમાંથી ડેગર ઝૂંટવી સામનો શરૂ કર્યો. ત્યાં એક સમયનો તેમનો પ્રિય મિત્ર બુ્રટસ પણ ડેગર લઇ ધસ્યો. સીઝર બોલી ઉઠયા. 'એત તુ બુ્રટસ' (અરે બુટસ તું પણ). સામનો બંધ કર્યો. મહાન વિભૂતિ ધરાશાઈ થઇ. પછી બૂ્રટસે કેપિટોલનાં પગથિયાં ઉપર રહી. જનમેદનીને સંબોધન કર્યું. કહ્યું સીઝર એમ્બશીયસ હતો. પછી માર્ક એન્ટનીએ સંબોધન કર્યું. મહામના શેક્સપીયરે જુલિયસ સીઝરનાં કથાનકમાં તે અદ્ભૂત રીતે દર્શાવ્યું છે. તેઓના શબ્દ : હી ફેલ ધેર માય કન્ટ્રીમેન. આઈયુ એન્ડ ઓલ ઓફ અસ. ફેલ ધેર બુ્રટસ હેઝ ટોલ્ડયુ હીવૉઝ એમ્બીશિયસ. થ્રાઇસ આઈઓફર્ડ હીમ ક્રાઉન, થ્રાઈસ હીરીફ્યુઝડ ઇટ : તેણે તેનું વિલ વાંચ્યું. જેમાં પોતાની તમામ મિલ્કત રોમને સમર્પિત કરી હતી. મેદની બુ્રટસ એન સાથીઓને મારવા દોડી તેઓ નાસી ગયા. પરંતુ મૃત્યુ પછીએ સીઝર અમર બની રહ્યા. આજનું યુરોપ અને તે દ્વારા આજનું જગત તેઓનું સદાયે ઋણી રહેશે.
- દિનેશ દેસાઈ