Get The App

કરોળિયાના મૃતશરીરને બે કરોડ વર્ષ પુરાણું જાહેર કરાયું!

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
કરોળિયાના મૃતશરીરને બે કરોડ વર્ષ પુરાણું જાહેર કરાયું! 1 - image

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ

યુ નિવર્સિટી ઑફ માનચેસ્ટરના પ્રાચીન પ્રાણીવિદ્ ડૉ. ડેવિડ પેનીએ એક કરોળિયાના ડેડબોડીને બે કરોડ વર્ષ પુરાણું જાહેર કર્યું છે. બે વર્ષ પહેલાં ડૉ. પેનીએ ડોમિનિકલ રિપબ્લિકના મ્યુઝિયમની મુલાકાત લીધી હતી ત્યારે આ કરોળિયાનું પુરાતન ડેડબોડી હાથ લાગ્યું હતું. ફૂક મારો ત્યાં ઊડી જાય અવા કરોળિયાનું મૃત શરીર બે કરોડ વર્ષ કઈ રીતે સચવાઈ શકે એવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. વાસ્તવમાં અસ્થિપિંજર અક પથ્થરના ગર્ભમાં સચવાયું હતું. ડૉ. પેનીએ એ હીરા જેવા પથ્થરને તોડયો ત્યારે કરોળિયાના કંકાલની બાજુમાં પથ્થરની ઉપર થીજેલું લોહીનું બુંદ મળી આવ્યું! પહેલી જ વખત કોઈ પથ્થરમાંથી અવશેષરૂપે કરોળિયાનું બ્લડ મળી આવ્યું હોય એવું માનવામાં આવે છે. આ લોહીમાંથી કરોળિયાનું ડીએનએ મળી આવશે એવી વૈજ્ઞાનિકોને આશા છે. અક હીરો કે જે પહેલાં પથ્થર હતો તેને ફોડતાં તેમાં રહેલા કરોળિયાના મૃતદેહ દ્વારા બે કરોડ વર્ષ પહેલાં શું બન્યું હતું તેનું અકબંધ રહસ્ય ખૂલી જાય છે. અ કંઈ ઓછી રોમાંચક ઘટના ન ગણાય. કરોળિયો કઈ રીતે મૃત્યુ પામ્યો હતો? તે વખતે તે શું કરતો હતો? કઈ દિશામાં જતો હતો અને કેટલી ગતિમાં જતો હતો? વગેરે તમામ સવાલોના જવાબો કરોળિયાના શરીર અને લોહીના ટીપાની સ્થિતિ પરથી શોધી કાઢવામાં આવ્યા છે. બે કરોડ વર્ષ પહેલાં કરોળિયો ઝાડ પર ચડી રહ્યો હતો અને અચાનક એક લીંડી કે ચરક જેવું કશુંક કાળ બનીને ઉપરથી ધસી આવ્યું અને કરોળિયાના માથા સાથે અથડાયું. મરતાં પહેલાં તેના પગ તૂટી ગયા અને પછી દમ તૂટી ગયો. આમ હેડ ઇન્જરી 

(માથાની ઇજાને) લીધે કરોળિયાનું મૃત્યુ થયું હતું.

સ્મશાનમાં મડદાંને બળાય છે ત્યારે નીકળતો ધૂમાડો પણ ઝેરી છે

ઇંગ્લેન્ડના 'નેચર' નામના વૈજ્ઞાનિક મગેઝિને કહ્યું છે કે માત્ર રાસાયણિક કારખાનાં જ હવાને બગાડતાં નથી. સ્મશાનમાં મડદાંને બળાય છે ત્યારે અમુક મડદાં બળતાં હોય તેનો ધુમાડો શ્વાસમાં લેવાથી રોગ થાય છે. જે મડદાંના દાંતમાં ચાંદી અને પારો ભરેલાં હોય તે ચાંદી અને પારો બળે છે. તેનો ધુમાડો શ્વાસમાં લે તેની કિડની બગડી જાય છે! જે હૃદયરોગીના હૃદયમાં પેસમેકર બેસાડયું હોય તે પેસમેકર સાથે મરેલા હૃદયરોગીને બાળવામાં આવે ત્યારે તેનો ધુમાડો રેડિયોઍક્ટિવ હોય છે અને માણસને નુકસાન કરે છે.

ક્રૂડતેલના કૂવામાંથી તેલ સિવાય પણ ઘણુ મળે છે

તેલ વાયુપંચ ક્ડતેલના કૂવા ખોદે છે ત્યારે તળિયેથી વજનદાર રગડો મળે છે. તેને 'બોટમ સેડિમેન્ટ' કહે છે. તેમાં મીણનો ભાગ હોય છે. સ્ટોરેજ ટેન્કોમાં પણ આ મીણવાળો રગડો ભેગો થાય છે. તેને સ્લજ-ઓઇલ પણ કહે છે. બીજા એક ક્રૂડતેલનો કાંટો છે તેને પીગ ઓઇલ કહે છે. ક્રૂડતેલના કૂવા ગાળતી વખતે જે 'વેસ્ટેજ' (નકામું ગણાતું) તરીકે ગણાતું તેલ હોય છે તેને પીટ-ઓઇલ કહે છે. આ ઉપરાંત ત્રીજી પણ અક પેટા પેદાશ છે : ગેસ કન્ડેનસેટ, આ ગેસ તેલના કૂવા ખોદતી વખતે મળે છે.

પર્સની અતિભારે કિંમતનું રહસ્ય શું?

 પશ્ચિમના દેશોમાં ફર કોટ પહેરીને ફરનાર તરફ અનેક લોકો ધિક્કાર ભરી નજરે જુઅ છે, કારણ કે પ્રાણીના ચામડામાંથી બનતાં વસ્ત્રો પહેરનાર લોકો તરફ સખત ચીડ ધરાવનારો અક મોટો વર્ગ પશ્ચિમના દેશોમાં છે. હવે અમેરિકામાં એક એવું પર્સ બજારમાં મૂકાયું છે જે જાઈને પ્રાણી પ્રેમીઓને ચીડ નથી ચડતી, પરંતુ તેમને જો કહી દેવામાં આવે કે અ પર્સ કઈ રીતે બનાવવામાં આવ્યું છે તો અ લોકો કદાચ ગુસ્સે થઈને પર્સધારક મહિલાનું ખૂન પણ કરી બેસે. આવાં પર્સ બનાવનારી મહિલાનું નામ છે હિથર જાય. ઓક્લાહોમામાં રહેતી આ સ્ત્રી ચામડાના પર્સ પર ચાંદી અને કાંસાનાં બક્કલ, ચેન વગેરે જડે છે. પર્સ મોંઘાં હોવાનું મૂળ કારણ તેમાં જડવામાં આવેલી ચાંદી કે કાંસું ની વાત જાણે અમ છે કે અ પર્સમાં ફક્ત આખલાના વૃષણનું જ ચામડું વપરાય છે. હિથર જાયનું કહેવું છે કે પર્સ માટેનો આ 'કાચો માલ' મેળવવો મુશ્કેલ છે. અક વાર આખલાના વૃષણનું ચામડું મળી જાય પછી તેને થોડા સમય સુધી મીઠાના પાણીમાં બોળીને સૂકવવામાં આવે છે. પછી હિથર જાય તેમાંથી જાતજાતનાં પર્સ બનાવે છે. અને મહિલાઓ આવાં પર્સ હોંશેહોંશે ખરીદે પણ છે.

સંગીતની મદદથી ઘઉંનો પાક બેવડો લઈ શકાય?

મધ્ય પ્રદેશના સિહોર જિલ્લાના કૃષિપંડિત શેઠ ગોવિંદ દાસે પોતાની ખેતીવાડી સમૃદ્ધ થાય એ માટે અક નવતર પ્રયોગ કર્યો હતો. ગાય-ભેંસ સંગીત સાંભળીને વધુ દૂધ આપે છે એ વાત જૂની થઈ... વાત સાચી છે કે ખોટી એ ગાય અને ભેસ જાણે. સાચી હોય તો બાળકને સ્તનપાન કરાવતી માતાએ પણ કેસેટ રેકોર્ડ પ્લેયર ચાલુ કરીને બેસવું જાઈઅ. શેઠ ગોવિંદ દાસ એક કદમ આગળ વધ્યા એમણે અમના ખેતરમાંનો ઘઉંનો પાક સંગીત સાંભળીને પુલકિત થાય એ માટે ખેતરમાં જ સંગીતસભાનું આયોજન કર્યું હતું. આ કૃષિપંડિતના અગાઉના પ્રયોગો સફળ રહ્યા છે. એમણે પોતાના ખેતરમાં બાવીસ ફીટ ઊંચા શેરડીના સાંઠાનો પાક અગાઉ લીધો છે. આ વખતે અ ઘઉંનું વિક્રમસર્જન ઉત્પાદન લેવા ધારે છે.

* * *