અમેરિકનો અને ભૂતિયા મકાન .
- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
અમુક મકાનો વેચાતાં ન હોય તો તેમાં ભૂત કે પલીત પેસી ગયું છે અથવા કોઈ દુષ્ટ આત્મા પ્રવેશી ગયો છે અવું અનેક અમેરિકનો માને છે અને તેનું નિવારણ મૂળ અમેરિકન (રેડ-ઇન્ડિયન્સ) પ્રજાના ભૂવાભરાડી પાસે કરાવે છે. આવાં ભૂવાઓ અને ભૂવણો આપણા ફકીરોની માફક પક્ષીનાં પીછાં વડે મકાનમાં ધુમાડો ફેલાવે છે અને મકાનને બધા દોષોમાંથી મુક્ત કરે છે. કોઈ મકાન ખરીદનારને મકાનમાં જૂના ભાડૂતનો કે માલિકના આત્મા રહી ગયો છે એવું લાગે તો કલાક દીઠ ૨૦૦ ડોલર ફી આપીને ન્યુયોર્કની પ્રોફેશનલ ભૂવણને તેડી લાવે છે અને ઘરને અપશુકનિયાળ વાઇબ્રેશન્સથી મુક્ત કરાવે છે. મેનહટ્ટન, ન્યુ યોર્ક ખાતે આવેલા કોરકોરાન ગ્રુપ આફ મેનહટ્ટન અસ્ટેટ અજન્ટ્સના પ્રમુખ બાર્બરા કોરકોરાન કહે છે કે ''આ રીતે શંકાનું નિવારણ થયા પછી મકાન જલદીથી વેચાઈ જાય છે.'' સનસાઇન ઇગલ નામની સ્ત્રી ઍન્ડીઝ પર્વતમાળામાં જન્મી હતી. આ સ્ત્રીઓ તમાકુ અને બીજી સુગંધી જડીબુટ્ટીઓનો ધૂપ કરે છે. ન્યુ યોર્કનો આ વળગાડ બીજા શહેરોને પણ વળગ્યો છે. ટીવી સિરિયલની ઍકસ્ટ્રેસ જિલીઅન ઍન્ડરસને વાનકુવરમાં નવું ઘર ખરીદ્યું ત્યારે તેને લાગ્યું કે ઘરમાં બધું બરાબર નથી. જિલીઅન કહે છે, ''અમે નવા ઘરમાં રહેવા ગયાં ત્યારે મને લાગ્યું કે અમારી સાથે કોઈક અતૃપ્ત આત્મા રહે છે. હું ખૂબ જ ડરી ગઈ હતી. અમે તપાસ કરી તો ખબર પડી કે અમારું મકાન એક જૂના કબ્રસ્તાન પર બાંધવામાં આવ્યું હતું. અમે નેટિવ ઇન્ડિયનને બોલાવીને વિધિ કરાવી. અ પછી ઘરમાં વાતાવરણ હળવું લાગે છે. જે કંઈ હતું તે જતું રહ્યાં છે.''
સોનાના શોખ બાબતે ચીનાઓ પણ ભારતીયોથી કમ નથી
સોનાના મોહ માટે ભારતના લોકોને જ મોખરે ધરાય છે પણ સોનાનો મોહ સામ્યવાદી ચીનાઓથી માંડી ફ્રેન્ચ અને રશિયન લોકોને પણ છે, સોનાને ચીની ભાષામાં 'કામા' કહે છે. આ 'કામા'ની ધાતુને નદી કાંઠેથી ભેગી કરવા ચીનના બે લાખ ખેડૂતો રોજ પરોઢિયે ઘર છોડીને જંગલમાં જાય છે. ચીનમાં શરૂમાં સોનાનું ઉત્પાદન નહીવત્ હતું. હવે દર વર્ષે ૧૦૦ ટન જેટલું સોનું પેદા થાય છે. ચીનાઓનું જીવનધોરણ સુધર્યું ત્યારથી સોનાના ઘરેણાની માગ જાગી છે. ૧૯૮૨ સુધી માઓના રાજમાં સોનું ખરીદવા પર પ્રતિબંધ હતો પણ તે પછી સોનાના ઘરેણાંની ખપત રૂ. ૮૦૦ કરોડની થઈ છે. દરેક સામ્યવાદી ઘરમાં સોનાની વીંટી અને ચેઇન તો હોય જ છે. ઘણાને ખબર નથી કે ચીનમાં ચાયનીઝ ગૉલ્ડ બ્યુરો છે. ચીનની મેટલર્જી મિનિસ્ટ્રી સોનાનું ખાતું સંભાળે છે. ચીનમાં શાનડોગ ગામની સોનાની ખાણ રોજ ૧,૫૦૦ ટન સોનું પેદા કરી શકે તેવી શક્તિવાળી છે. ચીનની સરકાર બેફામ રીતે સોનાની ખાણમાં નાણાં રોકે છે. ચીનના ૪૨૯ તાલુકાઓમાં સોનાની ખાણો છે. મજૂરો સસ્તાં છે અટલે કોદાળી-પાવડાથી જ ખાણકામ થાય છે.
ખ્રિસ્તી આર્કિટેક્ટે તૈયાર કરેલી વિશ્વની જાજરમાન મસ્જિદ
વિશ્વમાં મુસ્લિમોની સૌથી વધુ વસતિ ધરાવતો દેશ છે ઇન્ડોનેશિયા. અહીંની રાજધાની જાકાર્તામાં જબરદસ્ત મસ્જિદ બાંધવામાં આવી છે. મસ્જિદનું નામ છે ઇશ્તિકલલ મસ્જિદ. અગ્નિ અશિયાના દેશોની આ સૌથી મોટી મસ્જિદ છે. આમાં અકસાથે દસ હજાર માણસો બેસીને નમાજ પઢે તોય સહેજ પણ ગિરદી ન લાગે તેટલી મોકળાશ છે. નોંધવા જેવી વાત અ છે કે ઇશ્તિકલલ મસ્જિદ, ઉત્તર સુમાત્રાના અક ખ્રિસ્તી આર્કિટેક્ટે તૈયાર કરેલી ડિઝાઇનના આધારે બનાવાઈ છે. આ મસ્જિદ માટે મુસ્લિમોઅ મન મોકળું રાખીને ખ્રિસ્તી ડિઝાઇનરની મદદ લીધી છે અને ખ્રિસ્તી ડિઝાઇનરે અકદમ દિલ દઇને આ મસ્જિદની ડિઝાઇન બનાવી છે.
સાયકલવાળી ઍમ્બ્યુલન્સ
ટ્રાફિક જામ દરેક મોટા શહેરની મોટી સમસ્યા છે. ઇમરજંસીમાં દર્દીને બને અટલો વહેલો હાસ્પિટલ પહોંચાડવા માગતી ઍમ્બ્યુલન્સોને શહેરનો ટ્રાફિક છાશવારે નડે છે. અને લીધે સમય પર સારવાર ન મળતા
ક્યારેક દર્દીએ પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. હવે લંડનની અમ્બ્યુલન્સ સર્વિસે ઍનો ઉપાય શોધી કાઢયો છે. અણે બાઇસિકલ અમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. સાઇકલસવારો હવે જીવનરક્ષક ઉપકરણો માઉન્ટન બાઇક્સ પર ગોઠવીને લંડનના વેસ્ટ ઍન્ડ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા રહેશે. સાઇકલ રિસ્પોન્સ યુનિટ તરીકે ઓળખાતી આ સેવા શરૂમાં લંડનના વેસ્ટ અન્ડ વિસ્તાર પૂરતી મર્યાદિત રહેશે. અને સફળતા મળ્યા બાદ આખા શહેરમાં આવી સર્વિસ મળે ઍવી વ્યવસ્થા કરાશે.
સૌથી કદરૂપા શ્વાનની સ્પર્ધા
સુંદર દેખાવા બદલ તો ઘણાના સન્માન થયાનું જાયું-સાંભળ્યું હશે. કદરૂપા દેખાવા બદલ પણ ઍવોર્ડ મળે અને એ હરીફાઇ પણ શ્વાનો વચ્ચેની હોય તો? ત્રણ પગ, એક આંખ ધરાવતા અને વાળ વગરના શ્વાન 'ગસ'ને કૅલિફોર્નિયા ખાતે યોજાયેલી એક અનોખી સ્પર્ધામાં વિશ્વના સૌથી કદરૂપા શ્વાનનું બિરુદ પ્રાપ્ત થયું છે. આ સ્પર્ધામાં સામેલ થવા માટે ગસે તેના માલિક સાથે ફલોરિડાથી આખા દેશની મુસાફરી કરી. આ શ્વાનની માલિક જેની ટીડ કહે છે, 'ગસને ઇનામમાં મળેલા ૫૦૦૦૦ પાઉન્ડ તેના સ્કીન કૅન્સરની સારવાર માટે ઉપયોગમાં લઈસ.' હકીકતમાં ટીડે પોતાના આ પાલતુ શ્વાનને જનજાગૃતિ માટે સ્પર્ધામાં ઉતાર્યું હતું. તેનાથી જે લોકોનાં પાલતુ પશુઓને કૅન્સર હોય તેને આ ઘટના માર્ગદર્શનરૂપ બની રહે છે. આ ઘટના જોયા બાદ ઘણા પ્રાણીપ્રેમીઓ માનવા લાગ્યા કે માનવીના રોગો પરત્વે તો આખી દુનિયાના તબીબો ખડેપગે હોઈ શકે, પરંતુ પ્રાણીઓને થતા રોગો સામેની સારવાર અંગે સારા એવા પ્રમાણમાં સંશોધનો હજુ થતાં નથી.
* * *