- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
દૂ ધને પશ્ચ્યારાઇઝ કરીને તેને ટકાઉ બનાવવાની વિધિ શોધનારા લૂઈ પૅશ્ચયૉર દૂધને જંતુમુક્ત કરી શક્યા પણ પોતે જંતુઓથી બહુ ડરતા કોઈ સાથે હસ્તધૂનન કરતા નહીં અને જમવા બેસે ત્યારે વારંવાર ડિશ અને કાચનાં ગ્લાસને લૂછયા કરતા. આલ્બર્ટ આઇન્સ્ટાઇન પણ ડરપોક હતા. તેઓ વિજ્ઞાન સિવાયની બાબતોથી મૂંઝાતા. આઇન્સ્ટાઇનને ઇઝરાયલનું પ્રમુખપદ આફર થયું ત્યારે તેમણે કહ્યું, 'હું વિજ્ઞાનના પ્રૉબ્લેમ ઉકેલી શકું, રાજકારણનો નહીં.' ગ્રેહામ ગ્રીન, થામસ આલ્વા ઍડિસન, જે. કે. ગેલબૅથ, બૉબ ગેલડાફ, એચ.જી. વૅલ્સ અને પી.જી. વૂડહાઉસ-એ તમામ મહાનુભાવો નોબેલ પ્રાઇઝને લાયક હતા છતાં તેમના તરંગી સ્વભાવને કારણે તેમને નોબેલ પારિતોષિક મળ્યાં નથી.
ગિનેસ બૂકમાં નામ છપાવવા શું શું કરવું પડે!
પશ્ચિમના દેશોમાં ઘણા લોકો ગિનેસ બૂકમાં નામ છપાય એ માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હોય છે. ફૂરસદના સમયમાં તેઓ અ માટેની પ્રૅક્ટિસ કરતા રહે છે. એક પરાક્રમને વિશ્વભરમાં માન્યતા મળે કે તરત તેઓ બીજાની પાછળ લાગી જતા હોય છે. ઇંગ્લેન્ડના ડર્બીશાયરના વતની અને ૫૪ વર્ષના જોન ઇવાન્સને એક વધુ પરાક્રમ કરવાનું સૂઝયું અને તેણે દસ-વીસ નહીં, પણ ૯૬ ખાલી કેનને માથા પર ચડાવી દીધા. એ પછી તે બેલેન્સ જાળવીને ૧૫ મિનિટ સુધી ઊભો રહ્યો. દેખીતી રીતે જ તેના આ સાહસનો ગિનેસ બૂકમાં ઉલ્લેખ કર્યા વિના છૂટકો જ નહોતો. ઇવાન્સ આ પહેલાં પણ કેટલાક પરાક્રમ કરી ચૂક્યો છે. લંડનના હાઇડ પાર્કમાં તેણે એક વખત ૨૩ મોટા પથ્થર ઉંચકી બતાવ્યા હતા. એ વખતે તેની એ કમાલ જોવા માટે હાઇડ પાર્કમાં મોટી મેદની જામી હતી. જોગિંગ કરવા અને સ્કેટિંગ કરવા આવેલા લોકો થોડીક મિનિટો થંભી ગયા હતા. એટલી બધી આંખો વચ્ચે અને એ વખતે ખરાબ હવામાન હોવા છતાં તેણે પોતાનું બેલેન્સ ગુમાવ્યું નહોતું.
સાઉદી અરેબિયામાં ઊંટડીઓના દૂધની ડેરીઓ છે
યુરોપમાં દૂધની ડેરીમાં ગાયો જ હોય છે ત્યારે સાઉદી અરેબિયામાં ઊંટડીઓના દૂધની ડેરીઓ છે સાઉદીના સુલતાન મુજાહીમ-ડેરીમાં ગાયો કે ભેંશો નથી પણ ઊંટડીઓ જ છે. ઊંટડીનાં દૂધમાંથી માખણ પણ કઢાય છે. ગાયના દૂધને સંસ્કૃતમાં ગવાક્ષિર, અરબીમાં લબાન-અલ-બકર, પર્શિયનમાં શિરેગાવો, અને તમિલમાં પાલુ કહે છે. ઊંટડીના દૂધને અરબીમાં ફમાલ કહે છે અને પર્શિયનમાં શતુર કહે છે. ઊંટડીનું દૂધ કબજિયાત હટાવે છે. આરબો રાત્રે ઊંટડીના દૂધમાં મધ અને ખજૂર નાખીને પીએ છે. ઊંટડીનું દૂધ રાત્રે પીવાથી કામવાસના વધે છે. ગધેડીનું દૂધ મુંબઈમાં ઘણા પારસી દમના રોગમાં દવા તરીકે વાપરે છે. આદુનો રસ ગધેડીના દૂધમાં નાંખીને પીવાથી દમ મટે છે. જિદ્દા અને મક્કાની સુપરમાર્કેટમાં પેકેટમાં ઊંટડીનું દૂધ મળે છે. પણ ગધેડીનું દૂધ તે રીતે વેચી શકાતું નથી. ગધેડીનું દૂધ અડધા કલાક પછી બગડી જાય છે. પહેલાં આરબ-બે દુઇન જાતિમાં દૂધ વેચવું તેને શરમ મનાતી હતી. હજી પણ સાઉદી અરેબિયાના ગામડાંમાં ઊંટડીનું દૂધ કયાંક મફત મળે છે. હવે તો ઊંટડીનું દૂધ આધુનિક પેકેટમાં યુરોપમાં પણ નિકાસ થાય છે.
એક જમાનામાં લોરેલ - હાર્ડીની જોડીએ સમગ્ર વિશ્વને હસાવ્યું હતું
ચાર્લી ચેપ્લિન પહેલાં હોલીવૂડમાં એક જોડીઅ ધૂમ મચાવી હતી. એક હતો સુકલકડી અને બીજા હતો જાડિયોપાડિયો. એકનું નામ સ્ટેન લોરેલ અને બીજાનું નામ ઓલિવર હાર્ડી. સ્વભાવે હાર્ડી બહુ જોલી હતો, લોરેલ થોડો શાંત પ્રકૃતિનો હતો. આ વિરોધાભાસી વ્યક્તિત્વ ધરાવતી જાડીએ ત્રીસીના દાયકામાં આખું હોલીવુડ માથે લીધેલું. બન્નેને અક જ ઘેલછા હતી, લોકોને હસાવવાની. ગાંડાં કાઢવાં પડે તો ગાંડાં કાઢીને,
વેવલાવેડા કરવા પડે તો અમ કરીને કે પછી સાવ બાલિશ કે મૂરખની જેમ વર્તવું પડે તો અમ કરીને. અમનાં નખરામાંથી નીપજતું હાસ્ય જોકરછાપ હતું. લોરેલ પ્રામાણિકપણે કહેતો પણ ખરો કે મને ખરેખર ખબર નથી કે કોમેડી એટલે શું. મને તો ફક્ત અટલી જ ખબર છે કે હું લોકોને ગમે તે ભોગે હસાવવા માગું છું અને અમાં હું મોટે ભાગે સફળ રહ્યો છું. લોરેલ અને હાર્ડી બન્ને કહેતા કે તેઓ બસ્ટર કીટન અને ચાર્લી ચેપ્લિન જેવા ગ્રેટ કોમેડિયનોની તોલે આવી શકે તેમ નથી. લોકો ચાર્લી ચેપ્લિનની કરુણરમૂજી હરકતો જોઈને હસતા અ જ રીતે લોરેલનાં નખરાં અને હાર્ડીનો દેખાવ જાઇને તેઓ ગાંડા થઈ જતા. હાર્ડીને અભિનય સિવાય ફિલ્મ મેકિંગના અન્ય કોઈ જ પાસામાં રસ નહોતો. એ તો પોતાનું કામ પૂરું થઈ જાય એટલે ગોલ્ફ રમવા ચાલતી પકડતો, પણ લોરેલ શૂટિંગ થઈ જાય પછી ઍડિટિંગ - કટિંગમાંય રસ લેતો. લોરેલનું નામ ક્યારેય પટકથાલેખક કે દિગ્દર્શક તરીકે પડદા પર આવ્યું નહોતું, પણ અની ફિલ્મોના મેકિંગમાં અનો ફાળો ઍટલો જ હતો, જેટલો ચાર્લી ચેપ્લિનની ફિલ્મોના મેકિંગમાં ચાર્લીનો પોતાનો હતો. લોરેલ અને હાર્ડીની જાડીઅ સોઍક ફિલ્મો બનાવી હતી અને વીસના દાયકાના અંત ભાગથી ૧૯૫૭માં હાર્ડીના મૃત્યુ સુધી આ જોડી લોકોને હસાવતી રહી હતી. લોરેલ અને હાર્ડી બન્ને સારા કલાકાર હોવા છતાં બન્ને એક વાત સ્વીકારતા હતા અને દુનિયા પણ સ્વીકારતી હતી કે તેઓ બન્ને સાથે હોય ત્યારે જ ચમત્કાર થાય છે. હાર્ડી વિના લોરેલ અને લોરેલ વિના હાર્ડીનું ઝાઝું મહત્ત્વ નહોતું. લોરેલે અને હાર્ડીએ અલગ અલગ તો ઘણાં નાટકો અને ફિલ્મોમાં કામ કર્યું હતું, પણ તેઓ સાથે આવ્યા પુટિંગ પેન્ટ્સ ઓન ફિલિપ નામની ફિલ્મથી.
પ્લેટોનિક લવ એટલે શું?
પ્લેટોનિક લવ એટલે શું? અનો 'ડિકશનરી મીનિંગ' આવો છે : ૨૪૦૦ વર્ષ પહેલાં જન્મેલા પ્લેટોનું મૂળ નામ ઍરિસ્ટોકલ્સ હતું પણ ઍરિસ્ટોકલ્સના એકદમ પહોળા ખભા ીઓને બહુ આકર્ષતા અટલે તેના વ્યાયામ શિક્ષકે તેનું નામ પ્લેટો પાડયું. ગ્રીક ફિલસૂફ સોક્રેટિસના તેઓ શિષ્ય હતા. પ્લેટોનિક લવ એટલે બે વ્યક્તિ વચ્ચેનો આધ્યાત્મિક પ્રેમ. આ પ્રેમમાં જાતીય આકર્ષણ હોતું નથી. પ્લેટોએ સિમ્પાઝિયમ નામનું પુસ્તક લખેલું તેમાં તેણે તો ફક્ત બે પુરુષો વચ્ચેના પ્રેમને પ્લેટોનિક લવ નામ આપ્યું હતું. રિચાર્ડસન નામના એક વિદ્વાને પછીથી પ્લેટોનિક લવ જેવા શબ્દપ્રયોગ ઉપર પ્રહાર કર્યો હતો. તેમણે લખેલું કે, મને ખાતરી થઈ છે કે પ્લેટોનિક લવ એ પ્લેટોનિક નાનસેન્સ છે.


