Get The App

રશિયાની સોવિયેતક્રાંતિ .

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
રશિયાની સોવિયેતક્રાંતિ                                         . 1 - image

- યુક્રેનને ઝારના પંજામાંથી આ ક્રાંતિએ મુક્ત કરાવ્યું

- કોમ્યુનિઝમ શબ્દ કોમરેડ લેનિને કોમ્યુન્સ (સામૂહિક ખેતરો) ઉપરથી આપ્યો, તે પહેલા તો તે ક્રાંતિ સોશ્યાલિસ્ટ-રિવોલ્યુશન કહેવાતી હતી

આ જે રશિયા યુક્રેન યુદ્ધની વિશ્વભવમાં ચર્ચા ચાલે છે. બહુ થોડાને માહિતી હશે કે યુક્રેન ઉપર ઝારના એક સેનાપતિ ડેનિકીનના પંજા નીચે હતું. તેને સોવિયેત ક્રાંતિકારીઓએ જ મુક્ત કર્યુ.

મહાન ઇતિહાસકાર અને રાજ્યશાસ્ત્રી, ઇ.એચ.કારે લખ્યું છે: ઇન એવરી એઇજ, ઇન એવરી કન્ટ્રી, ઇન એવરી ક્રાઇસિસ, ધેર ઇમર્જીસ એ ગ્રેટ મેન, ઇફ ધેર ઇઝ નન, ધી એઇજ ફાઈન્ડઝ હીમ આઉટ,એન્ડ લેનિન વૉઝ ધી ફાઈન્ડીંગ ઓફ હીઝ એઇજ.

***

નવેમ્બર ૭, ૧૯૧૭ મોસ્કો અને પેટ્રોગ્રાડ ઉપરથી નવેમ્બરની ટાઢીબોળ રાત્રી વહી રહી હતી. ક્રેમ્લીનના ટાવરમાં રાત્રીના બેના ટકોરા પડયા. બોલ્શેવિક કાર્યકરો, પોસ્ટ ઓફીસ રેલવે સ્ટેશન્સ, ગવર્નમેન્ટ આફીસીઝ બધા ઉપર કબ્જો જમાવી રહ્યા હતા. પોલીસ કે સેના સહિત સર્વે આ ખેલ જોઈ રહ્યા હતા.

વિશ્વ ઇતિહાસમાં બનેલી આ અદ્ભૂત ઘટનાના સૂત્રધાર હતા. કોમરેડ વ્લાદીમીર ઇવાનોન્વીચ લેનીન. તેઓનું મૂળ કૂળનામ (અટક) નો યુલ્યાવેવ હતું. પરંતુ યુલે રિવર ઘણી નાની હોઈ તેઓએ કૂળનામ રશિયાના એશિયાટિક વિસ્તારમાં રહેલી. દ્વિતીય ક્રમની સૌથી લાંબી નદી 'લીના' ઉપરથી, લેનિન રાખ્યું હતું.

***

ક્રાંતિનું મૂળ કારણ પ્રથમ વિશ્વયુદ્ધ બની રહ્યું. આ યુદ્ધે વિશ્વના કોઠારો પૈકીના એક યુક્રેનના ઘઉંના કોઠારો પણ ખાલી કરાવી નાખ્યા હતા. લોટના ફાંફાં હતાં, બ્રેડનાં ફાંફાં હતા.

માર્ચ ૮, ૧૯૧૭ પેટ્રોગ્રેડની મિલોના મહિલા કામદારો અચાનક મિલોમાંથી બહાર આવી નારા શરૂ કર્યા, બ્રેડ: તેઓની સાથે અન્ય કામદારો પણ જોડાયા; તેમણે નારા શરૂ કર્યા, બ્રેડ, ડાઉન વિથ વોર, ડાઉન વિથ ઓટોક્રસી. તેઓની સાથે પહેલાં તટસ્થ રહેલી સેનાની ટુકડીઓ પણ જોડાઈ. પરિસ્થિતિ હાથ બહાર ગઇ છે, તે જાણી રશિયાનો છેલ્લો ઝાર, ઝાર નિકોલસ ૨જાએ ગાદી ત્યાગ કર્યો. તેમને સહકુટુમ્બ ઉરલ પર્વતમાળાના વચ્ચોવચ રહેલા ઘાટ પાસેના સર્વડોલસ્કની થોડાં જ દક્ષિણ પશ્ચિમે રહેલાં એકાટિનબર્ગમાં મોકલી દેવાયા.

ક્રાંતિ એટલી પ્રજ્વલલિત બની રહી હતી કે ખેડૂતોએ જ હાથમાં શસ્ત્રો ઉઠાવી. જાગીરદારો અને મોટા જમીનદારોનાં પેલેસીઝ સળગાવી દીધા, જાગીરદારો, જમીનદારોની હત્યાઓ શરૂ કરી. પરિસ્થિતિ તેટલી હદે વણસી કે કોઈ કોઇનું રહ્યું ન હતું. ચોપાસ હતા, અંધાધૂંધી, અરાજકતા.

છેવટે કેરેન્સ્કીની મેનશેવિક (બહુમતી) સરકાર રચાઈ. કેરેન્સ્કીએ મૂર્ખતા કરી સેનાને જર્મની-ઓસ્ટ્રિયા સહિતનાં ધરી રાષ્ટ્રો સામે લડવા મોકલી. પરિણામ સહજ હતું.રશિયન સૈનિકો 'ગન ફોડર' બની રહ્યા. એક રશિયન જનરલે જ કબુલ્યું હતું કે 'અમે આધુનિક યુદ્ધ વિદ્યાથી અજ્ઞાત હતા. તેનું આ પરિણામ છે.' બ્રિટન ફ્રાંસ વગેરે સાથી રાષ્ટ્રોએ મોકલેલી શસ્ત્ર તથા અન્ય સહાય, ભંગાર ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાને લીધે સમયસર પહોંચી શકીં નહીં.

ચોપાસ અંધાધૂંધી હતી. તેવામાં જર્મનીએ જ એક બંધ ટ્રેનમાં સ્વિત્ઝર્લેન્ડમાં દેશવટો ભોગવતા લેનીનને બ્રેસ્ટલિટોવસ્ક અને ત્યાંથી મોસ્કો પહોંચાડયા. કારણ તે હતું કે ધરી રાજ્યો પૂર્વનો મોરચો શાંત રાખવા માગતા હતા.

મોસ્કો સ્ટેશને લેનિનનું હજ્જારોની મેદનીએ હર્ષનાદો અને ચીચીયારીઓથી સ્વાગત કર્યું. કેટલાક સમય પછી શાંતિ સ્થપાઈ ત્યારે લેનિન બોગીના બારણા પર હતા. સ્ટેશન ઉપર લાઉડ સ્પીકર્સ ગોઠવાઈ ગયા હતાં. કોમરેડ લેનિનને માઇક આપવામાં આવ્યું. તેઓએ કહ્યું આપણે કોઈ બુર્ઝવા સંસદીય પદ્ધતિ જોઇતી નથી. આપણને તો ખેડૂતો અને કામદારોની બનેલી ડુમાં (સંસદ) જોઇએ છે. (આથી દાતરડું અને હથોડો ક્રાંતિના લાલ રંગના ધ્વજમાં સોવિયેત રશિયાનું ચિન્હ બની રહ્યાં) જો કે, આ પછી છ મોરચે યુદ્ધ શરૂ થયું. 

(વૉર-ઑન-સિક્સ ફ્રન્ટ), સોવિયેત સેનાએ તે બધા જ મોરચે વિજય મેળવ્યો

લેનિનનું સૌથી પહેલું કામ શાંતિ સ્થાપવાનું હતું. તો જ પછાત રશિયાને તેઓ આધુનિક બનાવી શકે. તેઓએ વિદેશમંત્રી, મિલ્યુકૉવને બ્રેસ્ટ લિટોવસ્કમાં શાંતિ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરવા મોકલ્યા.  તેઓએ મિલ્યુકોવને કહ્યું ટેઇલ કોટ પહેરીને આવો. હવે ટેઇલ કોટનો શ્રીમંતો પહેરે. મિલ્યા કોવે લેનિનને ફોન કરી પૂછ્યું. તેઓ ટેઇલ કોટ પહેરવાનું કહે છે તો શું કરૃં ? કોમરેડ લેનિનનો જવાબ હતો. તેઓ પેટીકોટ પહેરવાનું કહે તો તે પહેરીને પણ સંધિ કરી લો. ૩જી માર્ચ ૧૯૧૮ના દિને સંધિ થઈ.

૧૯૨૪માં કોમરેડ લેનિનનનું નિધન થયું. સાથે જોસેફ સ્ટાલિન અને લીયોન ટ્રોટસ્કી વચ્ચે સત્તા સંઘર્ષ શરૂ થયો. (સ્ટાલીનની મૂળ અટક તો જુગાશવિલી હતો. પરંતુ સાત સાત વખત સાઇબિરીયામાંથી પાછા આવ્યા હોવાથી તેઓ સ્ટાલિન (સ્ટીલના ઘડેલા) કહેવાયા) ટ્રોટરકી વર્લ્ડ રિવોલ્યુશનમા માનતા હતા. સ્ટાલીન કોમ્યુનિઝમ ઇન વન કંટ્રીમાં માનતા હતા. બંનેના ટેકેદારો વચ્ચે લોહીની નદીઓ વહી. ટોટસ્કી મેક્ષિકો નાસી ગયા. ત્યાં પણ પછીથી સ્ટાલિને તેઓની હત્યા કરાવી. સ્ટાલિનની સાથે તેઓનાં પુત્રી વેલેન્ટીના તારાશ્કોવા સતત સાથ આપતાં હતાં. તે લોખંડી મહીલાએ જ અનેકને સ્વધામ પહોંચાડયા. ૩૬ જેટલા સેનાના ઉચ્ચ અધિકારીઓને પતાવી દીધા, સ્ટાલીન સેનાને સબળ કરી. 'ગોસ પ્લાન' (પંચવર્ષીય યોજના) દ્વારા અર્થતંત્રને બેઠું કર્યું. દ્વિતીય વિશ્વયુદ્ધમાં જર્મન ઓસ્ટ્રીયન સૈન્યોને ગજબની ટક્કર મારી. સોવિયેત સેનાએ પૂર્વ યુરોપ પર પૂર્વ જર્મનીમા શરૂ કરી છે એડ્રીયાટિક સમુદ્રના શિર્ષભાગ સુધી કઠોર બંધી કરી. વિન્સેન ચર્ચીલે તેને 'આયર્ન કર્ટન' જેવું નામ આપ્યું.

જેને જે કહેવું હોય તે કહે પરંતુ અમેરિકાના એ બોમ્બ પછી લગભગ તુર્ત જ એ બોમ્બ બનાવી સ્ટાલિને રશિયાને બીજી મહાસત્તા બનાવી દીધું તે નિર્વિવાદ છે.

- દિનેશ દેસાઈ