- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
ભારતમાં તો હાથીનો અહિંસક ઉપયોગ થાય છે. પણ આફ્રિકામાં જ્યાં ઘણા પ્રદેશમાં આફ્રિકાનો ગાયનું લોહી પણ પીઅ છે તેમના બાળકોને હાથીનું માંસ બહુ ભાવે છે. હાથીને આદમ અને ઇવના રોમેન્ટિક બગીચાથી માંડી મોગલ બાદશાહ બાબરના દરબારમાં પણ સ્થાન મળ્યું છે. સદીઓથી પેઇન્ટિંગ, શિલ્પ, રાજકારણ, સરકસ અને ધર્મમાં હાથીને સ્થાન મળતું રહ્યાં છે. થિઓડોર 'દ બ્રાય નામના પુરાણા શિલ્પકારે બાયબલનું દ્રશ્ય કોતર્યું હતું તેમાં આ સૃષ્ટિ ઉપર પ્રલય આવતાં પ્રાણીઓને બચાવી લેવા નોહાની હોડી તૈયાર કરાય છે તેમાં બધા પ્રાણીની આગેવાની હાથી લે છે તેવું દર્શાવવામાં આવ્યું છે. છેલ્લાં ૩,૫૦૦ વર્ષથી હાથીને પાળવામાં આવે છે. મોંહે જો ડેરોના અવશેષો મળ્યા તેમાં પણ પાળેલા હાથીના અવશેષો જોવા મળ્યા હતા. ભારતના જ નહીં, થાઇલન્ડના રાજાઓ પણ હાથી પાળતા હતા. ઘણા ગામડામાં થાઇલૅન્ડના રાજા મુલાકાતે જાય ત્યારે તે ગામમાં હાથી ન હોય તો અગિયાર સ્ત્રીઓ પોતાના શરીરને હાથી સ્વરૂપે ગોઠવતી. એક મજબૂત સ્ત્રીની પીઠ ઉપર રાજાને સવારી કરાવાતી. થાઇલૅન્ડમાં ધોળા હાથી પણ થતા હતા. હાથીના રંગ પ્રમાણે તેનું મહત્ત્વ હતું. જે હાથીની સૂંઢ ઉપર સફેદ ટપકાં હોય તે અપશુકનિયાળ ગણાતો. રાજ્યમાં તેવો હાથી જન્મે તો રાજાનું મૃત્યુ થાય તેવી માન્યતા હતી. ગણેશચતુર્થીમાં ગણેશનીમૂર્તિ સ્થપાય તે મૂર્તિ પણ ડાઘ વગરની હોવી જાઇઅ. ચીનમાં હાથી શક્તિનું પ્રતીક મનાતો હતો. ચીનમાં હાથીનું એટલું મહત્ત્વ હતું કે હાથીનો માલિક મરી જાય તો ઘણી વખત હાથીને તેની સાથે દટાતો. પણ હાથીનું આર્થિક મહત્ત્વ વધ્યું ત્યારે ચીનમાં તાંબાના હાથીનું રમકડું બનાવીને માલિક સાથે દટાતું. રાજા મરે ત્યારે તેના શબ સાથે કિંમતી ધાતુનો હાથી દટાતો. હિન્દુઓમાં ઇન્દ્ર રાજાના વાહન તરીકે ઐરાવતના નામે ઓળખાતો સફેદ હાથી દેખાડાય છે. ઇન્દ્રનો આ ઐરાવત સૃષ્ટિનો પ્રથમ હાથી ગણાય છે.
સંગીત શીખતા બાળકો અને યાદશક્તિની તિવ્રતા
સંગીતનો સંબંધ માત્ર રાગરાગિણી, કળા કે મનોરંજન સાથે નથી. સંગીતનો સંબંધ માણસની યાદશક્તિ સાથે પણ છે. મનોવૈજ્ઞાનિકોઅ તાજેતરમાં શોધી કાઢયું છે કે બાળક એકાદું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શીખતું હોય તો અની સ્મરણશક્તિ ખીલે છે અને ભણતરમાં બહેતર દેખાવ કરી શકે છે. આવું શી રીતે શક્ય બને છે? મ્યુઝિકલ સ્કેલ્સ શીખવાથી અને સંગીતની સંજ્ઞાઓ વાંચવાથી બાળકનું ડાબી બાજુનું મગજ વિકસે છે. નવા નવા શબ્દો તેમ જ માહિતી સંગ્રહવાની ક્ષમતા પર દિમાગના આ હિસ્સાનો જ અંકુશ હોય છે. હોંગકોંગ યુનિવર્સિટીના સાઇકોલોજિસ્ટોઅ ૬થી ૧૫ વર્ષનાં કેટલાંક બાળકો-તરૂણોનો અભ્યાસ કરેલો. આમાંનાં અડધાં બાળકો સંગીતનું કોઈક વાદ્ય શીખી રહ્યા હતાં. અમુક પરીક્ષણોને અંતે તેમને જાણવા મળ્યું કે સંગીતની તાલીમ લઈ રહેલું જૂથ બીજા જૂથની સરખામણીમાં નવા શબ્દો યાદ રાખવામાં વધારે હોંશિયાર હતું. તેમણે એ પણ જોયું કે સંગીતની સાધના માત્ર વર્બલ (શાબ્દિક) મેમરી પર અસર કરી શકે છે, વિઝયુઅલ (દ્રશ્ય સંબંધિત) મેમરી પર નહીં.
ચાર કલાકમાં તૈયાર થઈ જતું પ્લાસ્ટિકની શીટ્સનું ઘર
વિનાશક ધરતીકંપ પછી ઘણા લોકો બેઘર અવસ્થામાં જીવે છે. તેમણે બાપડાઓેએ કામચલાઉ મકાનોમાં રહેવું પડે છે. દુનિયાના ઘણા દેશોના લોકોએ દુર્ભાગ્યનો આવો કોપ સહન કરવો પડે છે. અમેરિકાના સેનફોર્ડ પોન્ડર નામના એક ભેજાગેપ માણસે વિચાર્યુંં : આ લોકોની માનસિક તંગદિલીમાં ઘટાડો થાય અ માટે તેમને અલગ અલગ ડિઝાઇન ધરાવતાં કામચલાઉ મકાનોની ચોઇસ આપવામાં આવે તો? આમેય સેનફોર્ડ નવરો બેઠો હતો. તેણે દિમાગ ચલાવીને અક મકાન ડિઝાઇન કરી નાખ્યું.
કેટલાય ખૂણાવાળા આ ઘરનો ઘાટ જ અવો છે કે જોઇને હેરત થાય. આ ફોલ્ડિંગ ઘર પ્લાસ્ટિકની શીટ્સનું બનેલું છે. બે માણસ અક સાથે લાગી પડે તો ચાર કલાકની અંદર ઘર ઊભું થઈ જાય. ઘર આમ તો રૂપકડું છે, પણ અની શંકુ આકારની છત ૧૫ ફૂટ ઊંચી શા માટે હોવી જાઇએ તે કેમેય કરીને સમજાતું નથી. 'મારું આ ઘર ઇન્ટરનેશનલ રિલીફ ઓર્ગેનાઇઝેશનોવાળાને બહુ ગમશે.'' સેનફોર્ડ કહે છે. રિલીફ કેમ્પવાળાઓને રસ પડે કે ન પડે, પણ ચિત્રવિચિત્ર સેટ્સવાળી સાયન્સ ફિકશન બનાવતા હોલીવૂડના નિર્માતાઓને આમાં ચોક્કસ રસ પડશે.
જર્મનીનો વિચિત્ર ઉત્સવ થ હાથીકદના કોળાથી સજાવટ!
દુનિયાના દરેક દેશ અને પ્રાંતની ઉત્સવ ઉજવવાની પોતાની વેગળી રીત હોય છે. કોઈ કોળાની મિઠાઈ ખાઇને ઉત્સવ મનાવે છે તો કોઈ કોળાની સજાવટ કરીને. દક્ષિણ - પશ્ચિમ જર્મનીમાં આવેલા યૂરોપા પાર્કનો જ દાખલો લ્યો. પાર્કે હેલોવિયન ઉત્સવ ઉજવવા માટે દક્ષિણ જર્મનીના ખેડૂતોને જમ્બો સાઇઝના એક લાખ કોળાનો ઓર્ડર આપ્યો છે. ઉત્સવના ભાગરૂપે અક લાખ કોળાથી આખા મેદાનને સજાવાશે. એક લાખ કોળાનો શણગાર કેવું ભવ્ય દ્રશ્ય ઊભું કરશે અની કલ્પના કરી જુઓ. અલબત્ત, એક લાખ કોળાનો આવો ખર્ચાળ શણગાર જર્મની જેવા શ્રીમંત દેશને જ પોષાય, ગરીબ દેશનું અમાં કામ નહીં.
ઈટાલીનો 'લવ કાર પાર્ક'
ઇટાલીનું વિન્સી નામનું નગર ચર્ચામાં છે. વિશ્વવિખ્યાત ચિત્રકાર લિયોનાર્દો દ વિન્સીનો જન્મ આ જ નગરમાં જ થયેલો. વિન્સીમાં અક વિશિષ્ટ પ્રકારનો પાર્ક તૈયાર થઈ રહ્યા છે. પ્રેમીઓ માટેનો પાર્ક. ના, અહીં રંગીન ફૂલો અને લીલાંછમ વૃક્ષો નથી પણ માત્ર પાર્કિંગ માટેની વ્યવસ્થા છે. આ 'લવ કાર પાર્ક' છે! પ્રેમીઓઅ અહીં ગાડી લઇને આવવાનું અને પાછલી સીટ પર પ્રેમ કરવાનો. ન ફેમિલી રૂમ શોધવાની ઝંઝટ, ન ખોટા ખર્ચા. વાસ્તવમાં, આ જગ્યા અક સ્પોર્ટસ સ્ટેડિયમનો હિસ્સો છે, જે રાત્રે પ્રેમીજનો માટેનો ડ્રાઇવ-ઇન પાર્ક બની જશે. 'અહીં ૧૭૨ કાર પાર્ક થઈ શકે એવી વ્યવસ્થા ઊભી થશે,' વિન્સી નગરના મેયર જિયાકાર્લો ફેન્ઝી કહે છે, 'પ્રેમીઓ અહીં સાંજ ઢળ્યા પછી ગમે ત્યારે આવી શકશે અને હવાલદારના ડંડાનો ડર રાખ્યા વિના અંગત પળો માણી શકશે.''


