- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
હાથીઓનું જંગલી ટોળું હોય તેમાં અક સંત્રી-ચોકીદાર નીમાય છે. આ સંત્રી-હાથીને જ્યારે કોઈ ભય જણાય ત્યારે તે અમુક રીતે તેની સૂંઢ ઊંચી કરે છે અને અડધા માઇલ છેટે બીજા હાથીને આ સૂંઢની સંજ્ઞાથી ભયની ચેતવણી મળે છે. * હરણને પેશાબની કોથળી (ગોલ બ્લડર) હોતી નથી. * તમે જા શાહુડી જોઈ હોય તો તેને કાંટાવાળા પીછાં હોય છે. એક શાહુડીના શરીર પર આવા કાંટાના ૩૦,૦૦૦ પીંછાં હોય છે. આ પીંછાં પોલાં હોય છે અટલે શાહુડી પાણીમાં કલાકો સુધી તરી શકે છે. * ઘોડો ઊભો ઊભો ઊંઘી શકે છે. * માત્ર ઊંટ જ નહીં પણ ઉંદર લાંબો સમય સુધી પાણી વગર જીવી શકે છે. * બિલાડીને ગળપણના સ્વાદની ખબર નથી. * ગાયને ચાર પેટ હોય છે. ઘણી ગાય તેના ચારા સાથે ખીલા, ખીલી, પતરા વગેરે ગળી જાય છે તે એક જુદા પેટમાં ભેગાં થાય છે. અમેરિકન ખેડૂતો ચરતી ગાયના પેટમાં એક લોહચુંબક પણ મૂકાવી દેતા. એ ગાય મરી જાય ત્યારે મગ્નેટ (લોહચુંબક) આજુબાજુ ખીલા-ખીલી ચોંટી જતા. ખાટકી ગાયને કાપે પછી ૮૦ વર્ષ પહેલાં લોખંડનો ભંગાર મોંઘો હતો એટલે ગાયના પેટમાંથી નીકળેલો ભંગાર વેચી દેતા. * હિપોપોટેમસ નામનું પ્રાણી ૪૦૦૦ કિલો વજનનું હોય છે અને તેનું મોઢું એટલું પહોળું થઈ શકે કે ચાર ફૂટનો માનવી તેમાં સમાઈ શકે. તેનું પેટ ૧૦ ફૂટ લાંબું છે. તેની ચામડી એટલી સખત છે કે જેવી તેવી પિસ્તોલની ગોળી ભેદી શકતી નથી. * કોબ્રા નામના સાપનું ઝેર એટલું કાતિલ છે કે માત્ર ૧ ગ્રામ ઝેરથી ૧૫૦ માણસ મરી જાય. માત્ર તે ઝેરને સ્પર્શવાથી તમે બેભાન થઈ શકો. * એક અજગર એક સાથે આખું સસલું ગળી શકે અગર તો છ માસના ગાળામાં ૧૫૦ ઉંદર ગળીને પચાવી શકે.
બાળલગ્નો ગેરકાયદેસર કયારથી બન્યા ?
બાળલગ્ન પર પ્રતિબંધ મૂકવાની શરૂઆત તો ૧૮૬૦થી શરૂ થઈ હતી. અ વખતે ઇન્ડિયન પિનલ કોડમાં દસ વરસથી નીચેની ઉંમરની કન્યા સાથે વૈવાહિક સુખ (લગ્ન ગેરકાયદે ન હતા) માણવું તેને બળાત્કાર ગણવાની અને સખત શિક્ષા ફટકારવાની જોગવાઈ કરવામાં આવી હતી. ૧૯૨૯માં બાળલગ્ન અટકાયત ધારો અમલમાં આવ્યો, અને ૧૯૭૭માં તેમાં વર કન્યાની ઉંમર વધારતો સુધારો કરવામાં આવ્યો. આમ છતાં આ કાયદાની કોઈ દેખીતી અસર અમુક રાજ્યોમાં જોવા મળતી નથી.
માટી ખાવાના શોખીન વિચિત્ર માનવીઓ
આફ્રિકન ીઓ રાખ ખાય છે. ગર્ભવતી સ્ત્રીઓ ભૂતડો નામની માટી ખાય છે. ભૂતડો, માટી કે બરફ ખાનારા બાળકોનું લોહ તત્ત્વ ઓછું હોય છે. તેથી માટી કે બરફ ખાય છે. ઘાના દેશના આક્રા શહેર પાસે એક પોચા પથ્થરની ખાણ છે. તેમાંથી દર વર્ષે ૫૦૦૦ પોચા પથ્થરો કઢાય છે તેની 'બ્રેડ' બને છે. આ માટીની બ્રેડ અમેરિકામાં નિકાસ થાય છે. અમેરિકન સ્ત્રીઓ પણ માટી ખાય છે. 'ન્યુ સાયન્ટિસ્ટ' નામના મેગેઝિને માટી ખાવાની ટેવને 'ઝુઓફેગી' તરીકે ઓળખાવી છે. માટી કે પોચાં પથ્થરમાં ઔષધીય ગુણો તો છે જ. ૨૦૨૧ વર્ષ પહેલાનાં દસ્તાવેજા કહે છે કે લેમનોઝ જાતિના લોકો બકરીના લોહીમાં માટી ભેળવીને ખાતાં. કોઇને ઝેર ચઢે ત્યારે આ માટી ઔષધ બનતી. પેટનો દુખાવો પણ આ માટીના પેંડાથી મટતો હતો. બકરાના લોહીમાં ભેળવેલી માટીના પેંડા પર ધર્મનો સિક્કો લગાવાતો. તે પેંડા ખાનારી ગર્ભવતી સ્ત્રીને જલદીથી ડિલિવરી થતી. પેરુ અને બોલિવિયામાં તો બટેટાને માટીથી રગદોળીને બાફેલી માટી પેટના દુખાવા માટે ખવાય છે. બોર્નિઓમાં ખાણિયાઓને અફીણ ન મળે તો માટી કે ભૂતડો ખાય છે. ગર્ભવતી સ્ત્રી ગોરું બાળક અવતરે તે માટે માટી ખાય છે. વિજ્ઞાનીઓ કહે છે કે માટીમાં તાંબું, લોહ અને જસતના ક્ષારો હોય છે. તે ફાયદો કરે છે. પણ માટીના અતિરેકથી રોગ થાય છે.
ચામડી બાળી નાંખતી કળા
નેવાડાના રણપ્રદેશમાં બ્લેક રોક નામનું શહેર આવેલું છે. આ શહેરમાં બ્લેક રોક ફાઉન્ડેશન દર વર્ષે
'બર્નિંગ મેન ફેસ્ટિવલ'નું આયોજન કરે છે. આ ફેસ્ટિવલનો હેતુ અવળચંડા લોકોમાં ફૂટતી મૌલિક અભિવ્યક્તિ અને સર્જનાત્મકતાને બહાર લાવવાનો છે. શિલ્પો, ચિત્રો, નાટક, કોસ્ચ્યુમ વગેરે કલાના દરેક રૂપમાં અહીંના સમાજની સંસ્કૃતિ અને અનુભૂતિનો પડઘો જ દેખાય છે. આર્લ શહેરની માથું ફાડી નાખે અવી ગરમીમાં રહીને ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગ સળગતાં સૂરજમુખીનાં ચિત્રો દોરતો હતો. નેવાડાના આ બળબળતા રણપ્રદેશમાં બનિંગ મેન ફેસ્ટિવલમાં ઘડીભર મગજને ઝંઝોડીને સુન્ન કરી નાખે અવાં કલા-કોસ્ચ્યુમ પ્રસ્તુત થાય છે. છેલ્લા ફેસ્ટિવલમાં ૨૫,૦૦૦ જેટલા ચક્રમો ભેગા થયા હતા.
ડાયનાસોર : નર કે નારી?
વોશિંગ્ટનની નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીની ટીમે કેટલાક ડાયનોસોરનાં અસ્થિપિંજરો શોધી કાઢયાં. પણ આ હાડપિંજરોને નરવાચક શબ્દથી સંબોધવાં કે નારીવાચક? સંશોધકો ડાયનોસોરની જાતિ શોધવા મચી પડયા. મેરી સ્વેટઝર નામના સંશોધકની આગેવાની હેઠળની ટીમે આખરે ેએ શોધી કાઢયું કે તે માદા ડાયનોસોરનાં અસ્થિપિંજરો છે. કેવી રીતે? માદા પક્ષી પર ઇંડું જણવાની જવાબદારી હોઈ તેનાં હાડકાંઓમાં મજબૂતાઈ આપવા માટે અંદરની બાજુઅ મેડયુલરી બોન નામનું કેલ્શિયમનું જાડું આવરણ આવેલું હતું. બસ, આ જાડા પડ પરથી ફલિત થયું કે હાડકાં માદા ડાયનોસોરનાં હતાં.


