વધુ પડતુ મીઠું હિતકારી નથી .
- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
ગુ જરાતીના રસોડામાં મીઠાનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. માનવીને રોજ માત્ર ૦.૨ ગ્રામથી ૦.૬ ગ્રામ મીઠાની જરૂર પડે છે. આટલું મીઠું તો શાકભાજી અને ફળોમાંથી મળી રહે છે. ખોરાક રંધાય તો થોડા વધુ મીઠાની જરૂર પડે છે. આપણી કિડની રોજ માત્ર પાંચ ગ્રામ મીઠાને શરીર બહાર ફેંકી શકે છે. તેનાથી વધુ મીઠું ખવાય તો તે શરીરમાં રહે છે અને ધીરે ધીરે અનેક દર્દો પેદા કરી શકે છે. ઘણી સ્ત્રીઓ રોટલા-રોટલીમાં, ભાતમાં અને છાશમાં પણ મીઠું ઉમેરે છે. મીઠાના વધુ પડતા ઉપયોગથી કમળો, લીવરના દર્દો, માથાનો દુખાવો, અપચો, કિડની, બ્લડપ્રેશર, સાંધાનાં દુખાવો, વાળ ખરી જવા અને ચામડીનાં દર્દો થાય છે. ઘણા ડાક્ટરો કહે છે કે તમને ખૂબ પરસેવો વળે ત્યારે શરીરમાંથી ક્ષાર ઓછો થાય છે. તે ક્ષારનો પુરવઠો મીઠું ખાઈ પૂરો પાડવો જાઇઅ - આ માન્યતા સાવ ભૂલ ભરેલી છે. સાચી વાત અમ છે કે ઘણી વખત શરીરમાં વધુ પડતું મીઠું ભેગું થાય છે ત્યારે પરસેવા વાટે તે બહાર ફેકાવા કોશિશ કરે છે. આજકાલ કેટલીક વ્યક્તિઓને ખૂબ પસીનો વળે છે અને અ પસીનો ગંધાય છે. પસીનો ઓછો થાય અને ગંધાય નહીં તે માટે મીઠાનું પ્રમાણ ચોથા ભાગનું કરી નાંખવું જાઇઅ. વધુ પડતા મીઠાને કિડની વાટે બહાર ફેંકવાની કોશિશ થાય પણ તમે મીઠું લીધા જ કરો અટલે પછી થાકેલી કિડનીનું કામ ચામડીએ કરવું પડે છે.
વિશ્વની સૌથી મોંઘી ગિટાર
રોક મ્યુઝિકથી આપણા ભલે કાન પાકી જાય અને માથું ફરી જાય, પણ અમેરિકા-યુરોપમાં રોક સિંગરોનો ભારે દબદબો છે. અઢળક નાણું રળતા આ રોક સિંગરો વચ્ચે બને તેટલાં વધારે વિચિત્ર નખરાં કરવાની જોરદાર હરીફાઇ ચાલતી હોય છે. થિયો ફેનલ નામના બ્રિટિશ આભૂષણકારે આવું બધું વિચારીને જ ચાંદીનું ગિટાર બનાવ્યું. ગિટાર છ જ ઇંચનું છે. તે વચ્ચેથી પોલું નથી, બલકે ચાંદીના ગઠ્ઠાનું બનેલું છે. અની કિંમત રાખવામાં આવી છે ૨૦૦૦ પાઉન્ડ અટલે કે આશરે ૨ લાખ રૂપિયા. 'આ તો મેં એમ જ મસ્તીમાં બનાવ્યું છે,' ફેનલ કહે છે, 'મારે તો ચાંદીનું ફૂલ-સાઇઝ ગિટાર બનાવવું છે અને તે પણ શોભાના ગાંઠિયા જેવું નહીં, વાગે અવું.' પૂર્ણ કદના ગિટારની કિંમત તે બને તે પહેલાં જ નક્કી થઈ ગઈ છે - અઢી લાખ પાઉન્ડ એટલે કે આશરે અઢી કરોડ રૂપિયા! આ ગિટાર માત્ર કિંમતમાં જ નહીં, વજનમાં પણ ભારે અતિ ભારે હોવાનું!
પ્રાણીઓની ફોટોગ્રાફી મહેનત માંગતી કળા છે
ફોટોગ્રાફી એક મહેનત અને ધીરજ માગી લેતી કળા છે. અમાંય જ્યારે પશુ-પંખીની ફોટોગ્રાફી કરવાની હોય ત્યારે તો ખાસ ફ્રાંસના એન્જર્સ વિસ્તારમાં પૂરને કારણે મેદાની વિસ્તારોમાં રચાતાં નાના-નાના લેકમાં મેટીંગ (કામક્રીડા) કરતા ગ્રીબ પક્ષીની તસવીર લેવા લુઇસ-મારિ પ્રેઉ નામના ફોટોગ્રાફરને પૂરા બાર કલાક પાણીમાં રહેવું પડયું હતું. માથે કલગીવાળાં આ સુંદર પક્ષીઓ લેકમાં તરતા ઘાસના પૂળા પર કામક્રીડામાં મગ્ન હતાં ત્યારે લુઇસ અક તરતા લાકડાના પાટિયા પર બેસીને અમના ફોટા લેતો હતો. આ સુંદર ક્ષણને કચકડે કંડારવા માટે લુઇસે પૂરા બાર કલાક સુધી લેકના પાણી પર તરતા રહી ગ્રીબ પક્ષીઓનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. એની આ મહેનત જોકે લેખે લાગી છે. બીબીસી વાઇલ્ડ લાઇફ મેગેઝિન અને ધ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમે યોજેલી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર સ્પર્ધાની બર્ડસ કેટેગરીનું પ્રથમ ઇનામ લુઇસને ફાળે આવ્યું હતું.
સોના કરતા મોંઘા બિલાડીના ટોપ!
'બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળવું' રૂઢિપ્રયોગનો અર્થ આડેધડ ઊગી નીકળવું, વિપુલ માત્રામાં હોવું એવો થાય છે. કારણ વગર આ રૂઢિપ્રયોગ વાપર વાપર કરનારાઓ માટે અક જાણવા જેવા સમાચાર છે. ઇટાલીમાં ટસ્કન પ્રકારના બિલાડીના ટોપની હરાજી થઈ હતી. ૪૧૦ ગ્રામના આ પદાર્થની લિલામીમાં કેટલી કિંમત ઊપજી હશે? જવાબ છે ૨૧,૦૦૦ પાઉન્ડ અર્થાત્ આશરે ૨૧ લાખ રૂપિયા, ફક્ત. ૪૧૦ ગ્રામ સોનાના મૂલ્ય કરતાં આ ઘણી વધુ રકમ થઈ! લિલામી દરમિયાન જુદા જુદા ૨૦ પ્રકારના બિલાડીના ટોપની બોલી બોલાઈ, જેમની કુલ વેચાણકિંમત
૬૦,૦૦૦ પાઉન્ડ (આશરે ૬૦ લાખ રૂપિયા)ને આંબી ગઈ! આ તમામ નાણું ધર્માદાના કામમાં વપરાશે.
બ્રિટનમાં ઘોંઘાટનો કાયદો ખૂબ કડક છે
લંડનના હર્ટફોર્ડશાયર વિસ્તારમાં એક ૧૧ વર્ષના બાળકે તેના પડોશીને જઇને ફરિયાદ કરી કે મારાં મમ્મી-પપ્પા મને બહુ જ મારે છે. પડોશીએ તુરંત પોલીસને ફોન કર્યો એટલે પોલીસે આવીને પેલા બાળકનાં મમ્મી-પપ્પાને પકડીને ચાર દિવસ કસ્ટડીમાં રાખ્યાં. બ્રિટનના બાળકાનૂન પ્રમાણે બાળકને માબાપ મારી શકતાં નથી. બીજો ઘોઘાટનો કાનૂન પણ કઠોર છે. નોરફોલ્ક કાઉન્સિલનો કાનૂન છે કે પડોશીને ઘોંઘાટથી તકલીફ ન પહોંચાડી શકાય. ૬૦ વર્ષના વિલિયમ ગ્રીચમ અને તેની ૫૬ વર્ષની પત્ની એક અખબાર વાચતાં વાંચતાં ઝઘડી પડયાં. એટલા જોરથી ઝઘડો કરવા માંડયાં કે ઘાંટા પાડીને અકબીજાંને ગાળો દેવા લાગ્યાં. પડોશીઅ કાઉન્સિલમાં ફરિયાદ કરી અને બન્નેને ૧૪ દિવસની જેલ થઈ!
* * *